অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગર

ડાંગર

ચોખ્ખા એ વિશ્વની અડધી વસ્તીનો મુખ્ય ખોરાક છે. વિશ્વના કુલ ડાંગર ઉત્પાદનમાં ભારતનો ફાળો ૨૦% છે. ભારતમાં ડાંગરનું વાવેતર ૪૨૭.૫૦ લાખ હેકટરમાં થાય છે જેમાંથી ૧૦૫૨ લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સને ૨૦૧૨-૧૩ માં ૭.૦૧ લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર થયેલ જેમાં થી ૧૪.૯૭ લાખ ટન ઉત્પાદન મળેલ ભારત દેશમાં ડાંગરની ઉત્પાદન ૨૪૬૨ કિ.ગ્રા./હે અને ગુજરાત રાજયની ડાંગરની ઉત્પાદકતા ૨૧૩૬ કિ.ગ્રા./હે  છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ, આણંદ અને ખેડા જીલ્લા ડાંગરના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

 

ગુજરાતમાં ડાંગરની ખેતી ખરીફ તેમજ ઉનાળુ એમ બે ઋતુમાં થાય છે. જે પૈકી ખરીફ ડાંગરની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ અને આવક – જાવક પત્રક ૧,૨ અને ૩ માં આપવામાં  આવેલ છે.

પત્રક-૧ : ખરીફ ડાંગરનું ખેતી ખર્ચ ( હેકટર દિઠ )

ક્રમ

વિગત

યુનિટ

જથ્થો

ખર્ચ $

કુલ ખર્ચના

(%)

મજુર

( ભાડાના )

માનવ દિન

૧૧૭.૭૮

૧૫૦૯૮

૨૮.૦૨

બળદ

જોડી / દિંન

૩.૯૨

૧૩૧૪

૨.૪૪

બિયારણ

કિલો

૨૮.૭૩

૮૯૬

૧.૬૬

છાણિયુ ખાતર

ટન

૨૫૯૬

૨૭૯૪

૫.૧૯

રાસાયણીક ખાતર

 

 

૪૨૫૬

૭.૮૦

પિયત

 

 

૨૨૫૭

૪.૧૯

જંતુનાશક / રોગનાશક દવા

 

 

૫૭૯

૧.૦૮

પરચુરણ ખર્ચ

 

 

૪૩૨૭

૮.૦૩

ઘસારો

 

 

૭૫૧

૧.૩૯

૧૦

ચાલુ મુડીનું વ્યાજ

 

 

૧૨૯૧

૨.૪૦

૧૧

ખર્ચ – એ

 

 

૩૩૫૬૩

૬૨.૩૦

૧૨

પોતાની જમીનનું ભાડુ

 

 

૭૯૦૧

૧૪.૬૭

૧૩

સ્થાયી મુડીનું વ્યાજ

 

 

૨૧૭૭

૪.૦૪

૧૪

ખર્ચ – બી

 

 

૪૩૬૪૧

૮૧.૦૧

૧૫

મજુર

( ઘરના )

માનવ દીન

૩૫.૪૭

૫૩૩૫

૯.૯૦

૧૬

ખર્ચ – સી

 

 

૪૮૯૭૬

૯૦.૯૧

૧૭

વ્યવ્સ્થાપન ખર્ચ

 

 

૪૮૯૮

૯.૦૯

૧૮

ખર્ચ – સી

 

 

૫૩૮૭૪

૧૦૦.૦૦

કુલ મજુર ( ૧ + ૧૫ )

માનવ દિન

૧૫૩.૨૫

૨૦૪૩૩

૩૭.૯૨

 

પત્રક-૧ માં જણાવ્યા પ્રમાણે ખરીફ ડાંગરની ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧, અને ખર્ચ-સી૨ અનુક્રમે $૩૩૫૬૩, ૪૩૬૪૧, ૪૮૯૭૬ અને ૫૩૮૭૪ પ્રતિ હેકટર થયેલ જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ( $ ૨૦૪૩૩ ), પોતાની જમીનનું ભાડુ ( $ ૭૯૦૧ ) અને છાણીયુ ખાતર ( $ ૨૭૯૪ ) નો સમાવેશ થાય છે.

પત્રક – ૨ : ખરીફ ડાંગરની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ)

મુખ્ય ઉત્પાદન

જથ્થો (કિવન્ટલ/હે)

૪૪.૨૫

ભાવ (કિવન્ટલ/હે)

૧૩૫૫.૮૯

આવક

૫૯૯૯૮.૧૩

ગૌણ ઉત્પાદન

જથ્થો (કિવન્ટલ/હે)

૬૪.૦૧

ભાવ (કિવન્ટલ/હે)

૨૫૬.૮૫

આવક

૧૬૪૪૧

કુલ આવક

( $ )

૭૬૪૩૯

પત્રક-૨ મુજબ ડાંગરનું મુખ્ય ઉત્પાદન ( દાણા ) ૪૪.૨૫ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૬૪.૦૧ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને ડાંગરનો સરેરાશ ભાવ ૧૩૫૬ $/કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૨૫૭ $/કવીન્ટલ મળેલ. આમ ડાંગરની ખેતીમાં મુખ્ય આવક ૫૯૯૯૮ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૧૬૪૪૧ $/હેકટર મળીને કુલ આવક ૭૬૪૩૯ $/હેકટર થયેલ.

પત્રક – ૩ : ખરીફ ડાંગરની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ($/કિવન્ટલ) તથા આવક : જાવક ગુણોતર

વિગત

નફો (રૂપિયા)

ઉત્પાદન ખર્ચ (રૂપિયા/કિવન્ટલ)

આવક – ખર્ચનો ગુણોતર

ખર્ચ – એ

૪૨૮૭૬

૫૯૫.૩૫

૧:૨.૨૮

ખર્ચ – બી

૩૨૭૯૮

૭૭૪.૧૧

૧:૧.૭૫

ખર્ચ – સી૧

૨૭૪૬૩

૮૬૮.૭૪

૧:૧.૫૬

ખર્ચ – સી૨

૨૨૫૬૫

૯૫૫.૬૩

૧:૧.૪૨

 

પત્રક – 3 મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૪૨૮૭૬ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૨૨૫૬૫ પ્રતિ હેકટર થયેલ. ડાંગરની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૯૫૬ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૩૫૬ $/કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ ( ખર્ચ – સી૨ ) સામે ૧:૧.૪૨ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૪૨ પૈસા ચોખ્ખો નફો મળેલ.

ઉનાળુ ડાંગરની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ નો આવક – જાવક પત્રક ૪,૫ અને ૬ માં આપવામાં આવેલ છે.

પત્રક – ૪ : ઉનાળુ ડાંગરની ખેતી ખર્ચ ( હેકટર દીઠ )

ક્રમ

વિગત

યુનિટ

જથ્થો

ખર્ચ $

કુલ ખર્ચના

(%)

મજુર

( ભાડાના )

માનવ દિન

૭૨.૦૦

૧૦૮૦૦

૧૯.૫૭

બળદ

જોડી / દિંન

૬.૨૫

૨૩૬૨

૪.૨૮

બિયારણ

કિલો

૬૧.૨૫

૧૨૧૧

૨.૧૯

છાણિયુ ખાતર

ટન

૧૮૪૩

૨૮૯૮

૫.૨૫

રાસાયણીક ખાતર

 

 

૬૨૨૦

૧૧.૨૭

પિયત

 

 

૧૭૬૪

૩.૨૦

જંતુનાશક / રોગનાશક દવા

 

 

૦.૦૦

પરચુરણ ખર્ચ

 

 

૩૪૮૦

૬.૩૧

ઘસારો

 

 

૧૭૩

૦.૩૧

૧૦

ચાલુ મુડીનું વ્યાજ

 

 

૧૧૫૬

૨.૧૦

૧૧

ખર્ચ – એ

 

 

૩૦૦૬૪

૫૪.૪૮

૧૨

પોતાની જમીનનું ભાડુ

 

 

૮૮૧૫

૧૫.૯૮

૧૩

સ્થાયી મુડીનું વ્યાજ

 

 

૮૭

૦.૧૬

૧૪

ખર્ચ – બી

 

 

૩૮૯૬૬

૭૦.૬૨

૧૫

મજુર

( ઘરના )

માનવ દીન

૭૪.૭૫

૧૧૧૯૭

૨૦.૨૯

૧૬

ખર્ચ – સી

 

 

૫૦૧૬૩

૯૦.૯૧

૧૭

વ્યવ્સ્થાપન ખર્ચ

 

 

૫૦૧૬

૯.૦૯

૧૮

ખર્ચ – સી

 

 

૫૫૧૭૯

૧૦૦.૦૦

કુલ મજુર ( ૧ + ૧૫ )

માનવ દિન

૧૪૬.૭૫

૨૧૯૯૭

૩૯.૮૬

પત્રક – ૧ માં જણાવ્યા પ્રમાણે ઉનાળુ ડાંગરની ખેતીમાં ખર્ચ – એ, ખર્ચ – બી, ખર્ચ-સી૧ અને ખર્ચ-સી૨ અનુક્રમે $૩૦૦૬૪, $૩૮૯૬૬, $૫૦૧૬૩ અને ૫૫૧૭૯ પ્રતિ હેકટર થયેલ. જેમાં સૌથી વધુ ખર્ચ મજુર (૨૧૯૯૭) પોતાની જમીનનુ ભાડુ ($૮૮૧૫) અને રાસાયણીક ખાતર ($૬૨૨૦) નો સમાવેશ થાય છે.

પત્રક – ૫ : ઉનાળુ ડાંગરની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ)

મુખ્ય ઉત્પાદન

જથ્થો

( કિવન્ટલ / હે )

૫૦.૧૨

ભાવ ( $/કિવન્ટલ )

૧૪૬૪.૮૯૮

આવક

૭૩૪૨૪.૭૯

ગૌણ ઉત્પાદન

જથ્થો

( કિવન્ટલ/હે )

૬૧.૬૪

ભાવ

( $ / કિવન્ટલ )

૩૬૧૮.૯૧

આવક

૨૨૩૭૦

કુલ આવક

( $ )

૯૫૭૯૫

 

પત્રક – ૫ મુજબ ઉનાળુ ડાંગરનું મુખ્ય ઉત્પાદન (દાણા) ૫૦.૧૨ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને ડાંગરનો સરેરાશ ભાવ ૧૪૬૫ $ / કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૩૬૧૯ $/કિવન્ટલ મળેલ. આમ ઉનાળુ ડાંગરની ખેતીમાં મુખ્ય આવક ૭૩૪૨૫ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૨૨૩૭૦ $/હેકટર મળીને કુલ આવક ૯૫૭૯૫ $/હેકટર થયેલ.

પત્રક – ૬ : ડાંગર (ઉનાળુ) ની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ($/કિવન્ટલ) તથા આવક : જાવક ગુણોતર

વિગત

નફો ( રૂપિયા )

ઉત્પાદન ખર્ચ( રૂપિયા / કિવન્ટલ )

આવક – ખર્ચનો ગુણોતર

ખર્ચ – એ

૬૫૬૩૧

૪૬૦

૧:૩.૧૯

ખર્ચ – બી

૫૬૮૨૯

૫૯૬

૧:૨.૪૬

ખર્ચ – સી૧

૪૫૬૩૨

૭૬૭

૧:૧.૯૧

ખર્ચ – સી૨

૪૦૬૧૬

૮૪૪

૧:૧.૭૪

પત્રક – ૬ મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૬૫૬૩૧ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૪૦૬૧૬ પ્રતિ હેકટર થયેલ. ઉનાળુ ડાંગરની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૮૪૪ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૪૬૫ $/કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ ( ખર્ચ – સી૨ ) સામે ૧:૧.૭૪ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૭૪ પૈસા ચોખ્ખો નફો મળેલ.

સ્ત્રોત : ડો. એ. એસ. શેખ , પ્રો. રચના કુમારી બંસલ , ડો. વી. કે ગોંડલીયા , ડો. કે. એસ. જાદવ , ડૉ. એન. વી. સોની- કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : ( ૦૨૬૯૨ ) ૨૬૪૯૫૦

પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦

ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ , ઓક્ટોબર – ૨૦૧૬

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate