આ રોગ કેન્ચોમોનાસ ઓરાયઝી પી.વી રાયઝી નામના સૂક્ષ્મ જીવાણુંથી થાય છે. ગુજરાતમાં નહેર વિસ્તારમાં કે જયા ઉનાળુ ડાંગરની ખેતી કરવામાં આવે છે ત્યાં આ રોગ દર વર્ષે વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
આ રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાન ટોચની ભાગેથી ઊભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બન્ને ધારેથી બદામી રંગમાં ટોચથી નીચે તરફ ઉધા ચિપિયા આકારે સુકાતા નીચેની તરફ સુકાર આગળ વધે છે. રોગને અનુકુળ વાતાવરણમાં ! ઝાકળમાં રોગના જીવાણું પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પરા ખેતરમાં ફેલાય છે. રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલ હોય તેવું ઝાળ લાગેલ દેખાય છે. છોડની વૃદ્ધિ અટકે અને સૂકાય છે. આવા રોગિષ્ટ છોડમાં દાણા પોચા રહે છે જેથી ઉત્પાદનમાં આર્થિક નુકશાન થાય છે. જે આ રોગ છોડની ફુટ અવસ્થામાં જ આવી જાય તો ખેડૂતને ખુબ જ આર્થિક નુકશાન થાય છે. ઘણીવાર તીવ્ર આક્રમણથી આખા ગૂમડા સુકાઈને બેસી જાય છે.
આ રોગ પીરીક્યુલેરીયા ગ્રીસ નામની દુગથી થાય છે. લગભગ ડાંગર ઉગાડતા બધા જ વિસ્તારમાં વત્તા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે.
ડાંગરની કંટી નીકળે અને દાણા ભરાય તે ગાળામાં સતત ઝરમર - ઝરમર વરસાદ તથા ગરમ અને ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે રોગ વ્યાપક પ્રમાણમાં આવે છે. ખાસ કરીને જયા અને ગુર્જરી જાતમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જયાં વરસાદ પડે છે ત્યાં રોગ વધુ આવે છે.
રોગની ઓળખ અને નુક્સાન : ઘણીવાર દાણાની દુધીયા અવસ્થા વખતે દાણામાં કોઈ ચૂસિયાં પ્રકારની જીવાતોથી ઈજા થવાથી દૂધ બહાર આવવાથી પરોપજીવી ફૂગનું આક્રમણ થવાથી દાણા પર ભૂખરાં બદામી ટપકાં/ડાઘ પડે છે. આવા ટપકાંવાળા દાણા પર સમય જતા ફૂગની બીજા પેશીઓનો ઉગાવો જોવા મળે છે. આવા રોગિષ્ટ દાણાથી ઉત્પાદનની ગુણવત્તા બગડે છે જેથી બજાર ર્કિંમત ઓછી અંકાય છે.
(૧) રોગમુક્ત વિસ્તારનું તંદુરસ્ત અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું.
(૨) આગળ કરમોડી રોગમાં દર્શાવ્યા મુજબ બીજને માવજત આપ્યા બાદ જ વાવણી કરવી.
(૩) કંટી નીકળવાની અવસ્થાથી શરૂ કરીને ૧૦ દિવસના અંતરે ૦.૨૨૫% મેન્કોઝેબ – ૭૫% વે.પા. (૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ) દવાના ત્રણ છંટકાવ કરવા.
આ રોગ યુસ્ટીલેગીનોઈડી વાઈરેન્સ નામની ફુગથી થાય છે. કંટી નીકળવાના સમયે વધારે પડતો વરસાદ, વાદળછાયું અને ગરમ ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે આ રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.
આ રોગની ફૂગનું આક્રમણ કટી નીકળે ત્યારે થાય છે પરંતુ સમયાંતરે ફૂગની વૃદ્ધિ થઈ દાણા પાકવા આવે ત્યારે અંગારિયાની ગાંઠો દેખાય છે. કેટીમાં દાણાની દુધિયા અવસ્થાએ આ. રોગને ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં કંટીમાં અમુક દાણામાં પીળાશ પડતા લીલા રંગની ફૂગનો જથ્થો જેવા મળે છે. તેની વૃદ્ધિ થતાં ધીમે ધીમે કાબુલી ચણા જેવા મખમલીયા ઘણા દેખાય છે જેમાંથી લીલાશ પડતાં કાળા રેગના પાઉડરના રૂપમાં ફુગના બીજાણુઓ બહાર ઉડે છે જે પવનથી ખેતરમાં ફેલાય છે. આમ, દાણાની જગ્યાએ બીજાણુંનો જથ્થો (ગાંઠ) થવાથી ઉત્પાદન ઉપર અસર થાય છે.
(૧) રોગમુક્ત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
(ર) બીજને વાવતાં પહેલા ૨ ટકા મીઠાના દ્રાવણમાં બોળી ઉપર તરતા હલકા અને અંગારિયાવાળા રોગિષ્ટ બીજ દૂર કરી નાશ કરવો અને ૧ કિલો દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ કે કાર્બેન્ડાઝિમ દવાનો પટ આપવો.
(૩) ભલામણ કરતાં વધારે નાઈટ્રોજન યુક્ત ખાતરો આપવા નહિ.
(૪) જયાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે વરસાદના ઝાપટાં પડતાં હોય તો ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ મેન્કોઝેબ અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ0 વિ.પા. અથવા ૧૦ ગ્રામ કલોરોથેલોનીલ-૨૫ ઈ.સી. અથવા ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ-૨૫ ઈ.સી. ના દ્રાવણનો વીઘા દીઠ ૮૦ થી ૧૦ લિટર દાવાનો ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
(૫) ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને ખૂબ તપવા દેવી.
આ રોગ સરીતલેડીયમ ઓરાયજી નામની ફૂગથી થાય છે. ખાસ કરીને ગુર્જરી, જયા, હાઈબ્રિડ ડાંગરની જતોમાં આ રોગ સારા પ્રમાણમાં જોવા મળે છે.
આ રોગનું આક્રમણ ખાસ કરીને ડોડા અવસ્થાના અંતના ભાગમાં સૌથી ઉપરના પાનના પર્ણદ (શીથ/થડને વિંટળાયેલો પાનનો ભાગ) ઉપર થાય છે. શરૂઆતમાં લંબગોળ કે અનિયમિત આકારના અડધા થી દોઢ સે.મી.ના બદામી કે લાલાશ પડતી કિનારી અને વચ્ચેથી રાખોડી રંગના અથવા રાખોડી બદામી રંગના ટપકાં થાય છે. ટપકાં મોટા થઈ એકબીજા સાથે મળી આખા પચ્છેદમાં કહોવારાના રૂપમાં ફેલાતા છીંકણી કે લાલ થઈ જાય છે. તીવ્ર આક્રમણ હોય તો કંટી અધુરી નીકળે છે જેમાં દાણા અધકચરા ભરાય છે અથવા લાલ થઈ જાય છે. વધુ તીવ્ર આક્રમણી કંટી નીકળતી જ નથી અને ડોડામાં જ કહોવાઈ જાય છે.
(૧) મસુરી, નર્મદા, દાંડી, જી.આર-૧૨, જી.આર-૧૦૪, આઈ.આર-૬૪ જેવી રોગ સામે ટક્કર ઝીલે તેવી જાતો વાવવી.
(૨) શેઢા પાળાનું ઘાસ કાપીને હંમેશા સાફ રાખવા.
(૩) નાઈટ્રોજન યુક્ત ખાતરો ભલામણ કરતાં વધુ ન વાપરવા અને પિયતનું પાણી માફકસર જ ભરવું.
(૪) ડોડા અવસ્થામાં પાનના થડને વિટળાયેલા ભાગ પર લાલ કે બદામી ડાયા થઈ રોગની શરૂઆત જણાય અને વરસાદ કે ભેજવાળું વાતાવરણ હોય તો ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ ૨૫ ઈ.સી. અથવા ૨૫ ગ્રામ મેન્કોઝેબ ૭પ વે.પા. અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ0 વે.પા. અથવા ૧૦ મિ.લિ. એડીનફોસ અથવા ૧૦ મિ.લિ. વેલીડામાયસીન-૩ એસએલ વીઘા દીઠ ૮૦ થી ૧૦ લિટર મુજબ છંટકાવ કરવો. જરૂર પડયે ૧૦ દિવસ બાદ બીજે છંટકાવ કરવો.
ગુજરાત રાજયમાં ડાંગરનો પાક પોતાનું આગવું સ્થાન ધરાવે છે. દિન-પ્રતિદિન એગ્રો પ્રોડકશન ટેકનોલોજી અને વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો ખેતીમાં આવતાં ડાંગરની ખેતી માટેનો અભિગમ ઉત્તરોત્તર વધતો જ રહ્યો અને સાથે સાથે ઉત્પાદન પર વધ્યું છે. પરંતુ સાથે સાથે રાસાયણિક ખાતરો અને પાણીના આડેધડ વપરાશને કારણે ડાંગરમાં રોગનું પ્રમાણ વાતાવરણની અનુકુળતા પ્રમાણો કેટલાક વિસ્તારોમાં વત્તા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તંદુરસ્ત બીજ એ - ડાંગરની ખેતીની પાયાની જરૂરિયાત છે.
સ્ત્રોત : ડૉ કે.એસ. પ્રજાપતિ શ્રી આર. સી. પટેલ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., નવાગામ તા. માતરે જી. ખેડા
કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020