অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બકરાંમાં થતાં રોગો

બકરાંમાં ચેપી રોગો થવામાં સુક્ષમ જીવો અને વાતાવરણની સંકીર્ણ પરિસ્થિતિક યોજના અગત્યનો ભાગ ભજવે છે. જે વાતાવરણમાં પશુ રહે છે તેમાં વિવિધ પ્રકારના અસંખ્ય સુક્ષમ જીવો-જીવાણું, વિષાણુ, કુગ અને પરોપજીવીઓ હોય છે અને એકબીજા સાથે ઘનિષઠ સબંધ ધરાવે છે કેટલાક જીવો જરૂરી અને ઉપયોગી છે અને કેટલાક હાનિકારક હોય છે. હાનિકારક જીવો મોટું, નાક, ચામડી, લોહી, જનનાંગ, આંચળ વિગેરે ધ્વારા પશુ શરીરમાં પ્રવેશી વૃધ્ધિ અને વિકાસ પામી રોગ પેદા કરે છે. જેનો આધાર મુખ્યત્વે જીવોની જાત, સંખ્યા, રોગકારક શકિત,પશુની પ્રાકૃતિક રોગ પ્રતિકારકતા વિગેરે કારણો પર અવલંબે છે. આ ઉપરાંત થોડી જગ્યામાં વધુ પશુઓ રાખવા, ભેજવાળી જગ્યામાં ચરાવવું, હવામાન કે ખોરાકમાં અચાનક ફેરફાર વગેરે પરિબળો રોગ પેદા કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે બકરાં ટોળા રાખતા હોવાથી રોગનો ચેપ ઘણી ઝડપથી પ્રસરે છે તેથી જ રોગ થતાંજ ઝડપથી તેના નિયંત્રણના પગલાં લેવા ઇચ્છનીય છે જેથી અસરકારક નિયંત્રણના પગલા લઇ શકાય.

જીવાણુથી થતાં રોગો :

ગળસૂઢો (સાકરડો હેમરહેજીક, સેપ્ટીસીમીયા):

આ રોગ પાચ્ચેલા મલ્ટોસડા નામનાં જીવાણુથી થાય છે

  • લક્ષણો : ખાસ કરીને ચોમાસામાં થાય છે. એકાએક સખત તાવ (૧૦૫ ફે.)આવે,આંખો લાલ થઈ જાય, ગળામાં ખૂબ સોજો આવે, સતત લાળ પડે, શ્વાસોચ્છવાસ ઝડપી બને તથા શ્વાસ લેવામાં તકલીફ પડે, લોહી વાળો ઝાડો પેશાબ થાય, અચાનક મૃત્યુ થાય.
  • નિદાન : પ્રયોગશાળામાં લોહીના નમુનાની તપાસ દ્વારા રોગકારક જીવાણુંનું સુક્ષમદર્શન યંત્ર હેઠળ અવલોકન, જીવાણું સંવર્ધન અથવા જેવીક પરીક્ષાણ દ્વારા રોગનું નિદાન કરી શકાય છે.
  • નિયંત્રણ : બિમાર પશુને દાકતરી સારવાર આપવી, બિમાર જાનવરને અલગ રાખવું, ચોમાસા  પહેલા રોગપ્રતિકારક રસી મુકાવવી.

ગાંઠીયો તાવ (બ્લેક કવાટર):

આ રોગ કલોડીયમ સોવીઆઇ તથા કલોસ્ટ્રીડીયમ સેપ્ટીકમ નામનાં જીવાણુંઓથી થાય છે.

  • લક્ષણો : ખૂબ તાવ આવે, ખોરાક પ્રત્યે અરૂચી,પગના ઉપરના સ્નાયુઓમાં સોજો આવે તથા સોજાવાળો ભાગ ગરમ લાગે અને દબાવવાથી પોચો લાગે, તેમાં હવા ભરાય અને દબાવતા કરડ કરડ અવાજ આવે, સોજાના ભાગવાની ચામડી કાળી પડીજાચ, પશુ લંગડાચ અને ૧ર થી ર૪ કલાકમાં મૃત્યુ થાય.
  • નિદાન : રોગના લક્ષણો ઉપરથી તેમજ સોજાવાળા ભાગમાંથી પ્રવાહી મેળવી. પ્રયોગશાળામાં તેની તપાસ કરતાં રોગકર્તા જીવાણુંની હાજરી જાણી શકાય છે.
  • નિયંત્રણ : બિમાર પશુને તાત્કાલિક સારવાર આપવી, તેને અલગ રાખવું, ચોમાસા પહેલા રોગ વિરોધી રસી મુકાવવી.

આઉ/બાવલાનો સોજો (મસ્ટાઈસીસ, દુધ રાંણીનો કોપ) :

આ આર્થિક દષિટએ મહત્વનો રોગ છે દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. અનેક પ્રકારના જીવાણુંઓ જેવા કે સ્ટેફાઇલોકોકાઇ, સ્ટ્રોપ્ટોકોકાઈ, કોરાઇની બેકટેરીયમ,ઇકોલાઈ વગેરેથી થાય છે.

  • લક્ષણો : બાવલાનો સોજો આવે જેથી તે કઠણ અને ગરમ લાગે, દબાવાથી દુખાવો થાય,તાવ  આવે, દૂધ ફોટાવાળું પીળાશ પડતું પાણી જેવુંતો કોઇવાર લોહીયુકત જોવા મળે.
  • નિદાન : પ્રયોગશાળામાં દૂધની તપાસ કરી જીવાણું પરિક્ષાણ ધ્વારા નિદાન કરી શકાય છે.
  • નિયંત્રણ: દોહતા પહેલાં આંચળ તેમજ હાથ સાફ કરવા, ગમાણ સાફ રાખવી, દાકતરી સારવાર આપવી.

પગનો કોહવાટ (ફૂટ રોટ):

ફયુઝો બેકટેરીયમ નીકોફોરસ તથા બેકટેરોઇડઝ નોડોસસ નામના જીવાણુંઓથીઆ રોગ થાય છે.

  • લક્ષણો: ખરી લાલ થઈ જઈ સુજી જાય, ખરીમાં સડો લાગે અને દુર્ગધ મારે, જાનવર લંગડાતું ચાલે
  • નિદાન: ખાસ કરીને ભેજવાળા વાતાવરણ અને ભીની જમીન હોય તેવા સ્થળે ચોમાસામાં થાય છે. તેમજ ચિહનો પરથી નિદાન થઈ શકે છે. પ્રયોગશાળામાં જીવાણુઓનીતપાસ પરથી ચોકકસ  નિદાન થઈ શકે છે.
  • નિયંત્રણ: બિમાર જાનવરને અલગ રાખવા, દાકતરી સારવાર આપવી, જાનવરોને ભેજવાળી, પોચી જગ્યામાં ન રાખવા, પુરતી કસરત આપવી.

ન્યુમોનીયા (કોન્ટેજીયસ દેખાઈન પ્યુરોન્યુમોનીયા):

માઇકોપ્લાઝમા માઇક્રોઇડીસ નામના જીવાણુંથી બકરામાં થતો શ્વસન તંત્રનો રોગ છે.

  • લક્ષણો : શ્વાસોચ્છવાસમાં મુશ્કેલી પડે, નાકમાંથી ગંદુ પ્રવાહી ટપકે, તાવ આવે,નબળાઇ આવે, ખાવા પ્રત્યે અરૂચી થાય, ઉચો મૃત્યુ દર જોવા મળે.
  • નિદાન : ચિન્હો તથા મરણોતર તપાસ દ્વારા રોગનું નિદાન થઈ શકે છે પ્રયોગશાળામાં જીવાણુંની ઓળખ ધ્વારા પણ નિદાન કરી શકાય.
  • નિયંત્રણ: રોગીષ્ટ પશુને જુદું પાડવું અને દાકતરી સારવાર આપવી નાના બચ્ચાની ચોતરફ આડશ રાખવી સીધો ઠંડો પવન જાનવરને ન લાગવા દેવો.

ચેપી ગર્ભપાત (બ્રુસેલોસીસ) :

બ્રુસેલા હોવીસ, બ્રુસેલા મેલીટાન્સીસ અને બ્રુસેલા અર્બોટસ નામના જીવાણુઓથી આ રોગ થાય છે.

  • લક્ષણો : ગાભણ બકરી તરવાઇ જાય, એક સાથે ઘણાં કિસ્સા જોવા મળે જેથી આર્થિક નુકશાની થાય, યોની સ્ત્રાવ થાય, કવચિત આઉનો સોજો આવે, તરવાઇ ગયેલા જાનવરની મેલી સાથે બહાર આવતા પ્રવાહીના સહવાસથી અન્ય જાનવર તેમજમનુષચને ચેપ લાગી શકે છે. મનુષચને આ રોગને કારણે તાવ આવે, માથું દુખે.
  • નિદાન: જરાયુની તપાસ, જીવાણુંનો પ્રયોગશાળા ઉછેર, જેવિક પરિક્ષાણ તથાસીરોલોજીકલ ટેસ્ટ ધ્વારા નિદાન કરી શકાય છે.
  • નિયંત્રણ: તરવાઇ ગયેલ જાનવરને અલગ કરવું, દાકતરી સારવાર આપવી, પ્રતિબંધક ઉપાય તરીકે રોગ વિરોધી રસી મુકાવવી.

એન્ટોરોટોકસેમિયા (માથાવઢુ અથવા આત વિષામયતા) :

આ રોગ કલોસ્ટ્રીડીચમ પરફીન્જાઇ ટાઈપ ડી થી થાય છે તથા ઘેટાં અને બકરાં બંનેમાં જોવા મળે છે. આંતરડામાંથી જીવાણુનું વિષા શરીરમાં શોષાઇને તાત્કાલિક મૃત્યુ થાય છે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં ક્યારે નવું ઘાસ ઉગી નીકળે તથા ભૂખ્યા જાનવરોથી વધારે ખવાઈ જાય ત્યારે વિષાણુઓને વિકાસ અને વૃધ્ધિ માટે યોગ્ય વાતાવરણ મળે છે. બચ્ચાંમાં આવું વાતાવરણ વધારે દૂધ પીવાથી ઉત્પન્ન થાય છે. બચ્ચાંમાં કોઇપણ ચિન્હો બતાવ્યા વિના ઉચું મરણ પ્રમાણ સામાન્ય છે. રોગનો ગાળો ૨ થી ૧૨ કલાકનો જ હોય છે. અસર પામેલ જાનવર ખાવું બંધ કરી સુસ્ત થઇ જાય છે તથા લીલા અને બહુ પાતળા નહીં તેવા ઝાડા કરી તાણ જેવાં ચિન્હો બતાવીને મૃત્યુને શરણ થાય છે.

  • મરણોત્તર ચિન્હોમાં મરણના બે થી ત્રણ કલાકમાં તપાસ કરવામાં આવે તો મૂત્રપિંડ માવાદાર થઈ ગયેલું જણાય છે. રોગના અટકાવ માટે ઘેટાં અને બકરાંઓને વિયાણના એકાદ માસ પહેલાં રોગ વિરોધી રસી આપવી. ૧૫ દિવસ પછી રસીનો બીજો એક ડોઝ આપવો. રાજ્ય સરકાર તરફથી આ રોગ વિરોધી રસી વિના મૂલ્ય પ્રાપ્ત છે.

સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate