ગુજરાત રાજ્યની કુલ ખેતિની જમીનનાં 79% ટકા વિસ્તારની સિંચાઇ ભુગર્ભજળથી (કવા, બોર વગેરે) થાય છે. સમયની સાથે ભુગર્ભજળ ભંડારો ઓછા થવાથી પાણીના જળ નીચા જાય છે અને વધુ ઉંડાઇથી પાણી ખેંચતા તેની ગુણવત્તા પિયત માટે જરુરીયાત મુજબની રહેતી નથી. ખાસ કરીને મધ્યમથી મોટો વિસ્તાર ધરવતા ખેડુતો પાસે પોતાનો પાણીનો સ્ત્રોત હોવા છતા ઘણીવાર પુરા વિસ્તારમાં પિયત થઇ શકતું નથી.
ધોરીયા ક્યારાની પારંપરીક પિયત પધ્ધતિમાં જ્મીન પર આગળ વધતો પાણીનો પ્રવાહ પુરેપુરી જમીનને પાણીથી તરબોળ કરીને આગળ વધે છે. આ પધ્ધતિમાં પાણીના બગાડ ઉપરાંત બીજા પણ બે ગેરલાભ છે. એકતો મુળ વિસ્તારમાં વધારે પડ઼તું પાણી ભરાઇ જાય છે. બીજું છોડવાને હવા અને ગરમીની અછત થાય છે જે ખોરાક (પોષક દ્રવ્યો) ની શોષણ ક્રિયામા બાધક બને છે. આ ઉપરાંત નિંદામણમાં વધારો થવાથી ખાતરની કાર્યક્ષમતામાં ઘટડો પણ થાય છે.
આમતો સિંચાઇની આધુનિક પધ્ધતિઓમાં ફુવારા પધ્ધતિ તેમજ પોરષ પાઇપ દ્વારા પિયત પધ્ધતિ પણ છે. પરંતુ ટપક સિંચાઇ (Drip Irrigation) પધ્ધતિના ફાયદા જોતા આને આધુનિક સિંચાઇ પધ્ધતિમાં શ્રેષ્ઠ કહી શકાય.
પ્રારંભિક ખર્ચ વધુ આવે છે.
ગુજરાત સરકાર દ્વારા જી.એસ.એફ.સી., જી.એન.એફ.સી. અને જી.આઇ.સી. ના સંયુક્ત ઉપક્રમ તરીકે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીની સ્થાપના કરેલ છે જે ખેડુતોને 50% અથવા રૂ.60,000/- પ્રતિ હેકટરે બે માં થી જે ઓછુ સબસીડી સ્વરૂપે આપે છે.
ટપક પધ્ધતિ વસાવવા માટે જી.એસ.એફ.સી. તથા જી.એન.એફ.સી. ડેપો અથવા દરેક જિલ્લાઓમાં આવેલ ક્રુષિ કેન્દ્ર, ક્રુષિ યુનિવર્સિટી તેમજ કંપનીના પ્રતિનિધિનો સંપર્ક સાધો.
સ્ત્રોત: સફળ કિસાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/12/2020