જળ નિયમનનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને પછાત રાષ્ટ્રોને પુરતુ પાણી પુરુ પાડવાનો અને શુદ્ધ પાણી દ્વારા લોકોનું સ્વાથ્ય જાળવી રાખવાનો છે. જળ નિયમન એ આર્થિક વિકાસ અને ગરીબાઈ ઓછી કરવામાં મદદરૂપ થાય છે. આ રીતની સેવાઓમાં કરવામાં આવેલું રોકાણ વ્યવસ્થિત આર્થિક વળતર અને ગરીબો માટે આરોગ્યપ્રદ જીવન ધોરણ આપે છે.
વિશ્વભરમાં વસ્તી વધારાની સાથે સાથે શુદ્ધ પાણીની જરૂરિયાતો પણ વધતી જાય છે અને મર્યાદિત શુદ્ધ પાણીના જથ્થા સામે આ સમસ્યા દિન-પ્રતિદિન ઘેરી બનતી જાય છે. આ સમસ્યાથી ભવિષ્યમાં કોઈપણ દેશ બાકાત રહેવાનો નથી. અત્યાર સુધીમાં બે વિશ્વ યુદ્ધો થયા તે જમીન અને સંપત્તિ માટે થયા પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે તો તે પાણી માટે અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે થશે. આ સમસ્યાને પહોચી વળવા માટે શુદ્ધ પાણીના સ્ત્રોતનું વ્યવસ્થિત આયોજન થવું જરૂરી છે અને તે સુયોજીત જળ નિયમન દ્વારા જ શક્ય છે. શુદ્ધ પાણી સમાજને આરોગ્ય અને સ્વાથ્ય પ્રદાન કરે છે જેનું આયોજન વ્યવસ્થિત રીતે જળ નિયમન દ્વારા કરી શકાશે. જળ સમસ્યા એ ઝડપી ઉકેલી શકાય તેવી તાંત્રિકીય કે વૈજ્ઞાનિક સમસ્યા નથી. જળ સમસ્યાના ઉકેલ સંસ્કૃતિ, શિક્ષણ, વાર્તાલાપ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સંદેશા વ્યવહાર થી જ શક્ય છે.
જેટલો વરસાદ થાય છે તેમાંથી માત્ર ૪૦% ભાગ જ આપણે પિયત માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો આપણે આપણી ખેતીને સમૃદ્ધ બનાવવી હશે તો વરસાદના પાણીનો સંચય કરી અને તેનો સિંચાઈમાં કાર્યક્ષમ ઉપયોગ કરવો જ પડશે.
પાણીનો માત્ર સંચય જ મહત્ત્વનો નથી પરંત જો આપણે તેને કોઈપણ જાતના આયોજન વગર વાપરશું તો તે પણ ખુટી જશે તેથી જ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો અતિ મહત્ત્વનો છે. આપણે જાણીએ છીએ કે જુદા જુદા પાકોને જુદા જુદા અંતરે વાવવામાં આવે છે તે માટે અંતરને અનુરૂપ અને પાકની જરૂરિયાત મુજબ વિવિધ પિયત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે.
કૃષિગોવિધા:- 1 ફેબ્રુઆરી-૨૦૧૪, વર્ષ : ૬૯ અંકે : ૧૦, સળંગ અંક: ૮ર૬
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020