ભૂંડ અખાદ્ય ખોરાક, ઘાસચારો, અનાજની મિલોમાંથી પ્રાપ્ય ચોક્કસ પેટા નીપજો, માંસની પેટા નીપજો, બગડેલો ખોરાક અને ઉકરડાને કિંમતી પોષણયુક્ત માંસમાં બદલે છે. આમાંનો મોટાભાગનો ખોરાક માણસો ક્યાં તો ખાઈ શકતા નથી કે રૂચિકારક હોતો નથી.
દેશી ભૂંડ ઘણા લાંબા સમયથી ભૂંડ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતું રહ્યું છે. તેનું કદ નાનું હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં ભૂંડ ઉત્પાદન માટે હવે સારી ઓલાદોનો ઉપયોગ થઈ રહ્યો છે.
ભારતમાં ઉછેરવામાં આવતી મહત્વની ભૂંડની ઓલાદો નીચે પ્રમાણે છે :
લાર્જ વ્હાઇટ યોર્કશાયર
લેન્ડરેસ
મિડલ વ્હાઇટ યોર્કશાયર
ભૂંડનું સારુ ધણ વિકસાવવા નીચેના મહત્વના લક્ષણો ધ્યાનમાં લેવા જરૂરી છે
ચોક્કસ ઓલાદની પસંદગી કરતા ધણના પશુઓની આહાર મેળવવાની અને ખાવાની ક્ષમતા, ફળદ્રુપતા વધારે મહત્વની છે. દરેક ઉત્પાદકે પોતાનું ધણ સ્થાપતી વખતે રોગમુક્ત, વિશ્વસનીય ધણમાંથી પશુ ખરીદવા જોઇએ અને પશુઓ અંગે બને તેટલી વધારે માહિતી મેળવવી જોઇએ. એકવાર ધણ સ્થપાય જાય તે પછી પ્રજનન ધણ (બ્રીડિંગ હર્ડ)માં નર અને માદાની પસંદગી પ્રકારો અને કામગીરીના આધારે થવી જોઇએ.
માદાની પસંદગી (માદા)
નર ભૂંડની પસંદગી (નર)
આહાર પ્રમાણ (રાશન) નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ
નીચેનું કોષ્ટક ખાસ કરીને વિવિધ વયના ભૂંડ જેવા કે ભાંખોડીયા ભરતા (ક્રીપ), વિકસતા (ગ્રોઅર) અને મોટી ઉંમરના (ફિનિશર) માટે આહાર પ્રમાણ (રાશન) રજુ કરે છે
પોષક તત્વો |
ક્રીપ માટે પ્રમાણ (દૂધ છોડે ત્યાં સુધી) |
ગ્રોઅર માટે પ્રમાણ (20-40 કિલો વજન ધરાવતા) |
ફિનિશર માટે પ્રમાણ (40-90 કિલો) |
પ્રોટીન પૂરક તત્વો (%)
|
|
14-16 |
13-14 |
|
8-10 |
4 |
2 |
નાજ (મકાઈ, સોરઘમ, બાજરી કે અનાજનું મિશ્રણ) (%) |
60-65 |
50-55 |
40-50 |
ઘઉંની અથવા ચોખાની કુશકી (%) |
5 |
10 |
20 |
ઉપલબ્ધ હોય તો, લ્યુસર્ન મીલ (%) |
-- |
5-8 |
-- |
ખનીજ મિશ્રણ (%) |
0.5 |
0.5 |
0.5 |
એન્ટિબાયોટિક પૂરક તત્વો (મિગ્રા) |
40 |
20 |
10 |
વિવિધ વયજૂથના ભૂંડ માટે સંકેન્દ્રીત આહારના ઘટક તત્વો
ઘટકો |
ક્રીપ આહાર (14થી 56 દિવસ સુધી) |
ગ્રોઅર માટે પ્રમાણ (40 કિલો વજન સુધીના) |
ફિનિશર માટે પ્રમાણ (40થી 90 કિલો વજન સુધીના) |
સગર્ભા અને ધવડાવતી માતાઓ |
મકાઈ અથવા સોરઘમ અથા ફાડા ઘઉં, તોડેલા ચોખા અને જવ માફકસરના સંયોજનમાં |
65 |
50 |
50 |
50 |
તેલીબીયાંનો ખોળ (સિંગતેલનો ખોળ, તલના તેલનો ખોળ, સોયાબીનનો ખોલ, અળસીના તેલનો ખોળ |
14 |
18 |
20 |
20 |
મોલાસીસ |
5 |
5 |
5 |
5 |
ઘઉં કે ચોખાની કુશકી |
10 |
1.5 |
25 |
18 |
માછલી કે માંસના ટુકડા અથવા પ્રાણીના છીછરા રાંધેલા, મલાઈ વિનાનો દૂધ પાવડર, ડેરીનો વેસ્ટ |
5 |
5 |
3 |
5 |
ખનીજ મિશ્રણ |
1 |
1.5 |
1.5 |
1.5 |
મીઠુ |
-- |
0.5 |
0.5 |
0.5 |
ફાર્મ પર પશુઓને ખવડાવવાનો સૌથી સુલભ માર્ગ વિવિધ વર્ગ માટે ભલામણ કરાયેલા સંપૂર્ણ રાશનને તૈયાર કરવાનો છે અને ભુંડોને તેઓ રોજ બગાડ કર્યા વિના બે કે ત્રણ સમય ખાય તેટલા પ્રમાણમાં આપવાનો છે. ભૂંડ માટે રોજનો અંદાજી આહાર નીચે પ્રમાણે છે
ભૂંડનું વજન (કિલો) |
ભૂંડ દીઠ આહારનો રોજિંદો વપરાશ (કિલો) |
25 |
2.0 |
50 |
3.2 |
100 |
5.3 |
150 |
6.8 |
200 |
7.5 |
250 |
8.3 |
મિશ્રિત આહારમાં તમામ અનાજ દળેલું હોવું જોઇએ. સામાન્યપણે ભૂકો કરેલો સૂકો આહાર ભીના લોંદાના સ્વરૂપે અપાતા આહાર કરતા બહેતર હોય છે. ભૂકો કરવામાં વધારે સમય અને શ્રમ જોઇએ. જો આહારમાં રેસાનું પ્રમાણ વધારે હોય તો આહારને નાના લાડવા કરીને આપવાથી પશુના વજનમાં ઝડપથી વધારો થશે અને આહારનો બગાડ પણ ઘટશે.
પ્રજનન કરતી માદાઓને વધારે ખવડાવવું નહીં. વધારે ચરબીવાળી સ્થુળ માદાઓ નબળા બચ્ચા પેદા કરે છે અને વિયાતી વખતે વધારે બચ્ચા કચડે છે. પ્રજનનથી વેતર સુધી વેતરવાળી માદાનું 35 કિલો અને વેતર વિનાની માદાનું 55 કિલો વજન થવું જોઇએ.
ભુંડોને ઉછેરવા પૂરતા પ્રમાણમાં નિવાસ સુવિધા અને સાધનો જરૂરી છે, જે તેમને ખરાબ હવામાન સામે રક્ષણ માટે, રોગો અટકાવવા, પરોપજીવીઓને અંકુશમાં લેવા અને શ્રમ બચાવવા મહત્વના છે.
ભુંડોના વિવિધ વર્ગો માટે ફરસ વિસ્તાર, પાણી અને તબેલામાં હવા માટે જગ્યાની સામાન્ય જરૂરિયાત નીચે પ્રમાણે છે.
પ્રાણીઓનો વર્ગ |
પ્રાણી દીઠ બંધ ફરસ વિસ્તાર (ચોમી) |
પ્રાણી દીઠ ખુલ્લા યાર્ડનો વિસ્તાર (ચોમી) |
જરૂરી પાણી (લિટર) |
નર ભૂંડ |
6.25-7.5 |
8.8-12.0 |
45.5 |
વેતરવાળી |
7.5-9.0 |
8.8-12 |
18-22 |
દૂધ છોડનાર |
0.96-1.8 |
8.8-12 |
3.5-4 |
Dry sow |
1.8-2.7 |
1.4-1.8 |
4.5-5 |
બચ્ચાં માટે જગ્યા
ફરસ વોટરપ્રુફ સીમેન્ટની બનેલી રફ ફિનિશ સપાટી ધરાવતી હોવી જોઇએ. વહન માટે ડ્રેઇન્સ પૂરી પાડવી જોઇએ, જેથી નકામી ચીજોને કાઢી શકાય. સામાન્યપણે ગ્રામીણ પરિસ્થિતિમાં ભુંડો માટે 3 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈના અથવા 3 ચોમીના તબેલાઓ બનાવી શકાય, જેની સાથે ખુલ્લો વરંડો આટલા જ માપનો અથવા તેનાથી વધારે માપનો હોય. તબેલાની દીવાલો ફરસથી 1.2 મી.થી 1.5 મી. ઊંચી હોવી જોઇએ. વેતરના હેતુ માટે કેટલાક તબેલાઓમાં દીવાલ અને ફરસથી 20-25 સેમીના અંતરે 5 સેમી વ્યાસની જીઆઈ પાઇપોની બનેલી રેલિંગ પૂરી પાડીને આ તબેલાઓને સુવાવડીના તબેલામાં ફેરવી શકાય છે. રેલિંગ ઉપરાંત, નવજાત બચ્ચાંને હરવાફરવા માટે દીવાલ સાથે પાર્ટીશન કરીને અથવા બચ્ચા માટે અલગ પ્રવેશ ધરાવતા ખૂણામાં વ્યવસ્થા કરી શકાય. આ જગ્યા સામાન્યપણે 0.75 મીટર લંબાઈ અને 2.4 મીટર પહોળાઈ ધરાવે છે. ઘણા ફાર્મમાં વરંડામાં પણ નિયમિત ફરસ બનાવવામાં આવે છે.
વિદેશી ઓલાદના ભૂંડ લાંબો સમય તડકામાં રહે તો મધ્યમ આબોહવામાં પણ તેમના શરીર તપી જાય એવું બને. શેડ રાખવાથી ગરમીની મોસસમાં પણ મૃત્યુ અટકાવી શકાય અને ઉત્પાદન કાર્યક્ષમતા વધારી શકાય. ભુંડોના તબેલાની પાસે ગરમીની તીવ્રતા ઘટાડવા વૃક્ષો રોપવા ઇચ્છનીય છે. પરંતુ, નિયમિત છાંયડા માટે વૃક્ષો રોપવા ઇચ્છનીય નથી, કેમ કે તેનાથી પરોપજીવીઓનું પ્રમાણ ઝડપથી વધે છે.
બચ્ચાં માટે જગ્યા
ફરસ વોટરપ્રુફ સીમેન્ટની બનેલી રફ ફિનિશ સપાટી ધરાવતી હોવી જોઇએ. વહન માટે ડ્રેઇન્સ પૂરી પાડવી જોઇએ, જેથી નકામી ચીજોને કાઢી શકાય. સામાન્યપણે ગ્રામીણ પરિસ્થિતિમાં ભુંડો માટે 3 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈના અથવા 3 ચોમીના તબેલાઓ બનાવી શકાય, જેની સાથે ખુલ્લો વરંડો આટલા જ માપનો અથવા તેનાથી વધારે માપનો હોય. તબેલાની દીવાલો ફરસથી 1.2 મી.થી 1.5 મી. ઊંચી હોવી જોઇએ. વેતરના હેતુ માટે કેટલાક તબેલાઓમાં દીવાલ અને ફરસથી 20-25 સેમીના અંતરે 5 સેમી વ્યાસની જીઆઈ પાઇપોની બનેલી રેલિંગ પૂરી પાડીને આ તબેલાઓને સુવાવડીના તબેલામાં ફેરવી શકાય છે. રેલિંગ ઉપરાંત, નવજાત બચ્ચાંને હરવાફરવા માટે દીવાલ સાથે પાર્ટીશન કરીને અથવા બચ્ચા માટે અલગ પ્રવેશ ધરાવતા ખૂણામાં વ્યવસ્થા કરી શકાય. આ જગ્યા સામાન્યપણે 0.75 મીટર લંબાઈ અને 2.4 મીટર પહોળાઈ ધરાવે છે. ઘણા ફાર્મમાં વરંડામાં પણ નિયમિત ફરસ બનાવવામાં આવે છે.
વિદેશી ઓલાદના ભૂંડ લાંબો સમય તડકામાં રહે તો મધ્યમ આબોહવામાં પણ તેમના શરીર તપી જાય એવું બને. શેડ રાખવાથી ગરમીની મોસસમાં પણ મૃત્યુ અટકાવી શકાય અને ઉત્પાદન કાર્યક્ષમતા વધારી શકાય. ભુંડોના તબેલાની પાસે ગરમીની તીવ્રતા ઘટાડવા વૃક્ષો રોપવા ઇચ્છનીય છે. પરંતુ, નિયમિત છાંયડા માટે વૃક્ષો રોપવા ઇચ્છનીય નથી, કેમ કે તેનાથી પરોપજીવીઓનું પ્રમાણ ઝડપથી વધે છે.
સુવાવડીનો તબેલો
આળોટવાના ખાડા
ભુંડો બહુ થોડી પ્રસ્વેદ ગ્રંથિઓ ધરાવે છે. ગરમ આબોહવા ધરાવતા વિસ્તારોમાં પુખ્ત પ્રજનન કરતા પશુઓ અને સ્થુળ પશુઓને ઉનાળાના મહિનાઓમાં આળોટવા માટે ખાબોચીયા જોઇએ. બિનઆરોગ્યપ્રદ ખાબોચીયાના બદલે યોગ્ય નીકો ધરાવતા બાંધકામવાળા ખાડા ઇચ્છનીય છે. આવા ખાડાનું કદ પશુઓની સંખ્યા અને કદ પ્રમાણે રહેશે.
વેતર વિનાની માદાની પ્રજનન ઉંમર |
8 મહિના |
પ્રજનન માટેની માદાનું વજન |
100-120 કિલો |
મદનો સમયગાળો |
2-3 દિવસ |
મદના સમયમાં પ્રજનનનો શ્રેષ્ઠ સમય |
વેતર વિનાની માદા માટે પ્રથમ દિવસ |
વેતરવાળી માદા દીઠ સંભોગ સંખ્યા |
દર 12-14 કલાકે બે સંભોગ |
જાતિચક્રનો સમયગાળો |
18-24 દિવસ (સરેરાશ 21 દિવસ) |
દૂધ છોડાવ્યા પછી મદમાં આવવાના દિવસ |
2-10 દિવસ |
ગર્ભાધાન સમયગાળો |
114 દિવસ |
પ્રજનન ધણની ઉંમર
સારી રીતે વૃદ્ધિ પામેલી નછોરવી માદા એક સામાન્ય નિયમ પ્રમાણે 12-14 મહિનાની થાય ત્યારે પ્રજનન માટે સજ્જ થાય છે. આ બાબત તેની ઉંમર કરતા તેના વિકાસ પર વધારે નિર્ભર છે. નછોરવી માદા પ્રજનન પહેલાં ઓછામાં ઓછું 100 કિલોની થવી જોઇએ. કિશોરાવસ્થા પછી દરેક જાતિચક્ર દરમિયાન ક્રમશ: અંડ છોડવાનો દર વધે છે. પાંચ જાતિચક્રો હોય છે. એટલે, બીજા કે ત્રીજા જાતિચક્ર સુધી માદાનું પ્રજનન રોકવાનું લાભદાયક હોય છે. દરેક ગર્ભાવસ્થાએ બચ્ચાની સંખ્યા વધે છે, જે વેતરદીઠ 5થી 6 થાય છે. એટલે માદાને તેના પાંચમા કે છઠ્ઠા વેતર પછી પ્રજનન ધણ કે વેપારી ધણમાંથી હટાવી લેવી લાભદાયક છે, કેમ કે ત્યાર બાદ બચ્ચાની સંખ્યા ઘટે છે.
મદની પરખ
ભૂંડમાં જાતિચક્રની સરેરાશ લંબાઈ 21 દિવસની છે. જાતિચક્રના લક્ષણો પાંચથી સાત દિવસ ટકે છે. યોનિ મોટી થવી અને યોનિસ્રાવથી તેની શરૂઆત થાય છે. સાચા જાતિચક્રમાં વારંવાર મૂત્રોત્સર્ગ થવું, ભુખ ઘટવી, સંભોગ માટે ચડવું અને ઉભા રહેવું જેવા લક્ષણો દેખાય છે. કાન ટટ્ટાર થાય અને જ્યારે પીઠ પર સામાન્ય દબાણ કરવામાં આવે ત્યારે તે હટે નહીં. પીઠ પર દબાણ આપીને પ્રજનન સમયની સાચી જાણકારી મેળવી શકાય છે. નબળા જાતિચક્રનું વલણ ધરાવતા પશુઓને નર ભૂંડની પાસે લાવીને મદના લક્ષણો વધારે સ્પષ્ટતાથી જાણી શકાય છે.
પ્રજનનનો શ્રેષ્ઠ સમય જાતિચક્રના પ્રથમ દિવસની બપોર પછી અથવા બીજા દિવસના પ્રારંભે હોય છે. ઘણા કિસ્સાઓમાં નછોરવી અને વેતરવાળી માદાઓ બીજા દિવસે પણ મદમાં હોવાનું પ્રદર્શિત કરવાનું ચાલુ રાખે છે. આવા કિસ્સાઓમાં પશુઓને ફરી પ્રજનન કરાવવું જોઇએ અને પુન:પ્રજનના કિસ્સામાં 12-14 કલાકનો ગાળો રાખવો જોઇએ. આ કાર્યપદ્ધતિથી ધણમાં ગર્ભાધાનનો દર ઉંચો રહેશે.
માદા સુવાવડના એકથી ચાર દિવસે જાતિચક્રમાં આવે છે, પરંતુ તેમને તે સમયે પ્રજનન કરાવું જોઇએ નહીં. દૂધ છોડાવ્યા પછી બેથી દસ દિવસે માદાઓ મદમાં આવી શકે અને તેમને તે સમયે પ્રજનન કરાવી શકાય. પરંતુ, તેમને ધાવણ પછીના બીજા જાતિચક્રમાં પ્રજનન કરાવવાથી બહેતર પરીણામો હાંસલ કરી શકાય છે. જેમની વચ્ચે પ્રજનન કરાવાય છે તે પ્રાણીઓને પછીના જાતિચક્ર સુધી અવલોકન હેઠળ રાખવા જોઇએ. બે સતત જાતિચક્રમાં જો નર સાથે સફળ સંવનન પછી પણ જો માદાને ઓધાન ના રહે તો તેને ધણમાંથી હટાવી લેવી ઇચ્છનીય છે.
ફ્લશિંગ
પ્રજનન પહેલાં નછોરવી અને વેતરવાળી માદાને ખવડાવવાની પદ્ધતિને ફ્લશિંગ કહે છે. પ્રજનનના સાતથી દસ દિવસ પહેલાં નછોરવી અને વેતરવાળી માદાને એક સારું ગ્રોઅર રાશન તેમનામાં અંડોત્સર્ગના દરને વધારવામાં મદદરૂપ થાય છે. પ્રજનન પછી નછોરવી અને વેતરવાળી માદાને મર્યાદિત પ્રમાણમાં પરંતુ સંતુલિત રાશન આપવું જોઇએ. તે સગર્ભાવસ્થાના છેલ્લા સાત સપ્તાહ સુધી ચાલુ રાખવું જોઇએ અને પછી સંપૂર્ણ આહાર આપવું જોઇએ.
સગર્ભા પશુઓની સંભાળ અને સંચાલન
માદાનો ગર્ભાધાન સમયગાળો 109થી 120 દિવસનો હોય છે, જેની સરેરાશ 114 દિવસ છે. ગાભણી માદાઓને અલગ વાડાઓમાં જૂથમાં રાખવી જોઇએ અને તેમને નવા પશુઓ સાથે રાખવી જોઇએ નહીં, જેથી તેમની વચ્ચેની લડાઈ ટાળી શકાય, કેમકે તે ક્યારેક ગર્ભપાતમાં પણ પરીણમી શકે છે. ગર્ભાધાન દરમિયાન ગાભણી નછોરવી અને વેતરવાળી માદાઓને પણ અલગ રાખવી ઇચ્છનીય છે. દરેક માદા માટે લગભગ ત્રણ ચોમીનું સૂકું નિવાસ ઉપલબ્ધ હોવું જોઇએ. ગાભણી માદાઓને રોજ સવારે મુક્તપણે ફરવા દેવી જોઇએ અથવા ચરિયાણ ઉપલબ્ધ હોય તો ચરવા દેવી જોઇએ. ચરિયાણ વિસ્તારમાં પાક ઉગાડાયો હોય તો તે સ્વચ્છ હોવું જોઇએ.
વેતર વખતે સંચાલન
સુવાવડનો સમય ભૂંડ ઉત્પાદનમાં નિર્ણાયક સમય છે. સુવાવડ સમયે અને સુવાવડ પછીના પ્રથમ સપ્તાહ ટાણે મૃત્યુ દર ઊંચો રહે છે અને બચ્ચાને ભાંખોડીયા ભરવાની જગ્યા ધરાવતા સુવાવડ માટેના સ્ટોલ્સ અને સુરક્ષા માટેની રેલિંગ ધરાવતા તબેલાઓમાં માદાની સુવાવડ થઈ શકે. સુરક્ષા રેલિંગ અને ભાંખોડીયાની જગ્યા ધરાવતો તબેલો પૂરતો છે. તબેલામાં બચ્ચાં ત્રણથી ચાર દિવસ મોટા થાય ત્યાં સુધી તાપમાન 24થી 28 ડીગ્રી સેન્ટિગ્રેડ સુધી અને છ સપ્તાહ મોટા થાય ત્યાં સુધી 18થી 22 ડીગ્રી સેન્ટિગ્રેડ સુધી જાળવવું જોઇએ. ગરમી માટેના લેમ્પ ફરસથી 45 સેમી ઉંચે લટકાવવા જોઇએ અને યોગ્ય રીતે સુરક્ષિત હોવા જોઇએ. માદાને અંદર લાવવામાં આવે તે પહેલાં સુવાવડીનો તબેલો સંપૂર્ણપણે સ્વચ્છ કરી દેવો જોઇએ. તેનાથી બચ્ચાના મોટાભાગના રોગો ટાળી શકાશે. પ્રસૂતિના ઓછામાં ઓછા એક સપ્તાહ પહેલાં માદાને સુવાવડીના તબેલામાં લાવવી જોઇએ, જેથી તે સુવાવડીના તબેલાથી પરિચિત થઈ શકે. નિયમિત અપાતા ખોરાકના એક-તૃતિયાંશ હિસ્સામાં ઘઉંની કુશકી ઉમેરીને તેનો જથ્થો વધારી શકાય છે. માદાની પ્રસૂતિ થાય ત્યાં સુધી તેને અપાતા ખોરાકના પ્રમાણમાં પણ એક-તૃતિયાંશ જેટલો ઘટાડો કરવો જોઇએ. માદાની પ્રસૂતિનો અંદાજી સમય જાણવા તેનું ઘનિષ્ઠપણે નિરીક્ષણ કરતા રહેવું જોઇએ અને પ્રસૂતિના 12 કલાક પહેલાં તેને ખોરાક આપવો ના જોઇએ.
પ્રસૂતિ દરમિયાન સંભાળ
જ્યારે માદાની સુવાવડ થાય ત્યારે એક મદદનીસ હાજર રહેવો જોઇએ, નહીંતર ઘણા બચ્ચા મરી જશે. સુવાવડ સંપૂર્ણપણે પૂરી થતાં સામાન્યપણે 2થી 4 કલાકનો સમય થાય છે. બચ્ચા જન્મે પછી તેમને ત્યાંથી હટાવી લેવા જોઇએ, હુંફ આપવી જોઇએ અને સુવાવડ પૂરી ના થાય ત્યાં સુધી ભાંખોડીયાની જગ્યામાં રાખવા જોઇએ. દરેક બચ્ચાના શરીર પરથી તમામ શ્લેષ્મ સાફ કરવું જોઇએ, જેથી તેમના શ્વસનમાર્ગો ચોખ્ખાં થાય. ઓળને દુંટીથી 2-5 સેમીના અંતરે બાંધવી, ચેપમુક્ત કાતરથી કાપવી અને આયોડિનનું પોતું મુકવું. જન્મ પછી બચ્ચાને ધાવવા દેવા જોઇએ. લગભગ બે દિવસમાં તેઓ તેમની વ્યક્તિગત ડીંટડીઓ પકડી લેશે. શરૂઆતના સમયગાળામાં તેઓ 24 કલાકમાં 8-10 વાર ધાવશે. પહેલા બે સપ્તાહ માતા બચ્ચાને કચડી ના મારે તેની કાળજી લેવાવી જોઇએ.
દંતશૂળ કાઢી નાંખવા
ભૂંડના બચ્ચા દરેક જડબાં પર તિક્ષ્ણ દાંતની બે-બે જોડ સાથે જન્મે છે. બચ્ચા માટે આ દાંતની કોઈ વહેવારું ઉપયોગિતા નથી અને બચ્ચા માતાને ધાવે ત્યારે આ દંતશૂળથી માતાના આંચળને તકલીફ પહોંચાડી શકે છે અથવા અન્ય બચ્ચાને ઇજા પહોંચાડી શકે છે. જન્મ પછી તરત જ આ દંતશૂળને કાઢી નાંખવાથી દંતશૂળથી આંચળને થતી ઇજા નિવારી શકાય છે.
એનીમીયા બચ્ચામાં થતો સામાન્ય પોષણમૂલક રોગ છે. આ પરિસ્થિતિને ટાળી શકાય છે અને મુખથી કે ઇન્જેક્શન દ્વારા આયર્ન પૂરું પાડીને મટાડી શકાય છે. 10 લિટર ગરમ પાણીમાં 0.5 કિલો ફેરસ સલ્ફેટનું સંતૃપ્ત સોલ્યુશન માદાના આંચળ પર સ્પ્રે કરવામાં આવે છે. બચ્ચાં ભાંખોડીયા ભરીને ક્રીપ ખોરાક ખાવાનું શરૂ કરે ત્યાં સુધી રોજ આ સોલ્યુશન લગાડવામાં આવે છે. એનીમીયાને રોકવાની વધુ અસરકારક પદ્ધતિ આયર્ન-ડેક્ટ્રાન કમ્પાઉન્ડનું આંતરસ્નાયુ ઇન્જેક્શન છે.
સુવાવડ પછી ભૂંડણીનું મૃત્યુ, મેસ્ટાઇટિસ, માતા ઉછેરી શકે તેનાથી વધારે બચ્ચા પેદા થતા ધાવણની અછત, આ બધા કારણોસર બચ્ચા અનાથ થાય છે. જો બીજી કોઈ માદાની અગાઉ સુવાવડ થઈ હોય તો, અનાથ બચ્ચાં તેને તબદીલ કરી શકાય છે. આ તબદીલી સુવાવડના થોડાક જ દિવસમાં કરી દેવી જોઇએ, કારણ કે માતાના આંચળની જે ડીંટડીઓનો ઉપયોગ ના થાય તે ટૂંક સમયમાં દૂધ પેદા કરવાનું બંધ કરી દે છે. નવા બચ્ચાનો ભૂંડણી સ્વીકાર કરે તે માટે થોડા સમય પૂરતું તેના પોતાના બચ્ચા તેનાથી દૂર કરી દેવા જોઇએ અને ત્યાર બાદ નવા બચ્ચા તેની પાસે લાવવા જોઇએ અને વાસ દૂર કરવા તમામ બચ્ચા પર ડિસઇન્ફેક્ટન્ટ કે અન્ય મટીરીયલ છાંટવું જોઇએ.
અનાથ બચ્ચાને મિલ્ક રીપ્લેસરથી પણ ઉછેરી શકાય. મિલ્ક રીપ્લેસર એક લિટર ગાયના દૂધમાં ઇંડાની જરદીને સંપૂર્ણપણે મિશ્ર કરીને બનાવવામાં આવે છે. આ મિશ્રણ એક સંતુલિત આહાર પૂરો પાડે છે. માત્ર તેમાં આયર્ન હોતું નથી. તેથી આયર્નની ખોટ પૂરી કરવા એક લિટર દૂધમાં ટીસ્પુનના આઠમા ભાગ જેટલું ફેરસ સલ્ફેટ ઉમેરવામાં આવે છે. આયર્ન કમ્પાઉન્ડના ઇન્જેક્શનનો પણ ઉપયોગ કરી શકાય.
પ્રજનન માટે પસંદ નહીં કરેલા નર ભૂંડ ત્રણથી ચાર સપ્તાહની ઉંમરના થાય ત્યારે તેમનું ખસીકરણ કરી શકાય.
વેતરવાળી અને વેતર વગરની માદાને ધાવણ દરમિયાન સારી રીતે ખવડાવવું જોઇએ. માતાને તેની પોતાની જરૂરિયાત ઉપરાંત તે જે બચ્ચા ઉછેરી રહી છે તે દરેક બચ્ચા દીઠ 0.5 કિલો ખોરાક વધારાનો જોઇએ.
ભૂંડના બચ્ચા સામાન્યપણે 8 સપ્તાહની ઉંમરે દૂધ છોડે છે. દૂધ છોડાવવાથી થતી તાણ નિવારવા માતાને રોજ થોડાક કલાક બચ્ચાથી દૂર કરવી જોઇએ અને ખોરાક ક્રમશ: ઘટાડવામાં આવે છે. દૂધ છોડાવ્યાના બે સપ્તાહ પછી બચ્ચાને કૃમિનાશક આપવા જોઇએ. બે સપ્તાહના ગાળામાં બચ્ચાને ક્રમિકપણે 18 ટકા ક્રીપ આહારથી 16 ટકા ગ્રોઅર રાશન પર લઈ જવા જોઇએ. દરેક તબેલામાં લગભગ સરખી ઉંમરના વીસ બચ્ચાનું જૂથ રાખવું જોઇએ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020