অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સુક્ષ્મ પિયત પધ્ધતિ અપનાવો

સુક્ષ્મ પિયત પધ્ધતિ અપનાવો

  1. સુક્ષ્મ પિયત પધ્ધતિ
  2. સૂક્ષ્મ પિયત પદ્ધતિ શું છે?
    1. ટપક પિયત પદ્ધતિ
  3. ટપક પિયત પદ્ધતિના ફાયદા
    1. પાણીની બચત:
    2. સિંચાઈ વિસ્તારમાં વધારો:
    3. પાક ઉત્પાદનમાં વધારો:
    4. વીજળીનો બચાવ :
    5. પાક વહેલો પાકે :
  4. પાંચ પ્રકારના ખર્ચમાં ઘટાડો
    1. ખાતરના ખર્ચમાં ઘટાડો :
    2. નીંદામણ ખર્ચમાં ઘટાડો:
    3. જમીનને સમતળ કરવાના ખર્ચમાં ઘટાડો :
    4. જમીનના ખેડાણ ખર્ચમાં ઘટાડો:
    5. જંતુનાશક દવાના ખર્ચમાં ઘટાડો :
  5. પાંચ પ્રકારની શ્રેષ્ઠ સફળતાઓ
  6. મર્યાદાઓ:
  7. ટપક પદ્ધતિ વસાવતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
  8. ટપક પદ્ધતિને ખેતરમાં લગાવ્યા બાદ શરૂઆતમાં ધ્યાને લેવા જેવી જરૂરી બાબતો:
  9. ટપક પદ્ધતિનો ખર્ચ ઘટાડવાની તજજ્ઞતાઓ :
  10. પદ્ધતિના કાર્યક્ષમ ઉપયોગ માટે ધ્યાને રાખવાની બાબતો:
  11. ફુવારા પિયત પદ્ધતિ:
    1. ફુવારાના પ્રકાર :
    2. કુવારાની પસંદગી :
    3. ફુવારા પિયત પધ્ધતીના ભાગો –કાર્યો:
    4. મીની તથા માઈક્રો ફુવારા પિયત પદ્ધતિઓમાં ભાગોની પસંદગી કરતી વખતે ધ્યાને લેવાની બાબતો:

સુક્ષ્મ પિયત પધ્ધતિ

ભારતમાં મહદ્ અંશે પાક ઉત્પાદન લેવા માટે રેલાવીને પિયત આપવામાં આવે છે. આના કારણે

 

  1. પાણીનો પુષ્કળ બગાડ થાય છે.
  2. જમીનમાં સારો વધતાં જમીન બગડે છે.
  3. જમીનનું ધોવાણ થાય છે.
  4. જમીન ઉપર પાણી ભરાઈ રહે છે, જેથી પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ વધી જાય છે.
  5. ખેતી ખર્ચ વધે છે.
  6. પાણીની કાર્યક્ષમતા ઘટે છે.

આ સમસ્યાનો એક જ ઉકેલ છે – સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવી.

સૂક્ષ્મ પિયત પદ્ધતિ શું છે?

ખેતરમાં જયારે પાકને દબાણ હેઠળ જરૂર પરતું જ પિયત આપવામાં આવે તેને સૂક્ષમ પિયત પદ્ધતિ કહેવામાં આવે છે. સૂક્ષ્મ પિયત પદ્ધતિ બે પ્રકારની છે.

ટપક પિયત પદ્ધતિ

ટુંકા સમયાંતરે, ઓછી માત્રામાં છોડના મૂળ વિસ્તાર નજીક, નલિકાઓની જાળ ઉપર અથવા અંદર ગોઠવેલ ડ્રિપ દ્વારા યોગ્ય દબાણ હેઠળ ટીપે-ટીપે છોડની પાણી  ભેજની જરૂરિયાત મુજબ જ સપ્રમાણ પાણી આપવાની પદ્ધતિ એટલે ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિમાં દરેક છોડના મૂળ વિસ્તારમાં ટપકણીયા દ્વારા પાણી ટીપે ટીપે દરરોજ અથવા એકાંતરે આપવામાં આવે છે જેના સીધા અને આડકતરા ઘણા ફાયદાઓ મળે છે.

 

ટપક પિયત પદ્ધતિના ફાયદા

પાણીની બચત:

પૃષ્ઠ પિયત અથવા રેલાવીને પાણી આપવાની પદ્ધતિની સરખામણીએ ટપક પિયત પદ્ધતિમાં પ૦ થી ૭૦ ટકા જેટલા પાણીની બચત થાય છે.

સિંચાઈ વિસ્તારમાં વધારો:

આ બચેલા પાણીથી લગભગ એટલા જ વધારાના વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી શકાય છે અને તે દ્વારા પાક ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. જો મોટા પાયે વાત કરીએ તો નર્મદા યોજના દ્વારા ચીલાચાલુ પદ્ધતિએ પિયત આપવામાં આવે તો ૧૮ લાખ હેટકર ખેતીલાયક જમીનમાં સિંચાઈની સુવિધા પુરી પાડી શકાય, પણ જો આ જ પાણીના જથ્થાને ટપક પિયતથી ઉપયોગ કરવામાં આવે તો લગભગ ૪૦ થી ૫૦ લાખ હેકટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળી શકે.

પાક ઉત્પાદનમાં વધારો:

ચીલાચાલુ પિયત પદ્ધતિમાં ૧૦-૧૫ દિવસના અંતરે કયારાઓ ભરીને પાકને પાણી આપવામાં આવે છે. આના કારણે જ્યારે ક્યારાઓ પાણીથી તરબોળ હોય છે, ત્યારે જમીનના કણો વચ્ચે પાણી ભરાઈ રહેતુ હોવાથી પાકના મૂળને હવા દ્વારા ઓકસિજન મળતો નથી. થોડા દિવસો બાદ જયારે કયારામાંનું પાણી સુકાઈ જાય છે ત્યારે માટીના કણો વચ્ચેની જગ્યામાં ઘટાડો થવાના કારણે જમીન કઠણ બને છે. આનાથી પણ મૂળને પૂરતાં પ્રમાણમાં હવા મળતી નથી. આ ઉપરાંત, પાણીનું બાષ્પીભવન થઈ જતાં જરૂર મુજબ એકધારો ભેજ પણ મળતો નથી. આમ, આ બંને અવસ્થાઓ પાકના મૂળને જરૂરિયાત મુજબ ટીપે ટીપે સતત પાણી મળતું હોવાથી છોડની આસપાસની જમીન હંમેશા પોચી રહે છે, જેના પરિણામ સ્વરૂપ પાકની વદ્ધિ માટે જરૂરી હવા અને ભેજ અંતરાય વગર સતત મળતો રહે છે. આના કારણે ચીલાચાલુ પદ્ધતિની સરખામણીમાં ટપક પિયત પદ્ધતિથી પિયત આપવાથી પાક ઉત્પાદનમાં ૩૦ થી ૭૦ ટકા જેટલો વધારો થાય છે.

વીજળીનો બચાવ :

ટપક પિયત પદ્ધતિમાં રેલાઉ પદ્ધતિની સાપેક્ષ ફકત ત્રીજા ભાગના જ પાણીની જરૂરિયાત હોવાને કારણે કૂવામાંથી પાણી ખેંચવા માટે ત્રીજા ભાગની વીજળીનો જ વપરાશ થાય છે. આમ, વીજળીના ખર્ચમાં બચત થાય છે.

પાક વહેલો પાકે :

ટપક પિયત પદ્ધતિથી પાકના મૂળને જરૂરી ભેજ તેમજ હવા સતત મળતી હોવાથી વૃદ્ધિ દર જળવાઈ રહે છે, જેથી પાક વહેલો તૈયાર થઈ જાય છે. આનાથી ખેડૂત વર્ષ દરમ્યાન વધુ પાકો લઈ શકે છે, જેના કારણે તેની આવકમાં વધારો થાય છે.

પાંચ પ્રકારના ખર્ચમાં ઘટાડો

ખાતરના ખર્ચમાં ઘટાડો :

ટપક પિયત પદ્ધતિમાં પાઈપો દ્વારા અપાતા પાણી સાથે જ રાસાયણિક ખાતરને સીધુ છોડના મૂળમાં જ આપી શકાતું હોવાથી ખાતરની કાર્યક્ષમતા પણ વધે છે. વધુમાં ખુલ્લી જગ્યામાં થતો ખાતરનો વ્યય પણ અટકે છે. આમ, ખાતરના વપરાશ અને ખર્ચમાં ઘટાડો થાય છે.

નીંદામણ ખર્ચમાં ઘટાડો:

ટપક પિયત પદ્ધતિમાં -બે હાર વચ્ચેની ખુલ્લી જગ્યામાં પાણી ફેલાતું ના હોવાને કારણે નીંદણનો ઉપદ્રવ ઓછો રહે છે, જેથી નીંદામણના ખર્ચમાં ઘણો ઘટાડો થાય છે.

જમીનને સમતળ કરવાના ખર્ચમાં ઘટાડો :

ટપક પદ્ધતિમાં ચોક્કસ પ્રકારની પાઈપ દ્વારા છોડના મૂળને સીધું જ પાણી અપાતું હોવાથી ખાડા ટેકરાવાળી જમીનને સમતળ કરવાની કે ઢાળ આપવાની જરૂરિયાત રહેતી નથી, જેથી આવો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય છે.

જમીનના ખેડાણ ખર્ચમાં ઘટાડો:

ટપક પિયત પદ્ધતિમાં છોડની આજુબાજુના મૂળ વિસ્તારમાં જ છોડના વિકાસ માટે જરૂરી ભેજ જળવાઈ રહે છે જેથી મૂળ વિસ્તારની જમીન સતત પોચી રહે છે. આથી આખા ખેતરને ખેડવાની જરૂર રહેતી નથી.

જંતુનાશક દવાના ખર્ચમાં ઘટાડો :

રેલાઉ પિયત પદ્ધતિમાં લાંબા સમય સુધી છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહેતું હોવાથી અને સતત ભેજવાળા વાતાવરણને કારણે રોગ અને જીવાતના ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે જેથી જંતુનાશક દવાના ખર્ચમાં વધારો થાય છે. ટપક પિયત પદ્ધતિમાં મર્યાદિત પ્રમાણમાં પાણી વપરાતુ હોવાથી આવા પ્રશ્નો ઓછા થાય છે. પરિણામે જંતુનાશક દવાઓનો ખર્ચ પણ ઘટે છે.

પાંચ પ્રકારની શ્રેષ્ઠ સફળતાઓ

  1. જમીનનું ધોવાણ અટકાવવામાં સફળતા
  2. નબળી ગુણવત્તાવાળું પાણી વાપરી શકાય
  3. પાક ઉત્પાદનમાં વધારો
  4. ખેતી પેદાશની ગુણવત્તામાં સુધારો
  5. જમીનની ફળદ્રુપતા જળવાય

મર્યાદાઓ:

  • શરૂઆતમાં વધુ મૂડીરોકાણ
  • પદ્ધતિનું તાંત્રિક જ્ઞાન જરૂરી
  • ઉંદરથી નુકશાનની દહેશત રહે

ટપક પદ્ધતિ વસાવતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

  1. મુખ્ય પાઈપ, લેટરલ, ટપકણીયા તથા ફિલ્ટર આઈ.એસ. આઈ. માના હોવા જોઈએ.
  2. ટપક પદ્ધતિમાં વપરાતા ધાતુના ભાગો પાઉડર કોટેડ ગેલ્વેનાઈઝડના હોવા જોઈએ.
  3. ટપક પદ્ધતિમાં વેચનાર કંપની પાસેથી પદ્ધતિના ભાગોની સમજ તથા તેમાં આવતી મુશ્કેલી નિવારવા માટેનું સાહિત્ય મેળવી લેવું.
  4. ખેડૂતે પદ્ધતિને ચલાવવાની તેમજ જાળવણીની તાલીમ કંપની પાસે મેળવી લેવી.
  5. ટપક પદ્ધતિની ડીઝાઈન, લે-આઉટ અને અંદાજીત ખર્ચમાં મુશ્કેલી જણાય તો તે સાથે સંકળાયેલા વિભાગોનો સંપર્ક કરવો.

ટપક પદ્ધતિને ખેતરમાં લગાવ્યા બાદ શરૂઆતમાં ધ્યાને લેવા જેવી જરૂરી બાબતો:

  1. ટપકણીયામાંથી નીકળતા પાણીનો દર ચકાસવો અને સદર તફાવત નિયત ક્ષમતા કરતાં ૧૦ ટકાથી વધુ ન હોવો જોઈએ.
  2. પદ્ધતિના જુદા જુદા ભાગોમાં વહેતા પાણીના નિયત દબાણ કરતા તફાવત ર૦ ટકાથી વધારે ન હોવો જોઈએ.
  3. દબાણ માપવાનું સાધન (પ્રસરગેજ) બરાબર કામ કરતુ હોવું જોઈએ.

ટપક પદ્ધતિનો ખર્ચ ઘટાડવાની તજજ્ઞતાઓ :

  1. ટપકણીયાને બદલે માઈક્રોટયુબ લગાડવાથી ખર્ચ
  2. મુખ્ય પાઈપ અને સબ પાઈપ એચ.ડી.પી.ઈ.ની જગ્યાએ પી.વી.સી.ની પાઈપ વાપરવાથી ખર્ચ ઘટાડી શકાય.
  3. પાકને જોડીયા હારમાં વાવેતર કરી લેટરલને જોડીયા
  4. વધારે ક્ષમતાવાળું એક ટપકણીયું ચાર છોડ માટે મૂકવાથી ટપકણીયાની સંખ્યામાં પણ ઘટાડો કરી શકાય.
  5. કિચન ગાર્ડન કે પ થી ૧૦ ગુંઠાના વિસ્તાર માટે લો એનર્જી ટપક પદ્ધતિ સસ્તી પડે.

પદ્ધતિના કાર્યક્ષમ ઉપયોગ માટે ધ્યાને રાખવાની બાબતો:

  1. ફિલ્ટરને સંચાલનના અંતે દરરોજ નિયમિત સાફ કરવું.
  2. ભલામણ કરેલા દબાણ મુજબ જ પદ્ધતિ ચલાવવી.
  3. દરેક લેટરલ અને સબ મેઈનને બે થી ત્રણ અઠવાડિયાના સમયગાળે “એન્ડ કેપ ખોલી સાફ કરવી.
  4. ટપકણીયા ક્ષમતા મુજબ ચાલે છે કે નહી તેની નિયમિત ચકાસણી કરવી.
  5. રાસાયણિક ખાતરો આપ્યા પછી પદ્ધતિને પૂરેપૂરી સાફ કરવી જોઈએ.
  6. સંપૂર્ણ ઓગળી ન શકે તેવા ખાતરો આ પદ્ધતિ દ્વારા આપવા નહિ.
  7. એસિડની માવજત પાણીની ગુણવત્તા ઉપર આધાર રાખીને ભલામણ મુજબ કરવી જોઈએ. હારમાં મૂકવાથી લેટરલના ખર્ચમાં પ૦ ટકાનો ઘટાડો કરી શકાય.

ફુવારા પિયત પદ્ધતિ:

  • ટપક કરતા ફુવારા પિયત પદ્ધતિની કાર્યક્ષમતા થોડી ઓછી હોવા છતાં તેમની વિવિધ વિશિષ્ટતાઓને લીધે આ આધુનિક પદ્ધતિ ઘણી સારી માલૂમ પડેલ છે. આ પદ્ધતિનો ટૂંકો સાર નીચે મુજબ રજૂ કરેલ છે.ફુવારા પિયત પદ્ધતિમાં પાણીને દબાણ તળે નોઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનના ચુસણદરથી આછા દરે જમીન પર વરસાદ રૂપે પાડવામાં આવે છે.

ફુવારાના પ્રકાર :

સામાન્ય રીતે ફુવારા ઉડાડવા માટેનું જરૂરી દબાણ તથા તેમાંથી નીકળતા પાણીના દરના આધારે ફુવારા પિયત પદ્ધતિમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ફુવારાઓનો ઉપયોગ પ્રચલિત છે.

ક્રમ

પ્રકાર

ગોઠવણ અંતર

(મીટર)

અંદાજીત જરૂરી દબાણ ( કિ.ગ્રા /સે.મી૨)

અંદાજીત પાણીનો દર

(મિ.મી.)

મોટા ફુવારા

૧૨*૧૨

>૨૫

>૧૫

મીની ફુવારા

૬*૬ થી ૧૦ *૧૦

૧.5-૨.5

૬-૧૫

માઈક્રો ફુવારા

૨*૨ થી ૩*૩

૧.૦-૧.5

<૬

કુવારાની પસંદગી :

ફુવારા બનાવતી કંપનીઓ ફુવારા ચલાવવાનું દબાણ, તેમાંથી નીકળતો પાણીનો દર તથા તેના દ્વારા પિયત હેઠળ આવરી લેવાતો વિસ્તાર તેમના સાહિત્યમાં દર્શાવતી હોય છે. આથી જરૂરિયાત મુજબની પસંદગી કરવામાં સરળતા રહે છે. વાવેતર વિસ્તાર, પાક, પંપની શક્તિ (ક્ષમતા) વગેરે બાબતો ધ્યાને લઈ ફુવારાની પસંદગી કરવામાં આવેછે.

ફુવારા પિયત પધ્ધતીના ભાગો –કાર્યો:

મુખ્યત્વે મોટા ફુવારા પિયત પધ્ધતિ વપરાશમાં ટૂંકાગાળે વવાતા પાકો તેમજ રેતાળ જમીનમાં પિયત આપવા માટે આ આધુનિક પદ્ધતિ વધુ અનુકૂળ છે. એકદમ સરળ, મરામત ખર્ચ નહિવત, એક સેટ વડે વધુ વિસ્તાર પિયત હેઠળ આવરી શકાય, જેના કારણે હાલમાં તેનો વપરાશ વધુ છે. મીની અને માઈક્રો ફુવારા પિયત પદ્ધતિઓ પણ તેમની આગવી વિશિષ્ટતાને લીધે જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવાય છે. હાલમાં જીજીઆરસી વડોદરા દ્વારા એક હેકટર માટે ૬૩ મિ.મી. તથા બે હેકટર માટે ૭૫ મિ.મી. સાઈઝવાળા મોટા ફુવારા પદ્ધતિ સેટ આપવામાં આવે છે જેમાં વપરાતા આપવામાં આવતા ભાગો, તેના સ્પેસિફિકેશન તેની સંખ્યા તથા તેના કાર્યોની છણાવટ કોઠામાં દર્શાવેલ છે.

ક્રમ

ભાગોના નામ

સ્પેસીફીકેશન

જીજીઆરસી દ્રારા આપવમાં આવતા ભાગોની સંખ્યા

કાર્યો

પંપ

ઉપલબ્ધ મુજબ

પિયત પાણીને જરૂરી દબાણ પૂરું પાડવા

પંપ કનેકટિંગ  કપલર

૬૩/૭૫ મિ.મી

પંપ અને ફુવારા પાઇપના જોડાણ માટે

ફુવારા પાઈપ

૬૩/૭૫ મિ.મી

પંપ થી રાઈઝર પાઈપો સુધી પાણીનું વહન

ટી કપલર

૬૩ મિ.મી

૨૯

૪૫

જરીરિયાત મુજબ મેઈન તથા સબ મેઈન પાઈપો નું જોડાણ

બેન્ડ ક્વિક એકસન

૬૩/૭૫ મિ.મી

જરીરિયાત મુજબ મેઈન તથા સબ મેઈન પાઈપો નું જોડાણ

સ્રિપકલર,કપલર ફૂટ

૬૩/૭૫ મિ.મી

૧૨

સબ મેઈન પાઈપો તથા રાઈ ઝર પાઈપ જોડાણ

રાઈઝર પાઈપ

૨૦ મિ.મિ લંબાઈ

૧૨

સબ મેઈન પાઈપોમાંથી ફુવારા નોઝલ સુધી પાણીનું વહન

ફુવારા નોઝલ

૧.૭-૨.૮ કિ.ગ્રા /સે.મી

૧૨

રાઈઝર  પાઈપો માંથી પાણી હવામાં ફુવારા રૂપે પાડવા

એન્ડ પ્લગ

૬૩/૭૫ મિ.મી

સબ મેઈન પાઈપો ના છેડા સહેલાઈથી ખુલ્લા-બંધ કરવા

૧૦

પ્રેસર ગેજ

૨”

ફુવારા પિયત પધ્ધતિ નું દબાણ માપવા

મીની તથા માઈક્રો ફુવારા પિયત પદ્ધતિઓમાં ભાગોની પસંદગી કરતી વખતે ધ્યાને લેવાની બાબતો:

  • આ પદ્ધતિઓમાં મુખ્ય તથા સબમેઈન પાઈપોની (પીવીસી એચડીપીઈ) સાઈઝ ડીઝાઈન નક્કી કર્યા બાદ થાય છે. આ પદ્ધતિઓમાં પણ ટપક પદ્ધતિ પ્રમાણે જરૂરિયાત મુજબ બાયપાસ, હેડ યુનિટ, વાલ્વ, ફિલ્ટર, ફર્ટિગેશન વગેરે જેવા સાધનોની પસંદગી કરવામાં આવે છે.
  • આ પદ્ધતિઓમાં ફુવારાની નોઝલો સહેલાઈથી વધુ ઓછા દર વાળી બદલી શકાય છે.
  • આ પદ્ધતિઓમાં રાઈઝર પાઈપોની ઊંચાઈ પાકની ઊંચાઈ મુજબ સેટ કરી શકાય છે.

કુવારા પિયત પદ્ધતિના કાર્યક્ષમ ઉપયોગ માટેની કાળજીઓ :

  • પદ્ધતિને ભલામણ કરેલ દબાણે ચલાવવી.
  • પાણીમાં રેતી અથવા કચરાનું પ્રમાણ હોય તો ફિલ્ટર વાપરવું.
  • ફુવારાને ભલામણ કરેલ અંતરે ગોઠવવા.
  • પદ્ધતિ દ્વારા સંપૂર્ણ ઓગળી શકે તેવા ખાતરો તથા દવા છંટકાવ બાદ પદ્ધતિને પુરેપુરી સાફ કરવી જેના માટે દ્રાવ્ય ખાતર કે દવાનો સંપૂર્ણ જથ્થો નીકળી ગયા બાદ પદ્ધતિ ૧૫-૨૦ મિનિટ ચલાવવી.
  • વધારે પડતા પવન સમયે આ પદ્ધતિને ન ચલાવવી.
  • પાકની ફૂલ અવસ્થાએ આ પદ્ધતિ ન ચલાવવી.

ફુવારા પિયત પદ્ધતિમાં આવતી મુશ્કેલીઓ અને તેનું નિરાકરણ

ક્રમ

કારણ

ઉપાય

(૧)

નોઝલનું બંધ થવું

 

નોઝલમાંથી કચરો દૂર કરવો

(૨)

પ્રેસરગેજનું બંધ થવું

 

પ્રેસરગેજ રીપેર કરવું નવું નાખવું

(૩)

ફુવારા ફરતા અટકી જવા

ફુવારાની સ્પ્રિંગ બરાબર સેટ કરવી નોઝલ સાફ કરવી

(૪)

જોડાણમાંથી પાણીનું ગળવું

રબર રીંગો બરાબર કરવી!બદલવી નવું જોઈનર નિપલ) લગાવવું

 

સ્ત્રોત : મે-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૨૯, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate