ગોટ પોકસ નામના પોકસ કુળના વિષાણુઓ ધ્વારા બકરાંમાં થતો રોગ છે.
લક્ષણો : ૧૦૫ સે. સુધી તાવ આવે છે આંખ તેમજ કાનમાંથી પાણી જેવો સ્ત્રાવ નીકળે છે. મોટું પેટના ભાગ, આંચળ, પુંછડી નીચે અને પાછલા પગ વચ્ચેના ભાગમાં ફોડકીઓ થાય તેમાં પાણી ભરાય અને પરૂ થાય આઉનો સોજો પણ જોવા મળે.
નિદાન : લક્ષણો ઉપરથી ફોડકીઓમાંના પ્રવાહીમાંથી પ્રયોગશાળામાં વિષાણુંનુ પરિક્ષણ કરી નિદાન કરી થઇ શકે છે.
નિયંત્રણ : દર બે વર્ષો રોગ વિરોધી રસી મુકાવવી, કોઇ અસરકારક સારવાર ઉપલબ્ધ નથી, જે વિસ્તારમાં રોગ પ્રચલિત હોય ત્યાંથી પશુની અવરજવર પર પ્રતિબંધ મુકવો.
આ રોગ બકરાંઓમાં વિષાણુથી થતો ચેપી રોગ છે.
લક્ષણો :- ઘણાં બધા જાનવરોમાં એકસાથે ફેલાય છે, જાનવરો એકાએક લંગડાય છે, મોઢામાં તથા પગની ખરીઓમાં સોજો, ફોડલી તથા છેવટે ચાંદા પડે છે, મોઢામાંથી ખૂબ લાળ પડે, સખત તાવ આવે.
નિદાન :- એકાએક સંખ્યાબંધ પશુઓના મોઢા કે પગની ખરીમાં ચાંદા પડવાના લક્ષાણોથી નિદાન કરવું સહેલું પડે છે. પ્રયોગશાળામાં ફોડલાનું પ્રવાહી કે ચાંદાના વિસ્તારની ઉપકલામાંથી વિષાણુંની હાજરી જાણી શકાય છે.
નિયંત્રણ :- સ્વચ્છતા જાળવવી, રહેઠાણની જગ્યા ૪% ધોવાના સોડાના પાણીથી સાફ કરવી. બીમાર પશુને અલગ રાખવું, મોઢા/પગના ફટકડી કે પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણથી ધોઇને સાફ કરવા. કુણું ઘાસ ખવડાવવું રોગ પ્રતિકાર૭ રસી/પ્રથમ ચાર મહિનાની ઉમરે અને ત્યારબાદ ૨/૪ અઠવાડીયા પછી બુસ્ટરડોઝ આપી દર ૭ મહિને રસી મુકાવવી.
ઓફ નામના પોક્ષા કુટુંબના વિષાણુઓથી બકરાંમાં જોવા મળતો ચેપી રોગ છે.
લક્ષણો :મોઢા તથા હોઠના ખુણા ઉપર મસા થાય, નાક, કાન, આંખ તથા ગળા ઉપર પણ મસા થાય અને તેમાંથી પીળું પ્રવાહી ઝરે છે.
નિદાન :- લક્ષાણો ઉપરથી તથા મસા કે પ્રવાહીના પ્રયોગશાળામાં પરિક્ષણ દ્વારા વિષાણુંની હાજરી જાણી ચોકકસ નિદાન થઇ શકે.
સારવાર :- રોગની સારવાર નથી.
નિયંત્રણ: બિમાર જાનવરોને અલાયદા રાખવા, રોગ પ્રતિકારક રસી મુકાવવી.
બકરાંમાં વિષાણુંઓથી થતો રોગ છે જે ભારતમાં દક્ષિણના રાજ્યમાં ખાસ કરીને જોવા મળે છે. આ રોગ ઘેટાં કરતા બકરાંમાં વધુ જોવા મળે છે. રોગગ્રસ્ત બકરાના સહેવાસમાં રહેતા ગાય-ભેંસમાં આ રોગ થતો નથી. આ રોગના વિષાણુઓ રીડર પેસ્ટ, કેનાઇન ડિસ્ટેમ્પર તથા મીસ-સના વિષાણુઓ સાથે સામ્યતા ધરાવે છે. આ રોગને ગોટપ્લેગ, ગોટ કટારહલ ફીવર, કાટા વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે આ રોગના વિષાણુંઓ ગાય-ભેંસને રીડર પેસ્ટ વિષાણુઓ સામે રક્ષાણ આપે છે તે રીતે રીડર પેસ્ટની રસી પીપીઆર સામે રક્ષણ આપે છે રોગના વિષાણું હવા દ્વારા ફેલાય છે.
લક્ષણો : બકરામાં ઝાડા, તાવ આવે છતાં પશુ તંદુરસ્ત લાગે બાદમાં સુસ્તી જોવા મળે, મોં તથા શ્વસન તંત્રમાં ચાંદા પડે, ખૂબ લાળ પડે, જીભ બહાર નીકળી જાય, નાકમાંથી ખૂબ પ્રવાહી ઝરે જેથી નાકના ધ્વાર બંધ થઇ જાય. ન્યુમોનીયા અને ઝાડાને કારણે ૧૦ દિવસમાં મૃત્યુદર ૭૦ થી ૮૦% હોય છે.
નિદાન :- લક્ષાણો ઉપરથી પ્રયોગશાળામાં વિષાણું પરિક્ષાણ તથા જેલડીફયુસન ટેસ્ટ,
કાઉન્ટર ઇમ્યુનો ઇલેકટ્રોફોરેસીસ જેવા સીરોલોજીકલ ટેસ્ટ ધ્વારા ચોકકસ નિદાનાથઈ શકે છે.
નિયંત્રણ - રોગગ્રસ્ત પશુઓને અલગ રાખવા, આ રોગની પ્રતિબંધક રસી ઉપલબ્ધ નથી પરંતુ રીડર પેસ્ટની રસી મુકવાથી આ રોગ સામે રક્ષણ મળી શકે છે.
સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019