સંકલ્પપત્ર યોજના હેઠળ રાજયમાં ગ્રામ્ય કક્ષાએ કેમ્પો તથા શિબિરોનું આયોજન કરી પશુપાલકોને ઉંચી ગુણવત્તા ધરાવતા પશુઓ મેળવવા પશુમાવજત તથા પશુ સારવાર ની તાલીમ આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.
આ યોજના હેઠળ રાજયના ગ્રામ્ય (અતિપછાત) વિસ્તારમાં કેમ્પો તથા શિબિરોનું આયોજન કરી ખેડૂતો/ પશુપાલકો ના પશુઓને જાતિય આરોગ્ય સારવાર કરી દૂધ ઉત્પાદન માં વધારો કરવામાં આવેછે તથા વૈજ્ઞાનિક ઢબે પોતાના પશુઓની પશુમાવજત કરી શકે તે માટે પશુમાવજત , ઉછેરની જુદી જુદી પઘ્ધતિઓની જાણકારી પુરી પાડવામાં આવે છે.
સદરહુ યોજના માટે વર્ષ ૨૦૧૧-૧૨ માં ગુજરાત સરકારે ૯૯.૦૦ લાખની નાણાંકીય ફાળવણી કરેલ છે. જે ફાળવણી સામે ૧૮૦૦ કેમ્પો અને ૧૮૦૦ શિબિરોનું આયોજન કરી ૧૮૦૦૦૦ પશુ સારવાર અને ૯૦૦૦૦ તાલીમાર્થીઓનો લ૧યાંક પૂર્ણ કરવા માટે ર૬ જિલ્લા પંચાયતોને મે-ર૦૧૧ માં લક્ષ્યાંકો ફાળવવામાં આવેલ છે. અને તે મુજબ કામગીરી ની સિઘ્ધિ હાંસલ કરવા દરેક જિલ્લા પંચાયત ને જાણ કરવામાં આવેલ છે.
સ્ત્રોત: ડેરી ફાર્મિંગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/5/2019