રસીકરણ પ્રક્રિયામાં જરૂરી સાવચેતીના પગલાં
- રસીની ખરીદી કરતા પહેલાં તમારા સ્થાનિક પશુચિકિત્સા અધિકારીનો સંપર્ક કરો.
- તમારા વિસ્તાર માટે કઈ રસી જરૂરી છે તે નક્કી કરવા માટે પશુચિકિત્સા અધિકારીનું માર્ગદર્શન ખુબજ જરૂરી છે.
- લેબલ ઉપર લખેલ સૂચનાઓ વાંચો અને તેનું પાલન કરો.
- રેફ્રિજરેટર જ્યાં તમે રસી સંગ્રહ કરો છો ત્યાં તાપમાન તપાસવા કરવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરો.
- તમે સમયસર ઉપયોગ કરી શકો છો તેવી જ રસીઓની માત્ર ખરીદી કરો.
- ઓછામાં ઓછુ સાપ્તાહમાં એક વખત તાપમાન તપાસો.
- રસી ખરીદતા અથવા મેળવતા સમયે તેની સમયસમાપ્તિ તારીખો તપાસો અને જે રસીની સમયસમાપ્તિ પૂર્ણ થયેલ હોય તેવી રસી ની ખરીદી કરવી નહીં.
- જો તમે મેઇલ, ઓર્ડર દ્વારા રસીનો ઓર્ડર આપતા હોય તો ઓર્ડર હમેંશા સોમવારે જ આપવો જેથી કરીને સાપ્તાહિક રજાઓ ટાળી શકાય કારણ કે સપ્તાહના અંતમાં કોઈ જગ્યાએ રસી પડી રહેતો તાપમાનમાં ફેરફારની શકયતા ખુબજ વધી જાય છે અને રસીની અસરકારકતા ઘટી શકે છે.
- જે રસીની સમયસમાપ્તિ નજીક હોય એવી રસીને રેફ્રિજરેટરમાં શરૂઆતમા મૂકો અને તેનો ઉપયોગ પ્રથમ કરો.
- રસીને સ્વીકારી વખતે શીપીંગ ફૂલરનું તાપમાન ચકાસો અને રસીને તાત્કાલિક રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવો.
- કર્મચારીઓ, કુટુંબના સભ્યો તથા અન્યોને રસીના વ્યવસ્થાપન બાબતે તાંત્રિક તાલીમ આપો
- જો તમને રસીના વ્યવસ્થાપન બાબતે કોઇ ચિંતા હોય તો તમારા ડિસ્ટ્રીબ્યુટર સંપર્ક તરત જ કરો.
- રસી અંદર મૂકતા પહેલાં કુલરને ઓછામાં ઓછુ 1 કલાક પહેલા ઠંડુ કરવા માટે મૂકીદો.
- જો તમે રસીની ખરીદી સ્થાનિક લેવલેથી કરતાં હો તો રસી ઠંડી રાખવા માટે વધારે કુલપેક અથવા બરફ પેકનો ઉપયોગ કરો.
- 35-45°F તાપમાન સતત જાળવી રાખવા માટે પૂરતા બરફ અથવા ઠંડા પેકનો ઉપયોગ કરો.
- રસીનો બગાડ ઘટાડવા માટે હમેંશા નાના ડોઝની શીશીઓ ખરીદો.
- આખા દીવસની જરુરીયાત કરતાં સવાર અથવા બપોરબાદના ઉપયોગ માટે પૂરતી રસી સાથે રાખો.
- કુલરને સૂર્યપ્રકાશથી દૂર રાખો.
- આગામી સમયમાં શીશીઓમાં બાકી રહેલ
રસીનો પ્રથમ ઉપયોગ કરો. રસીના વ્યવસ્થાપન દરમ્યાન સાવચેતીના પગલાં:
- શું નિયમિત ધોરણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન ચકાસવામાં આવેલ છે ?
- લેબલ ઉપર લખેલ સૂચનાઓ વાંચો અને તેનું પાલન કરો.
- શું ભલામણ અનુસાર તાપમાન અંદર જાળવવામાં આવ્યું છે કે નહી ?
- બધી રસીઓ 35-45°F પર રેફ્રિજરેટરમાં રાખો અથવા લેબલ પર લખેલ તાપમાન પ્રમાણે જાળવો.
- શું તમે રસી આવતા તરત જ તપાસ કરી અને યોગ્ય સંગ્રહ કરેલ છે ?
- રસીને સિરીન્જમાં ભરતા પહેલા ધીમેધીમે મિક્સ કરો. વધુ પડતા અયોગ્ય મિકસીંગથી રસીની અસરકારકતા ઘટાડી શકે છે.
- સમયસીમા સમાપ્ત પૂર્ણ થયેલ રસીનો લેબલ અનુસાર યોગ્ય નિકાલ કરવો.
- અલગ અલગ રસીઓને એક જ બોટલ અથવા સિરિંજમાં ભેગી કરવી નહીં.
- જુદી જુદી રસી માટે એકજ સીરિજ નો ઉપયોગ કરવો નહીં.
- વપરાયેલ રસીઓના યોગ્ય નિકાલ માટે ભલામણ અનુસાર કાર્યવાહી કરવી.
- મોડીફાઇડ લાઈવ રસીને ઓગાળ્યા બાદ એક થી બે કલાકમાં જ તેનો ઉપયોગ કરી લેવો. મોડીફાઇડ લાઈવ રસીને મિશ્રણ કરવા યોગ્ય ટ્રાન્સફર સોયનો જ ઉપયોગ કરવો જેથી બગાડ અટકી શકે.
- મૃત રસીની જે બોટલ 2 દિવસથી વધારે ખુલ્લીરહેલ હોય તેનો નાશ કરવો હિતાવહ છે.
ઇજેક્શન દ્વારા અપાતી રસી માટે સાવચેતીના પગલાં:
- પેકેજિંગ ઉપર રહેલ કોઈપણ વ્યક્તિગત માહિતી કે યાદીને દૂર કરવી.
- તમારા રાજ્ય માંસ ગુણવત્તા ખાતરી માર્ગદર્શિકા અનુસરો.
- લેબલ ઉપર લખેલ સૂચનાઓ વાંચો અને તેનું પાલન કરો
- ગટર કે સેપ્ટિક સિસ્ટમો, શૌચાલયો કે જળ સ્ત્રોતમાં નાશ કરવો નહી.
- રસીના ઇજેક્શન આપતાં પહેલાં સિરીંજની અને / અથવા બંદૂકો માંથી હવા દૂર કરો.
- સોય યોગ્ય ગેજ અને લંબાઈની વાપરો.
- સાધનોની યોગ્ય સ્વચ્છતા જાળવો.
- દરેક વખતે એક સિરિંજ ભરતા પહેલા સોય બદલો.
- જો એજ સોયનો ઉપયોગ કરવાનો થાય તો ગરમ પાણીથી સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો.
- ભાંગી અને વાંકી વળેલ સોયનો ઉપયોગ કરવોનહીં.
- ક્યારેય સાબુ અથવા જંતુનાશક રસાયણનો સિરીજ સાફ કરવા ઉપયોગ કરવો નહીં તે રસીની અસરકારકતા પર અસર કરી શકે છે.
- જો પશુમાં એક કરતાં વધારે ઇજેક્શનનો ઉપયોગ કરવાનો થાય તો ઓછામાં ઓછા 4 ઇંચ દૂર બીજું ઇજેક્શન આપવું.
- પશુ આરોગ્ય રેકોર્ડમાં રસીનો ઉત્પાદન રેકોર્ડ તથા રસી આપ્યા તારીખની નોંધ રાખવી.
- મોટાભાગની રસીઓ પશુના શરીરમાં 21 દિવસ સુધી સક્રિય રહે છે પરતું તેલ આધારિત રસીઓ 60 દિવસ સુધી સક્રિય રહે છે.
- ઓછામાં ઓછા 3 વર્ષ માટે રસીકરણના રેકોર્ડ જાળવવા.
રેફરન્સ :ડો. બી.એસ. મઠપતી ડૉ. ડી. બી. બારડ ડૉ. બી. બી. જાવિયા તથા ડો. એ. એમ. ઝાલા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જૂફયુ, જુનાગઢ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/31/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.