પશુઓ માટે કાયમી ધોરણેબારેમાસ લીલો ઘાસચારો મળી રહે તેનું આયોજન સંશોધન કેન્દ્રો સિવાય સામાન્ય રીતે કયાંય જોવા મળતું નથી. આર્થિક, પિયતની અપૂરતી સુવિદ્યા, જમીનનો અભાવ જેના કારણો આવા માટે જવાબદાર હોઈ શકે છે. જંગલ અને ટેકરીઓ વાળા વિસ્તારમાં આ પરિસ્થિતિ વધુ વિકટ હોઈ શકે છે. આવા વિસ્તારોમાં ઝાડના પાંદડા ઉપર મોટી સંખ્યાનું પશુધન નિર્ભર રહે છે.
ઝાડનું વાવેતર ટેકરી ઉપર, પડતર જમીનમાં, તળાવ કે નહેરના કાંઠા ઉપર ખેતરના શેઢા ઉપર ગમે ત્યાં કરી શકાય છે.
ખેતીના પાકોની સરખામણીમાં ઓછી જગ્યામાં વધુમાં વધુ લીલો ચારો ઉત્પન્ન કરવાની ક્ષમતા ઝાડ ધરાવે છે. ઝાડ એકવાર પ્રસ્થાપિત થઈ જાય પછી પાણી આપવાની જરૂર રહેતી નથી. તેના ઉંડા ગયેલા મૂળો નીચેથી પાણી ખેંચી લાવે છે. માટે અછત જેવી પરિસ્થિતિમાં પણ ઝાડ જીવંત રહે છે. ખેતીના પાકોની જેમ તેને મોંઘી જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો કે ખેતી જેવી મજૂરીની પણ જરૂર રહેતી નથી.
ઉપરોકત ઝાડના ફાયદાઓ આપણને વિચાર કરી મૂકે તેવા છે. ખાસ કરીને પાણીના અછતવાળા વિસ્તારોમાં ઝાડમાં લીલા પાંદડાઓનો લીલા ઘાસચારા તરીકે ઉપયોગ કરવામાં આવે તો પશુપાલનમાં મહદઅંશે ખર્ચનો ઘટાડો કરી લીલા ચારાની અવેજીમાં ખવડાવી શકાય છે. શેવરી, સુબાબુલ, લીમડો, આમલી, બોર, પીપળો, રાયણ, મહુડો, જાંબુ, આંબો, બાવળ, શેતૂરી વિગેરેના લીલાં પાંદડા ખવડાવી શકાય છે.
આમાં શેતુર એક આગવી ઓળખ અને સ્થાન ધરાવે છે. કારણ કે તે ગમે ત્યાં ઝાડના કે છોડના સ્વરૂપમાં ઉગી શકે છે. કહેવાય છે કે શેતૂરની ઉત્પત્તિ હિમાલયની પર્વતમાળાઓમાંથી થયેલી છે અને ૩પ૦૦ બીસીમાં ચીન ધ્વારા સિલ્કવર્મના ઉછેર માટે તેનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ રેશમના કીડાનો ઉપયોગ ભારતમાં અન્ય દેશોમાં પ્રચલિત થયો. શેતૂર રેશમના કીડાઓ માટે ખોરાક છે તેમજ તેનો પશુઓના ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય તેવું ઘણા સમય પહેલાંથી જાણ પણ છે.
શેતૂરનો પશુઓના ખોરાક તરીકે ઉપયોગઃ
વિકસતા દેશોમાં ધાન્ય પાકો લણ્યા બાદ સૂકો ચારો અને શેઢાપાળાનું ઘાસ ખવડાવવામાં આવે છે. પણ તેમની પૈાષ્ટિકતા પૂર્ણ ન હોવાથી પશુઓ તેમનું ઉત્પાદન પૂરુ નીચોવી શકતા નથી. માનવ વસ્તીની ધાન્ય માટેની માંગ, રોકડીયા પાકોની આવક, પાણીની અછત વગેરેના કારણે લીલો ઘાસચારો ઉગાડવામાં આવતો નથી. આવા સંજોગોમાં શેતૂરના ઝાડના પાંદડા કંઈકઅંશે પોષ્ટીકતા પૂરી પાડી શકે છે તેમજ તેને ઝાડના કે છોડના રૂપમાં ઉગાડી વર્ષમાં કેટલીય વાર તેના પાંદડા લણી શકાય છે. શેતૂરની વિવિધ જાતો જેવી કે મોરસ અલ્બા, મોરસ લેવીગેટા, મોરસ ઓસ્ટ્રાલીસ ગમે ત્યાં ઉગાડી શકાય છે. તેના ઉંડા મૂળીયાના કારણે બારેમાસ લીલાં રહી શકે છે. તેમજ શિયાળામાં પાનખર આવે છે.
સુકા તત્વ પ્રમાણે શેતૂરના પાંદડામાં ર૦૩પ ટકા પ્રોટીન, ૮૧૦ ટકા કુલ શર્કરા અને ૧ર૧૮ ટકા ખનીજ તત્વો હોય છે. ખનીજ તત્વોમાં ૦.પ૯૧.રપ ટકા મેગ્નેશીયમ, ૦.૦ર૦.ર૯ ટકા કલોરીન, ૦.૧૮૦.૭૬ ટકા સલ્ફર, ૦.૯૩૩.૧૯ ટકા પોટેશિયમ અને ૦.૧૩૦.ર૩ ટકા સોડીયમ હોય છે.
સમયસર / વારંવાર પાંદડાઓ લણવા જોઈએ. જેથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. રેશમના કીડાઓને ખવડાવ્યા બાદના વધેલા પાંદડા અને પાંદડાઓના ડાળખા પણ પશુઓને ખવડાવી શકાય છે. જેમાં ૧૧.પ ટકા પ્રોટીન, ૩૪ ટકા રેસા, ૭૬.પ ટકા કુલ કાર્બોદીત પદાર્થો, ૯.૩ ટકા રાખ, ૧.૬ ટકા કેલ્શીયમ અને ૦.ર ટકા પોટેશિયમ હોય છે.
શેતૂરના પાંદડાઓનું છાંયડામાં સૂકવણી કર્યા બાદ ૬ ટકા જેટલું મરઘાંના આહારમાં પ્રમાણ રાખી ખવડાવી શકાય છે.
મૈસૂર ખાતેના સંશોધન કેન્દ્રના પરિણામ સૂચવે છે કે ૧પ કિલો સુધી પાંદડા ખવડાવી શકાય છે. જેનાથી દૂધ ઉત્પાદન, દૂધની ચરબીની ટકાવારી વધવાની સાથે ફરીથી ગર્ભધારણ કરવાની શકિત પણ સારી વધે છે.
શેતૂરનું ઝાડ લગભગ દરેક વાતાવરણમાં ઉગાડી શકાય છે. તેનાં પાંદડા એકલાં અથવા લીલાચારાની સાથે પણ ખવડાવી શકાય છે. ખાસ કરીને ઉનાળાની અછતમાં લીલાચારાની અછત નિવારી શકાય છે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020