જુલાઇના પ્રથમ અઠવાડીયામાં મગ અથવા ચોળીને 90 સેમી અંતરે વાવી આંતરપાક તરીકે વરિયાળીનું વાવેતર 1 : 1 ના પ્રમાણમાં કરવું.
જુદા જુદા પ્રકારની જમીનમાં થઈ શકે છે. સારા નિતારવાળી રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી જમીન આ પાક ને અનુકૂળ છે. લાંબા ક્યારામાં ભેજ લાંબો સમય સુધી રહે છે, આ સમયે જો ઝાકળ કે વાદળછાયું વાતાવરણ રહે તો કાળિયો રોગ ચોક્કસ આવે છે.
જમીનની પસંદગી : ધરૂવાડિયા માટે જમીન સારી ફળદ્રુપતાવાળી, સારા નિતારવાળી, પાણી ભરાઈ ના રહે તેવી, પાણીના નિકાલવાળી તેમજ વાડ કે ઝાડનો છાયો આવતો ન હોય તેવી નીંદણમુક્ત જમીન પસંદ કરવી જોઈએ. એક હેક્ટર વિસ્તાર માટે એક ગૂંઠા વિસ્તારમાં ધરૂવાડિયું તૈયાર કરવું.
સેન્દ્રિય અને રાસાયણિક ખાતર: એક ગૂંઠા વિસ્તાર માટે 50 થી 70 કિલો સારૂ કહોવાયેલું છાણિયું કે ગળતીયું ખાતર અથવા એક ગૂંઠામાં 10 કિલો પ્રમાણે દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે આપવો. આ ખાતર/ખોળ જમીનમાં બરાબર ભળી જાય તે રીતે ધરૂવાડિયામાં ઓરવણ કરી બીજા ખેતીકાર્યો કરવા. એક ગુંઠા વિસ્તારમાં 500 ગ્રામ નાઇટ્રોજન (1.85 કિલો યુરિયા અથવા 2.5 કિલો એમોનિયમ સલ્ફેટ) અને 500 ગ્રામ ફોસ્ફરસ (3.125 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ) ગાદી ક્યારા તૈયાર કર્યા બાદ બીજની વાવણી પહેલા પૂંખીને આપવું અને જમીનને કોદાળીથી ખોદી ઉપરનીચે કરી પંજેઠી મારી જમીન સાથે ભેળવી દેવું.
ગાદી ક્યારા બનાવવા:ધરૂની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જરૂર પૂરતી જમીનમાં ઢાળને ધ્યાનમાં રાખીને વધારાના પાણીનો નીકો દ્વારા નિકાલ થાય તે રીતે 3 x 1 મીટર માપના ક્યારા બનાવવા. ગાદી બનાવટી વખતે ક્યારાની પાળી ઉપર માટી ચઢાવી, પગથી બરાબર દબાવી પાળી મજબૂત બનાવવી. ગાદી ક્યારા તૈયાર થયે 5 થી 10 સેમીના અંતરે હળવા ચાસ કાઢી બીજ વાવવા. બીજ પુખ્યા પછી બીજને ઢાંકીને મધ્યમાં અડધાથી પોણા મીટરના અંતરે ઈંટો ગોઠવવી જેથી પાણીનો છંટકાવ, નીંદામણ કાર્ય અને પાક સરક્ષણ માટે જંતુનાશક દવાઓ છાંટવામાં અનુકૂળતા રહે.
કાળિયા રોગના આગોતરા નિયંત્રણ માટે બીજને કાર્બેન્ડેઝીમ અથવા થાયરમ નો @2.5 ગ્રામ/કિલો પ્રમાણે પટ આપવો.
સારા ઉત્પાદન માટે ગુજરાત વરિયાળી - 2, ગુજરાત વરિયાળી - 11 અથવા ગુજરાત વરિયાળી - 12 પસંદ કરવી. ગુજરાત વરિયાળી - 2 જાત 159 દિવસે પાકે છે અને 1940 કિલો/ હેક્ટર ઉત્પાદન આપે છે. ગુજરાત વરિયાળી 12 જાત 201 દિવસે પાકે છે અને તે સરેરાશ 2588 કિલો / હેક્ટર ઉત્પાદન આપે છે. ગુજરાત વરિયાળી 11 જાત 150 થી 160 દિવસે પાકે છે અને 2489 કિલો / હેક્ટર ઉત્પાદન આપે છે.
પ્રથમ પિયત બાદ બીજું પિયત વાવણીના 3 થી 4 દિવસે આપવું. ત્યારબાદ એકાતરા દિવસે સાંજે પિયત આપવું.
ધરૂવાડિયાની માવજત
જમીનની તૈયારી: પાણીનો ભરાવો કાળીયાં માટે અનુકૂળ છે.નિવારવા જમીન સમતલ કરવી.અગાઉ ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળુ માં આપવાની જરૂર નથી.
રોપણી:40 થી 45 દિવસના અને 25 થી 30 સેમી ઊંચાઈ ના ધરૂ રોપણી લાયક ગણાય છે. રોપણી ના આગલા દિવસે ધરૂવાડિયામાં પિયત આપવું. ચોમાસુ પાકની રોપણી જમીનની ફળદ્રુપતા અનુસાર પૂર્વ પશ્ચિમ દિશામાં બે હાર વચ્ચે 90 થી 120 સેમી અને બે છોડ વચ્ચે 60 સેમી અંતર રાખી 15 મી ઓગસ્ટ આસપાસ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે સાંજના સમયે કરવી. શિયાળુ પાકની વાવણી 15 મી ઓક્ટોબર આસપાસ 45 x 10 સેમી અંતરે કરવી પણ મધ્યમ કાળી જમીનમાં 60 થી 90 સેમી અંતર રાખવું જરૂરી છે. રોપણી ના 8 થી 10 દિવસ પછી ગામાં પુરાવા. રોપણી બાદ વરસાદ ન હોય તો તરત જ પિયત આપવું.
રાસાયણિક ખાતર:સારા વિકાસ માટે ચોમાસુ પાક માટે વાવણી સમયે કે રોપણી અગાઉ 16 કિલો નાઇટ્રોજન (34 કિલો યુરિયા અથવા 80 કિલો અમોનિયમ સલ્ફેટ) અને 24 કિલો ફૉસ્ફરસ (150 કિલો SSP)/એકર મુજબ આપો. આ ઉપરાંત સારા વિકાસ અને ઉત્પાદન માટે વાવણી ના 30 અને 60 દિવસે 12 કિલો નાઇટ્રોજન (26 કિલો યુરિયા અથવા 60 કિલો અમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ આપો. ખાતર થડ થી 4 થી 5 સેમી દૂર આપવું.
સારા વિકાસ માટે ચોમાસુ પાક માટે વાવણી સમયે 18 કિલો નાઇટ્રોજન (39 કિલો યુરિયા અથવા 90 કિલો અમોનિયમ સલ્ફેટ) અને 12 કિલો ફૉસ્ફરસ (75 કિલો SSP)/એકર મુજબ આપો. આ ઉપરાંત સારા વિકાસ અને ઉત્પાદન માટે વાવણી ના 30 અને 60 દિવસે 18 કિલો નાઇટ્રોજન (39 કિલો યુરિયા અથવા 90 કિલો અમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ આપો.
નીંદણથી 42% સુધી ઉત્પાદન ઘટી શકે છે. રાસાયણિક રીતે નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા ફ્લૂક્લોરાલીન (બાસાલિન) @ 1 Ltr / 200Ltr પાણી / એકર મુજબ ભેળવી જમીન પર પૂરતો ભેજ હોય ત્યારે છાંટો. રોપણી પછી 75 દિવસ સુધી જરૂરિયાત મુજબ આંતરખેડ કરવી. પ્રથમ આંતરખેડ 25 દિવસે કરવી. ત્યારબાદ નીંદણના ઉપદ્રવને ધ્યાનમાં રાખી 20 થી 25 દિવસના ગાળે આંતરખેડ કરવી. ચોમાસુ પાકમાં ચકકરો નું પ્રમાણ વધુ હોય છે માટે પાક ઢળી ન પડે તે માટે 70 થી 75 દિવસે પાળા ચડાવવા.
સારા વિકાસ માટે વરસાદ બંધ થયા બાદ જમીનની પ્રત અને હવામાન મુજબ 15 થી 20 દિવસના અંતરે 8 થી 10 પિયત આપવા. કાળિયો અને સાકરિયો ખાસ કરીને ડિસેમ્બર જાન્યુઆરીમાં જોવા મળે છે. આ સમયે પાણી ની અછત વર્તાય તો હળવું પિયત આપવું. પાકની કટોકટી ની અવસ્થા ચક્કર બેસવા અને દાણા વિકાસ અવસ્થાએ અવશ્ય પિયત આપવું. દક્ષિણ ગુજરાત ની ભારે કાળી જમીન માં ઓક્ટોમ્બર થી જાન્યુઆરી સુધી 20 દિવસના અંતરે અને ફેબ્રુઆરીમાં 15 દિવસ ના અંતરે 60 મીમી ઊંડાઈ ના કુલ 9 પિયત આપવા. ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વરિયાળીને જોડિયા હાર પદ્ધતિથી (50 સમી x 50 સેમી x 1 મીટર) ફેરરોપણી કરી 4 લિટર/કલાક ના દરે ટપક સિંચાઇ પદ્ધતિથી ઓક્ટોમ્બર થી ડિસેમ્બર દરમિયાન 3 કલાક જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરી માં 4 કલાક ચલાવવી.
મોલોમશી:મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
લીલા તડતડિયા:લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
થ્રીપ્સ:થ્રીપ્સથી વિષાણુજન્ય અગ્રકલિકા નો સુકારો રોગ ફેલાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.
સફેદમાખી: સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
પાન કથીરી:પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર)@25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
લીલી ઇયળ:આ ઇયળ દાણા ખાઈને નુકસાન કરે છે. નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી. ટ્રાઇકોગામાં ભમરી 60000/એકર મુજબ ખેતરમાં 5 વાર છોડવી. 1 એકર માં 8 થી 10 પક્ષીઓ ને બેસવા માટેના ટેકા ઊભા કરવા. 1 એકર માં 3 ફેરોમેન ટ્રેપ લગાવવા. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45 SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml / 15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5 SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml / 15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.
દાણાની મીંજ:આ ઇયળ પણ દાણા ખાઈ ને નુકસાન કરે છે. તે સંગ્રહ અવસ્થામાં પણ જોવા મળે છે. નિયંત્રણ માટે દાણા ભરાવાની અવસ્થાએ ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45 SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml / 15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5 SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml / 15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.
ઊધઈ:ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
કાળિયો: રોપણી ના એકાદ માસ બાદ આ રોગ શરૂ થાય તો ચક્કરમાં ફૂલ ની જગ્યાએ દાણા બેસતા નથી અને જો બેસે તો કદમાં નાના, ચીમળાઈ ગયેલા અને કાળાશ પડતાં રંગના હોય છે. નિયંત્રણ માટે રોગમુક્ત બીજની પસંદગી કરવી. વાવણી પહેલા બીજને મેંકોઝેબ અથવા થાયરમ પૈકી કોઈ એક ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો. પાકમાં રોગ દેખાય કે તરત જ બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ 10 દિવસ ના અંતરે 3-4 વાર છાંટો.
મૂળ અથવા થડનો કહોવારો:આ રોગ રોપણીના 15 થી 20 દિવસ બાદ દેખાય છે. જરૂરી પોષકતત્વો ન મળવાને લીધે છોડ પીળો પડી સુકાઈ જાય છે. છોડ ને પાણીની અછત પડતી હોય એવું લાગે છે. મૂળ કોહવાઈ જાય છે. વધુ તાપમાન માં આ રોગ વધુ ફેલાય છે.
સુકારા નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા.
ભૂકીછારો:આ રોગમાં પાન પર સફેદ છારી જોવા મળે છે. આગોતરા નિયંત્રણ માટે પાન ઉપર ઝાકળ હોય ત્યારે ગંધકની ભૂકી @10kg/એકર મુજબ છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
સાકરિયો:આ કોઈ રોગ નથી પરંતુ દેહધાર્મિક વિકૃતિના કારણે ફૂલમાથી મધ જેવુ પ્રવાહી નીકળે છે. જેના કારણે કાળી ફૂગનો ઉપદ્રવ થવાથી છોડ કાળા પડી જાય છે. પરિણામે દાણા બેસતા નથી. આ રોગના નિયંત્રણ માટે ખાસ કોઈ અસરકારક ઉપાય નથી. વધુ પડતાં પિયત અને નાઇટ્રોજન ખાતરનો વપરાશ કરવો નહીં.
પર્ણગુચ્છ:પાછલા પાકમાં જો તલ વાવેલ હોય તો આ રોગ આવવાની શક્કયતા વધી જાય છે. આ રોગ ચૂસિયા જીવાત ને લીધે ફેલાય છે. નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
કાપણી અને પછીની માવજત:ચોમાસુ પાક આશરે 215 દિવસે તૈયાર થાય છે. કાપણી થી 20 થી 25 દિવસ પહેલાં વધુ સમય માટે અસર ધરાવતી જંતુનાશક દવાઓ ન છાટવીં. રોગીષ્ટ છોડની કાપણી અલગ કરવી. સારી ગુણવત્તાવાળા દાણા અને ભાવ મેળવવા દાણો કઠણ અને લીલો થઈ જાય અને તેને દબાવતાં તેમાથી મીણ જેવો રસ નીકળે ત્યારે કાપણી કરવી. દાણામાં રહી જતાં દવાના અવશેષો નિવારવા કાપણીના 15 દિવસ પહેલા કોઈપણ દવા ન છાંટવી.દાણા ખરતા અટકાવવા કાપણી સવારે કરવી. સારી ગુણવત્તાવાળા દાણા મેળવવા ત્રિ સ્તરીય પદ્ધતિ અપનાવો.વાંસના મંડપ પર તાર બાધીં તાજી વરિયાળીને 3 દિવસ તાર ઉપર સુકવવી. વરિયાળીનો સંગ્રહ કરેલ ઓરડામાં ઉગ્ર ગંધ વાળો ખોરાક,સાબુ તથા પેઈન્ટ વગેરે ના રાખવું આનાથી વરિયાળીની સુગંધ ખરાબ થાય છે. બીજ માટે જ્યારે ચક્કર સમ્પુર્ણ પાકી જાય, દાણાનો રંગ બદામી થાય ત્યારે કાપણી કરવી, અને ચક્કરોને છાયામા સુકાવવા
સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ વારીશ ખોખર ૯૭૧૪૯૮૯૨૧૯ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020
વરીયાળી ના પાક વિશેની સંપુર્ણ માહિત .ખેતી વિશેની ...