ભારતીય ઓલાદની બકરીઓમાં ખાસ કરીને વધુ દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા વિદેશી ઓલાદની સરખામણીએ ઓછી છે. કારણ કે આપણે ત્યાં વ્યવસ્થિત રીતે તેના સંવર્ધનની સગવડ નથી અથવા તો અનુસરતા નથી તેમજ બકરાઓ મોટે ભાગે માંસ માટે ઉછેરવામાં આવે છે. અને વળી ઘણા લોકો તેને કુરબાની કે બાધાઓ માટે વધેરી નાખતા હોઇ સારી ઓલાદ વિકસાવવામાં અડચણ રૂપ બને છે.
બાર માસથી અઢાર માસની ઉંમરે માદા બકરી ઋતુમાં આવે છે. બકરી ઋતુ અનુસાર પ્રજનેતા (seasonal breeder) હોય છે. બકરીઓ સામાન્ય પણે એપ્રિલના બીજા પખવાડિયા થી જૂનના અંત સુધી વધુ ગરમીમાં હોય છે. બકરીઓને એપ્રિલના બીજા પખવાડિયાથી મેના અંતા સુધીમાં ફેળવવામાં આવે છે. બકરીઓને ફેળવવાના બે અઠવાડિયા અગાઉ વધુ દાણ-મિશ્રણ અને સારો ચારો ખવડાવવામાં આવે છે. આમ કરવાથી બકરીઓ વધુ સારી રીતે ગરમીમાં આવી શકે છે અને લગભગ બધી જ બકરીઓ ટૂંકા ગાળામાં ગાભણ થાય છે અને તેમનું વિયાણ પણ ટૂંકા ગાળામાં સંપૂર્ણ થતાં બચ્ચાંની માવજતમાં સરળતા અનુભવાય છે. સારી માવજતને લીધે મરણનું પ્રમાણ ઘટે છે અને વૃધ્ધિનો દર વધે છે. સામાન્ય રીતે બકરી ર૪ થી ૪૮ કલાક સુધી વેતરમાં રહેતી હોય છે. આથી બકરીઓને ર૪ કલાકના અંતરે બે વખત કેળવવાથી ગર્ભધારણ કરવાની શકયતાઓ વધે છે. બકરી વેતરમાં છે કે કેમ તે નકકી કરવા માટે બકરીઓના ટોળામાં (એટલે કે વેસેકટોમી કરીને) નરને શુકવાહક નલિકાને કાપીને અથવા એપ્રોન પહેરાવીને (પેટ ઉપર કપડું બાંધીને) છૂટો મૂકવામાં આવે છે. બકરીના પાછળના ભાગને સુંધી વેતરમાં આવેલી બકરીને શોધી આપે છે. સાથે બકરી વેતરમાં આવે છે ત્યારે વારંવાર તે પોતાની પૂંછડી હલાવતી હોય છે. વારંવાર અટકી અટકીને પેશાબ કરતી હોય છે અને વાલી બકરાની પાછળ પાછળ ફરતી હોય છે. એક વાર વેતરમાં આવી. ગયેલી બકરી ગર્ભ ધારણ ન કરે તો ૧૮ થી ૨૧ દિવસ પછી તે ફરીથી વેતરમાં આવે છે. આમ એક ઋતુમાં બકરી બે થી ત્રણ વખત ગરમીમાં આવે છે. પ્રથમ વિચાણ ૨ વર્ષની વયે થાય છે અને સામાન્યપણે દર ૧૦૦ બકરીઓ દીઠ સરેરાશ ૧ર૦ થી ૧૬૦ બચ્ચાં મળે છે. સંવર્ધન ક્ષામતા વધારવા માટે શિયાળામાં બીજે દિવસે અને ઉનાળામાં તાપે આવે ત્યારે તેજ દિવસે ફેળવવી હિતાવહ છે. બકરીનો સગર્ભાવસ્થા ૧૫૧ દિવસોનો છે. આથી ૧૨૦ દિવસના સગર્ભાવસ્થા પછી બકરીને જુદા વાડામાં રાખવી અને છેલ્લે અઠવાડીએ સૂકી જગ્યામાં પથારી પાથરેલ વિચારા ઘરમાં રાખવી.
બકરો બે વર્ષની ઉમરે ફેળવવા લાયક થાય છે. પણ આ ઉમરે તેનાથી રપ૩જી બકરીઓ જ ફેળવવી. ઘનિષ્ઠ પધ્ધતિમાં ત્રણ વર્ષના એક બકરાથી વર્ષોમાં ૧૦૦-૧૫૦ બકરીઓ ફેળવવી. પુખ્ત ઉમરના સ્વસ્થ તંદુરસ્ત બકરાં પાસેથી એક અઠવાડિયામાં ક થી ૪ વખત પ્રજનન - પ્રક્રિયામાં મદદ લઇ શકાય છે. સંવર્ધન માટે સામાન્ય રીતે ૪૦ થી ૮૦ બકરીઓ દીઠ એક બકરો રાખવો હિતાવહ છે. અન્ય નર પ્રાણીઓની તુલનામાં બકરાંમાં પોતાનું શિશ્ન ચાટવાની (masturbation) તથા મોં અને ખભા પર પેશાબ છાંટવાની તેમજ પીવાની કુટેવ વધારે જોવા મળે છે.
નર અને માદા બકરીની સંવર્ધન માટે પસંદગી કરતી વખતે નીચે મુજબના મુદાઓ ધ્યાને લેવા જોઈએ.
જેવો આકાર ધરાવતી હોય.
આમ ઉપરોકત લક્ષણોમાંથી વધારેમાં વધારે લક્ષણો ધરાવતી માદા પસંદ કરવી જોઇએ
આમ ઉપરોકત બાબત ધ્યાને લઇ શુધ્ધ ઓલાદના નર-માદા પસંદ કરી સંવર્ધન કરવામાં આવે છે અથવા સંકર ઓલાદ ઉત્પન્ન કરી સારૂ ઉત્પાદન લેવામાં આવે છે.
સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/11/2019