ગ્રામ્ય વિસ્તારમાં ગાયો-ભેંસોની સંખ્યા તેઓના માલિકનું આર્થિક સધ્ધરતાનું પ્રમાણ દર્શાવે છે. આ હકીકત રૂઢિગત (પરંપરાગત) તેમજ અત્યાધુનિક ખેતી વ્યવસાયનું સાતત્ય છે. આ ગાયો ભેંસો માનવ વસ્તીને દૂધ- માંસ, સેન્દ્રીય ખાતર, બળતણ તેમજ અન્ય પેદાશો પૂરી પાડે છે. જો કે આ પશુ વ્યવસાય આખા વિશ્વની ખેતી વ્યવસાયનો એક સંકલિત ભાગ છે. માદા જાનવરોનું સહેલાઈથી સગર્ભા બનવું તથા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપવો તે પ્રજનન ક્ષામતાનો માપદંડ તેમજ શકિતમતા દર્શાવે છે. પાલતુ પ્રાણીઓમાં વાંઝીયાપણું એ આપણા કૃષિ પ્રધાન દેશોમાં એક મોટો આર્થિક પ્રશ્ન છે અને ગુજરાત એમાંથી બાકાત નથી. જયારે માદા પશુ પુખ્ત ઉમંરે પહોંચે છે ત્યારે વેતરે આવે છે. આ વેતર ચક્ર નું ૨૦-૨૧ દિવસે પુનરાવર્તન થાય છે. જાનવરમાં સફળ ગર્ભધારણ થાય એટલે વેતરમાં આવવાનું બંધ થઈ જતું હોય છે. પરંતુ જો વેતરમાં આવેલ ભેંસ-ગાય, પાડી કે વાછરડીને ઓછામાં ઓછા ત્રણ વખત ફેળવ્યા છતાં ગર્ભધારણ ન થાય ત્યારે આવા જાનવરોને વાંઝીયાપણાની યાદીમાં સામેલ કરી શકાય છે.
વાંઝીયાપણાના મુખ્યત્વે બે પ્રકાર છે.
સામાન્ય રીતે પ્રજનન અવયવોની ખામી કે વિકૃતિઓ અને અંડવાહીની તથા ગર્ભાશયના અમુક પ્રકારના દર્દીને કારણે સંપૂર્ણ (કાયમી) વાંઝીયાપણું ઉદભવે છે. આ ઉપરાંત અસામાન્ય વિયાણ કે વિયાણમાં મુશ્કેલીઓ ઉભી થવાથી પ્રજનન અંગોને જો કોઈ ગંભીર ઈજા પહોંચી હોય તો પણ તેને લઈને આવી સમસ્યા ઉદભવી શકે છે. આવા કાયમી વાંઝીયાપણાવાળા પ્રાણીઓનો સમયસર(વેળાસર) નીકાલ કરી દેવા જોઈએ. આવા જાનવર પાછળ કરેલ ખાદ્ય ખોરાકીનું કોઈ વળતર ઉપજવાની શકયતા નથી અને ઉલટાના અન્ય પ્રાણીઓની પુરતી માવજત કરી શકતા નથી. જેના લીધે આશાસ્પદ પ્રાણીઓમાં પણ હંગામી (આંશિક) વાંઝીયાપણાની તકલીફ ઉભી થાય છે. સંપૂર્ણ (કાયમી) વાંઝીયાપણું ખરેખર નુકશાન કારક છે. પરંતુ બહુ ઓછા પ્રાણીઓ આ રોગથી પીડાતા હોવાથી એને અતિશય ગંભીર ન કહી શકાય.
હંગામી શબ્દ સ્પષ્ટ દર્શાવે છે કે આ સ્થિતિ થોડા સમય માટેની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આંશિક વાંઝીયાપણું જ ખૂબ નુકશાનકારક છે. કારણ કે ઘણી મોટી સંખ્યામાં પ્રાણીઓ આનાથી પીડાતા હોય છે. વળી, આજે કે કાલે એ પ્રાણી બંધાશે કે સર્ગભા થશે એવી આશામાં ને આશામાં મહિનાઓ અને વર્ષો વિતી જાય છે. છતાં પ્રાણી ગાભણ થતું નથી. આથી બચ્ચાની સંખ્યામાં, દૂધ ઉત્પાદનમાં અને ખોરાકીમાં પશુ પાલકોને ઘણુ બધુ સહન કરવું પડે છે. અને આવા બિન ઉપજાવક પ્રાણીઓને પાળવા એ નફાને બદલે ખોટનો ધંધો થઈ પડે છે. આંશિક વાંઝીયાપણા ઉપર કાબુ મેળવવા માટે ૭૦-૭૫% કામ તો પશુ માલિકે કરવાનું હોય છે. જો માલિક જાનવરોને પોષ્ટીક ખોરાક જેવા કે સમતોલ પશુ આહાર, લીલો ચારો, સુકો ચારો ઉપરાંત મીનરલ મીક્ષાચર પાવડર તથા સમયસર ચરમ નાબુદી કરણ, રસીકરણ અને વેતરની ઓળખ માટે કાળજી રાખે તો આ તકલીફ દૂર કરી શકાય.
આંશિક (હંગામી) વાંઝીયાપણું આંતરિક અને બાહય કારણોસર હોય છે. જયારે સંપૂર્ણ વાંઝીયાપણું હંમેશા આંતરિક કારણોથી જ ઉદભવે છે. શારીરિક ખામીઓ જનનાંગોની કુ-રચના કે વિકૃતિઓ, અંડાશયનું અયોગ્ય કાર્ય, સીસ્ટીક ઓવરીઝ, કાયમી પીળો મસો, અંત:સ્ત્રાવી ગ્રંથિઓના દોષો અને અમુક ઓલાદ યા પ્રાણીગત અને આનુવંશિક ગુણોને લીધે ઉદભવતા કારણોને આંતરિક ગણી શકાય. જયારે બાહય કારણોમાં મુખ્યત્વે વ્યવસ્થાકીય, પોષણ જન્ય, રોગ જન્ય અને મોસમના ફેરફારનો ફાળો ૭૦-૭૫% જેટલો છે. આ બાહય કારણો ઉપર પશુ પાલક સંપૂર્ણ નિયત્રણ લાવી શકે તો તેના પશુઓમાં વંધ્યત્વની સમસ્યા ઘણે અંશે હલ થઈ શકે તેમ છે. આથી આ સમસ્યાના મુખ્ય કારણોની ચર્ચા અત્રે કરીશું.
ઉંમર અને શારિરીક વજનની દ્રષ્ટીએ પ્રાણી પુખ્ત બને અથવા તો ગર્ભ ધારણ કરી શકે એવું થાય, છતાં પણ જો ગરમી કે વેતરમાં આવતું ન હોય તો એક ગંભીર પ્રશ્ન ગણાય અને આવા પશુઓની કાળજી પૂર્વક ડૉક્ટરી તપાસ કરાવવી જોઈએ. કારણ કે એ પશુ કદાચ સંપૂર્ણ કે આંશિક વાંઝીયું હોય શકે છે. પણ મોટે ભાગે એ મુંગી કે ઓછી ગરમીવાળું પ્રાણી જ હશે. સામાન્ય રીતે દરેક પ્રાણી તેની જાત પ્રમાણે ચોકકસ ઉંમર અને વજન બાદ પુખ્ત થાય છે. આમ છતાં પ્રાણીઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર, આહાર, માવજત અને સંવર્ધન થાય તો કોઈ પણ પ્રાણી વહેલું પુખ્ત બની શકે છે. પ્રાણી પુખ્ત વયનું થાય એટલે તે અવશ્ય વેતરમાં આવવું જોઈએ અને બંધાવુ જોઈએ અથવા ફેળવવામાં / બંધાવવામાં ન આવે તો ૧૮-૨૧ દિવસે નિયમિત વેતરે આવવું જોઈએ. પરંતુ આમ ન થાય તો એવા પ્રાણીઓની તપાસ કરાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. અથવા સંપૂર્ણ વંધ્યત્વ ખાતરી થતાં તાત્કાલિક નિકાલ કરવો જોઈએ.
પશુઓમાં વાંઝીયાપણાના લક્ષાણોમાં મુખ્યત્વે તુહિનતા કે વેતરનો અભાવ, વારંવાર ઉથલા મારવા, ઋતુ ચક્ર અને ઋતુકાળની અનિયમિતાઓ, કાયમી વેતર, વારંવાર તરવાઈ જવું કે ગર્ભપાત થવો, ગર્ભાશયમાંથી કાયમી બગાડ પડવો તેમજ માદા પ્રાણીઓમાં નરના શારિરીક લક્ષાણો જેવો ફેરફાર થવા વગેરે છે.
સામાન્ય રીતે વિયાણ પછી તદુરસ્ત પ્રાણી એક થી ત્રણ મહિનાની અંદર જ વેતરે આવી જવું જોઈએ. પરંતુ જો વેતરનો સમય એના કરતાં લંબાય તો એ ચિંતાજનક બાબત ગણાય અને તાત્કાલિક ડોકટરી સલાહ સારવાર કરાવવી હિતાવહ છે. વળી આંતરિક કારણોસર ઉદભવતા વંધ્યત્વ કે વાંઝીયાપણામાં પશુ પાલક ભાગ્યેજ કંઈ કરી શકે તેમ હોય, આવા કિસ્સોઓમાં વહેલી તકે પશુચિકિત્સકની સલાહ-સુચન લઈ માર્ગદર્શન મેળવી લેવું ઈચ્છનીય છે. જેથી અંડાશય અને અંડવાહીનીઓની કુ-રચના કે ખામીવાળા અને વ્હાઈટ હાફર ડીસીજવાળા પ્રાણીઓનો નિકાલ કરી આર્થિક બોજ હલકો કરી શકાય.આમ, જો યોગ્ય સમયે એટલે કે વેતરની શરૂઆત બાદ ૧૨ થી ૧૫ કલાકે બીજદાન કરાવ્યા બાદ જો પ્રાણી ૨ થી ૩ માસ દરમ્યાન ફરી વેતરે ન આવે તો તે દરમ્યાન તેની ગર્ભધારણ ચિકિત્સા કરાવી લેવી ખુબજ આવશ્યક છે, જેથી બીન સગર્ભા પ્રાણીઓને ફરી વેતરમાં લાવી સમયસર ફેળવી સગર્ભા કરી શકાય. ઉપરાંત કુદરતી રીતે ફેળવવા કરતાં કૃત્રિમ બીજદાન પધ્ધતિ અપનાવવાથી એક જ મુલ્યવાન સાંઢ- પાડાથી મોટી સંખ્યામાં ગાયો-ભેંસો ફેળવી શકાય છે, તથા જનનાંગોના રોગોનું નિદાનપણ થઈ શકે છે. કૃત્રિમ બીજદાન માટે વપરાતું વીર્ય રોગમુકત સારી ગુણવતા વાળું અને યોગ્ય રીતે સંગ્રહ કરેલું હોય છે.
ઉપરોકત ખનીજ અને પોષકતત્વોની સૌથી વધારે જરૂર ખાસ કરીને જયારે લીલો ઘાસચારો ન મળતો હોય ત્યારે ઠંડી, ગરમી અને વરસાદથી ઉભા થતા પ્રતિકુળ સંજોગોમાં જ, કથિરી, ઈતરડી, માખી, ચાંચડ જેવા બાહય પરોપજીવીઓના હુમલાથી પ્રાણી પીડાતાં હોય ત્યારે પ્રાણી અને કોઈ રોગ લાગુ પડયો હોય ત્યારે, અને વેતરના તેમજ ગર્ભધાનના સમય દરમ્યાન હોય છે.
પછાત ગામડાંઓમાં જયાં મોટેભાગે ગરીબ ખેડૂત પશુપાલન કરતાં હોય છે ત્યાં આખા વર્ષ દરમ્યાન પૂરતો પોષણ યુકત આહાર મળતો નથી. વળી દુષ્કાળની પરિસ્થિતીમાં અમુક વિસ્તારોમાં જમીનમાંજ પાણી ન હોય ત્યાં લીલો ઘાસચારો ઉગાડવાનું શકય બનતું નથી. પરિણામે આવા પ્રદેશો અને ગામડાંઓમાં વાંઝીયાપણાંની સમસ્યા ભૂખમરાને લીધે જ ખાસ જોવા મળે છે. અને તે પણ ઉનાળાની ગરમીના દિવસોમાં સૌથી વધુ હોય છે. ભેંસોમાં મુંગી ગરમી અને ઋતુહિનતા તથા ઋતુચક્રનો અભાવ ઉનાળાની ગરમીના દિવસોમાં મોસના ફેરફારોને લીધે અને અપુરતા આહારને લીધે ખાસ જોવા મળે છે. પરંતુ ચોમાસુ શરૂ થતાં ઠંડું વાતાવરણ અને લીલોચારો પુષ્કળ મળતા તેઓ આપ મેળે વેતરે આવવા લાગે છે. આમ કોઈ પણ પ્રાણીને યોગ્ય વાતાવરણ, સંપૂર્ણ પૌષ્ટીક આહાર અને માવજત કરવામાં આવે તો તે વર્ષ દરમ્યાન ગમે ત્યારે વેતરમાં આવે છે અને સગર્ભા બને છે. ઘાસચારામાં ખનીજતત્વો અને વિટામીનની ઉણપ દૂર કરવા પ્રણીઓને દરરોજ મિનરલ મીક્ષચર આપવું જોઈએ. પુખ્તવયના પ્રાણીને દરરોજના ૬૦ ગ્રામ તથા ધાવણ છોડયું હોય તેવાં બચ્ચાને દરરોજ ર૫ ગ્રામ અને ત્યાર બાદ પ્રાણીની ઉંમર અને કદને ધ્યાનમાં રાખી યોગ્ય પ્રમાણમાં ઉપરોકત મિશ્રણ આપવું હિતાવહ છે. વળી ખોરાકમાં વધારે પડતું પ્રોટીન અને ચરબી આપવાથી પણ વાંઝીયાપણું આવી શકે. તેથી જરૂર કરતાં વધારે ખોરાક પણ નુકશાનકારક છે. જો કે આપણે ત્યાં આ પ્રશ્ન ખાસ જોવામાં આવતો નથી.
પશુપાલકે પોતાના પ્રાણીઓને ઋતુકાળ અભાવથી બચાવવા માટે સારી માવજત, પૌષ્ટિક સમતોલ આહાર, શારિરીક અને જાતિય સ્વાસ્થય સેવાનું નિયમન, યોગ્ય ઋતુકાળ નિદાન અને બીજદાન તથા વહેલી તકે ગર્ભધારણ તપાસ કરાવવી ખૂબ જ આવશ્યક છે, અને તો જ પશુપાલન વ્યવસાય આર્થિક દ્રષ્ટિએ પોસાય શકે. જે પશુપાલક ઉપરોકત બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવે છે તેને નુકસાન ભોગવવાનો વારો આવે છે. વળી ઋતુહિનતાના મોટાભાગના કિસ્સાઓ અપૂરતા પોષણ, માવજત, શારિરીક વજન, ઋતુકાળ નિદાન અને ગર્ભધારણ તપાસની અવગણનાને લીધે ઉભા થતાં હોવાથી આવી બાબતો પ્રત્યે પુરતું ધ્યાન આપવામાં આવે તો ઋતુહિનતાની સમસ્યા નજીવી જ રહે છે અને તે પણ પશુ તબીબના માર્ગદર્શન અને સારવારથી હલ કરી શકાય છે. આમ પશુપાલન વ્યવસાય નફાકારક નિવડી શકે છે.
ખરી ઋતુહિનતા કે " ટુ એનઈસ્ટ્રસ" માટે જવાબદાર કારણોને ઓળખી કાઢી તેને દૂર કરવાથી આવા પીડીત પ્રાણીઓની સારવાર કરી શકાય છે. આ પ્રકારની ઋતુહિનતામાં અંત:સ્ત્રાવથી સારવાર ધ્વારા ચોકકસ પરિણામો મળતાં નથી. તેમ છતાં નિદાન મુજબ પિતપિંડ પ્રેરક અંત:સ્ત્રાવો જેવા કે એલ.એચ. એફ.એસ.એચ., એચ.સી.જી, પી.એમ.એસ.જી, વિગેરેના ઈજેકશનો આપવાથી ફાયદો થાય છે. પોષણના અભાવે ઋતુહિનતાથી પીડાતા પ્રાણીઓને પ્રોટીન, કાર્બોદીત અને ચરબીયુકત પદાર્થોને તથા પ્રજીવકો અને ખનીજતત્વો સભર સમતુલિત આહાર પૂરતાં પ્રમાણમાં આપવાથી તથા જરૂરી પ્રજીવકો અને ખનીજતત્વોના ઈજેકશનો આપી ૪ થી ૬ અઠવાડિયામાં વેતરમાં લાવી શકાય છે. વળી ઉછરતાં પ્રાણીઓમાં અને વિયાણ પહેલાં તથા પછી પૂરતો પૌષ્ટિક આહાર પુરતા પ્રમાણમાં આપવામાં આવે તો આ પ્રકારની સમસ્યા જવલ્લેજ પેદા થાય છે. ફ્રીમાર્ટિન તથા અન્ય ડિમ્ભગ્રંથિઓ અને જનનાંગોની કુરચનાને લીધે ઋતુહિનતાથી પીડાતા
પ્રાણીઓને ધણમાંથી દૂર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ડિમ્ભગ્રંથિના અબ્દવાળી ગાયોને આ એક તરફી ખરાબ ગ્રંથિ દૂર કરી વેતરમાં લાવી શકાય છે. વનસ્પતિજન્ય ઈસ્ટ્રોજનને કારણે ડિમ્મગ્રંથિની પુટિમયતાથી પીડાતા ઋતુહિન પ્રાણીઓમાં આવું ઘાસ ખવડાવવાનું બંધ કરવાથી ફાયદો થાય છે. અશકત અને શારીરિક નબળાઈવાળા પ્રાણીઓમાં ઓછા વજનનું કારણ દૂર કરી પૂરતો પૌષ્ટિક આહાર આપવાથી વજન વધે છે અને તેઓ આપમેળે ગરમીમાં આવવા લાગે
છે.
વધુ દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ ઋતુહિનતાવાળા પ્રાણીઓમાં પોષણનું સ્તર વધારીને કે ધીમે ધીમે ઓછું કરીને ઋતુકાળ અભાવની સારવાર કરી શકાય છે. ભેંસોમાં ઉનાળા દરમ્યાન તુચક્રની અનિયમિતતાઓ અને શાંત કે નબળા ઋતુકાળનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરંતુ તેઓને પૂરતો સમતોલ આહાર અને ઠંડુ હવામાન આપવમાં આવે તથા દિવસમાં ૩ થી ૪ વખત ઠંડા પાણીથી નવડાવવામાં કે તળાવમાં બેસવા દેવામાં આવે તો ઉનાળાની ગરમઋતુમાં પણ ભેંસો ઋતુકાળ/ વેતરના ચિહનો દશરાવી શકે છે અને આખા વર્ષ દરમ્યાન ફેળવી સગર્ભા કરી શકાય છે
પશુપાલકો દ્વારા કરાતી ફરીયાદોમાં મુખ્યત્વે તેઓના જાનવરોને સમયસર ફેળવવા છતાં વારંવાર વેતરમાં પાછા ફરે છે અથવા તો ઉથલા મારે છે તે છે. આના કારણે પ્રાણી વિયાણ પહેલા વાછરડી-પાડી) કે વિયાણ બાદ (ગાય-ભેંસ) બહુ જ મોડી ગાભણ થાય છે. અને પ્રથમ વિયાણની ઉંમર કે બે વિયાણ વચ્ચેનો ગાળો વધતો જાય છે. આ સમયગાળો વધતા પશુપાલકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડે છે.
જાનવરોમાં ઉથલા મારવાના કારણો નીચે છે.
10. સગભાં કૃત્રિમ બીજદાન:- સગર્ભાવસ્થાકાળ દરમિયાન અમુક જાનવરો ગરમીમાં આવે છે. આવા પ્રાણીઓમાં પૂરેપૂરી તપાસ કર્યા વગર સગર્ભાવસ્થાકાળ દરમ્યાન કૃત્રિમ બીજદાન કરવામાં આવે તો ગર્ભ નાશ પામે છે. પૂર્વવત બીજદાન કરાયેલ જાનવરોને ફરીથી બીજદાન કરતાં પહેલા ઝીણવટભરી તપાસ કરવી હિતાવહ છે. આમ જોતાં ગ્રામ્યક્ષોત્રમાં નિયમિત ગર્ભનિદાનનું મહત્વ સમજાય છે. જોકે પૂર્વવત બીજદાન થયેલ પ્રાણીઓમાં બીજદાન માટે વપરાતી બીજદાન ગન જો ગર્ભાશય ગ્રીવાના મધ્યભાગ સુધીજ દાખલ કરવામાં આવે તો ગર્ભનાશનું જોખમ ઓછું રહે છે. આ નિયમ કૃત્રિમ બીજદાન કૌશલ્યમાં ચુસ્તપણે અમલ થાય તે જરૂરી છે. જેથી સગર્ભા જાનવરોમાં કૃત્રિમ બીજદાનનું પ્રમાણ ઘટશે અને ગર્ભનું રક્ષણ થશે.
11. રજનુ પરિપકવ ન થવું- મગજમાં રહેલ શીર્ષસ્થ ગ્રંથીમાંતી એફ.એસ.એચ. નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. જેની અસરથી રજગ્રંથીમાંથી એક રજ વિકસીત થાય છે મોટુ થાય છે અને પરિપકવ બને છે અને છુટુ પડે છે. ઘણી વખત આ સ્ત્રાવની ઉણપથી રજ પરીપકવ થતું નથી અથવા રજjથી નાની હોવાથી રજ પરીપકવ થતુ નથી.
12. રજઅલન ક્રિયામાં ખામી:- રજથી ઉપર પરિપકવ થયેલ રજ એલ.એચ નામના સ્ત્રાવની અસરથી છુટુ પડે છે. આ એલ.એચ. નામના સ્ત્રાવન મગજમાની શીર્ષસ્થ ગ્રંથીમાંથી છુટું છે. જો આ એલ.એચ. સ્ત્રાવની ખામી હોય તો રજ છુટુ પડતુ નથી અને રજગ્રંથીમાંજ શોષાય જઈ મરી જાય છે.
13. ફલીનીકરણ અવરોધ:- આપણે જાણીએ છીએ કે ફલીનીકરણ રજવાહીનીમાં રજગ્રંથીના છેડા તરફ થાય છે. પરંતુ જનન અવયવોની ખામીથી રજ અને વીર્યકણો ભેગા થઈ શકતા નથી આથી ગર્ભ ધારણ માં સફળતા મળતી નથી.
14. ગર્ભનો નાશ થવો:- કૃત્રિમ વીર્યદાન થયા બાદ ફલીનીકરણ થાય છે સફળ ફલીનીકરણ થઈ તૈયાર થયેલ ગર્ભને ગર્ભાશયની દિવાલ સાથે જોડાતા ઓછામાં ઓછા ૩૪ દિવસ લાગે છે. આ સમય દરમ્યાન ગર્ભ ગર્ભાશયના દૂધ નામના પ્રવાહીમાંથી પોષણ મેળવે છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ પરથી સિધ્ધ થયે છે કે ફલીત થયેલા બીજમાંથી ૨૫-૩૦% ભુણ sEmbryo). આ ૩૪-૩૫ દિવસના સમય ગાળામાં જ નાશ પામે છે. આના નિવારણ માટે પશુઆહાર ખનીજ તત્વો અને ચરમ બાબતે પુરતી તકેદારી રાખવી રહી.
સામન્યત: જો દૂધાળા જાનવરની સારી માવજત હોય તો અંદાજીત ૬૦ થી ૭૦ દિવસે ગરમી/વેતરમાં આવતાં હોય છે. તો આ સમયગાળા દરમ્યાન પશુને ફેળવી દેવું જો કે વિયાણ બાદની પ્રથમ ગરમી મુંગી હોય છે.
15. ગર્ભપાત:- મરેલા યા તો જીવંત પરંતુ જીવી ન શકે તેવા ગર્ભનું ગર્ભવસ્થાકાળ દરમિયાન બહાર ફેંકાઈ જવાની ઘટનાને ગર્ભપાત કહે છે. ગર્ભપાત હંમેશા સામાન્ય પ્રસવકાળથી વહેલો થાય છે. સગર્ભાવસ્થામાં ૩ માસ પહેલાં થતાં ગર્ભપાતમાં ગર્ભ તેમજ ગર્ભવરણો મળમૂત્ર તથા ઘાસ સાથે માલિકની જાણ બહાર ફેકાંઈ જતાં હોય છે. જે ઘણીવાર કૂતરાં બિલાડા દ્વારા ખવાઈ જાય છે. પરંતુ ત્રણ માસ બાદ થતા ગર્ભપાતમાં ગર્ભનું કદ મોટું હોવાથી માલિક જોઈ શકે છે. હંમેશા ગર્ભપાત સમયે બચ્યું ભરેલું હોય તેવું બનતું નથી પણ બચ્યું ગર્ભપાતના થોડા સમય બાદ મરી જાય છે. કયારેક ગર્ભવસ્થા દરમિયાન ગર્ભવરણોમાં રહેલું પ્રવાહી શોષાય જતાં ગર્ભ મૃત્યુ પામે છે તથા ગર્ભ પણ શોષાયને સુકાઈ જાય છે. જેને મમીભૂત ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. આવા મમીભૂત ગર્ભને તેના કદના આધારે પ્રોસ્ટાગ્લાન્ડીન- (PG F-g) ના ઇંજેકશન દ્વારા અથવા શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢી શકાય છે.
મોટાભાગના ગર્ભપાત જીવાણુજન્ય ચેપોને લીધે થાય છે. જેમાં બ્રુસેલોસીસ રોગથી થતા ગર્ભપાતનું પ્રમાણ વધુ હોય છે. અન્ય રોગજન્ય ઘટકો જેવાં કે ઈન્ફશીયસ બોવાઈન રાઈનો ટ્રેકાઈટીસ, બોવાઈન વાઈરલ ડાયેરીયા, કેમ્પાયલોબેકટર ફીટસ, કોરાયનોબેકટેરીયમ પાયોજીનસ, લેપ્ટોસ્પાયરા, લીસ્ટેરીયા મોનોસાયટોજીનસ, સાલમોનેલ્લા, ફુગજન્ય, અને અન્ય કારણોથી પણ ગર્ભપાત થાય છે.
આથી સગર્ભા (૬ થી ૭ માસ) જાનવરોને ઉગ્ર ગરમીના સમયમાં પૂર્ણ લીલો ચારો તથા પીવાનું પાણી આપવું જોઈએ. સગર્ભા જાનવરને ચરણ માટે છોડવું ન જોઈએ અને ઝાડનો છાંયો તથા ઠંડા પાણીનો છંટકાવ પૂરો પાડવો જોઈએ. જે ગરમીનો પ્રભાવ ઘટાડશે અને પરિણામે ગર્ભપાત થતો અટકાવી શકાશે.
જયાં પશુપાલકો દ્વારા તેઓના ગાય-ભેંસોની સંપૂર્ણ કાળજી લેવાય છે, નિયમિત સંતુલિત ખોરાક તથા પાણી અને ઉતમ માવજત પુરી પાડવામાં આવે છે ત્યાં આવા જાનવરોમાં બંધાવયા બાદ ફળીકરણ દર વધુ (૮પ%) જોવા મળે છે અને બહુ જ ઓછી સંખ્યામાં જાનવરો ગરમીમાં પાછા આવે છે. પરંતુ આ સઘળી બાબતોનો આધાર મુખ્યત્વે પશુપાલકોની આર્થિક સધ્ધરતા પર રહેલો છે. જો પશુ પાલકો પશુવ્યવસ્થા સંતોષકારક નહીં કરી શકે અને નિષ્કાળજી દાખવશે તો જાનવરોને પુરતુ પોષણ તથા માવજત નહીં આપી શકે. આ સંજોગોમાં ગાય-ભેંસોમાં પ્રજનન સમસ્યાઓ જોવા મળશે અને પશુઉત્પાદન તથા પશુપ્રજનન પર અવળી અસર પામશે.
16. અંડાશયની પુટિમયતા(સીસ્ટીક ઓવરી): અંડાશયની પુટીમયતા અથવા સીસ્ટીક ઓવરી એ પ્રાણી શરીરની એક કરતાં વધુ અંત:સ્ત્રાવી ગ્રંથિઓના અંત:સ્ત્રાવોની અસમતુલાને લીધે ઉદભવીત સ્થિતિ/ ખામી છે, અને પશુવંધ્યત્વ તથા ઉથલાની સમસ્યાઓ માટે એક કારણરૂપ છે. વળી અંડાશયની પુટિમયતાનો રોગ વધુ દૂધ ઉત્પાદન આપતી સારી ઓલાદની ગાયોમાં અને કયારેક ભેંસોમાં પણ જોવા મળે છે. ગાયોમાં અને ભેંસોમાં કુલ વ્યંધ્યત્વના અનુક્રમે ૧૨ થી ૧૪ ટકા અને ૩ થી ૫ ટકા કિસ્સાઓ માટે અંડાશયની પુટિમયતા જવાબદાર છે.
અંડાશયની પુટિમયતા કે સીસ્ટીક ઓવરી નીચેના મુખ્યત્વે ત્રણ પ્રકારે જોવા મળે છે.
આ રોગ ઉંચી દૂધ ઉત્પાદનક્ષામતાવાળી ખાસ કરીને પરદેશી તથા સંકર ઓલાદની ગાયોમાં સૌથી વધુ જોવા મળે છે. જે પ્રાણીઓને કોઢમાં બાંધી રાખવામાં આવતા હોય તથા જેને કસરત કે પૂરતો સૂર્યપ્રકાશ મળતો ન હોય તેમાં પણ આ રોગ વધુ થતો જણાય છે. આ રોગ દરેક ઉંમરના પ્રાણીઓમાં થઈ શકે છે. પરંતુ તે બીજાથી પાંચમા પ્રસવ સુધીના ગાળામાં વિશેષ થાય છે. એકની એક ગાય પણ આ રોગથી વારંવાર પીડાય શકે છે. વધુ દૂધ આપતી ગાયોમાં આ બીમારી વધુ પડતા પ્રોટીનયુકત આહાર તથા વારંવાર દોહવાને કારણે પણ થતી હોય તે શકય છે. પ્રસવબાદ ૧૫ થી ૪૫ દિવસના ગાળામાં અને ખાસ કરીને શિયાળાની (ઉચ્ચ પ્રજનનકાળ) ઋતુમાં આ રોગનું આવર્તન સોથી વધુ હોય છે. પશુ માદા કામોન્માદ (નિમ્ફોમેનીયા) કે અંડાશયની પુટિમયતાઓ ખાસ તો આનુવંશિક કારણોને લીધે થાય છે અને અમુક સાંઢની ઓલાદમાં આ રોગ આથી વધુ થતો હોવાનું જણાયુ છે. એલ.એચ. અંત:સ્ત્રાવની ઉણપ કે અભાવ અથવા એલ.એચ. અને એફ.એચ. (LH:SH) અંત:સ્ત્રાવોની અસમતુલા સામાન્ય અંડમોચનમાં વિક્ષોપ પેદા કરે છે. જેથી અંડમોચન થતું નથી અને અંડાશયી પુટિમયતાના કિસ્સાઓ સજરાય છે.
અંડાશયની પુટિમયતાતથી પીડાતી ગાયો મુખ્યત્વે બે પ્રકારના ચિહનો દર્શાવે છે.
પશુમાદા કામોન્માદ/નિમ્ફોમનીઆક ગાયોના અમુક ટકા કાયમી વેતરના ચિહનો દર્શાવે છે. જયારે બીજી ગાયો વારંવાર અનિયમિત આંતરે લાંબા સમય(૪૮ થી ૭૨ કલાક) સુધી વેતરના તીવ્ર ચિહનો બતાવે છે. આવી ગાયો અશાંત અને ઉન્માદમાં હોય છે. વારંવાર આરડે છે, કયારેક મારકણી બની જાય છે અને બીજી ગાય કે સાંઢને પોતાની ઉપર ઠેકવા દે છે. પરંતુ માટેભાગે આવી ગાયો બીજી ગાયોભેંસો ઉપર, માણસ ઉપર કે અન્ય સ્થાયી નિર્જીવ વસ્તુ ઉપર પણ કુદે છે. આવી નિમ્ફોમેનીઆક ગાયો સાંઢની માફક વેતરમાં આવતી અને વેતરે આવેલી ગોયોને નિપુણતાથી ઓળખી કાઢે છે અને તેના ઉપર ઠેકવા પ્રયત્ન કરે છે. સમલિંગકામુકતાનું (Homosexual Bheaviour) લક્ષણ આ રોગથી પીડાતી ગાયોમાં વધુ પ્રબળ રીતે જોવા મળે છે. જેથી આવી ગાયોને અંગ્રેજીમાં "બુલર કાઉઝ" (Buller Cows) કહેવામાં આવે છે. ધણમાં છુટી ફરતી ગાયો આવા વર્તન અને દોડાદોડીને લીધે પોતાનું વજન ગુમાવે છે. વેતરના ચિહનોવાળી આવી ગયો વારંવાર બીજદાન કે કુદરતી સમાગમ થવા છતાં અંડમોચનના અભાવે સગર્ભા થતી નથી. જે ગયો ઋતુકાળ અભાવનું લક્ષાણ દર્શાવે છે તે મહિનાઓ સુધી વેતરમાં આવતી નથી, અને આવે તો પણ સ્પષ્ટ ચિહનો દશરૂઃાવતી નથી. આથી પશુપાલક ઘણી વખત આવી ગાયોને સગર્ભા સમજી લેવાની ભૂલ કરે છે.
શારીરિક દ્રષ્ટિએ, પુટિમય પુટક (ફોલીકયુલર સીસ્ટ) ના કિસ્સાઓમાં ૭૮ ટકા ગાયો શ્રોણિ બંધનીઓની ઢીલાશ (Relaxed Sacrosciatic Pelvic ligaments) સ્પષ્ટપણે દર્શાવે છે. જયારે પિતધર પુટિમય પુટક (લ્યુટીયલ સીસ્ટ) ના કિસ્સાઓમાં ૪૦ ટકા ગાયો આ ચિહન દર્શાવે છે. આ ઉપરાંત પશુમાદા કામોન્માદવાળી ગાયો નિરંતર ગરમીમાં રહેતી હોવાથી ગર્ભાશય તથા ભગ ઢીલું, સુજેલું અને કદમાં વધેલું જણાય છે તથ શ્રોણિબંધનીઓની ઢીલાશને કારણે કયારેક યોનિભ્રંશ (Vaginal Prolapse) અને વાત-યોનિ (Pneumo- Vagina) ની વિકૃતિઓ પણ જોવા મળે છે. સીસ્ટીક ગાયોના યોનિમાર્ગમાંથી લેખ/લાળી બહાર લટકતી હોય છે, જે સામાન્ય વેતરની લાળી કરતાં વધુ ચીકણી, અપારદર્શક, સફેદ અને ભૂરાશ પડતા રંગની હોય છે. તથા તેનું ગર્ભાશય સાચા ઋતુકાળમાં હોય તેવી ગાયોની જેમ પરિસ્પર્શન વખતે ઉતેજીત થઈ કડક થતું નથી, પરંતુ ઢીલું જ રહે છે.
લાંબા સમયના પશુમાદા કામોન્માદના કિસ્સાઓમાં ગાયની શ્રોણિબંધનીઓ ખૂબ જ ઢીલી પડી જાય છે. જેને લીધે તેની પુછડીનું ઉગમસ્થાન ઉચી સપાટીએ આવી ગયેલું લાગે છે. આ લક્ષણો વ્યંધ્યત્વ ખૂધ કે " સ્ટરીલીટી હમ્પ" (Sterility hump) કહે છે. કારણ કે આ વિકૃતિ સફળાપૂવર્ક સારવાર કયરા બાદ પણ ગાયમાં જીવનપર્યત રહે છે અને ભૂતકાળમાં એ ગાય સીસ્ટીક ઓવરીથી પીડાયેલ છે તેની સાબિતી પૂરી પાડે છે. ઉપરાંત સીસ્ટીક ગાયોમાં પુટિમય અંડાશયના અમુક કિસ્સાઓમાં માદા પ્રાણી નર જેવું વર્તન કરે છે તથા દેખાવે પણ સાંઢ જેવું જ લાગે છે. આ પ્રકારના ચિહનો ધરાવતાં સંલક્ષાણને એડ્રીનલ વીરીલીજમ (Adrenal Virlism) એવું નામ આપવામાં આવ્યું છું. આ સંલક્ષાણ માટે પ્રાણીની એડ્રીનલ ગ્રંથિમાંથી પેદા થતાં ૧૭-બીટા કીટોસ્ટીરોઈડ અને એન્ડ્રોજન અંત:સ્ત્રાવોનું વધુ પ્રમાણ જવાબદાર જણાયું છે. જો કે આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે.
અંડાશયની પુટિમયતાનો નિર્દેશ પીડીત જાનવરના શારીરિક બંધારણ અને વર્તનના ફેરફાર, લાક્ષાણિક ચિન્હો તથા ઉંમર અને દૂધ ઉત્પાદન તેમજ તેની વંશાવાળીમાં આ રોગની માહિતીના આધારે કરી શકાય છે. ચોકકસ નિદાન માટે કૃત્રિમ બીજદાન કેન્દ્ર કે પશુ દવાખાનાના ડોકટર દ્વારા ગાયનું મળાશય દ્વારા પરિક્ષણ કરવું જરૂરી છે
પ્રસવ બાદના સીસ્ટીક ઓવરીના પ૦ ટકા ઉપરાંત કિસ્સાઓમાં ઘણી વખત વિના સારવરે પુટક વિલિન થઈ જાય છે અને પ્રાણી બેથી ત્રણ માસમાં નિયમિત ગરમીમાં આવવા લાગે છે. આમ આપમેળે જાનવરને સાજા થવામાં પશુપાલકે થોડો સમય ધીરજ રાખવી પડે છે. જે આજના ઉતાવળીયા યુગમાં પોસાય તેમ નથી. તેથી પશુચિકિત્સકની સલાહ લઈ આગળ વધવું જોઈએ.
જાનનવરોમાં ઉથલા મારવાના કારણોને સમજીએ અને તેનું યોગ્ય નિદાન અને સારવાર કરાવીએ તો ઉથલા મારવાના કારણોનું નિવારણ થઈ શકે. આ માટે
રેફરન્સ : ડો. કે.બી. વાળા, ડો. આર. જે. રાવલ, ડો. કે.એચ. પરમાર તથા ડો. ડી. બી. બારડ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020