অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બટેર

બટેર ફાર્મિંગના ફાયદા

  • ઓછામાં ઓછી ફ્લોર સ્પેસની જરૂર
  • ઓછા મૂડીરોકાણની જરૂર
  • બટેર સરખામણીમાં સશક્ત પક્ષીઓ
  • નાની ઉંમરે એટલે કે પાંચ સપ્તાહે વેચાણ થઈ શકે
  • વહેલી જાતિય પુખ્તતા – છથી સાત સપ્તાહની ઉંમરે ઇંડા મુકવાનું શરૂ કરે છે
  • ઇંડા મુકવાનો ઊંચો દર – વર્ષે 280 ઇંડા
  • બટેરનું માંસ મરઘી કરતા સ્વાદિષ્ટ હોય છે અને ઓછી ચરબી ધરાવે છે. તે બાળકોમાં શરીર અને મગજના વિકાસને પ્રોત્સાહન આપે છે.
  • પોષણની રીતે બટેરના ઇંડા મરઘીના ઇંડા જેટલું જ પોષણ આપે છે. વધુમાં, તેમાં કોલેસ્ટેરોલ ઓછું હોય છે.
  • બટેરનું માંસ અને ઇંડા સગર્ભા અને બાળકોને ઉછેરતી માતા માટે પોષણયુક્ત ખોરાક છે.

નિવાસ

1. ડીપ લિટર સીસ્ટમ

  • 6 બટેર એક ચોરસ ફુટ ફ્લોર સ્પેસમાં ઉછેરી શકાય
  • બે સપ્તાહ પછી બટેરને પાંજરમાં ઉછેરી શકાય છે. તેનાથી તેમના શરીરનું વજન વધારી શકાય છે, કેમ કે તેમનું બિનજરૂરી રખડવાનું ટાળવામાં આવે છે.

2. પાંજરાની વ્યવસ્થા


3. પાંજરામાં બટેરનો ઉછેર

ઉંમર

પાંજરાનું કદ

પક્ષીઓની સંખ્યા

પ્રથમ બે સપ્તાહ

3 x 2.5 x 1.5 ft.

100

3- 6 weeks

4        x 2 .5 x 1.5 ft.

50

  • દરેક એકમ લગભગ 6 ફુટ લાબું અને 1 ફુટ પહોળુ છે અને 6 પેટા એકમોમાં વહેંચાયેલું હોય છે.
  • જગ્યા બચાવવા પાંજરા 6 માળા સુધી ઉંચા ગોઠવી શકાય છે. એક હારમાં 4થી 5 પાંજરા હોઈ શકે છે.
  • પાંજરાનું તળીયું પક્ષીઓની હગાર સાફ કરવા માટે હટાવી શકાય તેવી લાકડાની પટ્ટીઓ સાથે જોડેલું હોય છે.
  • પાંજરાની સામે આહારની લાંબી સાંકડી કુંડીઓ પાંજરાની સામે મુકવામાં આવે છે. પાણીની કુંડીઓ પાંજરાની પાછળ મુકવામાં આવે છે.
ઇંડા મુકવાના લેયર્સ સામાન્યપણે પાંજરાદીઠ 10-12 પક્ષીઓની કોલોનીમાં રાખવામાં આવે છે. પ્રજનનના હેતુ માટે નર બટેરને ત્રણ માદા સાથે પાંજરામાં રાખવામાં

પોષવું સંચાલન

આહાર નીચે પ્રમાણે તૈયાર કરી શકાય.

આહારના ઘટકો

ચિક મેશ

ગ્રોઅર મેશ

 

0-3 સપ્તાહ

4-6 સપ્તાહ

મકાઈ

27

31

સોરઘમ

15

14

ડીઓઇલ્ડ રાઇસબ્રાન (ડીઓઆરબી)

8

8

સીંગતેલનો ખોળ

17

17

સૂર્યમુખીના તેલનો ખોળ

12.5

12.5

સોયામીલ

8

-

ફિશમીલ

10

10

ખનિજ મિશ્રણ

2.5

2.5

શેલ ગ્રિટ

-

5

  • આહાર સામગ્રી નાના નાના ટુકડાઓની હોવી જોઇએ
  • પાંચ સપ્તાહનું બટેર લગભગ 500 ગ્રામ આહાર ખાય
  • છ મહિનાનું બટેર રોજનો લગભગ 30-35 ગ્રામ આહાર ખાય
  • 12 ઇંડાના ઉત્પાદન માટે બટેરને લગભગ 400 ગ્રામ આહાર જોઇએ
  • 75 ફીડમાં 5 કિલો ખોળ ઉમેરીને બ્રોઇલર સ્ટાર્ટર મેશનો ઉપયોગ કરી શકાય. પાર્ટિકલનું કદ ફીડને વધુ એકવાર દળીને નાનું કરી શકાય

બટેરના ફાર્મનું સંચાલન

  • છ સપ્તાહની ઉંમરે માદા બટેરનું વજન સામાન્યપણે 175-200 ગ્રામ હોય છે અને નરનું વજન 125-150 ગ્રામ હોય છે.
  • માદા સાત સપ્તાહની ઉંમરથી ઇંડા મુકવાનું શરૂ કરે છે અને 22 સપ્તાહની ઉંમર સુધી ચાલુ રાખે છે.
  • સામાન્યપણે ઇંડા સાંજના સમયે મૂકે છે
  • બટેરના ઇંડાનું વજન સામાન્યપણે 9-10 ગ્રામ હોય છે
  • નર બટેરની છાતી સામાન્યપણે સાંકડી અને સમાન રીતે ફેલાયેલા બદામી અને સફેદ પીંછાથી ઢંકાયેલી હોય છે. માદા પહોળી છાતી ધરાવે છે અને કાળા ટપકાંવાળા બદામી પીંછાની ઢંકાયેલી હોય છે.
  • નર અને માદા બટેર ચાર સપ્તાહની ઉંમરે અલગ પાડવા જોઇએ
  • ઇંડા મુકતી માદાને દિવસના 16 કલાક લાઇટ પૂરી પાડવી જોઇએ

બટેરના ઇંડાનું સંચાલન

એક દિવસની ઉંમરના બચ્ચાનું વજન સામાન્યપણે 8-10 ગ્રામ હોય છે. તેથી, બટેરના બચ્ચાને વધારે તાપમાન જોઇએ. પૂરતા તાપમાનનો અભાવ અને ભારે ઠંડા પવનમાં રહેવાથી બચ્ચા જૂથમાં એકઠા થાય છે અને તેનાથી મોટાપાયે તેમના મૃત્યુ થાય છે.

પ્રજોત્પત્તિબટેર

 

  • બટેર સાતમા સપ્તાહથી તેમના ઇંડા મુકવાનું શરૂ કરે છે. તેઓ આઠ સપ્તાહની ઉંમરથી 50 ટકા ઇંડાનું ઉત્પાદન કરે છે
  • ફળદ્રુપ ઇંડા પેદા કરવા માટે નર બટેરને 8-10 સપ્તાહની ઉંમરથી માદા સાથે ઉછેરવા જોઇએ
  • નર, માદાનો ગુણોત્તર 1:5 છે
  • બટેરમાં ઇન્ક્યુબેશન સમયગાળો 18 દિવસનો છે
  • 500 માદા બટેર દર સપ્તાહે 1500 ઇંડા આપી શકે

બટેરના રોગો

  • માદા બટેરના બ્રીડરોમાં વિટામિનો અને ખનીજોની ઉણપ હોય છે ત્યારે તેમના ઇંડામાંથી પેદા થતા બચ્ચા સામાન્યપણે પાતળા પગવાળા સૂકલકડી હોય છે. આ સ્થિતિ ટાળવા બ્રીડરની માદાઓને આહારમાં પૂરતા પ્રમાણમાં ખનીજો અને વિટામિનો પૂરા પાડવા જોઇએ.
  • સામાન્યપણે ચેપી રોગો સામે બટેર મરઘી કરતા વધારે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેથી બટેરને રસીકરણની જરૂર નથી
  • બટેરના બચ્ચાનું યોગ્ય સંચાલન, ફાર્મ પરિસરની ચેપમુક્તિ, બટેરને ચોખ્ખુ પાણી તેમજ ગુણવત્તાવાળો સંકેન્દ્રીત આહાર પૂરો પાડવાથી બટેરના ફાર્મમાં રોગચાળો અટકાવી શકાશે

બટેરનું માંસ

પીંછ સાફ કરેલું બટેર જીવતા બટેરના વજનના 70-73 ટકા ધરાવે છે. 140 ગ્રામ વજનના બટેરમાંથી સામાન્યપણે 100 ગ્રામ માંસ મળે છે.

બટેરના ઉછેરના પડકારો

  • નર બટેર સામાન્યપણે અલગ પ્રકારનો અવાજ કાઢે છે, જે મનુષ્યોને સામાન્યપણે ખલેલ પહોંચાડે છે
  • જ્યારે નર અને માદા બટેરોને સાથે ઉછેરવામાં આવે છે ત્યારે નર બટેરો બીજા બટેરોને ચાંચો મારે છે અને તેમને આંધળા બનાવે છે. ક્યારેક બટેરોના મૃત્યુ પણ જોવા મળ્યા છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate