অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તેલીબિયાંના પાકો

મગફળી

વેલડી

  1. જી. એ. યુ. જી. – ૧૦ : મગફળીની આ જાત ૧ર૦ દિવસે પાકે છે. જેમાં સરેરાશ તેલનું પ્રમાણ ૪૯.૧ ટકા અને દાણાનો ઉતારો ૭૩.૦ ટકા છે. પંજાબ ૧ કરતા ૯ ટકા વધુ ઉત્પાદન આપતી આ જાત હેકટરે ૧રપપ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  2. જી.જી.–૧૧ : વહેલા વાવેતર માટે આ જાત અનુકૂળ છે. દાણાનું કદ મોટું અને રંગ ગુલાબી છે. આ જાત ૧૧પ દિવસે પાકે છે. સરેરાશ તેલનાં ટકા ૪૮.૬ છે અને દાણાનો ઉતારો ૭ર.૬ ટકા છે. આ જાત જી.જી.૧૦ કરતા ૧૪ ટકા એટલે કે હેકટરે ૧૪૩૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  3. જી.જી.–૧ર : જયાં વરસાદનું પ્રમાણ ઓછુ હોય તેવા વિસ્તાર માટે અનુકૂળ છે. આ જાત ૧૧૩ દિવસે પાકી જાય છે. તેના દાણાનું કદ મધ્યમ છે, જયારે રંગ ગુલાબી છે. તેલનું પ્રમાણ જીજી–૧૧ કરતા થોડું વધારે એટલે કે ૪૯.૬ ટકા જેટલું છે, જયારે દાણાનો ઉતારો ૭૧.ર ટકા છે. આ જાતનું હેકટરે ૧૪૬૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  4. જીજી–૧૩ : ખૂબ જ બહોળા વિસ્તાર માટે અનુકૂળ છે પરંતુ થોડી મોડી એટલે કે ૧ર૦ દિવસે પાકે છે. મધ્યમ કદના ગુલાબી દાણાવાળી આ જાતમાં તેલના ૪૯.૬ ટકા છે, જયારે દાણાનો ઉતારો ૬૯.ર ટકા જેટલો છે. આ જાતનું હેકટરે ૧પ૧૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.

અર્ધ વેલડી

  1. જીજી–ર૦ : મગફળીની વહેલી પાકતી આ અર્ધવેલડી જાત ઘણી સારી છે. મોટા દાણાવાળી આ જાત ૧૦૯ દિવસમાં પાકી જાયો છે. દાણાનો રંગ ઘેરો ગુલાબી છે. આ જાતમાં તેલનું પ્રમાણ પ૦.૭ ટકા તથા દાણાનો ઉતારો ૭૩.૪ ટકા હોય છે. આ વહેલી પાકતી, તેલના વધુ ટકાવાળી અને દાણાનો વધુ ઉતારો આપતી જાતનું વાવેતર ઘણું થાય છે. આ જાત હેકટરે ૧૯૬૦ કિ.ગ્રો. ઉત્પાદન આપે છે.

ઉભડી

  1. જી.એ.યુ.જી.–૧ : મગફળીની આ જાત ૯પ થી ૧૦૦ દિવસે પાકે છે. જેમાં તેલનું પ્રમાણ પ૦.ર ટકા છે. આ જાતનો દાણાનો ઉતારો ૭૪.૬ ટકા છે, જયારે તેનું હેકટરે ૧૪૮૩ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  2. જી.જી.–ર : ઉભડી જાતોમાં આ જાત ઘણી સારી છે. મધ્યમ કદના ગુલાબી રંગના દાણાવાળી આ જાત ચોમાસામાં ૧૦૦ દિવસમાં પાકે છે. આ જાતમાં તેલના ૪૯.૦૦ ટકા છે. જયારે દાણાનો ઉતારો ૭ર.૮ ટકા છે. આ જાતનું હેકટરે ૧૩૩૬ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે. જયારે ઉનાળામાં ૧ર૦ દિવસે પાકે છે અને હેકટરે ૧૯૪૭ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  3. જી.જી.–૪ : આ જાત વહેલી પાકે છે તથા ઉનાળુ વાવેતર માટે અનુકૂળ છે તેમાં તેલનું પ્રમાણ પ૦.૮ ટકા છે તેમજ ૭૪.૪ ટકા દાણાનો ઉતારો આપે છે. ૧૧૯ દિવસે પાકતી આ જાત હેકટરે ર૦૦૪ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  4. જે.એલ.–ર૪ : મગફળીની આ જાતનો દાણાનો ઉતારો ૭૧.ર ટકા છે, જયારે તેમાં તેલનું પ્રમાણ ૪૬.૬ ટકા છે. આ જાત ૯પ થી ૧૦૦ દિવસે પાકે છે અને હેકટરે ૧પ૯પ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  5. ટી.જી.–ર૬ : આ જાત ૧ર૧ દિવસે પાકે છે. ઉનાળુ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. દાણામાં તેલના ટકા ૪૯ જેટલા અને દાણાનો ઉતારો ૬પ ટકા જેટલો છે. ઉત્પાદન ર૪૧૦ કિ./હે.છે.
  6. જી.જી.–૬ : ઉનાળુ મગફળી વાવતા ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત વહેલી એટલે કે ૧૧૯ દિવસમાં તૈયાર થાય છે. આ જાત જી.જી.–ર અને જી.જી.–૪ જાતો કરતાં અનુક્રમે ૧૪.૩૦ ટકા અને ૧૭.પ૦ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે, જેમાં દાણાનો ઉતારો વધુ મળે છે અને દાણામાં તેલના ટકા વધુ હોય છે. હેકટરે ર૭૮ર કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  7. જી.જી.–૭ : સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ૧૦૦ દિવસમાં તૈયાર થાય છે. જી. જી.–ર અને જે–૧૧ જાતો કરતાં અનુક્રમે ૩૦.૮૮ ટકા અને ર૩.૩૬ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે. જેમાં દાણાનો ઉતારો ૬૯.૩૩ ટકા છે. દાણામાં તેલના ૪૯.૦૦ ટકા છે. હેકટરે ર૧૪૯ કિલોગ્રામ ઉત્પાદ આપવાની ક્ષમતા ધરાવે છે.

દિવેલા

  1. જી.એ.યુ.સી.એચ.–૧ : પિયત અને બિનપિયત વિસ્તાર માટે આ જાત સારી છે. ર૦૦ થી ર૧પ દિવસમાં પાકે છે. લીલા રંગના થડવાળી અને મધ્યમ કદના દાણાવાળી આ જાતમાં તેલના ૪૭.પ ટકા છે. આ જાતની ઉંચાઈ ૬૦ થી ૬પ સે.મી. જેટલી હોય છે. આ જાત હેકટરે ૧પ૬૭ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  2. જી.સી.એચ–ર : આ જાત પણ પિયત તથા બિનપિયત વિસ્તાર માટે સારી છે. જે ર૦૦ થી ર૧પ દિવસમાં પાકે છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉંચાઈ ૬પ થી ૭૦ સે.મી. છે જેમાં તેલના ૪૭.પ ટકા છે. આ જાતનું હેકટરે ૧૭૪૭ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. જી.સી.એચ.– ૪ : ઉપરની બંને જાત કરતા થોડી જુદી પડતી ભૂરા લાલરંગના થડવાળી આ જાતની ભલામણ પિયત અને બિનપિયત વિસ્તાર માટે થયેલી છે. જે ર૦૦ થી ર૧પ દિવસમાં પાકે છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉંચાઈ ૬૦ થી ૬પ સે.મી. છે. જેમાં તેલના ટકા ૪૭.૮ છે. આ જાત સૂકારા સામે રોગ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાતનું હેકટરે ૧૯૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  4. જી.સી.–ર : ભૂરા લાલ રંગના થડવાળી આ જાત અન્ય જાતોની સરખામણીમાં વહેલી એટલે કે ૧૪૦ થી ૧૮૦ દિવસમાં પાકે છે. મધ્યમ કદનાં દાણાવાળી આ જાત પપ થી ૬૦ સે.મી. જેટલી ઉંચાઈ ધરાવે છે. આ જાતમાં તેલના ટકા ૪૭.૮ હોય છે. જેનું હેકટરે ર૧૬૪ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  5. જી.સી.એચ.–પ : દિવેલાની આ સંકર જાતની ભલામણ રાજયનાં પિયત વિસ્તાર માટે કરવામાં આવે છે. આ જાતના થડ અને ડાળીઓનો રંગ ભુરા લાલરંગનો હોય છે, ર૧પ થી રર૦ દિવસે પાકે છે, દાણામાં તેલના ટકા ૪૯ છે. સૂકારાના રોગ સામે પ્રતિકારક છે. ઉત્પાદન રરરપ કિ./હે. છે.
  6. જી. સી. એચ – ૬ : પિયત વિસ્તાર માટે જયાં મૂળના કોહવારાના રોગનો ઉપદ્રવ વધુ હોય તેવા ગુજરાત રાજયના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. મૂળના કોહવારા સામે પ્રતિકારક અને સૂકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. લાલ થડ વાળી આ જાત મોડી એટલે કે ર૧૦ દિવસે પાકે છે. દાણામાં ૪૯.૯ ટકા તેલનું પ્રમાણ હોય છે. પિયત હેઠળ રર૭૪ થી ર૩૪૯ કિલોગ્રામ અને બિન પિયત પાક તરીકે ૧૩૯૦ કિલોગ્રામ હેકટરે ઉત્પાદન આપે છે.

તલ

  1. ગુજરાત તલ : ચોમાસુ વાવેતર માટેની તલની આ સારી જાત છે. મધ્યમ કદના દાણાવાળી આ જાતની ઉંચાઈ ૯૦ સે.મી. જેટલી હોય છે. દાણાનો સફેદ રંગ ધરાવતી આ જાત ૮પ દિવસે પાકે છે. જેમાં તેલનું પ્રમાણ ૪૯.૮ ટકા જેટલું હોય છે. આ જાતનું ઉત્પાદન હેકટરે ૬૩૦ કિ.ગ્રા. મળે છે.
  2. ગુજરાત તલ : ચોમાસુ ૠતુ માટેની તલની આ જાત પણ ૮પ દિવસે પાકે છે. સફેદ તલની આ જાત ૮૮ સે.મી.ની ઉંચાઈ ધરાવે છે. મધ્યમ કદનાં દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ પ૦.ર ટકા જેટલું છે. જેનું હેકટરે ૭૯૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. પૂર્વા૧ : તલની આ જાતની ભલામણ અર્ધ શિયાળુ વાવેતર માટે કરવામાં આવે છે. જે મોડી એટલે કે ૧ર૦ દિવસે પાકે છે. પરંતુ આ જાતમાં તેલનું પ્રમાણ થોડું વધારે એટલે કે પ૧.પ ટકા જેટલું છે. મોટા કદના લાલ રંગના તલની આ જાત ૯પ સે.મી. જેટલી ઉંચી થાય છે. જે હેકટરે ૪૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  4. ગુજરાત તલ૧૦ : કાળા રંગનાં તલની આ જાત અમરેલી કેન્દ્ર દ્રારા તૈયાર કરી બહાર પાડવામાં આવેલ છે. છોડની ઉંચાઈ ૧૧૬ સે.મી. છે. ડાળીઓની સંખ્યા પ થી ૭ હોય છે. દાણામાં તેલનું પ્રમાણ ૪પ.ર ટકા છે. ૯ર દિવસે પાકતી આ જાત હેકટરે ૮૦૭ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

સૂર્યમુખી

  1. ઈ સી.૬૮૪૧૪ : સૂર્યમુખીની આ જાત ઉત્તમ જાત છે જેની ભલામણ એકલા પાક માટે કરવામાં આવે છે. અંદાજે ૧પપ સે.મી. ઉંચાઈ ધરાવતી આ જાત ૯પ દિવસે પાકે છે. કાળા રંગના મોટા દાણાના કદવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૪૪.૩ ટકા જેટલું છે. શિયાળુ અને ઉનાળુ વાવેતર માટેની આ જાતનું ઉત્પાદન હેકટરે ૧૧૭૩ કિ.ગ્રા. જેટલું મળે છે.
  2. ગુજરાત સૂર્યમુખી : એકલા પાક માટેની ભલામણવાળી આ જાત પણ ૧પપ સે.મી. ઉંચી અને ૯૩ દિવસે પાકી જાય છે કાળા મોટા દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ૩પ.૪ ટકા જેટલું છે. શિયાળુ અને ઉનાળુ ૠતુ માટેની આ જાતનું હેકટરે ૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
  3. મોડર્ન : મધ્યમ કદના કાળા રંગના દાણાવાળી આ જાતની ભલામણ ખાસ આંતરપાક તરીકે વાવવા માટે કરવામાં આવી છે. અન્ય જાતો કરતા નીચી અને વહેલી પાકતી એટલે કે ૧૦૦ સે.મી. ઉંચાઈવાળી અને ૭પ દિવસે પાકતી આ જાતમાં તેલનું પ્રમાણ ૪૦.૦ ટકા જેટલું છે. જેનું હેકટરે ૯૬૭ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.

સોયાબીન

  1. ગુજરાત સોયાબીન ૧ : આ જાતની ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઓછા વરસાદવાળા વિસ્તાર માટે વાવેતર કરવાની ભલામણ છે. ઉંચાઈમાં ઠીંગણી આ જાત ૩૦ સે.મી. ઉંચી થાય છે અને ૯૦ દિવસે પાકે છે. જાંબલી ફૂલ અને મધ્યમ કદના પીળા રંગના દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ રર.૦૦ ટકા જેટલું છે. આ જાતનું હેકટરે ૧૬૦૦ કિ. ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે.
  2. ગુજરાત સોયાબીન : સોયાબીનની આ જાતની ભલામણ દક્ષિણ ગુજરાતનાં વિસ્તાર માટે કરવામાં આવી છે. જેની ઉંચાઈ પપ સે. મી. જેટલી હોય છે અને ૧૦પ દિવસમાં પાકે છે. મોટા કદના પીળા રંગના દાણાવાળી આ જાતમાં તેલનું પ્રમાણ ર૪.૦૦ ટકા જેટલું હોય છે. આ જાત હેકટરે ૧૭૦૦ કિ. ગ્રા. ઉત્પાદન આપે છે.

રાઈ

  1. રાઈ વરૂણા : સૌરાષ્ટ્ર વિસ્તાર માટે બે લાઈન વચ્ચે ૪પ સે. મી. તથા બે છોડ વચ્ચે ૧પ થી ર૦ સે. મી. નાં અંતરથી વાવેતર કરવાની ભલામણ વાળી આ જાત ૧૪ર સે. મી. ઉંચી થાય છે. જેમાં તેલનું પ્રમાણ ૩૮.પ ટકા જેટલું છે. પાટણ–૬૭ કરતા આ જાતનાં દાણાનું કદ મોટું અને એક અઠવાડિયું વહેલી એટલે કે ૧૧૪ દિવસે પાકે છે. એટલું જ નહીં ૧૧.૪ ટકા જેટલું વધુ એટલે કે રર૦૦ કિલો/હેકટર ઉત્પાદન આપે છે.
  2. ગુજરાત રાઈ૧ : આ જાતની ૧૯૮૯નાં વર્ષમાં રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ટૂંકાગાળામાં એટલે કે ૧૦૬ દિવસસે પાકી જાય છે. જે રાઈ વરૂણા કરતા સામાન્ય પરિસ્થિતિમાં પણ ઉત્પાદન વધારે આપે છે. આ જાતના દાણા મધ્યમ કદના મોટા હોય છે. જેમાં તેલનું પ્રમાણ ૩૮.પ૭ ટકા જેટલું હોય છે. આ જાત હેકટરે રર૮૧ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
  3. ગુજરાત રાઈ ર : મોટા દાણા વાળી રાઈની આ જાતની ભલામણ ૧૯૯પમાં કરવામાં આવી છે. જે ગુજરાત–૧ કરતા ૧પ ટકા વધુ ઉત્પાદન એટલે કે ર૪૩૯ કિ.ગ્રા. / હેકટર ઉત્પાદન આપે છે અને ૧૧ર દિવસે પાકે છે.

કસુંબી

  1. તારા : આ પાક ખારાશ વાળી જમીનમાં સારો એવો થઈ શકે છે. જેથી ભાલ અને ઘેડ વિસ્તારમાં આ પાકની ઉજળી તકો છે. કાંટાવાળી આ જાત ૧૧૦ થી ૧૧પ દિવસમાં પાકે છે. જેમાં તેલના ર૯.૦ ટકા છે. આ જાતનું ઉત્પાદન હેકટરે ૧૦૦૦ થી ૧ર૦૦ કિ. ગ્રા. મળે છે.
  2. ભીમા : કસુંબીની આ પણ કાંટાવાળી જાત છે. પાન બધા પીળા અને ભૂખરા થઈ જાય ત્યારે આ પાક કાપણી માટે તૈયાર થઈ ગયો સમજવો. કાપણી વખતે કાંટા ન લાગે તે માટે હાથ અને પગે કંતાન વીંટાળી ૧૧પ થી ૧ર૦ દિવસે કાપણી કરવી. આ જાતમાં તેલનું પ્રમાણ ર૯.૩ ટકા છે. હેકટરે ૧ર૦૦ થી ૧૩૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

લેખ : શ્ની.એમ.એમ.પ્રજાપતિ

સ્ત્રોત : કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate