অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાઈના પાકમાં ફુવારા પિયત પદ્ધતિ અપનાવો

રાઈ એ મગફળી પછીનો અગત્યનો તેલીબિયાનો પાક છે. તેનું વાવેતર ગુજરાત રાજયમાં ૨.૫૦ લાખ હેટકર વિસ્તારમાં થાય છે જે પૈકી ૮૦ % વાવેતર માત્ર ઉત્તર ગુજરાતમાં જ છે. આ પાકનું મોટા ભાગનું વાવેતર (આશરે ૯૦%) પિયત આધારે થાય છે. આટલા મોટા વિસ્તારમાં રાઈનું વાવેતર થવા છતાં પિયતની પદ્ધતિઓ ખામીયુક્ત હોવાના કારણે પાણીનો ખૂબ જ બગાડ થાય છે.

ઉત્તર ગુજરાત વિસ્તાર રૂઢિગત ક્યારા પદ્ધતિમાંથી ધીમે ધીમે પિયતની આધુનિક પદ્ધતિઓ જેવી કે ટપક પિયત અને ફુવારા પિયત હેઠળ આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પિયત પાણીની અનુભવવામાં આવતી અછતના કારણે ખેડૂતો મુખ્યત્વે સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. હવે ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં કે જેમાં ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર સૂક્ષ્મ પિયત હેઠળ છે. ત્યાં ખેડૂતો સાંકડા તથા પહોળા અંતરવાળા પાકોમાં જરૂરિયાત મુજબ ટપક અને ફુવારા પદ્ધતિથી પાકને પિયત આપે છે. ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ મગફળી, શિયાળુ બટાટા અને ઉનાળુ બાજરીની પાક પદ્ધતિ હેકટર દીઠ વધુ નફો આપતી પાક પદ્ધતિ છે. ફુવારા પદ્ધતિ કે જેનો શરૂઆતનો રોકાણ ખર્ચ પ્રમાણમાં ઓછો, ખેત કાર્યોમાં મહદ્ અંશે સાનુકૂળ અને બનાસકાંઠાના ઉપર મુજબના મુખ્ય પાકોમાં અનુકૂળ આવતી હોય તે વ્યાપક પ્રમાણમાં અપનાવવામાં આવે છે. આ પાક પદ્ધતિમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવવામાં આવે છે પરંતુ આ પાકોને કયારે અને કેટલું પિયત આપવું તેની માહિતી ઉપલબ્ધ ન હોવાના કારણે ખેડૂતો દ્વારા સાંકડા અને પહોળા અંતરે વવાતા પાકોમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિથી અયોગ્ય રીતે પિયત આપતા હોય છે અને પાણીનો બગાડ થાય છે.

ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુદરતી સંસાધન વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે રાઈના પાકમાં ફુવારા પદ્ધતિથી પિયત આપવાનો પ્રયોગ વૈજ્ઞાનિક ઢબે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ દરમ્યાન હાથ ધરવામાં આવ્યો. આ અખતરામાં પાકનું વાવેતર હલકી પ્રતવાળી રેતાળ, ગોરાડુ જમીનમાં કરવામાં આવેલ. આ જમીનમાં નાઈટ્રોજનની માત્રા ઓછી જયારે ફોસ્ફરસ અને પોટાશની માત્રા મધ્યમ પ્રમાણમાં હતી. રાઈના પાકનું વાવેતર ઑકટોબર માસમાં બીજા થી ચોથા અઠવાડીયા દરમ્યાન દિવસના ગરમીનું પ્રમાણ ઓછું થયે બે હાર વચ્ચેનું અંતર ૪૫ સે.મી. જયારે બે છોડ વચ્ચેનું અંતર અંદાજે ૧૦ સે. મી. અંતર રાખી કરવામાં આવેલ. રાસાયણિક ખાતરો

ભલામણ દર મુજબ ૭૫-૫૦-૦૦ ના.ફો.પો. કિ.ગ્રા. હેકટર ના દરથી આપવામાં આવેલ. જેમાં ફોસ્ફરસનો સંપૂર્ણ તથા નાઈટ્રોજનનો અડધો જથ્થો ડી.એ.પી. અને યુરિયા ખાતર મારફત પાયાના ખાતર તરીકે આપવામાં આવેલ. બાકીનો નાઈટ્રોજન યુરિયા ખાતરના રૂપમાં પૂર્તિ ખાતર તરીકે બે માસના હપ્તામાં વાવણી બાદ ૩૦ અને ૪પ દિવસે આપવામાં આવેલ.

ફુવારા સિંચાઈ પદ્ધતિની ગોઠવણી ૯ મીટર (લેટરલ) * ૯ મીટર (ફુવારા) ના અંતરે કરવામાં આવેલ. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ૩ર એમ.એમ. એચ.ડી. પી.ઈ. લેટરલ તથા ડબલ નોઝલ ૪૫૦ લિટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા ફુવારા ગોઠવવામાં આવેલ. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા ફુવારાની ઊંચાઈ અંદાજે ૧ મીટર જેટલી હોય છે, પરંતુ રાઈના પાકની ઊંચાઈ વધવાની સાથે રાઈઝરની ઊંચાઈ પણ વધારવાની જરૂરિયાત ફૂલ આવવાની અવસ્થાએ (વાવણી પછી અંદાજે ૫૦ દિવસે) ઉપસ્થિત થતાં ૨૦ એમ.એમ. વ્યાસના એમ.ટી.એ.-એફ.ટીએ. ફિટિંગથી પીવીસી પાઈપનું જોડાણ કરી ફુવારાની ઊંચાઈ વધારવામાં આવેલ હતી.

રાઈના ઉત્પાદન અને આર્થિક મૂલ્યાંકન ઉપર ફુવારા પદ્ધતિની અસર

માવજત નંબર

પિચતની માવજત

દાણાનું ઉત્પાદન

કિ.ગ્રા./હે.

કુલ આવક

/હે

કુલ ખર્ચ

/હે

ચોખ્ખો નફો

/હે

ફુવારા પિયત પદ્ધતિ

1

0.૬ પિયત પાણી

બાષ્પિભવન ગુણોત્તર

૧૪૦પ

૪૯૧૭૫

૨૫૧૮૫

૨૩૯૮૯

2

0.૮ પિયત પાણી

બાષ્પિભવન ગુણોત્તર

૧૫૪૪

૫૪૭૪૦

૨૬૧૪૫

૨૮૫૯૪

3

૧.૦પિયત પાણી

બાષ્પિભવન ગુણોત્તર

૧૬૯૬

પ૯૩૬

૨૭૧૦૫

૩રપપ૪

કયારા પિયત પદ્ધતિ

4

૧.૦પિયત પાણી

બાષ્પિભવન ગુણોત્તર

૧૩પ૧

૪૭૨૮૫

૧૮૦૩૧

૨૯૨૫૪

ફુવારા મારફત પાણી આપવાનો દર જુદી જુદી માવજત મુજબ એટલે કે ૦.૬, ૦.૮ અને ૧.૦ પિયત પાણી બાષ્પિભવન ગુણોત્તર ફુવારાના દરે તેમજ રૂઢિગત (ક્યારા પદ્ધતિથી રેલાવીને) પિયતનો દર પણ ૧.૦ પિયત પાણી બાષ્પિભવન ગુણોત્તરના દરથી આપવામાં આવેલ. પિયતનો સમયગાળો ૪૦ મિ.મી. પિયતની જરૂરિયાત થાય તે મુજબ નક્કી કરવામાં આવેલ.

તેના પરિણામો દર્શાવે છે તે મુજબ ફુવારા પદ્ધતિથી રાઈના પાકને પિયત આપતા રૂઢિગત ક્યારા પદ્ધતિથી રેલાવીને પિયત પદ્ધતિની સરખામણીમાં પાકના ઉત્પાદનમાં સાર્થક રીતે વધારો જોવા મળેલ હતો. જયારે છોડના વૃદ્ધિ-વિકાસમાં દા.ત. છોડની ઊંચાઈ, ડાળીની સંખ્યા, છોડ ઉપર શીંગની સંખ્યા તથા શીંગમાં દાણાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળેલ હતો. ફુવારા પિયત પદ્ધતિની ત્રણ માવજતની સરખામણી કરતાં ૦.૮ પિયત પાણી : બાષ્પિભવન ગુણોત્તર કરતા સાર્થક રીતે વધુ ઉત્પાદન મળેલ અને આ માવજત કરતાં અનુક્રમે ૧૧.૧૩% અને ૨૦.૭૧% ગણું વધારે ઉત્પાદન મળેલ. જયારે કયારા પદ્ધતિ કરતાં અનુક્રમે ૧૫.૭૬% અને જણાવેલ આંકડાઓ સૂચવે છે કે ૧.૦ પિયત પાણી બાષ્પિભવન ગુણોત્તર માવજતથી વધુ ઉત્પાદનની સાથે હેકટર દીઠ વધુ આવક અને ચોખ્ખો નફો ₹ ૩રપ૬૪/- નોંધાયેલ છે જે ક્યારા પદ્ધતિથી પિયત કરતાં ૧૧.૨૮ % અને ૦.૬ અને ૦.૮ પિયત પાણી કરતાં અનુક્રમે ૩પ ૭૦ % અને ૧૩.૮૪ % હેકટર દીઠ વધારે નફો મળેલ.

ફુવારા પદ્ધતિથી છોડના વિકાસ તેમજ પાક ઉત્પાદનમાં થયેલ વધારાના આધારે આર્થિક મૂલ્યાંકન અંગે નીચે મુજબના પરિણામો તારવવામાં આવેલ. આ પ્રયોગ દ્વારા રાઈના પાકમાં ફુવારા પદ્ધતિ પિયત અંગેની નીચે મુજબ તારણો તારવી ખેડૂત ભલામણ કરવામાં આવેલ.

ફુવારા પદ્ધતિનું પિયત રાઈના પાકને સાનુકૂળ જણાવેલ હતું. પાકમાં કોઈ ગંભીર રોગ-જીવાતનો ઉપદ્રવ જોવા મળેલ ન હતો. પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જાવા મળેલ હતો. ફુવારા પદ્ધતિ મારફત ૧.૦ પિયત પાણી : બાષ્પિભવન ગુણોત્તરની માવજતથી અંદાજે બાષ્પિભવનના દર જેટલું પિયત આપતા રૂઢિગત પિયતની સરખામણીએ અંદાજે પાક ઉત્પાદનમાં ૨૫.પ૩% વધારો નોંધાયેલ હતો. જયારે ઢાળીયા, પાળામાં પાણીનો બગાડ ધ્યાને લેતાં ફુવારા પદ્ધતિથી ઓછામાં ઓછો ૧૫% પિયત પાણીનો બચાવ નોંધાયેલ. આ અખતરાના આયોજનમાં પ્રતિ હેકટરે ૩ર,૨૫૫/- નો ચોખ્ખો નફો થયેલ હતો.

ખેડૂતલક્ષી ભલામણ :

ઉત્તર ગુજરાત ખેત હવામાન વિભાગ-૧ ના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે રાઈ (ગુજ.હાઈ ૩)ને ૧ બાષ્પીભવન ગુણાંકે ૪૦ મિ.મી. ઊંડાઈનું પિયત ફુવારા પદ્ધતિથી આપવાથી ક્યારા પદ્ધતિથી રેલાવીને પિયત આપવાની સરખામણીએ વધારે ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવી શકાય છે.

સ્ત્રોત:ડિસેમ્બર-ર૦૧૭,વર્ષ:૭૦,અંક:૮,સળંગઅંક: ૮૩૬,કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate