મુખ્ય પાકના છોડની આજુબાજુ આવેલ ખુલ્લી જમીનને પાક અવશેષો / ઘાસ / પ્લાસ્ટિક વડે ઢાંકવાની પ્રક્રિયાને આવરણ (મલ્ચિંગ) કહે છે.
આવરણની પસંદગી પાક મુજબ કરવી જોઈએ. કાળુ પ્લાસ્ટિક હાલમાં માર્કેટમાં વજનના હિસાબે મળે છે.
કાળા પ્લાસ્ટિકથી પાથરી શકાતો વિસ્તાર તથા ટકાઉ સમય
ક્રમ |
વિગત |
અંદાજીત પાથરી શકાતો વિસ્તાર |
ટકાઉ સમય ((માસ) / (સીઝન)) |
૧ |
એક કિલો ૨૫ માઈક્રોન કાળુ પ્લાસ્ટિક |
૪૦ મી૨ |
(૩-૪) / (૧) |
૨ |
એક કિલો ૫૦ માઈક્રોન કાળુ પ્લાસ્ટિક |
૨૦ મી૨ |
(૫-૮) / (૨) |
૩ |
એક કિલો ૧૦૦ માઈક્રોન કાળુ પ્લાસ્ટિક |
૧૦ મી૨ |
(૧૬-૨૪) / (૪) |
ગુજરાતમાં જુદા જુદા સંશોધન કેન્દ્ધો પર વિવિધ પાક પરિસ્થિતિને અનુરૂપ કરવામાં આવેલા અખતરાઓના પરિણામ આધારિત ખેડુતો ઉપયોગી ભલામણો કોઠામાં આપેલ છે.
પ્લાસ્ટિક આવરણ વજનના હિસાબે મળે છે. તેમની ટકાઉ શકિત (સમય) જાડાઈના સપ્રમાણમાં હોવાથી સીઝન પ્રમાણે આવરણ પેટે થતો ખર્ચ દરેક જાડાઈ મુજબ એકસરખો રહેશે. પ્લાસ્ટિક આવરણના રોકાણની (દા.ત. ૫૦ માઈક્રોન) પ્રતિ સીઝન (૩-૪ માસ) પ્રમાણેની અર્થકરણની ગણતરી નીચે મુજબ થશે.
હાલના બજારભાવ મુજબ પ્લાસ્ટિકનું આવરણ ૧૦૦% વિસ્તારમાં કરવાથી થતો ખર્ચ :
૨૦ મી૨ આવરણ વિસ્તાર માટે જરૂરી પ્લાસ્ટિક જથ્થો = ૧ કિ.
એટલે કે ૧૦૦૦૦ મી૨ (૧ હેકટર વિસ્તાર) માટે જરૂરી પ્લાસ્ટિકનો જથ્થો
= ૧૦૦૦૦ / ૨૦ = ૫૦૦ કિ.
એટલે કે ૧ હે. આવરણ કરવા માટે હાલના બજાર પ્રમાણે થતો ખર્ચ
= ૫૦૦ કિ. X ૧૨૦ રૂપિયા / કિ.
= રૂપિયા ૬૦૦૦૦
૫૦ માઈક્રોન પ્લાસ્ટિક બે સીઝન પ્રમાણે આ ખર્ચ રૂપિયા ૩૦૦૦૦ પ્રતિ હેકટર થશે. આમ ૧૦૦ ટકા વિસ્તાર આવરણ હેઠળ લેવામાં આવે તો આ ખર્ચ ઘણો વધારે ગણાય.
જો પાકનુ જોડીયા વાવેતર કરવામાં આવે અને માત્ર જોડીયા હારમાં જ પ્લાસ્ટિક પાથરવામાં આવે તો આ ખર્ચ ૫૦ ટકા જેટલો ઘટી શકે. એટલે કે રૂપિયા ૧૫૦૦૦ / હે / સીઝન પ્રમાણે થશે. આવરણના ફાયદા જોતા આટલો ખર્ચ પ્લાસ્ટિક આવરણ પેટે કરવો કોઈપણ પાકમાં પોષણક્ષમ ગણાય.
કેળનો પાક, ટિશ્યુના રોપા, ટપક, ફર્ટિગેશન તથા આવારણ એક જ પેકેજમાં અપનાવી ઓઈલ એન્ડ વોટર મેનેજમેન્ટ રીસર્ચ યુનિટ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્ધારા છેલ્લા ત્રણ વર્ષથી સંશોધન ફાર્મ તેમજ ખેડુતના ખેતરો પર ગ્રાન્ડ નૈન કેળની વેરાયટી પર નિદર્શનો ગોઠવેલો હતા. તેના પરિણામો જોતા ૨૦ થી ૪૦ ટકા ખાતરની બચત, ૩૦ થી ૪૦ ટકા પાણીની બચત, ૨૫ થી ૪૦ ટકા ઉત્પાદનમાં વધારો તથા ૪૦ દિવસ ઉત્પાદન વહેલું મળેલ હતું. કેળનું ઉત્પાદન ૮૦ થી ૧૧૦ ટન પ્રતિ હેકટર જમીનના પ્રકાર પ્રમાણે મળેલ હતું. બારડોલી જીલ્લાના ત્રણેક ગામના ખેડુતો સોઈલ એન્ડ વોટર મેનેજમેન્ટ રીસર્ચ યુનિટ ખાતે ચાલતી પી.એફ.ડી.સી. યોજનાના સંપર્ક રહી પોતાના સ્વખર્ચે ૪ હેકટરમાં કેળનાં પાકમાં ડ્રિપ સાથે મલ્ચિંગ (કાળા પ્લાસ્ટિકનું) લગાવી ખુબ જ સારા પરિણામો મેળવેલ છે.
અ.નં. |
પાક |
ભલામણ કરેલ વિસ્તાર |
આવરણ |
પાણીની બચત (%)* |
ઉત્પાદનમાં વધારો (%)* |
નોંધ |
૧ |
કેળ |
દ.ગુ. |
શેરડીની પતારી (૧૦ ટન / હે.)
કાળુ પ્લાસ્ટિક (૫૦ માઈક્રોન) |
૩૩
૪૦ |
૧૩
૨૦ |
૬૦ ટકા નીંદામણ નિયંત્રણ
૯૦ ટકા નીંદામણ નિયંત્રણ તથા ૪૦ ટકા ખાતર બચત
|
૨ |
બોર |
ઉ.ગુ. |
કાળુ પ્લાસ્ટિક |
- |
૨૫ |
ચોમાસા પછી ભેજ સંગ્રહ અર્થે |
૩ |
રીંગણ |
મ.ગુ.
ઉ.ગુ.
દ.ગુ.
દ.ગુ. |
કાળુ પ્લાસ્ટિક
દિવેલાની ફોતરી
ઘાસ (૫ ટન / હે.)
કાળુ પ્લાસ્ટિક (૫૦ માઈક્રોન) |
-
-
-
૪૦ |
૨૭
૧૪
૪૪
૩૫ |
૮૦ ટકા નીંદામણ નિયંત્રણ
ભેજ સંગ્રહ અર્થે
ચોમાસા પછી ભેજ સંગ્રહ અર્થે૪
૨૦ ટકા ખાતર બચત સાથે ઉત્પાદનમાં વધારો |
૪ |
મરચી |
દ.ગુ. |
શેરડીની પતારી (૧૦ ટન / હે.)
કાળુ પ્લાસ્ટિક (૫૦ માઈક્રોન) |
-
- |
૧૪
૬૨ |
-
૯૦ ટકા નીંદામણ નિયંત્રણ |
૫ |
ફલાવર |
દ.ગુ. |
કાળુ પ્લાસ્ટિક (૫૦ માઈક્રોન) |
- |
૩૩ |
૭૫ ટકા નીંદામણ નિયંત્રણ
|
૬ |
ભિંડા |
દ.ગુ. |
કાળુ પ્લાસ્ટિક (૫૦ માઈક્રોન) |
૪૦ |
૨૫ |
૯૦ ટકા નીંદામણ નિયંત્રણ તથા ૨૦ ટકા ખાતર બચત
|
* આવરણ વગરની માવજતની સરખામણીમાં બચત / વધેલ ટકા
સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવસિર્ટી આણંદ
સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020