વધુ નફો મેળવવા તલ + કપાસ 3 : 1 ના પ્રમાણ માં અથવા 2 : 1 ના પ્રમાણ માં, તલ + ઉભડી મગફળી 3 : 3 ના પ્રમાણમાં, તલ + મગ 3 : 3 ના પ્રમાણમાં, તલ + વેલડી મગફળી 2 : 1 ના પ્રમાણમાં, વેલડી મગફળી + તલ 3 : 1 અથવા 2 : 1 ના પ્રમાણમાં અથવા તલ + દિવેલા 3 : 1 ના પ્રમાણ માં આંતરપાક તરીકે વાવો.
જમીનની તૈયારી :પાક ભારે વાતાવરળની પ્રતિકુળતા સામે ટકી શકતો નથી, આ પાકને ગોરાડુ અને મધ્ય્મ કાળી જમીન વધુ માફક આવે છે.
રોગજીવાતનો ઉપદ્રવ ઓછો કરવા અને સારા વિકાસ માટે આગલા પાકના અવશેષો દૂર કરી હળની ૧ ખેડ અને કરબ ની ૨ થી ૩ ખેડ કરી જમીન સમતલ અને ભરભરી બનાવવી.
સારૂ ઉત્પાદન મેળવવા ઉનાળુ વાવેતર માટે અનુકૂળ સફેદ તલની જાતો ગુજરાત-1,2,3 અને કાળા તલની જાત ગુજરાત તલ-10 પસંદ કરવી. અર્ધશિયાળુ તલ માટે પૂર્વા 1 જાત પસંદ કરવી.
આપની મહેનત પર બીજજન્ય ફૂગ પાણીના ફેરવે તે માટે વાવણી પહેલા બીજને 3-4 ગ્રામ થાયરમ/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.
ચોમાસુ પાકની વાવણી જૂન-જુલાઇ માસમાં વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવી. ઉનાળુ વાવણી ફેબ્રુવારી મહિનાના બીજા પખવાડિયે તાપમાન વધવા લાગે ત્યારે કરવી. અર્ધ શિયાળુ તલની વાવણી 15મી ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર સુધી કરવી. ચોમાસુ અને અર્ધશિયાળુ તલ 60 x 15 સેમી અંતરે અને ઉનાળુ વાવણી 45 x 15 સેમી અંતરે કરવી. 1 એકર માં ચોમાસુ વાવણી માટે 1 થી 1.25 કિલો, ઉનાળુ માટે 1.25 અને અર્ધશિયાળુ માટે 1 કિલો બીજ લેવું. બીજ નું સમાન વિતરણ થાય એ માટે બીજ ને રેતી ભેગું ભેળવી ને વાવવું.
ફૂલ આવવાની શરૂવાત થાય ત્યારથી બૈઢા બેસે ત્યાં સુધી પાણી ની ખેંચ ના વર્તાય તે જોવું.
લીલા તડતડીયા : લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. આ જીવાત ફૂલ ના ગુચ્છા ના રોગ ના વિષાણુ ની ફેલાવો કરે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
મોલોમશી:મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
ગાંઠિયા માખી : ગાંઠિયા માખી ને લીધે ફૂલ માથી બૈઢા ના બનતા પેપડી આકારનો વિકૃત ફળ બને છે. ખેડૂતો તેને પેપડી નો રોગ કહે છે. આગોતરા નિયંત્રણ માટે કળી બેસવાની અવસ્થાએ ક્વિનાલફોસ25EC @30ml/15Ltr પાણી મુજબ છાંટો.
નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન,ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
ભૂતિયું ફૂદું: ભૂતિયું ફૂદું ખાઉધરી જીવાત છે તે પાન ખાઈ ખાલી નશો બાકી રાખે છે. ઇયળ શરીરના છેડે કાંટા જેવૂ ભાગ ધરાવે છે.
નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
બાવા અથવા કાળા ચૂસિયા : બાવા અથવા કાળા ચૂસિયા બૈઢા ના દાણા માથી તૈલી પદાર્થ ચૂસી દાણા માથી તેલ નું પ્રમાણ ઘટાડે છે. ઉપદ્રવ ઓછો હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર, ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
સફેદ માખી : સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
પાન કથીરી :પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર)@25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
પાન ના ગુચ્છા : આ રોગ લીલા તડતડીયા થી ફેલાય છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
થડ અને મૂળ નો કહોવારો : થડ અને મૂળના સુકારાના રોગ થી રક્ષણ મેળવવા વાવણી પહેલા 2.5 કિલો ટ્રાઇકોડર્મા વિરડી 50 કિલો સારા કોહવાયેલા છાણિયા ખાતરમાં ભેળવી 1 એકરમાં આપવું.
થડ અને મૂળના સુકારાના રોગ નિયંત્રણ માટે કોપરઓક્સિક્લોરાઈડ50WP (બ્લાઇટોક્ષ, બ્લૂ કોપર) @500gm + 150gm કાર્બેન્ડેઝીમ/એકર મુજબ આપો.
જીવાણુથી થતો સુકારો: આ રોગમાં પાન પર પાણીપોચા ટપકા દેખાય છે. જે ઉપદ્રવ વધતાં બદામી થઈ જાય છે. રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન @1gm + કોપરઓક્સિક્લોરાઈડ50WP (બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ) @45gm/15ltr પાણી મુજબ છાંટો.
પાન ના ટપકા: પાન પર બદામી રંગના વચ્ચે થી સફેદ ટપકા પડે છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
પાન નો કહોવારો : શરૂવાતમાં પાન પર પાણીપોચા ટપકા પડે છે, પછી પાન પીળા પડી સુકાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
થડ અને બૈઢા પર પડતાં ચાઢા : શરૂવાતમાં થડ પર લાલ ટપકા પડે છે. પાછલી અવસ્થાએ છોડ કાળો પડી સુકાઈ જાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો વારીશ ખોખર ૯૭૧૪૯૮૯૨૧૯ વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020