ધાસચારાના કયા કયા પાકોનું વાવેતર કરી શકાય ?
ધાસચારાના વિવિધ પાકો જેવા કે ધરફ (ગુજરાત ધરફ - ૧), અંજન ( પુસા યલો અંજન), મારવેલ (ગુજરાત મારવેલ ધાસ -૧), શણિયાર (ગુજરાત શણિયાર-૧), તેમજ જીંજવો, ધામણ હેમેટા અને કલાટોરીયા જેવા ધાસચારાના પાકો લાવી શકાય.
ધાસચારાના પાકો માટે જમીનની તૈયારી કેવી રીતે કરી શકાય ?
પડતર જમીનને હળથી ખેડી, કરબની ખેડ કરી, સમાર મારી, બે વખત આડી ઉભી ખેડ કરી ધાસચારાના પાકો માટે જમીનની તૈયારી કરી શકાય.
ધાસચારાના પાકો માટે પિયતની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ?
ધાસચારાના પાકો સામાન્ય રીતે બિનપિયત (વરસાદ આધારીત) તરીકે વાવવામાં આવે છે. છતાં જો સગવડતા હોય તો ભેજની અછતના સમયે પિયત આપવું.
ધાસચારાના પાકો માટે કઈ કઈ પાછલી માવજતો કરવી જોઈએ?
ધાસચારાના પાકોમાં શકય હોય તો એક થી બે વખત આંતરખેડ તેમજ નિંદામણ કરવું.
ધાસચારાના પાકોની કાપણી કયા સમયે કરવી જોઈએ?
સામાન્ય રીતે બધા જ ધાસચારાના પાકોની કાપણી ઓકટોબર માસમાં એટલે કે વાવણી પછી ચાર માસે અને મારવેલ ધાસની કાપણી વાવણી પછી ૯૦ થી ૧૦પ દિવસે કરવી જોઈએ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/29/2019