অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બ્રોઈલર બકરી ઉત્પાદન

ભારતમાં વ્યવસાયિક બકરી ઉછેર એ નવું વિકસતું ક્ષોત્ર છે ભારતમાં પશુપાલન ક્ષેત્રે બકરીએ બહુ જ મહત્વની જાત છે કારણ કે બકરીઓમાં બે જન્મ વચ્ચેનો સમય ગાળો બહુ જ ઓછો છે અને તેના દ્વારા મહતમ બચ્ચાઓ મેળવી શકાય છે તેમજ બકરી અને તેમાંથી ઉત્પાદીત વસ્તુઓ બજારમાંથી સરળતાથી લે-વેચ કરી શકાય છે, ભારતમાં માંસ ઉત્પાદન માટે બકરી મુખ્ય પશુ છે અને બકરીનું માંસ લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે. આથી જ બધા પ્રકારના માંસમાંથી બકરીના માંસની કિંમત વધુ છે લોકો દ્વારા બકરીના માંસની પસંદગી તેમજ સામાજીક અને ધાર્મિક સ્વિકૃતીને કારણે બકરીના માંસની વધારે કિંમત મેળવી શકાય છે. દેશમાં ઉત્પાદિત લગભગ ૦૫ % બકરીનું માંસ સ્થાનિક સ્તરે જ આરોગાય છે અને તેની વ્યકિતગત ઉપલબ્ધતા એ જરૂરીયાતના પ્રમાણમાં ઘણી જ ઓછી છે સ્થાનિક વપરાશ અને વિકાસની સાથોસાથ ગુણવતા યુકત ચર્મ ઉત્પાદનને લીધે બકરી ઉત્પાદન ક્ષોત્રે વિકાસની ઘણી જ તકો રહેલી છે. ચામડાની નિકાસ કરતા દેશોમાં ભારતનું સ્થાન આગળ પડતું છે. જ્યાં ઘાસના મેદાનોના અભાવને લીધે લીલા ચારાની અછત છે તેવા વિસ્તારોમાં બ્રોઇલર બકરીનું ઉત્પાદપ્ન વધુ અનુકૂળ છે ભારતના ગ્રામીણ લોકોના અર્થતંત્રની સુધારણા માટે આ વ્યવસાય ખૂબ જ મહત્વ ધરાવે છે બીજા બધા પશુ ઉછેર કરતાં બ્રોઇલર બકરી ઉછેર વધુ લાભદાયી છે. ગ્રામીણ ખેડુતોની સુખાકારી માટે તે એક સારો વિકલ્પ બની શકે છે.

બોઈલર બચ્ચા એટલે શું ?

બ્રોઇલર બકરી ઉછેર માટે આપણી પાસે અત્યાર સુધી બકરીની કોઇ ચોકકસ જાત નથી આવી તમારા વિસ્તારમાં બકરીની જે જાત ઉપલબ્ધ હોય તેના નર કે માદા બચ્ચાંનો બ્રોઇલર બકરી ઉછેર માટે ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને માંસ માટે જાણીતી ઓલાદો જેવી કે કચ્છી, મહેસાણી, મારવાડી, શિરોહી, ઓસ્માનાબાદી, ઝાલાવાડી માંથી કોઈપણ ઓલાદ રાખીને બ્રોઇલર બચ્ચાં ઉછેરી આર્થિક લાભ લઇ શકાય.

વાલી બકરાઓ

જે ખેડૂતો પાસે બકરીઓ છે અથવા તો જેઓ બકરી ઉછેર સાથે સંકળાયેલા છે તેઓ માટે આ પ્રકિયા ખૂબ જ લાયક છે. ઉદાહરણ તરીકે ધારો કે એક ખેડૂત પાસે પજી બકરી છે. તેમાંથી ૨૦ બકરી સરેરાશ ૨ લવારાને જન્મ આપે છે આથી તે ખેડૂત કુલ ૪૦ બચ્ચાં મેળવે છે. આ ૪૦ બચ્ચામાંથી (૨૦ નર અને ૨૦ માદા) જે બચ્ચાઓનું જન્મનું વજન વધારે હોય અથવા તો જેઓ ફરીવાર સંવર્ધન માટે ઉપયોગી ના હોય તેઓને બ્રોઇલર બકરી ઉછેર માટેપસંદ કરી શકાય છે. નોંધ :- બોઇલર બચ્ચાઓનો ફકત માંસ હેતુ માટે ઉપયોગ કરી શકાય છે પરંતુ તેનો સંવર્ધન માટે ઉપયોગ કરી શકાતો નથી.

રહેઠાણ વ્યવસ્થા

લઘુતમ મુલ્યના મકાન માટે જમીનના સ્તરથી ૧ મીટરની ઉંચાઇ ધરાવતું પ્લેટફોર્મ વાંસ અથવા લાકડાના થાંભલાનો ઉપયોગ કરી બનાવી શકાય છે. અથવા તો સિમેન્ટ કોન્ક્રીટના થાંભલાઓનો ઉપયોગ કરી પાકુ મકાન બનાવી શકાય છે. ભોયતળિયુ અને બાજુની દિવાલો લાકડાનો ઉપયોગ કરી બનાવી શકાય છે છત નાળિયેરીના પાંદડા, ઘાસ અથવા તો એમ્બેસ્ટ્રોસ શીટ ધ્વારા બનાવી શકાય છે. એક બચ્ચાં માટે સરેરાશ ૦.૭૫ થી ૧ ચોરસ મીટર જગ્યા આપવી જોઇએ. ભોયતળિંચુ મૂત્ર-છાણના નિકાલ માટે વાંસ અથવા લાકડાના પાટિયા વચ્ચે ઓછામાં ઓછી ૧ સે.મી. જગ્યા હોવી જોઇએ.

બોઈલર બચ્ચાંની પસંદગી

બ્રોઇલર બકરી ઉછેરમાં બચ્ચાંનો પસંદગી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

  1. બચ્ચાંની ઉમર ૧૫ દિવસથી ૧ મહિનો એટલે કે તેઓ લીલો ચારો ખાવાનું શરૂ કરે તે પહેલાની ઉમર હોવી જોઇએ.
  2. જે બચ્ચાંઓ જન્મનું વજન વધારે ધરાવતા હોય.
  3. જે બચ્ચાંઓ ફરીવાર સંવર્ધન માટે ઉપયોગમાં લેવાના ના હોય.

ઉછેર પધ્ધતિ

શરૂઆતમાં (૧૫ થી ૩૦ દિવસ) પસંદગી પામેલ બચ્ચાઓને ૫ ગ્રામ ખાણદાણ ૫ ગ્રામ ભાંગેલ રાંધેલ ચોખા સાથે ભેળવીને આપવું જોઈએ ત્યાર બાદ આ પ્રમાણ દિવસે દિવસે ધીમે ધીમે વધારવું જોઇએ (ઉ.દા. ૭ ગ્રામ, ૧૦ ગ્રામ,૧૫ ગ્રામ) સાથે સાથે તમે નાળિયેરીનો ખોળ, ચોખાનું ભૂસું અથવા તો મગફળીનો ખોળ પણ મહતમ ૧૫૦-૨૦૦ દિવસ માટે બચ્ચા દીઠ ૧/૨ ગ્રામના પ્રમાણમાં ઉમેરી શકો છો. પીવાનું ચોખ્ખું પાણી ૪ કલાક માટે ઉપલબ્ધ હોવું જોઇએ શરૂઆતમાં અઠવાડીયામાં બે વાર પશુ દીઠ ૨.૫ મી.લી. લીવર ટોનીક આપવું જોઈએ ત્યાર બાદ આ પ્રમાણ બચ્ચા દીઠ ૫ થી ૧૦ મી.લી. સુધી વધારી શકાય છે. દિવસમાં બે થી ત્રણ વાર બચ્ચાઓને માતાનું દૂધ પીવડાવવું જોઇએ.

આહાર વ્યવસ્થા

બજારમાં ઉપલબ્ધ છે અથવા તો તમે પણ નીચેની વસ્તુઓનો ઉપયોગ કરી તમારૂ પોતાનું ખાણ/દાણ બનાવી શકો છો.

વસ્તુ

ભાગ

તેલ રહિત મગફળીનો ખોળા

૧૨

ચણા

૩૦

ઘઉ/મકાઇ/જુવારના દાણા

૩૦

ચોખાનું ભૂસું અથવા ઘઉનું ભુસું

૧૫

સુકી મીઠારહિત માછલી

૧૦

ખનીજ ક્ષાર

૧.૫

મીઠું

૧.૫

વિટામીન ABJP,

રપ ગ્રામ ૧૦૦ કી.ગ્રા. દાણમાં

વેચાણ વ્યવસ્થા:

ભારતમાં બકરીનું માંસ સી કોઈને પસંદ છે. આથી બ્રોઇલર બકરીના વેચાણ માટે મોટી સમસ્યા નડતી નથી પ્રત્યક્ષા વેચાણ વ્યવસ્થા વધુ લાભદાયી છે વચેટીયા અથવા દલાલા મારફત વેચાણથી પશુની ઓછી કિંમત મળી શકે છે. બોઇલર બકરીનું માંસ નરમ અને બકરાંની ગંધથી મુકત હોય છે. જ્યારે બ્રોઇલર બકરીની ઉમર ૩-૫ મહિના થાય અથવા તો તેનું વજન ૨૫ થી ૩૦ કિલો થાય (બે માંથી જે પહેલુ હોય) ત્યારે તેનું વેચાણ કરવું જોઈએ.

 

સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate