કોઈ ચોકકસ સ્થળની ૨૦-૨૫ વર્ષની હવામાનની સામાન્ય પરીસ્થિતિને તે સ્થળની આબોહવા કહે છે.વર્ષ દરમ્યાન જુદી-જુદી ઋતુઓમાં હવામાન (Weather) જુદું- જુદું હોય છે તથા વાતાવરણનાં પરિબળો જેવા કે તાપમાન (ઊંચુંનીચું) , હવામાં ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ અને પ્રકાર, સૂર્ય પ્રકાશનો સમયગાળો અને તેની તીવ્રતા તથા હવાનું બંધારણ / પ્રદુષણ વગેરે પશુપાલન તથા પશુઓની ઉત્પાદકતા પર પ્રત્યક્ષ રીતે નોંધપાત્ર અસર કરે છે. વળી કેટલાક પરિબળો જમીન, ઘાસચારા / વનસ્પતિ, પીવાના પાણી, રોગ પેદા કરતાં જીવાણુંઓ / વિષાણુંઓ, રોગ વાહક કીટકો-જંતુઓને અસર કરી પશુપાલનને અસર કરે છે.
દૈનિક ખોરાકની માત્રા/જથ્થા પર અસર: વાતાવરણના તાપમાનમાં વધારો થતા ગાય-ભેંસના દૈનિક ખોરાકમાં જથ્થા/પ્રમાણમાં ઘટાડો થાય છે. રેષાયુકત ખોરાકના પાચન દરમ્યાન શરીરમાં વધુ ગરમી (Heat increment) ઉત્પન્ન થાય છે, તેમજ પાચનતંત્રમાં રૂધિરાભિખરણમાં ઘટાડો થવાને કારણે ખોરાકની પાચ્યતા ઘટે છે. પશુએ ગ્રહણ કરેલો ખોરાક પાચનતંત્રમાં વધુ સમય સુધી રોકાય છે તથા પાચન અને ચયાપચનની ક્રિયા મંદ બને છે.
દૂધ ઉત્પાદન પર અસર : વાતાવરણનું તાપમાન વધતાં,ગાયની ઓલાદ તથા તેમની ગરમી કે ઠંડી સહન કરવાની ક્ષામતા મુજબ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. દેશી ઓલાદની ગાયો માટે ૩ર થી ૩૪ સે. (પશ્ચિમ ઉતર ભારતીય વિસ્તારો માટે ૪૦' સે.) સુધી આદર્શ ગણી શકાય.સંકર ગાયો માટે પણ ઉપરોકત (૪૦' સે. સુધી) તાપમાનને આદર્શ લેખી શકાય. જયારે જર્સી ગાયો માટે ર૪-ર૭૦ સે. સુધી તથા હોસ્ટેઈન ગાયો માટે ૨૧૦ સે. વાતાવરણનું તાપમાન આદર્શ હોવાનું જાણવા મળેલ છે.
વાતાવરણના તાપમાનમાં વધારો થતા પશુઓમાં બી. એસ. ટી. (ગ્રોથ હોર્મોન)ના સ્ત્રાવ તથા લોહીમાં તેના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વાતાવરણનું તાપમાન તેમજ સાપેક્ષા ભેજનું પ્રમાણ એકી સાથે વધતાં, શરીરમાં ગરમી વધતાં (Heat-load/stress) ને કારણે દૈનિક દૂધ ઉત્પાદનમાં ઘટાડો વધુ નોંધપાત્ર થવાનુંજાણવા મળેલ છે
પશુ પ્રજનન: ઉનાળા (મે-જુન) માં વાતાવરણનું તાપમાનઅતિશય વધતાં સંવર્ધન નરમાં, પાડામાં વિશેષપણે શુક્રકોષનું ઉત્પાદન તથા તેમની ગતિશીલતામાં ઘટાડો થતુ હોવાનું જાણવા મળેલ છે જે તેમની નબળી સંવર્ધન શકિત (Infertility) માં પરિણમે છે.
વાતાવરણનું તાપમાન વધવાની સાથે સાપેક્ષા ભેજ વધતાં (માર્ચ થી જુન દરમ્યાન) ગાયો-ભેંસો (વિશેષપણે ભેંસો)માં જાતિય ગરમી (Sexual Heat) માં આવવાના તથા સગર્ભા થવાના દરમાં ઘટાડો થાય છે. પશુઓના લોહીમાં એફ. એસ. એચ. સ્તરમાં ઘટાડો અને એલ. એચ. સ્તરમાં વધારો થતાં તેમના ગુણોતરને અસર થાય છે જેથી અંડમોચનઅંડપાત વિનાના ઋતુ-ચક્રોનાં પ્રમાણમાં વધારો થાય છે. ગરમ-સૂકા વાતાવરણની સરખામણીએ ગરમ-ભેજયુકત વાતાવરણમાં પશુઓમાં લોહીનાં પ્રોજેસ્ટીરોન સ્તરમાં વધુ ઘટાડો થાય છે તેમજ ભેંસોમાં ઈસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થવાના કારણે ગાયો-ભેંસો જાતિય ગરમીમાં આવતી નથીઅને જો તેના લક્ષાણો દર્શાવે છે તો સગર્ભા બનતીનથી.
પશુઓના વૃધ્ધિ દર તથા કાર્યશકિત પર અસર:- ઉછરતાપશુઓની ખોરાક ગ્રહણ કરવાના પ્રમાણ/જથ્થામાં ઘટાડો, લોહીમાં ગ્રોથ હોર્મોન તથા થાયરોકિસન આંતઃ સ્ત્રાવોનાં સ્તરમાં ઘટાડો તથા વાતાવરણમાં વધુ તાપમાનની પ્રતિકુળ અસર ને કારણે તેમની વૃધ્ધિ ઓછી થાય છે. તેવી જ રીતે, વાતાવરણના વધુ તાપમાન તેમજ ભેજયુકત પરિસ્થિતિમાં કાર્ય કરતાં શંકર બળદમાં ગરમી (Heat-Load) ને કારણેતેમની કાર્યદક્ષતા ઘટે છે.
આરોગ્ય: વાતાવરણના તાપમાનમાં અતિશય વધારોથતા જો રહેઠાણ દવારા પુરતા પ્રમાણમાં રક્ષાણ ન મળે તો તેમને શરીરના તાપમાનને જાળવવામાં મુશ્કેલી પડે છે, શરીરનું તાપમાન વધે છે (તાવ ચડે છે). અતિ વિકટ પરિસ્થિતિમાં (સૌર વિકિરણને કારણે) શરીરનું તાપમાન જાળવવામાં પશુ નિષ્ફળ જાય તો લૂ લાગવા (Sun Stroke) થી તો મૃત્યુ પણ પામી શકે છે.
ગરમીની સાથે ભેજયુકત વાતાવરણની પ્રતિકુળ પરિસ્થિતિમાં પશુની, ખાસ કરીને નવજાત વાછરડાં-પાડિયામાં રોગ પ્રતિકારક શકિત ઘટે છે. પાચનતંત્ર-શ્વસનતંત્રનાં રોગોમાં સપડાય છે. ગાય-ભેંસમાં પણ રોગ પ્રતિકારક શકિત ઘટતાં આઉનો સોજો (Summer Mastitis) ના કિસ્સા વધે છે તેમજ આંતઃ પરોપજીવો તથા બાહય-પરોપજીવોને કારણે આરોગ્ય જોખમાય છે.
અતિ વિકટ પરિસ્થિતિમાં (સૌર વિકિરણને કારણે) શરીરનું તાપમાન જાળવવામાં પશુ નિષ્ફળ જાય તો લૂ લાગવા (Sun stroke) થી તો મૃત્યુ પણ પામી શકે છે.
ગરમીની સાથે ભેજયુકત વાતાવરણની પ્રતિકુળ પરિસ્થિતિમાં પશુની, ખાસ કરીને નવજાત વાછરડાંપાડિયામાં રોગ પ્રતિકારક શકિત ઘટે છે. પાચનતંત્રશ્વસનતંત્રના રોગોમાં સપડાય છે. ગાય-ભેંસમાં પણ રોગ પ્રતિકારક શકિત ઘટતાં આઉનો સોજો (Summer Mastitis) ના કિસ્સા વધે છે તેમજ આંતઃ પરોપજીવો તથા બાહયપરોપજીવોને કારણે આરોગ્ય જોખમાય છે.
વાતાવરણનાં ઊંચા તાપમાન તથા તીવ્ર સૌર કિરણો નીસંયુકત પરોક્ષ અસરો: તીવ્ર સૂર્યપ્રકાશ તથા વાતાવરણનાં ઉચા તાપમાનને કારણે ચરિયાણનાં ઘાસચારા / વનસ્પતિના પાંદડાં પીળા પડે છે તથા ચિમળાઈ જાય છે. તેમાં રહેલ કેરોટિન (વિટામિન-એ પ્રિકર્સર) નાશ પામે છે(પરંતુ વિટામીન-ડી વધે છે. જેથી આવા ઘાસચારા કે ચરિયાણનો ઉપયોગ કરવાથી પશુઓમાં વિટામીન-એ ની ઉણપ/ખામી સર્જાતા રોગ પ્રતિકારક શકિત તથા પ્રજનન ક્ષામતામાં ઘટાડોથાય છે.
વાતાવરણમાં અથવા પશુ રહેઠાણ ઊંચા તાપમાન હવાનુંબંધારણ-પ્રદુષણ ની સંયુકત અસરો:- વાતાવરણમાં અથવા પશુ રહેઠાણ / કોઢની હવામાં કાર્બન ડાયોકસાઈડ વાયુ તથા અન્ય અનિચ્છનીય વાયુઓનું આરોગ્ય જોખમાય છે. જયારે પશુ રહેઠાણ / કોઢમાં છાપરાની ઊંચાઈ ઓછી હોય, તેમાં હવાની અવર-જવર ન હોય અથવા ઓછી હોય, પશુ દીઠ (તેમના વર્ગ મુજબ) પુરતી ભોંયતળિયાની જગ્યા (Floor Space) તથા હવાની (Air Space) ઉપલબ્ધ ન હોય ત્યારે આપરિબળ વધુ માઠી અસર પેદા કરે છે.
દુધાળ પશુઓ પર માઠી અસર દુર કરવા/ઘટાડવા સાર સંભાળ તથા માવજત કેટલાંક સુચનો:-
પવન સાથેનું ભેજયુકત ઠંડુ વાતાવરણ (સુકા-ઠંડા) વાતાવરણની સરખામણીએ પશુઓ માટે વધુ હાનિકારક છે.
ખાસ કરીને નવજાત વાછરડા-પાડિયાંમાં ન્યુમોનિયાના પ્રમાણમાં વધારો થાય છે. તેમની રોગ પ્રતિકારક શકિત ઘટતાં ઝાડા અને અથવા ન્યુમોનિયાને કારણે વધુ મરણ થાય છે.
અતિશય ઠંડા હવામાનમાં ગોવાળ સાર-સંભાળ રાખનાર વ્યકિતઓની બિન અનુકુળતા, નિરણ-પાણી, દોહનમાં અનિયમિતતા, અધુરૂ દોહન વિગરે પરોક્ષ રીતે દુધ ઉત્પાદન ઉપર અસર કરે છે. પરંતુ ઠંડી ઋતુમાં ગાયો-ભેંસોની ખોરાક લેવાની ક્ષમતા વધે છે તેથી પુરતું નિરણ-પાણી, નકામાઘાસ-પરાળની પથારી, અતિશય ઠંડા પવનથી રક્ષાણ મળે તો તેમની દૂધ ઉત્પાદકતા જળવાય છે.
વાતાવરણનું તાપમાન ઘટે એટલે કે શિયાળામાં અને ચોમાસામાં, તીવ્ર ઠંડીના સમયે પશુઓને ખાસ કરીને નવજાત તથા ઉછરતાં નાના વાછરડાં-પાડિયાને વરસાદનાં ઝાપટાથી રક્ષણ મળે તથા પશુ-રહેઠાણનું ભોંયતળિયું સૂકું-સ્વચ્છ રહે તે માટે યોગ્ય પગલા લેવા જોઈએ. દા.ત. કોથળા/તાડપત્રી ની આડશ, નકામા ઘાસની પથારી કરવાથી તેમને રક્ષાણ આપી શકાય.
પશુઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું : દુધાળા પશુઓ ખાસ કરીને વધુ દુધ આપતી ગાયો - ભેંસો તથા નવજાત વાછરડાં - પાડીયાની ચોમાસાઅતિવૃષ્ટી દરમ્યાન રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાથી તે રોગિષ્ટ બનતાં હોય છે. નવજાત બચ્યાં યોગ્ય કાળજીનાં અભાવે ૪ થી ૬ માસની ઉંમર સુધી ઝાડા (અતિસાર) તથા - ન્યુમોનિયાથી માંદા પડતાં હોય છે. કેટલાંક પશુઓ મૃત્યું પણ પામતાં હોય છે. રોગીષ્ટ વાછરડાં પાડીયામાં વૃધ્ધિ દર તેમજ દુધાળી ગાયો - ભેંસોમાં દૂધ ઉત્પાદન ઘટતાં આર્થિક નુકસાની ભોગવવી પડે છે.
ચોમાસામાં રોગચાળા સામે પશુઓનો બચાવ :ચોમાસા દરમ્યાન ગાય ભેંસ વર્ગનાં પશુઓ ગળસૂઢો (H.S.), ગાંઠિયો તાવ (B.Q.), જેવા રોગથી અસરગ્રસ્ત થતા હોય છે. આ બન્ને ચેપી રોગોને કારણે મોટી સંખ્યામાં પશુઓ મરણ પણ પામતાં હોય મહામુલા પશુધન ગુમાવવા પડતાં હોય છે. આવી વિકટ પસ્થિતિને અટકાવવા માટે અગમચેતી રૂપે દરેક પશુને મે માસનાં છેલ્લા અઠવાડિયામાં અથવા જૂન માસનાં પ્રથમ અઠવાડિયામાં ઉપરોકત બન્ને રોગ સામે રસી અચુક અપાવવી જોઈએ.
ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છર ઉપદ્રવ ને કાબુમાં લેવાથી દુધાળા પશુઓમાં ચોમાસા દરમ્યાન જોવા મળતો "વલા" (Bovine Ephemeral Fever)નો રોગ અટકાવી શકાય. મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે પશુ રહેઠાણની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો તથા જરૂરી જણાય તો યોગ્ય મચ્છર નાશક દવા (કેરોસીન અને પાણીનું મિશ્રણ અથવા ડિઝલ કે અન્ય ક્રુડ ઓઈલ)નો છંટકાવ કરી શકાય. માખીઓનો ઉપદ્રવ ઘટાડવા પણ યોગ્ય દવાઓનો છંટકાવઅથવા માખી નાશક સાધનોનો ઉપયોગ પણ કરી શકાય.
દૂધાળા પશુઓનાં આઉના સોજાના કિસ્સા ઘટાડવા માટેના પગલાં: ચોમાસામાં પશુ રહેણાંક અથવા અન્ય સ્થળે પશુઓ બેસવાથી ભોયતળિયું અથવા જમીન ભીની ભેજયુકત અથવા કાદવવાળી થવાથી આઉનાં સોનાનાં કિસ્સા વધતાં હોય છે.તેથી ગાય ભેંસમાં આઉનાં સોનાનાં કિસ્સા ઘટાડવા માટે –
વરસાદ (અતિવૃષ્ટિ, અલ્પવૃષ્ટિ, બરફ-કરા)ની પશુઓ પરઅસર :- અતિવૃષ્ટિને કારણે લીલો દુષ્કાળ પડતાં ઘાસચારાની તંગી સર્જાતા, પશુઓની રોગપ્રતિકારક શકિત ઘટતાં તેમજ જીવાણુજન્ય-વિષાણુજન્ય રોગોનાં પ્રમાણમાં વધારો થતાં પશુપાલનને માઠી અસર થાય છે. તદઉપરાંત અતિવૃષ્ટિ/પુરમાં પશુઓનાં મરણ પણ થાય છે. અલ્પવૃષ્ટિને પરિણામે ચરિયાણમાં ઘાસચારાનું ઉત્પાદન ઓછુ થાય છે તેમજ તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે.કમોસમી વરસાદ, બરફ-કરા પડવાને કારણે પશુઓ વિશેષપણે નાનાં ઉછરતાં વર્ગનાં પશુઓમાં માંદગીનું પ્રમાણ વધે છે.
પશુ આહાર-ખાણદાણ સંબંધીત મુશ્કેલીઓ તથા તેનું નિવારણ-દુધાળ પશુઓને બારેમાસ લીલો મિશ્ર ઘાસ ચારો તથા ખાણદાણ જરૂરી પ્રમાણમાં મળી રહે તે આવશ્યક છે. ચોમાસા દરમ્યાન દુધાળ પશુઓને નિભાવવામાં પડતી કેટલીક મુશ્કેલીઓ નીચે મુજબ છે.
10. ચોમાસા દરમ્યાન ચરીયાણમાં સર્પદંશની ઘટનાઓ બનવાની શકયતાવધી જાય છે. તેથી આવા બનાવો ન બને તેવી જગ્યાએ ચરીયાણ કરાવવું જોઈએ.
રેફરન્સ : એમ. ડી. ઓડેદરા તથા એમ.આર. ગડરીયા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ. કૃ. યુ., જુનાગઢ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020