অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જીવાત કેલેન્ડર : નવેમ્બર – ૨૦૧૮

શિયાળુ મકાઈ : ટપકાંવાળી લશ્કરી ઈયળ

  • તાજેતરમાં ગુજરાતમાં મકાઈના પાકમાં ટપકાંવાળી લશ્કરી ઈયળ જોવા મળેલ છે. જેનું નુકસાન મકાઈની ગાભમારાની ઈયળથી થતા નુકસાનને મળતું આવે છે. જેનો વિગતવાર લેખ આ અંકમાં જ આપવામાં આવેલ છે જેનો અભ્યાસ કરવો આમ છતાં આ જીવાતના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. અથવા કલોરાન્દ્રનિલીપ્રીલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડની ભૂંગળી, ચમરી તથા ચીપાડોડા બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. જરૂર પડે તો ૧૦ દિવસ બાદ કીટનાશક બદલી બીજો છંટકાવ કરવો.
  • કીટનાશકના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૦ દિવસનો ગાળો રાખવો.

ઘઉં : ઊધઈ

  • ઊધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો બાળીને નાશ કરવો.
  • સારું કહોવાયેલું છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉપયોગ કરવો. ઘઉના પાકમાં ઊધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને કીટનાશકનો પટ આપીને કરી શકાય છે. બીજને કીટનાશકનો પટ આપવા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્જીન ૧૦ ઈસી ૨૦૦ મિ.લિ. ૫ લિટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળીયા અથવા પ્લાસ્ટિકના પાથરણામાં એકસરખી રીતે પાથરી તેના ઉપર કીટનાશકનું મિશ્રણ એ કસરખી રીતે છાંટી રબરના હાથ-મોજા પહેરી બિયારણને બરાબર મોઈ આખી રાત સૂકવીને જ બીજા દિવસે વાવણી કરવી.

દિવેલા : ડોડવા કોરી ખાનાર ઈયળ

  • લીમડાની લીંબોળીની આ મીંજનો ભૂકો પ00 ગ્રામ (૫% અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ જણાય તો ડાયકલોરોવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા કલોરાન્ઝાનિલીમોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા ફલુએન્ડીયામાઈડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૨ મિ.લિ. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

દિવેલા : સફેદમાખી, થ્રિપ્સ અને તડતડીયા

  • લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ0 ગ્રામ (૫% અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ જણાય તો ફેલોનિકામાઈડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ડાયફેયુરોન ૫) ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૩.૮ એસએલ ૩ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩મિ.લિ. અથવા એસીફેટ ૫૦ % + ઈમીડાકલોપ્રીડ ૧.૮ % એસપી ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૨૫ % + ફેનવાલરેટ ૩ % ઈસી ૧૦મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

કપાસ : ગુલાબી ઈયળ અને લીલી ઈયળ

  • નર ફૂદાને આકર્ષવા હેકટરે ૪ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા. • ખેતરમાં છૂટાછવાયા ૧ળ ભમરી ફૂલ કે જીંડવા તપાસવા, જો તેમાં પ કે તેથી વધારે ઈયળો જોવા મળે તો ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ફેનવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. પ્રોફેનોફોસ ૪૦ % + સાયપરમેથ્રીન ૪ % ૧૦ મિ.લિ., એમામેકટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૨ ગ્રામ, સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ., નોવાલ્યુરોન ૧૦ ઈસી ૨૦ મિ.લિ., કલોરાન્દ્રાનિલીમોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ., ફલુએન્ડીયામાઈડ ૪૮૦ એસસી ૩ મિ.લિ., ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૨ મિ.લિ., થાયોડીકાર્બ રૂપ વેપા ૨૦ મિ.લિ., ફિપ્રોનીલ ૫ એસસી ૨૦ મિ.લિ., લેમડા સાયહેલોગ્રીન ૫ ઈસી પ મિ.લિ., ક્લોરપાયરીફોસ પ0% + સાયપરમેથ્રીન પ% (૫૫ ઈસી) ૧૦ મિ.લિ., ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫+ એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૦ મિ.લિ. પૈકી ગમે તે એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

ચણા અને તુવેર : લીલી ઈચળ

  • પાકની ફરતે તેમજ પાકની વરચે છૂટાછવાયા ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઈયળની માદા ફૂદી પીળા ફૂલ તરફ આકર્ષાઈને ત્યાં ઈંડા મૂકે છે. નર ફૂદાં આકર્ષવા હેકટરે ૨૮ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪0ની સંખ્યામાં બેલીખેડા સરખા અંતરે મૂકવા.
  • લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૨ થી ૩ વખત છંટકાવ કરવો.
  • બેસિલસ યુરીજીન્સીસ નામનો જીવાણુયુક્ત પાઉડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાઉડર ૪0 ગ્રામ ૧૦ લિટર પાણીમાં અથવા લીલી ઈયળનું એનપીવી ૨૫ એલઈ પ્રતિ હેક્ટર જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ વખતે ફેનવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા લેમડાસાયહેલોગ્રીન ૫ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • શાકભાજી માટે કે ઓળા માટે તુવેરચણાનો ઉપયોગ કરવાનો હોય તો તેમાં મોનોક્રોટોફોસનો છંટકાવ કરવો નહિ.

રાયડો : રાઈની માખી

  • ઉપદ્રવની શરૂઆતમાં ઈયળો હાથથી વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો.
  • આ જીવાતની વસ્તી ૨ ઈયળ, ચો. ફૂટ કરતાં વધારે હોય ત્યારે લીંબોળીનું તેલ પર મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ (૧ ઈસી) થી ૪0 (o.૧૫ ઈસી) મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. તેમ છતાં ઉપદ્રવ કાબૂમાં ન આવે તો ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં | ભેળવી છંટકાવ કરવો. કોબીજ અને

કોલીફલાવર : હીંરાફૂદુ

  • આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે તે માટે ટામેટી આંતરપાક તરીકે કરવી.
  • પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર કરી શકાય.
  • ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૧૦ની સંખ્યામાં ગોઠવવા.
  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીજનો ભૂકો પળ ગ્રામ (૫% અર્ક) અથવા બેસિલસ ઘુરીજીન્સીસ નામના જીવાળુનો પાઉડર ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટાવ કરવો.
  • વધુ ઉપદ્રવ વખતે નોવાલ્યુરોન ૧૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા કલોરાન્દ્રાનિલીમોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા ફલુએન્ડીયામાઈડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૫ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૩પ વેપા ૨૦મિ.લિ. અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૨મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ડુંગળી અને લસણ : થ્રિપ્સ

  • ખેતરમાંથી પાસ અને નીંદામણ દૂર કરવું. આ વાત તેની કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરતી હોવાથી અવાર-નવાર જમીનને ગોડવી. લસણ વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન ૩ જી પ૦ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું.પાકમાં નિયત સમયાંતરે પિયત આપતા રહેવું.

 

આંબો : મધિયો

  • સુષુપ્ત અવસ્થામાં રહેલ પુણ્ય કીટકોના નાશ માટે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૨0 ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી ઝાડના થડ તેમજ જડી ડાળીઓ પર છંટકાવ કરવો.
  • ઉપદ્રવને ધ્યાનમાં રાખી ડેલ્ટાર્મગ્રીન ૨.૮ ઈસી ૩ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઈસી ૨ મિ.લિ. અથવા આલ્ફાર્મગ્રીન ૧૦ ઈસી ૨ મિ.લિ. અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

સીતાફળ : મીલીબગ

  • ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો તેમજ સૂકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી. ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફૂટની ઊંચાઈએ પોલીથીલીન શીટનો એક ફૂટ પહોળો પટો લગાવી તેની ઉપર તથા નીચેની ધારે ગ્રીસ લગાડવું.
  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫0 ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૫ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી તેમાં ૧૦ ગ્રામ કપડાં ધોવાનો પાઉડર ઉમેરી છંટકાવ કરવો.

જામફળ : ફળમાખી

  • વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઈ ગયેલા અને ખરી પડેલા ફેળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી.
  • ઝાડની આજુબાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી દવાના સંપર્કમાં આવતાં જ તેનો નાશ થશે. . મિથાઈલ યુજીનોલયુક્ત પ્લાયવૂડના ટુકડા (૨” x ૨”) પ્રતિ હેકટરે ૧૨ની સંખ્યામાં સરખા અંતરે ઝાડની ડાળીએ લટકાવવા. આવા ટુકડા (બ્લોક) ૩ થી ૪ માસ સુધી અસરકારક રહે છે. ગોળ અથવા મોલાસીસ ૪૦ ગ્રામ + ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૧૦ મિ.લિ. + ૧૦ લિટર પાણીમાં ભેળવી બનાવેલ વિષ પ્રલોભિ કાના દ્રાવણનો મોટા ફોરે થોડા થોડા અંતરે શેઢા-પાળા પરના પાસ અને ઝાડ ઉપર ચારે બાજુ સાંજના સમયે ધાબા રૂપે છંટકાવ કરવો.

ડૉ. આર. કે. ઠુંમર, ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦ ફોનઃ (૦૨૬૯૨) રરપ૩૧૩/૨૨૫૭૧૪

કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate