પાકની પાણીની જરૂરીયાત કરતાં વધારે પાણી આપવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે જે રોગ જીવાતને આમંત્રણ આપે છે અને પાણીનો બગાડ થાય છે. જો પાણી ઓછું આપવામાં આવે તો છોડનો વિકાસ બરાબર થતો નથી અને ઉત્પાદન ઓછું મળે છે.
રેલાવીને ક્યારા પદ્ધતિથી જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે મોટાભાગે છોડના / પાકના વિકાસ તબક્કાને ધ્યાનમાં લેવામાં આવતો નથી જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડ / ઝાડનો ઘેરાવો/ વિકાસને ધ્યાનમાં રાખી પાણી આપવાનું શક્ય બનતુ હોઈ પાણી નો બગાડ થતો નથી.
ટપક સિંચાઈ હેઠળ પાકની પાણીની જરૂરીયાત દરરોજના પાણીના બાષ્પીભવન આંક ( ઈવાપોરેશન ), ઝાડ / પાકનું વાવણી અંતર તેમજ ઝાડ / પાકના ઘેરાવ ઉપર એટલે કે વિકાસની અવસ્થા ઉપર આધાર રાખે છે. જેટલો બાષ્પીભવનનો આંક વધારે તેટલા પ્રમાણમાં પાણીની જરૂરિયાત પણ વધારે દા.ત. શિયાળામાં આ આંક નીચો જતો હોઇ ઓછા પાણીની જરૂર પડે છે અને ઓછો સમય ટપક સિંચાઈ પદ્ધતિ ચલાવવાની જરૂરિયાત રહે છે. તેની સામે ઉનાળામાં ગરમી અને વધારે પવનને કારણે બાષ્પીભવનનો આંક ઊંચો રહે છે આથી પાણી ની વધારે જરૂર પડે છે. આમ બાષ્પીભવન આંક પાકની જરૂરીયાત નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
બાષ્પીભવન કેટલા ટકા પાણી આપવાથી છોડનો યોગ્યતમ વિકાસ અને મહતમ ઉત્પાદન મળી રહેશે તે જુદી જુદી જગ્યાએ અખતરાએ હાથ ધરી નક્કી કરવામાં આવે છે જેને આપણે પાન ફેકટર કહીશું કે પાકનો હેતુ, સ્થાનિક હવામાન, જમીનનો પ્રકાર, પાકની ઋતુ વગેરે ઉપર આધાર રાખે છે.
જે પાકની પાણીની જરૂરીયાત તેના જીવનકાળ દરમ્યાન વધારે હોય છે તેવા પાકો માટે આ આંક અથવા હોય છે જ્યારે મધ્યમ પાણીની જરૂરીયાતવાળા મોટા ભાગના પાકોમાં આ આંક ૦.૮ હોય છે અને જે પાક ઓછા પાણીએ થાય છે અથવા તો જેની પાણીની અછત સામે ટકી રહેવાની શકિત સારી છે અને પાણીની ઓછી જરૂરીયાત છે તેવા પાકો માટે આ આંક ૦.૬ હોય છે. જેનો અર્થ એવો લઈ શકાય કે વધારે પાણીની જરૂરીયાતવાળા પાકો માટે જેટલું પાણી બાષ્પીભવન દ્ધારા વ્યય થયેલ હોય તેટલું પાણી પાછું જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિ દ્ધારા ભરપાઈ કરવામાં આવે તો જ મહત્તમ ઉત્પાદન મળે છે. તેની સામે મધ્યમ અને ઓછી પાણીની જરૂરીયાતવાળા પાકોમાં જેટલું પાણી બાષ્પીભવન દ્ધારા વ્યય થયું હોય તેના અનુક્રમે ૮૦ ટકા અને ૬૦ ટકા પ્રમાણમાં ટપક સિંચાઈ પદ્ધતિ દ્ધારા આપવું જરૂરી છે. જે તે સ્થળ માટેનો દૈનિક બાષ્પીભવન આંક એ વિસ્તારમાં આવેલ હવામાન ખાતાની પ્રયોગશાળામાં પાન ઈવેપોરીમીટરનો ઉપયોગ કરી નોંધવામાં આવે છે.
પાક/ઝાડ ની પાણીની જરૂરીયાત નક્કી કરવામાં પાકનો તબક્કો પણ અગત્યનો ભાગ બજવે છે. પાકના અથવા ઝાડના શરૂઆતના તબક્કામાં પાણીની જરૂરીયાત ઓછી રહે છે. પરંતુ જેમ જેમ છોડ મોટો થાય છે અથવા ઝાડનો વિકાસ થાય છે તેમ તેમ તેની પાણીની જરૂરીયાત વધતી જાય છે. પાક/ઝાડ ઘેરાવો ટકાવારીમાં દર્શાવી પાકની પાણીની જરૂરીયાતમાં તેને ધ્યાનમાં લેવામાં આવે છે.
સૌ પ્રથમ આપણે ક્યારા પદ્ધતિ હેઠળ રેલાવીને પિયત કરવામાં આવે તો પાણીની જરૂરીયાત ૧ હેકટર વિસ્તાર માટે કેટલી રહે છે તે જોઈએ. જેથી તેની સરખામણી ટપક સિંચાઈ પદ્ધતિ સાથે કરવામાં અનુકુળતા રહે . સામન્ય રીતે ક્યાર પિયત પદ્ધતિમાં હલકી રેતાળ જમીનમાં ૫૦ મિ.મી. ઊંડાઈના , ગોરાડુ મધ્યમ કાળી જમીનમાં ૬૦-૭૦ મિ.મી. ઊંડાઈનું અને ભારે કાળી જમીનમાં ૮૦ મિ.મી. ઊંડાઈનું પાણી આપવામાં આવે છે.
દા.ત. બટાટાના પાક્ને ૫૦ મિ.મી. ઊંડાઈના ૧૪ પિયત આપવાની ભલામણ છે.
પાણીનો જથ્થો ( લિટરમાં )
આમ ૧ હેકટર વિસ્તારમાં એક પિયત દરમ્યાન ૫૦૦૦૦૦ (૫ લાખ) લિટર પાણી આપવામાં આવે છે. આવા કુલ ૧૪ પિયતની બટાટાના પાકને જરૂરીયાત રહે છે. આથી ૧૪ X ૫ લિટર = ૭૦ લાખ લિટર અથવા ૭૦૦૦ ઘ.મી. પાણી તેના જીવનકાળ દરમ્યાન આપવામાં આવે છે.
દા.ત. બટાટાનો પાક ૪૫ X ૩૦ સે.મી. ના અંતર વાવેતર કરેલ છે.
પાણીની દરરોજ જરૂરીયાત ( મિ.મી. )
ઈ X મ X ઘ X પ
જ્યાં ઈ= બાષ્પીભવન આંક ( ઈવાપોરેશન, મિ.મી. માં )
મ= પાન ફેકટર
ઘ= વાવેતર કરેલ અંતર અથવા વાવેતર વિસ્તાર (જેટલા વિસ્તારમાં પાણી આપવું છે તે વિસ્તાર)
પ= પાકનો ધેરાવો (ટકામાં)
ઈ= ૫ મિ.મી.
મ= ૦.૮
ઘ= ૧૦૦૦૦ મી2
પ= ૧૦૦ ટકા
આમ, ઈ X મ X ઘ X પ
સરેરાશ ૧૦૦ દિવસમાં બટાટાના પાકમાં પિયત આપવાનું થાયતો ૪૦૦૦ ઘ.મી. (૪૦ લાખ લિટર) પાણી પુરતું થઈ રહે આમ કપાસ પદ્ધતિની સરખામણી (૭૦૦ ઘ.મી.) અંદાજીત ૪૦ ટકા પાણી ની બચત થાય છે.
પાણીની જરૂરીયાત નક્કી કર્યા બાદ તેટલા પાણીના જથ્થાને આપવા માટે કેટલો સમય ટપક પદ્ધતિ દરરોજ અથવા એકાંતરે દિવસે ચલાવવી જોઈએ તે ખેડુત માટે જ અગત્યની અને ઉપયોગી બાબત છે.
ખેડુતો માટે દરરોજ બાષ્પીભવનનો આંક મેળવી જરૂરીયાત નક્કી કરવી અને તે મુજબ સમયની ગણતરી કરવી એ શક્ય નથી. આ સંજોગોમાં કુષિ યુનિવર્સિટી દ્ધારા કરેલ ભલામણોનો આધાર લેવો જોઈએ અથવા જે તે કંપનીના એગ્રોનોમીસ્ટ જે મુજબ સમય બતાવે તેટલા સમય માટે સિસ્ટમ ચલાવવી જોઈએ.
આમ છતાં બધા જ ખેડુતો માટે આ શકય ન બંને ત્યારે અંદાજીત સમયની ગણતરી કરી તે મુજબ સીસ્ટમને ચલાવી શકાય. આ માટે આબોહવાકીય અઠવાડીયા મુજબ સરેરાશ બાષ્પીભવનનો આંક મેળવી જુદા જુદા અંતરે વાવેતર કરેલ પાકો માટે જીલ્લાવાર સામેલ કોઠાઓમાં આપવવામાં આવેલ છે. સદર કોઠો બાષ્પીભવન આંકના ૮૦% પાણી પુરુ પાડવા માટે અને એકાંતરે આપવાની વિગત દર્શાવે છે તે મુજબ અંદાજીત પિયત આપી શકાય.
અગત્યની બાબત એ છે કે સદર કોઠો ફકત સમયનો અંદાજ આપે છે. પાણીની જરૂરીયાત બાષ્પીભવન ઉપરાંત અન્ય પરિબળો ઉપર પણ આધારિત હોઈ તેમાં વધઘટ થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.
ખેતીપાકોમાં જે પાકોમાં બે છોડ વચ્ચેનું અંતર ઓછું હોય છે તેમજ પાકની બે લાઈન વચ્ચે અથવા જોડની લાઈન બનાવીને તેની વચ્ચે જ્યારે લેટરલ લાઈન ગોઠવવામાં આવે છે ત્યારે વિકાસના તબક્કાને ધ્યાને લીધા સિવાય ૧૦૦% ઘેરાવો ગણી તે મુજબ જ બાજુના છોડને તેમજ ડ્રિપરની બંને બાજુના છોડને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે.
પહોળા ગાળો વવાતા પાકો જેવા કે, કપાસ, દિવેલા, તુવેર વગેરેમાં એક છોડ દીઠ એક ડ્રિપરની ગોઠવણી કરવામાં આવે છે. આવા પાકોમાં છોડના વિકાસના તબક્કાને ધ્યાને લઈ પાણીની જરૂરીયાત નક્કી કરી ટપક પિયત પદ્ધતિથી પાણી આપવામાં આવે તો પાણીનો બચાવ થઈ શકે છે. આમ છોડનો વિકાસ ઓછો હોય ત્યારે ઓછું પાણી અને વધારે હોય ત્યારે વધારે પાણી આપવાથી પાણી બગડતું નથી. ફળ-ઝાડના પાકોમાં પણ આ જ પ્રમાણે છોડના વિકાસનો તબક્કા ને ધ્યાને લેવો જરૂરી છે. સમયની ગણતરી માટે નીચેના સુત્રનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેના માટે જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડીયાના બાષ્પીભવન આંકમાં ( ૩.૮ ) નો ઉપયોગ કરતાં.
સમય (મિનિટ/દિવસ) = પાણીનો જથ્થો (લિ./હેકટર) X ૬૦ મિનિટ
ડ્રિપરની સંખ્યા / હે. X ડ્રિપરનો પ્રવાહ દર
પાણીનો જથ્થો :
૧ છોડ દિઠ ૧ ડ્રિપર મુજબ
ડ્રિપરનો પ્રવાહ દર ૪ લિટર પ્રતિ કલાક
૧૨૦ સે.મી. X ૬૦ સે.મી. ના અંતરે વાવેલ પાકમાં ટપક સિંચાઈ પદ્ધતિ ચલાવવ માટેનો સમય
સમય = ( ૩૦૪૦૦ X ૬૦ ) / ( ૧૩૮૮૮ X ૪ )
મહિનો |
લિ./હે. * |
૧૭૬૦૦ |
૮૮૦૦૦ |
૭૩૦૦૦ |
૫૭૨૦૦ |
૪૮૪૦૦ |
૬૬૪૦૦ |
૫૫૭૦૦ |
૪૪૧૦૦ |
૩૬૫૨૦ |
૪૩૮૦૦ |
૩૫૭૧૨ |
૨૯૦૪૦ |
સરેરાશ બાષ્પીભવન (મિ.મી.) |
વાવણી અંતર
|
૪૫X૬૦
|
૯૦X૫૦ |
૯૦X૬૦ |
૯૦X૭૫ |
૯૦X૯૦ |
૧૨૦X૫૦ |
૧૨૦X૬૦ |
૧૨૦X૭૫ |
૧૨૦X ૯૦ |
૧૫૦X ૬૦ |
૧૫૦X ૭૫ |
૧૫૦X૯૦ |
||
સ્ટા. વીક. અને તારીખ |
|
|||||||||||||
જાન્યુઆરી |
૧ (૧–૭) |
૧૦ |
૨૧ |
૨૫ |
૩૨ |
૩૭ |
૨૭ |
૩૩ |
૪૧ |
૫૦ |
૪૨ |
૫૧ |
૬૩ |
૩.૮ |
|
૨ (૮-૧૪) |
૧૦ |
૨૧ |
૨૫ |
૩૨ |
૩૮ |
૨૭ |
૩૩ |
૪૧ |
૫૦ |
૪૨ |
૫૧ |
૬૩ |
૩.૮ |
|
૩ (૧૫-૨૧) |
૧૧ |
૨૨ |
૨૭ |
૩૪ |
૪૧ |
૩૦ |
૩૫ |
૪૫ |
૫૪ |
૪૫ |
૫૫ |
૬૮ |
૪.૧ |
|
૪ (૨૨-૨૮) |
૧૨ |
૨૩ |
૨૮ |
૩૬ |
૪૩ |
૩૧ |
૩૭ |
૪૭ |
૫૭ |
૪૭ |
૫૮ |
૭૧ |
૪.૩ |
|
૫ (૨૯-૦૪) |
૧૩ |
૨૭ |
૩૨ |
૪૧ |
૪૯ |
૩૫ |
૪૨ |
૫૩ |
૬૪ |
૫૪ |
૬૬ |
૮૧ |
૪.૯ |
ફેબ્રુઆરી |
૬ (૫-૧૧) |
૧૩ |
૨૭ |
૩૨ |
૪૧ |
૪૯ |
૩૫ |
૪૨ |
૫૩ |
૬૪ |
૫૪ |
૬૬ |
૮૧ |
૪.૯ |
|
૭ (૧૨-૧૮) |
૧૫ |
૨૯ |
૩૬ |
૪૫ |
૫૪ |
૩૯ |
૪૭ |
૫૯ |
૭૧ |
૫૯ |
૭૩ |
૮૯ |
૫.૪ |
|
૮(૧૯-૨૫) |
૧૬ |
૩૩ |
૩૯ |
૫૦ |
૬૦ |
૪૩ |
૫૨ |
૬૫ |
૭૯ |
૬૬ |
૮૧ |
૯૯ |
૬.૦ |
|
૯ (૨૬-૦૪) |
૧૭ |
૩૪ |
૪૧ |
૫૩ |
૬૨ |
૪૬ |
૫૪ |
૬૯ |
૮૩ |
૬૯ |
૮૫ |
૧૦૪ |
૬.૩ |
માર્ચ |
૧૦ (૦૫-૧૧) |
૨૦ |
૩૯ |
૪૭ |
૬૦ |
૭૧ |
૫૨ |
૬૨ |
૭૮ |
૯૫ |
૭૯ |
૯૭ |
૧૧૯ |
૭.૨ |
|
૧૧ (૧૨-૧૮) |
૨૨ |
૪૩ |
૫૨ |
૬૬ |
૭૮ |
૫૭ |
૬૮ |
૮૬ |
૧૦૪ |
૮૭ |
૯૭ |
૧૩૧ |
૭.૯ |
|
૧૨ (૧૯-૨૫) |
૨૪ |
૪૭ |
૫૭ |
૭૩ |
૮૬ |
૬૩ |
૭૫ |
૯૫ |
૧૧૪ |
૯૫ |
૧૧૭ |
૧૪૪ |
૮.૭ |
|
૧૩ (૨૬-૦૧) |
૨૫ |
૫૦ |
૬૦ |
૭૭ |
૯૧ |
૬૭ |
૭૯ |
૧૦૦ |
૧૨૪ |
૧૦૧ |
૧૨૪ |
૧૫૨ |
૯.૨ |
એપ્રિલ |
૧૪ (૦૨-૦૮) |
૨૭ |
૫૫ |
૬૬ |
૮૪ |
૯૯ |
૭૨ |
૮૬ |
૧૦૯ |
૧૩૧ |
૧૧૦ |
૧૩૪ |
૧૬૫ |
૧૦.૦ |
|
૧૫ (૦૯-૧૫) |
૨૮ |
૫૫ |
૬૬ |
૮૫ |
૧૦૦ |
૭૩ |
૮૭ |
૧૧૦ |
૧૩૩ |
૧૧૧ |
૧૩૬ |
૧૬૭ |
૧૦.૧ |
|
૧૬ (૧૬-૨૨) |
૨૯ |
૫૮ |
૭૦ |
૯૦ |
૧૦૬ |
૭૭ |
૯૨ |
૧૧૬ |
૧૪૧ |
૧૧૭ |
૧૪૪ |
૧૭૭ |
૧૦.૭ |
|
૧૭ (૨૩-૨૯) |
૩૧ |
૬૧ |
૭૪ |
૯૪ |
૧૧૧ |
૮૧ |
૯૭ |
૧૨૨ |
૧૪૭ |
૧૨૩ |
૧૫૧ |
૧૮૫ |
૧૧.૨ |
|
૧૮ (૩૦-૦૬) |
૩૧ |
૬૨ |
૭૪ |
૯૫ |
૧૧૨ |
૮૨ |
૯૭ |
૧૨૩ |
૧૪૯ |
૧૨૪ |
૧૫૨ |
૧૮૭ |
૧૧.૩ |
મે |
૧૯ (૦૭-૧૩) |
૩૨ |
૬૪ |
૭૭ |
૯૮ |
૧૧૬ |
૮૫ |
૧૦૧ |
૧૨૭ |
૧૫૪ |
૧૨૮ |
૧૫૭ |
૧૯૩ |
૧૧.૭ |
|
૨૦ (૧૪-૨૦) |
૩૩ |
૬૭ |
૮૦ |
૧૦૨ |
૧૨૧ |
૮૮ |
૧૦૫ |
૧૩૩ |
૧૬૦ |
૧૩૪ |
૧૬૪ |
૨૦૨ |
૧૨.૨ |
|
૨૧ (૨૧-૨૭) |
૩૪ |
૬૭ |
૮૧ |
૧૦૩ |
૧૨૨ |
૮૯ |
૧૦૬ |
૧૩૪ |
૧૬૨ |
૧૩૫ |
૧૬૫ |
૨૦૩ |
૧૨.૩ |
|
૨૨ (૨૮-૦૩) |
૩૪ |
૬૮ |
૮૨ |
૧૦૫ |
૧૨૪ |
૯૦ |
૧૦૮ |
૧૩૬ |
૧૬૪ |
૧૩૭ |
૧૬૮ |
૨૦૩ |
૧૨.૫ |
જૂન |
૨૩ (૦૪-૧૦) |
૩૪ |
૬૭ |
૮૧ |
૧૦૩ |
૧૧૨ |
૮૯ |
૧૦૬ |
૧૩૪ |
૧૬૨ |
૧૩૫ |
૧૬૫ |
૨૦૩ |
૧૨.૩ |
|
૨૪ (૧૮-૨૪) |
૩૦ |
૬૦ |
૭૨ |
૯૨ |
૧૦૯ |
૮૦ |
૯૫ |
૧૨૦ |
૧૪૫ |
૧૨૧ |
૧૪૮ |
૧૮૨ |
૧૧.૦ |
|
૨૫ (૧૮-૨૪) |
૩૦ |
૬૧ |
૭૩ |
૯૩ |
૧૧૦ |
૮૦ |
૯૬ |
૧૨૧ |
૧૪૬ |
૧૨૨ |
૧૪૯ |
૧૮૩ |
૧૧.૧ |
|
૨૬ (૨૫-૦૧) |
૨૮ |
૫૬ |
૬૭ |
૮૬ |
૧૦૧ |
૭૪ |
૮૮ |
૧૧૧ |
૧૩૪ |
૧૧૨ |
૧૩૭ |
૧૬૯ |
૧૦.૨ |
જુલાઈ |
૨૭ (૦૨-૦૮) |
૨૪ |
૪૭ |
૫૭ |
૭૩ |
૮૬ |
૬૩ |
૭૫ |
૯૫ |
૧૧૪ |
૯૫ |
૧૧૭ |
૧૪૪ |
૮.૭ |
|
૨૮ (૦૯-૧૫) |
૨૨ |
૪૪ |
૫૩ |
૬૮ |
૮૦ |
૫૯ |
૭૦ |
૮૮ |
૧૦૬ |
૮૯ |
૧૦૯ |
૧૩૪ |
૮.૧ |
|
૨૯ (૧૬-૨૨) |
૧૭ |
૩૪ |
૪૧ |
૫૨ |
૬૧ |
૪૫ |
૫૩ |
૬૭ |
૮૧ |
૬૮ |
૮૩ |
૧૦૨ |
૬.૨ |
|
૩૦ (૨૩-૨૯) |
૧૬ |
૩૨ |
૩૮ |
૪૯ |
૫૮ |
૪૨ |
૫૦ |
૬૩ |
૭૬ |
૬૪ |
૭૮ |
૯૬ |
૫.૮ |
|
૩૧ (૩૦-૦૫) |
૧૫ |
૩૦ |
૩૬ |
૪૬ |
૫૫ |
૪૦
|
૪૭ |
૬૦ |
૭૨ |
૬૦ |
૭૪ |
૯૧ |
૫.૫ |
ઓગષ્ટ |
૩૨ (૦૬-૧૨) |
૧૩ |
૨૭ |
૩૨ |
૪૧ |
૪૯ |
૩૫ |
૪૨ |
૫૩ |
૬૪ |
૫૪ |
૬૬ |
૮૧ |
૪.૯ |
|
૩૩ (૧૩-૧૯) |
૧૪ |
૨૮ |
૩૪ |
૪૪ |
૫૨ |
૩૮ |
૪૫ |
૫૭ |
૬૮ |
૫૭ |
૭૦ |
૮૬ |
૫.૨ |
|
૩૪ (૨૦-૨૬) |
૧૪ |
૨૯ |
૩૫ |
૪૪ |
૫૩ |
૩૮ |
૪૬ |
૫૮ |
૭૦ |
૫૮ |
૭૧ |
૮૮ |
૫.૩ |
|
૩૫ (૨૭-૦૨) |
૧૫ |
૨૯ |
૩૬ |
૪૫ |
૫૪ |
૩૯ |
૪૭ |
૫૯ |
૭૧ |
૫૯ |
૭૩ |
૮૯ |
૫.૪ |
સપ્ટેમ્બર |
૩૬ (૦૩-૦૯) |
૧૬ |
૩૨ |
૩૯ |
૫૦ |
૫૯ |
૪૩ |
૫૧ |
૬૪ |
૭૮ |
૬૫ |
૭૯ |
૯૮ |
૫.૯ |
|
૩૭ (૧૦-૧૬) |
૧૭ |
૩૪ |
૪૧ |
૫૨ |
૬૧ |
૪૫ |
૫૩ |
૫૭ |
૮૧ |
૬૮ |
૮૩ |
૧૦૨ |
૬.૨ |
|
૩૮ (૧૭-૨૩) |
૧૭ |
૩૫ |
૪૨ |
૫૪ |
૬૩ |
૪૬ |
૫૫ |
૭૦ |
૮૪ |
૭૦ |
૮૬ |
૧૦૬ |
૬.૪ |
|
૩૯ (૨૪-૩૦) |
૧૭ |
૩૫ |
૪૨ |
૫૪ |
૬૩ |
૪૫ |
૫૫ |
૭૦ |
૮૪ |
૭૦ |
૮૬ |
૧૦૬ |
૬.૪ |
ઓક્ટોમ્બર |
૪૦ (૦૧-૦૭) |
૧૮ |
૩૬ |
૪૩ |
૫૫ |
૬૫ |
૪૮ |
૫૭ |
૭૨ |
૮૭ |
૭૨ |
૮૯ |
૧૦૯ |
૬.૬ |
|
૪૧ (૦૮-૧૪) |
૧૭ |
૩૫ |
૪૨ |
૫૪ |
૬૩ |
૪૬ |
૫૫ |
૭૦ |
૮૪ |
૭૦ |
૮૬ |
૧૦૬ |
૬.૪ |
|
૪૨ (૧૫-૨૧) |
૧૭ |
૩૪ |
૪૧ |
૫૨ |
૬૧ |
૪૫ |
૫૩ |
૬૭ |
૮૧ |
૬૮ |
૮૩ |
૧૦૨ |
૬.૨ |
|
૪૩ (૨૨-૨૮) |
૧૫ |
૩૧ |
૩૭ |
૪૭ |
૫૬ |
૪૦ |
૪૮ |
૬૧ |
૭૪ |
૬૧ |
૭૫ |
૯૩ |
૫.૬ |
|
૪૪ (૨૯-૦૪) |
૧૬ |
૩૨ |
૩૮ |
૪૯ |
૫૮ |
૪૨ |
૫૦ |
૬૩ |
૭૬ |
૬૪ |
૭૮ |
૯૬ |
૫.૮ |
નવેમ્બર |
૪૫ (૦૫-૧૧) |
૧૪ |
૨૮ |
૩૪ |
૪૪ |
૫૨ |
૩૮ |
૪૫ |
૫૭ |
૬૮ |
૫૭ |
૭૦ |
૮૬ |
૫.૨ |
|
૪૬ (૧૨-૧૮) |
૧૩ |
૨૬ |
૩૨ |
૪૦ |
૪૮ |
૩૫ |
૪૧ |
૫૨ |
૬૩ |
૫૩ |
૬૫ |
૭૯ |
૪.૮ |
|
૪૭ (૧૯-૨૫) |
૧૨ |
૨૩ |
૨૮ |
૩૬ |
૪૩ |
૩૧ |
૩૭ |
૪૭ |
૫૭ |
૪૭ |
૫૮ |
૭૧ |
૪.૩ |
|
૪૮ (૨૬-૦૨) |
૧૨ |
૨૫ |
૩૦ |
૩૮ |
૪૫ |
૩૩ |
૩૯ |
૪૯ |
૫૯ |
૪૯ |
૬૦ |
૭૪ |
૪.૫ |
ડિસેમ્બર |
૪૯ (૦૩-૦૯) |
૧૧ |
૨૨ |
૨૭ |
૩૪ |
૪૧ |
૩૦ |
૩૫ |
૪૫ |
૫૪ |
૪૫ |
૫૫ |
૬૮ |
૪.૧ |
|
૫૦ (૧૦-૧૬) |
૧૦ |
૨૦ |
૨૪ |
૩૧ |
૩૭ |
૨૭ |
૩૨ |
૪૦ |
૪૯ |
૪૧ |
૫૦ |
૬૧ |
૩.૭ |
|
૫૧ (૧૭-૨૩) |
૧૦ |
૨૦ |
૨૪ |
૩૦ |
૩૬ |
૨૬ |
૩૧ |
૩૯ |
૪૭ |
૩૯ |
૪૮ |
૬૦ |
૩.૬ |
|
૫૨ (૨૪-૩૧) |
૧૦ |
૨૧ |
૨૫ |
૩૨ |
૩૮ |
૨૭ |
૩૩ |
૪૧ |
૫૦ |
૪૨ |
૫૧ |
૬૩ |
૩.૮ |
નોંધ : લીપ વર્ષમાં ૯મું અઠવાડીયું ૮ દિવસનું રહેશે.
* ટપકણીયામાંથી ૧ હેકટર વિસ્તાર માટે બહાર નીકળતો કુલ પાણીનો જથ્થો દર્શાવેલ છે.
સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા, ડૉ. એમ. વી. પટેલ, ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ,સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬
પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020