પેરામ્ફીસ્ટોમીઆસીસ રોગમાં પેરામ્ફીસ્ટોમ નામના કૃમિની અલગ અલગ જાતોની પુખ્ત અવસ્થા સામાન્ય રીતે હોજરીનાં પ્રથમ અને બીજા ભાગોમાં જોવા મળે છે. જે બકરાંમાં ગંભીર બીમારી ફેલાવતા નથી, પરંતુ આ કૃમિની અપરીપકવ અવસ્થા નાના આંતરડાના શરૂઆતનાં ત્રણ મીટર ભાગમાં જોવા મળે છે. જે બકરાંમાં ગંભીર રોગ પેદા કરે છે અને ૯૦ % બકરાંમાં મૃત્યુ કરે છે.
આ રોગમાં બકરાંમાં પાણી જેવા પાતળા દુર્ગધ મારતા ઝાડા થાય છે. પાણીની કમી ઉત્પન્ન થાય છે. અશકિત આવે છે, પ્રાણી ખાવાનું છોડી દે છે, વારંવાર પાણી પીએ છે અને દીર્ધકાલીન રોગમાં બે જડબાના નીચેના ભાગમાં પાણી ભરાય છે. (બોટલ જો) આ રોગમાં સમયસર સારવાર ન કરવામાં આવે તો મોટા ભાગનાં બકરાંનું મૃત્યુ થાય છે.
પુખ્ત કૃમિથી થતા રોગોમાં ઝાડામાં કૃમિનાં ઈંડા પસાર થાય છે તેથી સુક્ષમદર્શક યંત્ર નીચે ઝાડાનું પરીક્ષણ કરવાથી આ ઈડા જોઇ શકાય છે, પરંતુ, અપરિપકવ કૃમિ ઝાડામાં ઠંડા પસાર કરતા નથી. તેથી આવા કેસમાં તરતના મરેલા જાનવરનું પોસ્ટમોર્ટમ કરી નાના આંતરડાના પ્રથમ ત્રણ મીટર ભાગ માંથી મળેલ નમુનાનું સુક્ષમદર્શક યંત્ર નીચે પરીક્ષાણ કરતા અપરિપકવ એમ્ફીસ્ટોમાં જોઈ શકાય છે. આ ઉપરથી રોગનું નિદાન કરી શકાય છે.
ફેસીયોલા નામના પર્ણ કૃમિ ક્ષરા આ રોગ બકરામાં થાય છે. કૃમિની સંખ્યા પ્રમાણે આ રોગ તિવ્ર, મંદ અને દીર્ઘકાલીન એમ ત્રણ પ્રકારે જોવા મળે છે. પરંતુ બકરાંમાં આ રોગ ખાસ કરીને તિવ્ર પ્રકારે જોવા મળે છે. પુખ્ત કૃમિ પિંદ્દનલિકા અને પીતાશયમાં જોવા મળે છે. જે દીર્ઘકાલીન રોગ માટે જવાબદાર છે.
તિવ્ર અવસ્થામાં સામાન્ય રીતે કોઈપણ લક્ષણો જોવા મળતા નથી અને મોટા ભાગનાં જાનવરોમાં અચાનક મૃત્યુ પ્રમાણ નોંધાયેલ છે. જો કે મૃત્યુ પહેલા જાનવર સુસ્ત દેખાય છે. શ્વાસમાં તકલીફ, લોહીની કમી અને પેટનાં ભાગમાં દબાવતાં દુખાવો થાય છે. અને જાનવર ચાલી શકતું નથી.
બચ્ચાંના રહેઠાણમાં પણ ભોયતળીયું શકય તેટલું સુકુ રાખવા પ્રયત્નો કરવા.ચોમાસા દરમ્યાન રહેઠાણમાં વાછટ ન આવે તેની કાળજી રાખવી. લીંડી અને પેશાબ ઉપાડી ભોંયતળિયું ચોખ્ખું રાખવું. અઠવાડિયે બે-ત્રણ વખત ભોયતળિયા ઉપર ફોડેલો ચૂનો છાંટવો. દર વર્ષે માટી કાઢી નવી તપેલી માટી ભરવી. સારા હવા-ઉજાસવાની પુરતી જગ્યાવાળા રહેઠાણ આરોગ્યપ્રદ છે. એક બચ્ચાંને રહેઠાણમાં ૦.૫ ચો. મીટર જેટલી ભોંયતળિયાની જગ્યા આપવી જોઇએ. સામાન્ય ઋતુમાં જયારે વાતાવરણ આરામદાયક હોય ત્યારે બચ્ચાંને ખૂલ્લી કોરી જગ્યામાં ઝાડના છાએ પણ રાખી શકાય.
મંદ અને દીર્ધકાલીન રોગમાં બકરાંઓ ખાવાનું બંધ કરી દે છે. ઘરે ઘરે વજનમાં ઘટાડો થાય છે. જડબાનાં નીચેના ભાગમાં પાણી ભરાય છે. અને શરીર ક્ષીણ થઇ જાય છે.
તિવ્ર પ્રકારનાં રોગમાં કૃમિ અપરિપકવ હોવાથી બકરાંના ઝાડાનો નમુનાઓનું પરીક્ષણ નિદાન માટે ઉપયોગી નથી. પરંતુ તરતના મૃત્યુ પામેલા જાનવરનું પોસ્ટમોર્ટમ કરી યકૃતની તપાસણી કરતા તેમાંથી કૃમિ મળી આવે છે અને આ રોગનું નિદાન થાય છે. જ્યારે દીર્ઘકાલીન રોગમા પુખ્ત કુમિ ઝાડામાં ઈડા પસાર કરે છે. તેથી ઝાડાના નમુનાનું પરીક્ષણ કરવાથી તેનું નિદાન થઇ શકે છે.
રોગની સારવાર માટે ટ્રાઇકલાબેન્ડાઝોલ (૧૦ મીલી /કિલો), રિફોકસીનાઇડ (૭.૫ મીલી /કિલો) અને નીકલો સામાઇડ (૩૦ મીલી /કિલો) અપરીપકવ કૃમિ માટે વધુ અસરકારક છે. આલ્બન્ડાઝોલ (૮.૫ મીલી /કિલો), ઓકસીકલોઝોનાઇડ (૧૫ મીલી /કિલો) પુખ્ત કૃમિ માટે વધુ અસરકારક છે.
સામાન્ય રીતે મોનીજયા સ્ટીલેશીયા ગ્લોબીપંકટાટા, થોઇસાનીમીસા, એવીદેલીના અને થાઈસાનોસીયા નામની પટ્ટી કૃમિઓ બકરાંના નાના આંતરડામાં જોવા મળે છે. જયારે થો ઈસાનીમીસા અને સ્ટીલેસીયા વેપાટીકા નામના પટ્ટી કૃમિ યકૃત પીતનલીકામાં જોવા મળે છે.
ઉપરોકત પટ્ટી કુમિઓનાં રોગથી બકરાંમાં મૃત્યુ થતું નથી. પરંતુ તેમના શરીરની અંદરથી આ કૃમિઓ તૈયાર ખોરાક શોષી લે છે. જેથી બકરાનો શારીરિક વિકાસ રૂંધાય છે. જેના કારણે માંસ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જેથી આર્થિક નુકશાન થાય છે.
બકરાંમાં પટ્ટી કૃમિના રોગમાં ઘણી વખતે ઝાડામાં પટ્ટી કૃમિના પાછળનાં ભાગનાં પરીપકવ થયેલા ટુકડા પસાર થાય છે. જે ઝાડામાં નરી આંખે જોઇ શકાય છે. આ ટુકડાની અંદર અસંખ્ય પ્રમાણમાં પટ્ટી કૃમિના ઈંડા હોય છે. જે પ્રયોગશાળામાં સુક્ષમદર્શક યંત્ર નીચે જોઇ શકાય છે. નીકલોસામાઇડ (૫ % થી ૧પ૦ મીલી કિલો) અને પ્રાજકોટલ (૧૫ મીલી કિલો) દવાઓ સારવાર માટે વાપરી શકાય છે.
બકરાંની હોજરીથી મોટા આંતરડા સુધીમાં ઘણી જાતનાં અતિ સુક્ષમથી નરી આંખે જોઇ શકાય તેવા ગોળ કુમિઓ જોવા મળે છે. આ ગોળ કુમિઓનો ચેપ બકરાંમાં સામાન્ય રીતે વધારે પ્રમાણમાં જોવા મળ્યા છે. હોજરીમાં હેમો કન્સ અને મીસીસ્ટોસીસ તથા નાના આંતરડામાં બુનોસ્ટોમમ અને ગેગેરેઆ નામના ગોળ કૃમિઓ લોહી ચુસનારા છે. જે બકરાંની હોજરી અને આંતરડાની દિવાલ ઉપર ચોંટી લોહી ચૂસે છે. આવા પ્રકારના કૃમિઓથી બકરામાં લોહીની કમી વર્તાય છે. અને જો કૃમિઓ વધારે પ્રમાણમાં હોય તો ટોળામાં મોટા ભાગનાં બકરાઓ મૃત્યુ પામે છે.
આ ઉપરાંત નાના આંતરડામાં ટ્રાઇકોસ્ટગાયલસ ગૃપના અને સ્ટ્રોન્યાચલોઇડસ નામના કુમિઓ જોવા મળે છે. જ્યારે મોટા આંતરડામાં ઇશોફેગોટોમમ, એબસ્ટીઆ અને ટ્રાયચુરીસ નામના કૃમિઓ જોવા મળે છે. આ કૃમિઓ તેમની સંખ્યાના આધારે વધતા ઓછા પ્રમાણમાં બકરામાં બિમારી લાવે છે
આ રોગની સારવાર માટે ટ્રાયકલાબેન્ડાઝોલ (૧૦૦ મીલી ગ્રામ/કિલો) રેડીકસાવાઇડ (રર.૫ મીલી ગ્રામ/કિલો) ફરા અપરીપકવ કૃમિ માટે વધુ અસરકારક છે. નીકલોફામાઇડ (૯૦ મીલી ગ્રામ/ કિલો) આમ્બેન્ડાઝોલ (૨૨.૫ મીલી ગ્રામ/કિલો), ઓકસીકલોઝીનાઇડ (૩૦મીલી ગ્રામ/કિલો) પુખ્ત કૃમિ માટે વધુ અસરકારક છે. ધ્વા સામે કૃમિની પ્રતિકારકતા પેદા ન થાય તે માટે દર ત્રણ અઠવાડીએ વારા ફરતી આલ્બન્ડાઝોલ અને રફોકસીનાઇડનો ઉપયોગ કરવો.
સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/16/2019