આ પધ્ધતિ ખાસ કરીને નજીકથી વવાતા અને ઓછી ઉંચાઈ ધરાવતા અથવા જમીન પર પથરાતા પાકો માટે વધુ અનુકૂળ છે. આ પધ્ધતિમાં ૧૧૬ મી.મી. કે ર૦ મી.મી. લેટરલ સબ મેઈન સાથે ગ્રોમેટ ટેક ઓફથી ર થી ૬ મીટરના અંતરે જોડવામાં આવે છે. અને તે લેટરલ પર ર થી ૬ મીટરના અંતરે સુક્ષ્મ ફુવારા ગોઠવી શકાય છે. સુક્ષ્મ ફુવારા ૩૦ થી ૩૦૦ લીટર / કલાકની પ્રવાહ ક્ષમતાવાળા પ્રાપ્ય છે. લેટરલથી લેટરલ અને સુક્ષ્મ ફુવારાથી ફુવારા વચ્ચેનું અંતર એ પ્રાપ્ય દબાણ તેમજ ફુવારાની પ્રવાહ ક્ષમતા પર આધાર રાખે છે. જો પાણીનું દબાણ ૦.પ, ૧.૦ અને ૧.પ અને ર.૦ કિ. ગ્રા. / સે.મી. પ્રાપ્ય હોય તો અનુક્રમે ર×ર, ૩×૩, ૪×૪ અને પ×પ મીટર×મીટરના અંતરે ગોઠવી શકાય છે. ગ્રીનહાઉસમાં ખાસ કરીને સુક્ષ્મ ફુવારાથી પિયત આપવામાં આવે છે.
મોટા ફુવારાની સાપેક્ષમાં તે ખૂબ જ નાના બુંદમાં સ્પ્રે કરતું હોવાથી જયારે તાપમાન ઉંચું હોય તો બાષ્પીભવનથી પાણીનો વ્યય ખૂબ જ વધી જાય છે અને જયારે પવન વધુ હોય ત્યારે પિયત ઉંડાઈની એકરૂપતા ઘટે છે. તદઉપરાંત બાષ્પીભવનથી પાણીનો વ્યય પણ ખુબજ વધી જાય છે. આમ, આ પધ્ધતિ રાત્રે અથવા દિવસના ૧૦ વાગ્યા સુધી જો પવનની ગતિ ઓછી હોય તો જ વાપરવી હિતાવહ છે. વધુ ઉંચાઈ ધરાવતા પાક માટે વાપરી શકાતી નથી. કારણકે નોઝલ વધુ માં વધુ ૧ ફુટથી ૧.પ ફુટ ઉંચાઈએ ગોઠવી શકાય છે. નોઝલ ખુબ જ હળવી અને પ્લાસ્ટીકની બનેલી હોવાથી આસાનીથી નુકસાન પામે છે. આંતર ખેડ વખતે તે મશીન કે પ્રાણીથી તેમજ કુતરા કે શિયાળથી બહુજ ઝડપથી નુકસાન પામવાની શકયતા રહેલી છે.
આ પધ્ધતિ ખૂબ જ નજીકથી વવાતા પાકો જેવા કે, ઘઉં, ડુંગળી, લસણ કે જીરૂં જેવા માટે ખાસ અનુકૂળ આવે છે. જેમાં સબમેઈન સાથે ૧ થી ર મીટરના અંતરે ૧૬ મી.મી. થી ર૦ મી.મી. વ્યાસની લેટરલ ગ્રોમેટ ટેક ઓફથી જોડવામાં આવે છે. આ લેટરલ પર ૧૬ થી પ૦ લીટર/કલાકના ડ્રીપર ફીટ કરવામાં આવે છે. જેમાં ડ્રીપરની પ્રવાહ ક્ષમતા વધારે તેમ બે ડ્રીપર અને બે લેટરલ વચ્ચ્ે અંતર વધારે રાખી શકાય છે. સાથો સાથ બે સબમેઈન વચ્ચે અંતર ઘટાડવું જરૂરી બને છે. કારણકે, ઓછા દબાણ હોવાથી લેટરલમાં અમુક ક્ષમતાથી પાણી વહી શકતું નથી.
સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/20/2020