લીમડાના બીજના ગુદ્દામાંથી અર્ક (NSKE) તૈયાર કરવા અંગે
લીમડાના બીજના ગુદ્દામાંથી અર્ક (NSKE) તૈયાર કરવા અંગે-(૫% દ્રાવણ)
જરૂરી સામગ્રી
૫% NSKE નું ૧૦૦ લીટર દ્રાવણ બનાવવા માટે
- લીમડાના બીજના ગુદ્દા (બરાબર સુકવેલા) - ૫ કિલો
- પાણી (યોગ્ય ગુણવત્તાનું) - ૧૦૦ લીટર
- ડીટર્જન્ટ (૨૦૦ ગ્રામ)
- ગાળવા માટે મલમલનું કપડું
રીત
- લીમડાના બીજના ગુદ્દાની જરૂરી માત્રા લો (૫ કિલો)
- ગુદ્દાને હળવે હળવે પીસીને તેનો પાવડર બનાવો
- તેને ૧૦ લીટર પાણીમાં આખી રાત પલાળી રાખો
- સવારે લાકડાના ડંડાથી મિશ્રણને હલાવતા રહો, જ્યાં સુધી દ્રાવણ દૂધિયું સફેદ ન થઇ જાય
- મલમલના કાપડના બેવડા પડ વડે મિશ્રણને ગાળો અને આ માત્રાને ૧૦૦ લીટર બનાવો
- તેમાં ૧% ડીટર્જન્ટ ઉમેરો ( ડીટર્જન્ટની પેસ્ટ બનો અને ત્યારબાદ તેને છંટકાવ કરવાના દ્રાવણમાં ભેળવો)
- છંટકાવ કરવાના દ્રાવણને સારી રીતે ભેળવો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો
નોંધ
- લીમડાના બીજને ઉપજની મૌસમમાં એકત્ર કરો અને છાયાદાર સ્થળ પર ખુલી હવામાં તેની સુકવણી કરો
- આઠ મહિનાથી વધુની આવરદાના બીજનો ઉપયોગ ન કરો. આ આવરદાથી વધુ ઉમરના સંગ્રહિત બીજની કાર્યક્ષમતા ઘટી જાય છે અને NSKE તૈયાર કરવા માટે યોગ્ય નથી રેહતા
- હમેશા તાજા તૈયાર કરેલા લીમડાના બીજના ગુદ્દાનો ઉપયોગ કરવો
- અસરકારક પરિણામ મેળવવા માટે તૈયાર કરેલા અર્કનો છંટકાવ બપોરના ૩.૩૦ વાગ્યા બાદ કરવો
ખેડૂતો એ જંતુનાશક દવાઓની ખરીદી અને તેના સુરક્ષિત ઉપયોગ બાબતે શું કરવું અને શું ન કરવું
ખરીદી દરમિયાનશું કરવું |
શું ન કરવું
|
- જંતુનાશક અને જૈવ જંતુનાશક દવાઓ ફક્ત પંજીકૃત જંતુનાશક ડીલર પાસેથી જ ખરીદવી, જેની પાસે માન્ય લાયસન્સ હોય.
- એક ક્ષેત્રમાં એક વખત છંટકાવ કરવા માટે જેટલી માત્રા જરૂરી હોય તે પ્રમાણે જ દવાની ખરીદી કરવી.
- જંતુનાશક દવાના ડબ્બા અથવા પેકેટ પર માન્યતા પ્રાપ્ત લેબલ અવશ્ય ચકાસવું.
- લેબલ પર બેચ ક્રમાંક, પંજીકરણ ક્રમાંક, મેન્યુફેક્ચર તથા એક્સપાયરી તારીખ જરૂર જોવી.
- ડબ્બામાં યોગ્ય રીતે પેક કરેલી જંતુનાશક દવાઓ જ ખરીદવી.
|
- ફૂટપાથ પર જંતુનાશક દવાઓ વેંચતા ડીલરો અથવા જેમની પાસે લાયસન્સ ન હોય તેવા ડીલરો પાસેથી દવાઓ ન ખરીદવી.
- સમગ્ર મૌસમની જંતુનાશક દવાઓ વધુ માત્રામાં એક સાથે ન ખરીદવી.
- ડબ્બા પર માન્યતા પ્રાપ્ત લેબલ વિનાની જંતુનાશક દવાઓ ન ખરીદવી.
- એક્સપાયરી તારીખ પૂરી થયેલી જંતુનાશક દવાઓ ક્યારેય ન ખરીદવી.
- જંતુનાશક દવાઓના એવા ડબ્બા જે લીક થતા હોય અથવા ખુલ્લા હોય કે પછી જેના પર સીલ ન હોય તે ન ખરીદવા.
|
શું કરવું
|
શું ન કરવું
|
- જંતુનાશકોનો સંગ્રહ ઘરથી દૂર કરવો જોઈએ.
- જંતુનાશકોને તેના મૂળ ડબ્બામાં જ રેહવા દેવા જોઈએ.
- જંતુનાશકો/નીંદણનાશકોનો અલગ અલગ સંગ્રહ કરવો જોઈએ.
- જે સ્થળ પર જંતુનાશકોનો સંગ્રહ કરાયેલ હોય, તે સ્થળ પર ચેતવણીના સંકેત આપવા જોઈએ.
- જંતુનાશકો નો સંગ્રહ એવા સ્થળ પર કરવો જોઈએ જે બાળકો તેમજ પશુઓની પહોંચથી દૂર હોય.
- સંગ્રહના સ્થાનનું સીધા સુર્યપ્રકાશ અને વરસાદ સામે રક્ષણ કરવું જોઈએ.
|
- જંતુનાશકોનો સંગ્રહ ઘરના આંગણામાં ક્યારેય ન કરવો જોઈએ.
- જંતુનાશકોને તેના મૂળ ડબ્બામાંથી કાઢીને અન્ય ડબ્બામાં ક્યારેય ન રાખવા જોઈએ.
- જંતુનાશકો અને નીંદણનાશકોનો સંગ્રહ એક સાથે ક્યારેય ન કરવો જોઈએ.
- જે સ્થળ પર જંતુનાશકોનો સંગ્રહ કરાયેલ હોય, તે સ્થળ પર બાળકો જવા ન દેવા.
- સીધા સુર્યપ્રકાશ અને વરસાદમાં જંતુનાશકોને કાઢવા ન જોઈએ.
|
શું કરવું
|
શું ન કરવું
|
- પરિવહન દરમિયાન જંતુનાશકોને અલગ અલગ રાખવા.
- ઉપયોગના સ્થળ પર અધિક માત્રામાં જંતુનાશકો પહુંચાડવા માટે અત્યાધિક સાવચેતી દાખવવી જોઈએ. જંતુનાશકોને ક્યારેય ખાદ્ય પદાર્થો/ઘાસચારા/કે અન્ય ખાદ્ય સામગ્રી સાથે ન લઇ જવા.
|
- અધિક માત્રામાં જંતુનાશકોને ક્યારેય પોતાના માથા પર, ખભા પર અથવા પીઠ પર ન લઇ જવા.
|
છંટકાવ માટે દ્રાવણ બનાવતી વખતે
શું કરવું
|
શું ન કરવું
|
- હમેશા સાફ પાણીનો જ ઉપયોગ કરવો.
- હાથમોજા, માસ્ક, ટોપી, એપ્રોન, આખું પેન્ટ વગેરે જેવા સુરક્ષાત્મક કપડા દ્વારા પોતાના શરીરને ઢાંકી લેવું જોઈએ.
- છંટકાવના દ્રાવણથી બચવા માટે હમેશા પોતાના નાક, આંખ, કાન અને હાથનો બચાવ કરવો જોઈએ.
- ઉપયોગ કરતા પૂર્વે જંતુનાશક ડબ્બા પર લખેલા નિર્દેશોને સાવચેતીપૂર્વક વાંચી લેવા.
- જરૂરીઆત મુજબ જ છંટકાવ કરવાની સામગ્રી તૈયાર કરવી.
- દાણાદાર જંતુનાશકોનો ઉપયોગ તે જ સ્વરૂપમાં કરવો જોઈએ.
- છંટકાવ માટેના જંતુનાશકને સ્પ્રેની ટાંકીમાં ભરતી વખતે દવાને ઢોળાવવાથી બચાવવી જોઈએ.
- હમેશા જંતુનાશકોનો ઉપયોગ દર્શાવેલી માત્રામાં જ કરવો જોઈએ.
- આપના સ્વાસ્થ્યને હાનીકારક અસર કરે તેવી કોઈ પણ પ્રવૃત્તિથી બચવું જોઈએ.
|
- કાદવવાળા અને ગંદા પાણીનો ઉપયોગ ક્યારેય ન કરવો.
- સુરક્ષાત્મક કપડા વગર ક્યારેય છંટકાવનું દ્રાવણ તૈયાર ન કરવું.
- જંતુનાશક/તેના દ્રાવણને પોતાના શરીરના કોઈ પણ ભાગ પર ઢોળાવવા ન દેવું જોઈએ.
- ઉપયોગ કરતા પૂર્વે જંતુનાશક ડબ્બા પર લખેલા નિર્દેશોને વાંચવામાં કોઈ ઉતાવળ ન કરવી.
- જંતુનાશકના દ્રાવણને તૈયાર કરી લીધા બાદ ૨૪ કલાક પછી તેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.
- દાણાદાર જંતુનાશકોનો ઉપયોગ પાણી સાથે ન કરવો જોઈએ.
- છંટકાવ માટેના જંતુનાશકને સ્પ્રેની ટાંકીને સુંઘવી ન જોઈએ.
- જંતુનાશકોનો અત્યાધિક માત્રામાં ઉપયોગ ન કરવો જોઈએ. તે છોડવા અને પર્યાવરણ પર અસર કરી શકે છે.
- જંતુનાશકોના છંટકાવ દરમિયાન કંઈ પણ ખાવું-પીવું કે ધૂમ્રપાન અથવા કંઈ ચાવવું જોઈએ નહીં.
|
શું કરવું
|
શું ન કરવું
|
- વધેલી સ્પ્રે સામગ્રીને બિન-ઉપજાઉ જમીન જેવા સ્થાન પર ફેંકી દેવી જોઈએ.
- વપરાયેલા કંટેનરો અથવા ખાલી કંટેનરોને નષ્ટ કરી દેવા જોઈએ અને તેને જળ સંસાધનોથી દૂર માટીમાં દાટી દેવા જોઈએ.
- કંઈ પણ ખાતાં કે ધૂમ્રપાન કરતા પેહલા હાથ અને ચેહરાને સાબુથી બરાબર ધોઈ લેવા જોઈએ.
- ઝેરી અસરના લક્ષણ દેખાવવા પર સર્વપ્રથમ પ્રાથમિક ઉપચાર કરવો અને દર્દીને ડોક્ટર પાસે લઇ જવા જોઈએ. ડોક્ટરને ખાલી કંટેનર પણ દેખાડો.
|
- વધેલી સ્પ્રે સામગ્રીને ખાર, નજીકના તળાવ કે પાણીમાં ન વહાવવી જોઈએ.
- જંતુનાશકોના વપરાયેલા ખાલી કંટેનરોનો ઉપયોગ અન્ય સામગ્રીના સંગ્રહ માટે ન કરવો જોઈએ.
- કપડા ધોવા અને નહિ લેતા પૂર્વે ક્યારેય કંઈ ખાવું કે ધૂમ્રપાન ન કરવું જોઈએ.
- ઝેરી અસરના લક્ષણ દેખાવવા પર ડોક્ટર પાસે ન જવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે આ દર્દીના જીવન માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
|
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.