অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વાતાવરણમાં થતાં ફેરફારોની પશુ પ્રજનન પર વિપરીત અસરો

વાતાવરણમાં થતાં ફેરફારોની પશુ પ્રજનન પર વિપરીત અસરો

પરીચય:

દરેક પ્રાણી વર્ગની જાતિઓ તથા પ્રજાતિઓ તેના શારીરીક રાજય સાથે સંકળાયેલ છે. પ્રાણીઓ પોતાની ઉર્જાનો ખર્ચ સતત પર્યાવરણીય તાપમાન સાથે નિયંત્રણ કરવામાં કરતા હોય છે.જેને લીધે તે અનુકુળ તાતાવરણમાં રહે છે જેને પશુ તાપમાનનું આરામ ઝોન કહેવાય છે.આ ઝોન બહાર પ્રાણી સાનુકુળતા જાળવવા માટે તણાવ અનુભવે છે.આ દરમ્યાન ઓછામાં ઓછી ઉર્જા ઉત્પાદન પ્રક્રિયાઓ માટે વપરાય છે જેથી વધારાની ઉર્જાને સાનુકુળતા (થરેગ્યુલેશન) માટે વાપરી શકાય. આથી પ્રાણીઓ ખાસ કરીને શારીરીક અને મેટાબોલીક કાર્યોમાં વપરાતી ઉર્જા, તેનો ઉત્પાદન જથ્થો અને ખોરાકની ગુણવતા તેના વર્તનથી સુધારે છે.આબોહવાના નોંધપાત્ર ફેરફારોની અસર પ્રાણીઓની વસ્તી અને તેની પેઢી પર જોવા મળે છે. વાતાવરણના બદલાવ સામે અનુકૂલન સાધવા જતા તેના આનુવંશિક અને ફીનોટાયપિક લક્ષાણો બદલવા માંડે છે.જયારે એક થર્મોન્યુટ્રલ પ્રાણી તેના ઝોન બહાર લાંબા/મધ્યમ સમયગાળા માટે હોય છે ત્યારે તે પરિસ્થિતિ તેના અનુકૂલન તંત્રને સક્રિય કરે છે.વધુમાં દરેક પ્રાણી પર આબોહવાની બદલાતી પરિસ્થિતિઓની અસર,તેની તીવ્રતા અને સમયગાળો અલગ અલગ હોય છે.

તાજેતરના વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગ માટે ભારત ઉપર વારંવાર મિથેન ગેસનો ઉંચા દરે ઉત્સર્જન કરવાનો આરોપ છે.આ ગેસ મોટે ભાગે નિમ્ન કક્ષાના પાકના અવશેષો અને બાયોકચરામાંથી ઉત્પન્ન થાય છે.આ ભયાનક ગેસ પ્રાણીની ઉત્પાદન/પ્રજનન વ્યવસ્થાને ખોરવે છે.ભારતમાં હકીકત લક્ષી ગેસ ઉત્સર્જન માહિતીનું અજ્ઞાન વધુ છે.ર૦૦૩માં ભારત પશુધન વસ્તી ગણતરી પ્રમાણે વૈશ્વીક મિથેન ઉત્પાદનના ૧૧.૯ ટકા મુજબ ૧૧.૭૫ ટન મિથેન ઉત્પાદનનું યોગદાન ધરાવે છે.જે આંતરડાના કોહવાટનો આશરે ૯૧ અને ખાતરના આશરે ૯ ટકા હિસ્સો ધરાવે છે. આ પૈકી ૬૦ ટકા મિથેન ઉત્પાદન ગાય,ભેંસ અને ડેરી પશુ મળીને અને બાકીનો અન્ય પશુધનથી થતો જોવા મળે છે.

પશુઓમાં બદલાતી આબોહવાની થતી વિપરીત અસર જેવી કે પોષક યુકત ખોરાકનો અભાવ,ખોરાકનું ન ભાવવું,ઓછુ દુધ ઉત્પાદન,માસીકતુ સમયગાળાની અચોકકસ લંબાઈ, તીવ્રતા અને ઘટતી વિભાવના (ફળદ્રુપતા) દર,અંડાશયના કદ,વૃદ્ધિ અને કાર્યક્ષામતામાં ઘટાડો જોવા મળે છે.ગર્ભના પ્રારંભિક તબકકે મુત્યુ જોખમ વધે,ઓછા ગર્ભ વિકાસ અને ઓછુ વજન ધરાવતુ નવજાત જન્મે છે. આ બધી જ અસરો આવતા ર૦૭૦-૨૦૯૯ વર્ષોમાં ગાય તથા ભેંસોના દુધ ઉત્પાદન તથા પ્રજનન વિધેયો આ બંનેમાં હાલના તાપમાનથી ૨-૬ સે.નો વધારો થવાથી જોવામળી શકે છે. દુધ ઉત્પાદન કરતી વિદેશી ક્રોસ/શંકર જાતી પર પ્રમાણમાં વધુ અસર પડશે.આબોહવાની અસર પ્રાણીઓના વિકાસ દર ઉપર પણ જોવા મળે છે.

ઉચ્ચ તાપમાનની પશુ પોષણ પર પણાવ અને અસર:

વાતાવરણમાં ઉંચુ તાપમાન અને વધારે ભેજ ડેરી ગાય અને ભેંસના પોષણ પર બે ગણું અસર કરે છે. સંશોધનના આધારે શીધ થયુ છે કે જાનવર વીપરીત વાતાવરણની પરીસ્થીતીમાં ખોરાકમાં ૯થી ૧૩ ટકાનો ઘટાડો નોંધાવે છે.ગરમીથી પશુને બચાવવા લાંબો સમય શેડમાં રાખવાથી પણ ખોરાકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તાપમાનના વધારાની અસર ઘાસચારાની જાત તથા તેને ઉગવા પર પણ જોવા મળે છે.ઉંચા તાપમાન અને વધુ ભેજના કારણે છોડમાં રહેલ ફાઈબર વધે છે. અને જે પશુનો સંભવિત ઈન્ટેક ઘટાડે છે તથા પ્લાન્ટના વૃદ્ધિદરને પણ ઘટાડે છે.

ઉચ્ચ તાપમાનની પશુના પ્રજનન ઉપર અસર:

ગરમીને કારણે વધરતા તણાવથી પ્રોજેસ્ટેરોન અને લ્યુટ્રીનાઈજીંગ અંત:સ્ત્રાવમાં ફેરફાર થાય છે જે ઋતુ ચક્રને પણ અસર કરે છે, તેમજ બીજ વૃદ્ધિ,ગર્ભ વિકાસ દરમ્યાન અંત:સ્ત્રાનું આસમાન પણું અને ગર્ભ મુત્યુદર વધે છે.

વધતા તાપમાનની પ્રજનન વિધેયો જેવા કે જનનકોષણ રચના અને કાર્ય,ગર્ભ વિકાસ દર અને વૃદ્ધિ ઉપર પ્રતિકુળ અસરો વર્તાતી જોવા મળે છે.વધુમાં ઉનાળામાં લ્યુટ્રીનાઈજીંગ અંત:સ્ત્રાવના ઉત્પાદનમાં થતો ફેરફાર અંડાશયના ઓછા વિકાસ માટે જવાબદાર છે, જેને કારણે પશુઓ ઋતુ ચક્રમાં ઓછા આવે છે.આ પરિસ્થિતિઓમાં બે વીયાણ વચ્ચેનો સમય લંબાય,જન્મદર નીચો જાય અને દર વર્ષે દુધ ઉપજમાં ઘટાડો જોઈ શકાય છે.

વોડકીઓમાં પ્રજનન અંગોના વિકાસમાં તથા નાના વનછરડાંઓના વજન વૃદ્ધિ દર ઘટે છે.

નર પશુઓ ઉપર અસર:

ગરમીની વીપરીત અસરો આખલાઓમાં પણ દેખાય છે,જેવી કે વીર્યએકાગ્રતા,શુક્રાણુઓ અને ગતિશીલ કોષોના નંબર શિયાળા અને વસંત ઋતુ કરતા ઉનાળામાં ઓછા હોય છે.

ગરમીની અસર નાના નર ઉપર વધારે દેખાય છે.પણ ઠંડીની અસર ઉમરલાયક કે વૃધ્ધ નરમાં નાના નર કરતા વધારે જોવા મળે છે.

હિટ સ્ટ્રેસ માટે જવાબદાર પરીબળો:

  1. વાતાવરણનું તાપમાન અને તેમાં રહેલા ભેજનું પ્રમાણ
  2. હિટ સ્ટ્રેસનો સમયગાળો
  3. રાત્રી દરમ્યાન વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ અને તેનો વેગ
  4. વાયુ પ્રવાહનો વેગ અને દિશા
  5. પશુઓનું શારિરીક કદ
  6. પશુની દુધ ઉત્પાદન ક્ષમતા (વધારે દુધ ઉત્પાદન ક્ષમતા વાળાપશુઓમાં હિટ સ્ટ્રેસ વધુ જણાય છે)
  7. પશુના રહેઠાણનો પ્રકાર, હવાઉજાસ, પશુની સંખ્યા વગેરે
  8. પાણી ની સગવડ
  9. પશુ ની ઓલાદનું વાતાવરણમાં સાનૂકૂલન(દેશી ઓલાદ માં હિટસ્ટ્રેસ, વિદેશી ઓલાદ કરતા ઓછો જણાય છે)

10.  પશુની ચામડીનો રંગ ( આછો રંગ સૂર્ય પ્રકાશને ઓછો ગ્રહણ કરે છે

હિટ સ્ટ્રેસને કારણે થતા પશુઓમાં ફેરફાર:

  1. શરીરનું તાપમાન:- સામાન્ય રીતના શરીરનું તાપમાન 101.5 F હોયછે જે વધીને 102 F તથા તેનાથી પણ વધારે થઈ શકે છે.
  2. શ્વાસોશ્વાસની પ્રક્રિયા:- સામાન્ય રીતે શ્વાસોશ્વાસની ગતિ ૧૮-૨૦ પ્રતિમિનીટ હોય છે જે  વધીને ૫૦-૬૦ પ્રતિ મિનીટ સુધી થઈ જાય છે.
  3. ખોરાક અને પાચન પ્રક્રિયા:- વધારે પડતી ગરમીને કારણે પશુખોરાક લેવાનું બંધ કરી દે છે  અને પાચન મંદ પડે છે.
  4. દુધ ઉત્પાદન - સામાન્યતઃ હિટ સ્ટ્રેસના કારણે દુધાળા પશુઓનાઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે જે લાંબા અથવા ટુંકા ગાળા માટે હોય છે. આશરે ૧૦ થી ૨૫ ટકા પ્રતિ દિવસ દુધ ઉત્પાદન ઘટે છે. જેમને કારણે પશુઓમાં વેતરની લંબાઈ પણ ઘટી જવાની સંભાવનાઓ રહે છે.
  5. પશુ પ્રજનન પ્રક્રિયા:- હિટ સ્ટ્રેસને કારણે પશુઓની પ્રજનન ક્ષમતા પર નોંધપાત્ર અસર થાય છે. જેવીકે, પશુઓનું ઋતુકાળ અનિયમીત થઈ જાય છે. અંડકોષોનો વિકાસ અને વૃદ્ધિદર ઘટે છે. ગર્ભધાનનો સમયગાળો લંબાય છે. કેટલીક વાર કસુવાવડ પણ થાય છે. નાના વાછરડાઓમાં વજન/ વૃદ્ધિદર ઘટે છે. વોડકીઓમાં પ્રજનન અંગોના વિકાસ પર વિપરીત અસર થાય છે.

હિટ સ્ટ્રેસ દુર કરવાના ઉપાયો :

હિટ સ્ટ્રેસ ઓછો કરવા માટે નીચે મુજબ ઉપાયો કરી શકાય.

પશુ ખોરાકમાં ફેરફાર:

  • પશુઓનું આરોગ્ય સ્વસ્થ રાખવા વધારે કેલરી અને પ્રોટીનયુકત ખોરાક ખવડાવવો જોઈએ. શકય હોય તો ખોરાકમાં કઠોળ અને ધાન્ય પ્રકારના ધાસચારાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. પશુઓમાં આફરાનું પ્રમાણ વધી ન જાય તે રીતે પશુઓના ખોરાકમાં ફેરફાર કરવો જોઈએ.
  • સારી ગુણવતાવાળા ધાસચારાનો કે જેમાં પાણીની માત્રા વધારે હોય, ફાઈબરનું પ્રમાણ ઓછું હોય, પ્રોટીન અને કારબોહાઈડ્રેટ સપ્રમાણ/ સમતુલિત હોય તેવા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. જેથી આવા ખોરાકનું પાચન સરળતાથી થાય છે.
  • ખોરાકમાં પોટેશીયમ અને મેગ્નેશીયમ જેવા ખનીજ તત્વોની માત્રા વધારવાથી હિટ સ્ટ્રેસમાં પશુઓને રાહત મળે છે.
  • નિઆસિન (૬ ગ્રામ/ જાનવર / દિવસ) પણ લાભદાયી થઈ શકે છે. તે ત્વચાના તાપમાન ઘટાડવા અને દૂધ ઉપજ વધારવા માટે જાણીતું છે.
  • ગરમ હવામાન દરમિયાન સોડિયમ બાયકાબોનેટનાં ૧૫૦ - ર૦૦ ગ્રામ/પશુ/દિવસ ખોરાક દ્રારા આતવું જોઈએ જે તેનાપાતન માટે લાભદાયક છે.

ખોરાક ની વ્યવસ્થા:

  • ગરમ હવામાનમાં પશુને ખોરાક તેની ગમાણમાં આપો જેથી ચાલવાનું ઓછું થાય અને ખોરાક લેવામાં વધારો થાય.
  • ગૌચરમાં પશુને રાત્રેયરવા માટે વધુ મંજુરી આપો.જાનવર ગરમ હવામાન કરતા રાતના સમયે તેમના દૈનિક ચરાઈના ૭૦ ટકા સુધી વધારો કરશે.
  • પશુઓને તાજો,લીલો ખાવાલાયક અને સારી ગુણવતા વાળો ધાસચારો તેમની ગમાણમાં આપવો જોઈએ. વાસી અને બગડેલ ધાસચારા ને ગમાણથી કાઢીને દુર કરવો જોઈએ.
  • ઉનાળામાં પશુઓને સાંજ અથવા સવારના સમયે ધાસચારો આપવો જોઈએ કારણકે દિવસ દરમ્યાન ગરમીના કારણે પશુવધારે માત્રામાં પાણી પીવે છે.

પીવા માટે પાણીની વ્યવસ્થા:

  • ચોખ્ખું અને શુધ્ધ પાણી પશુઓને પીવા માટે આપવું જોઈએ.
  • પાણી આપવા અથવા ભરવાનું વાસણ ચોખ્ખું હોવું જોઈએઅને હંમેશા ભરેલું હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.
  • વધારે પશુઓ હોયતો અને શકય હોય તો બધા માટે અલગ વ્યવસ્થા કરવી અથવા તો એક સાથે પાણી પી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ.
  • પાણી પીવાની માત્રા હિટ સ્ટ્રેસમાં આશરે ૨૦ થી ૩૦ ટકા જેટલી વધી જતી હોય છે માટે જરૂરીયાત પુરતુ પાણી હંમેશા મળી રહે તેનો ખ્યાલ રાખવો જોઈએ.

રહેઠાણની વ્યવસ્થા:

  • પશુઓને વાડામાં/ શેડ અથવા છાંયડાવાળી જગ્યાએ પ્રમાણે બાંધવા જોઈએ વધારે ગીચતા હિટ સ્ટ્રેસનો અનુભવ કરાવે છે.
  • પશુઓનું રહેઠાણ હંમેશા ઉતર - દક્ષિણ દિશામાં હોવું જોઈએ જેથી હવાની અવર-જવર સારી રીતે થઈ શકે.
  • હિટ સ્ટ્રેસને રોકવા માટે રહેઠાણમાં ઝીણા ફુવારા(પિંકલર) અને પંખા પણ લગાવી શકાય.
  • પશુઓને ઉનાળામાં બપોરના સમયે તેની ઉપર પાણી છાંટીને ગરમી દૂર કરી શકાય અથવા તો ફુવારોઓ દ્વારા નવડાવી શકાય છે.
  • આકરા તાપમાં પશુઓના શેડ ફરતે કોથળા-કંતાન બાંધી ઠંડા પાણીનો છંટકાવ કરી શકાય છે.
  • પશુના શેડની ચારે બાજુ વૃક્ષો વાવવા જોઈએ જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે.
  • ઉનાળાની પરિસ્થિતિની અસર ઘટાડવા માટે ખવડાવવાની વ્યુહરચના:
  • ગરમ વાતાવરણની પરિસ્થિતિઓની અસર ધટાડવા માટે નાં સંચાલન / ડ્યૂહ રચનાઓ.
  • બધા સમયે પશુઓને તદ્રન ઠંડી જગ્યા તથા સ્વચ્છ જળ પુરૂ પાઢવુ જોઈએ. ગરમ હવામાન દરમિયાન દૂધાળ પશુઓ એક દિવસમાં ૧૦૦ થી ૨૦૦ લીટર પીવા માટેની ક્ષમતા ધરાવે છે. જે પુરૂ પાડવું જોઈએ.
  • સમગ્ર દિવસ દરમિયાન શેડ માં હવા માં પરિવહન કરી થઈ શકે તેવુ હોવુ જોઈએ. જે પર્યાવરણ દ્વારા થતા પશુઓના હીટ લોડ ને ઘટાડી શકે છે. ફીડ આઉટ વિસ્તારો, ચરાઈ વિસ્તારોમાં અને દોહન યાર્ડ ઉપર પણ શેડ પૂરૂ પાડવું જોઈએ.
  • દોહવાના સમયે તેમજ આરામ અને ખાવા ના સમયે અથવા તેની પહેલા અને પછી શેડ માં કે બહાર કુવારાની વ્યવસ્થા કરવી જોઈએ.
  • જાનવર ચરિને આવે ત્યારે અને બપોરે દોહતા પહેલા કુવારા હેઠળ ઉભા રાખવા જોઈએ. આથી શરીરનું તાપમાન ઘટાડી શકાય છે અને દોહન વખતે દૂધ ઉત્પાદન વધારી શકાય છે.

રેફરન્સ : ડૉ. આર. જે. પાડોદરા, ડો. વી.કે. સિંઘ, ડો. એ.બી. ઓડેદરા તથા ડૉ. બી. બી. જાવિયા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ. કૃ. યુ., જુનાગઢ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate