অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બકરાપાલનનાં આર્થિક પાસાઓ

આપણા દેશનાં સૂકા, અર્ધસૂકાં, ડુંગરાળ અને વર્ષાધારીત પ્રદેશોની ગ્રામ્ય કૃષિ અર્થ વ્યવસ્થામાં બકરાં પાલન કરોડરજજુનું સ્થાન ધરાવે છે. બકરાંપાલન દ્વારા નાના અને સિમાંતા ખેડૂતો, ભૂમિવિહોણા ખેતમજુરો, શિક્ષિત બેરોજગાર યુવાનો અને ગ્રામીણ મહિલાઓને રોજગારીની તક મળી રહે છે. બકાં માનવજાતને પોષ્ટીક દૂધ અને માંસ, મોટેર અને પાશ્મીના જેવા કિંમતી વાળ, ચામડુ અને ખાતર પૂરા પાડે છે. વિવિધ બાબતો જેવી કે માળખાકીય સવલતો, ઘાસચારા-દાણના સ્ત્રોત, માનવ બળ, વિસ્તારમાં ઉપલબ્ધ ચરીચાણની મીન વિગેરે લક્ષમાં લઇ ખેડૂતો સામાન્ય રીતે પ થી પ૦ બકરાંનું ટોળુ રાખતા હોય છે. બકરાં કુદરતી રીતે જ ખુલ્લા મેદાનોમાં ચરવાનું પસંદ કરે છે અને તેમને બંધિયાર અવસ્થામાં ફાર્મ/ઘરની અંદર જ ખોરાક લેવો ગમતું નથી. સરકારી તેમજ ખાનગી મોટા ફાર્મ ખાતે બકરાઓને અર્ધ ધનિષ્ઠ પધ્ધતિથી ઉછેરવામાં આવે છે. ત્યાં ઉપલબ્ધ ચરીયાણ પર બકરાંઓને ચરાવવામાં આવે છે તથા જયારે ચરાણ ઓછું થઇ જાય ત્યારે તથા ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં અને દૂધ આપતી બકરીઓ માટે પૂરક આહાર ફાર્મ ખાતે જ આપવામાં આવે છે. આવા ફાર્મ પર પ૦૦ થી ૨૦૦૦ જેટલી મોટી સંખ્યામાં બકરાં રાખવામાં આવતા હોય છે. આથી આવા મોટા ફાર્મ અને મોટી સંખ્યામાં બકરાં રાખવામાં આવતા હોય છે. આથી આવા મોટા ફાર્મ અને મોટી સંખ્યામાં બકરાંનું સંચાલન કરવું મુશ્કેલ કાર્ય છે જે માટે આયોજન તથા તાલીમ બધ્ધ માણસો જોઇએ જે થકી સારૂ ઉત્પાબ મેળવી શકાય. આમ બકરાં પાલનની ઉપયોગીતા જાયા બાદ ચાલો હવે એકસો બકરાંઓના ફાર્મ (૧૦૦ બકરી + પ નર બકરાં) ના આર્થિક પાસા વિશે જોઇએ.

“આર્થિક અભ્યાસની ગણતરી માટેની પૂર્વધારણ"

  1. બકરાંઓની ખરીદી ખર્ચ - એક પુખ્ત ઉંમર ગાભણ બકરીની કિંમત રૂા.૨૦૦૦/- તથા એક પુખ્ત ઉમરના નર બકરાંની કિંમત રૂા.૩૦૦૦/- જેટલી થાય.
  2. બકરાં રહેઠાણની ગણતરી :- એક પુખ્ત ઉંમરના બકરા/બકરી દીઠ ૧ર ચોરસ ફુટ જગ્યા જોઇએ આમ કુલ ૧૦૫ બકરાંઓ માટે કુલ ૧૦૫૧૨ = ૧ર૦૦ ચોરસ ફુટ જગ્યા જોઈએ. સસ્તુ, બિનખર્ચાળ, ઢાળીયાવાળું બાંધકામ માટે એક ચોરસ ફુટ કાચા બાંધકામનો ખર્ચ રૂા.૧૦/- પ્રમાણે ગણતા.
  3. બકરાંઓ માટે છાપરૂ અથવા ઢાળીચું ખેડુતની પોતાની જમીનમાં બનાવવામાં આવશે તથા પાણી વિગેરેની સવલત પણ ખેડુતની પોતાની હોઇ આ ખર્ચ ગણતરીમાં લેવામાં આવતો નથી આ ઉપરાંત ખેડૂત જાહેર ચરીયાણનો પણ બકરાં ચરાવવા માટે વિના મુલ્ય ઉપયોગ કરી શકે છે.
  4. છાપરું/ઢાળીચુનો ખર્ચ દર વર્ષો ઘસારો થતો હોઈ રીપેરીંગ તથા અન્ય બાંધકામ દુરસ્તી માટે વાર્ષિક પ% જેટલો ઘસારા ખર્ચ ગણતરીમાં લીધેલ છે.
  5. બકરાં ફાર્મ માટે જરૂરી સાધન સામગ્રી જેવી કે દોરડા, ડોલ, વાંસી વગેરે ખરીદ્યા બાદ દર વર્ષો મરામત અથવા ઘસારા ખર્ચ વાર્ષિક ર૦% લેખે ગણતરીમાં લીધેલ છે.
  6. જાનવરોને ખરીધા બાદ દર વર્ષે તેમની ઉત્પાદન તથા પ્રજનન ક્ષામતામાં ચોકકસ ઘટાડો થતો હોઇ છે તે લક્ષામાં લઇ તથા વધતી જતી ઉમરના કારણે પણ જાનવર દીઠ મૂલ્યમાં વાર્ષિક ૧૭% જેટલો ઘટાડો થતો હોઇ તેની પૂર્તી અર્થે જાનવરોની વાર્ષિક ઘસારા ખર્ચ ૧૭ % જેટલો ગણતરીમાં લીધેલ છે.
  7. વ્યાજે લીધેલ મૂડી ઉપર વાર્ષિક ૧ર% ના દરે વ્યાજની ચુકવણી ધ્યાનમાં લીધેલ છે.
  8. એક બકરી દર વર્ષે સરેરાશ ૧.૭ બચ્ચાઓને જન્મ આપતી હોઈ ૧૦૦ બકરી વર્ષા દરમ્યાન ૧૭૦ બચ્ચાને જન્મ આપશે તેમ માની લીધેલ છે. આ પૈકી બચ્ચાં ઓમાં મૃત્યુનું પ્રમાણ ૪૦% જેટલું ધારતા ૬૮ થી ૭૦ બચ્ચાઓ મૃત્યુ પામે તથા ૧૦૦ બચ્ચાઓ જીવશે તેવી ધારણા કરવામાં આવેલ છે.
  9. ખેડૂત અને તેના કુટુંબીજનો જાતે બકરાં પાલનનો વ્યવસાય કરશે તેમ માની મજુરી ખર્ચગણતરીમાં લીધેલ નથી.
  10. 10.  જાનવરનો ખોરાકી ખર્ચ - ચોમાસાના ૪ મહિના તથા શિયાળાના પ્રથમ બે મહિનાદરમ્યાન પુરતા પ્રમાણમાં સારી ગુણવતા ધરાવતું ચરીયાણ બકરાંઓને ઉપલબ્ધ હોય છે. વર્ષના બાકી છ મહિના જાનવર દીઠ દરરોજ એક કિલો સુકો ચારો નીરણ કરવી જોઇએ. આપણે કુલ ૧૦૫બકરાંઓ હોઇ દરરોજ ૧૦૫ કિલો સુકા ચારાની જરૂર રહે છે. ૭ મહિના ૧૮૦ દિવસ ૪ ૧૦૫ કિલો ૧૮,૯૦૦ કિલો સૂકાચારાની જરૂરત છે એક કિલો સુકા ઘાસચારાનો ભાવ રૂા.૩.૫૦ લેખે ગણતરીમાં લેતા ૧૮,૯૦૦ કિલો ૪ રૂા.૩.૫૦ = રૂા.૧૬,૧૫૦/- ખર્ચ થાય.
  11. 11.  બકરી દઠ વર્ષો સરેરાશ ૧૫૦ કિલો દૂધ ઉત્પાદન ગણતરીમાં લેતાં૧૦૦ બકરી x ૧૫૦ કિલો ૧૫૦૦૦ કિલો દૂધ ૮ રૂ. પ્રતિલીટર અંદાજતા દૂધના વેચાણમાંથી મળતી આવક રૂ.૧,૨૦,૦૦૦/- થાય.
  12. 12.  લવારા નવ મહિનાની ઉમરના થતાં માંસ માટે વેચાણ કરવામાં આવે છે. આ ઉમરે એક લવારાનું સરેરાશ વજન ૧૪ થી ૧૫ કિલોનું થાય છે એક લવારાની કિંમત રૂા.૯૦૦/- ધારતા ૧૦૦ લવારા * રૂા.૯૦૦ = રૂા.૯૦,૦૦૦ની આવક લવારાના વેચાણ ધ્વારા મળે.
  13. 13.   બકરાંઓ રાત્રિ દરમ્યાન રહેઠાણમાં રહેતા હોય છે તથા દિવસે ફકત દાણ ખાવા પૂરતા રહેઠાણમાં રહે છે. આ સમય દરમ્યાન તેમની લીડીઓ છાણીયા ખાતર તરીકે સંગ્રહ કરી શકાય ચરાણ સમય દરમ્યાન બકરાંઓ કરેલ લીંડીઓ માલધારીઓને કામ આવે નહી આમ અંદાજે ૨૫% બગાડ/બીન ઉપયોગી લીડીઓને બાદ કરતા ૧૦૦ બકરાનું યુનીટ વર્ષો કપ ટન લીંડીઓનું સેન્દ્રીય ખાતર આપે ખાતરનો ભાવ એક ટનના રૂા.૩૦૦/- અંદાજતા ૭૫ ટન ખાતર » રૂા. ૩૦૦/- = રર,પ૦૦/- ની આવક લીડીઓના સેન્દ્રીય ખાતરના વેચાણમાંથી મળે.
  14. 14.   પુખ્ત ઉંમરના બકરાં દીઠ વાર્ષિક સરેરાશ ૪૦૦ ગ્રામ વાળનો ઉતાર અંદાજતા ૧૦૫ બકરાં ૪૦૦ ગ્રામ વાળ ૪૨ કિલો વાળનો ઉતાર વર્ષાન્ત મળે. વાળની કિંમત રૂા.૧૦.૦૦ પ્રતિ કિલો અંદાજતા ૪૨ કિલો વાળ = રૂ.૧૦.૦૦ = રૂ.૪૦૦/- ની આવક વાળના વેચાણમાંથી મળે.

“બકરાંપાલન વ્યવસાયમાં થતી આવક - જાવકની ગણતરી

આર્થિક પાસાનો અભ્યાસ કરતા એ ફલીત થાય છે કે બકરાંપાલન નફાકારક છે અને બેરોજગારો કે અર્ધબેરોજગારોને ૧૦૦ બકરાં યુનિટમાંથી વાર્ષિક રૂા.૭૬૬૭૮/- ની ચોખ્ખી આવક મળે છે કે જે મહિને રૂા. ૬૩૦૦/- જેટલી થાચ આ ધંધા-વ્યવસાય માટે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામ વિકાસ બેંક દ્વારા ૧૦૦ બકરી અને બકરાંના યુનિટ માટે સહાયનો સંપૂર્ણ લાભ મેળવી તેનું ચૂકવણું પાંચ વર્ષની અંદર સારી રીતે કરી શકાય. આમ જો વૈજ્ઞાનિક રીતે આ ધંધો કરવામાં આવે તો જંગલોને નુકશાન કર્યા વગર આપણા દેશની પાયાની સમસ્યાઓ જેવી કે ગરીબી તથા બેકારી અંશતઃ દુર કરી શકાય તે એક નિર્વિવાદ હકીકતો છે.

સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate