অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સુક્ષ્મ પિયત માટે સોલર ફોટોવોલ્ટિક પંપ

ઘર કે સામાજીક જરૂરીયાત, પશુ ઉછેર, પિયત અને ખેત-પ્રવુતિઓ માટે જોઈતો પાણીનો પૂરવઠો સોલર ફોટોવોલ્ટિક પંપ ના ઉપયોગથી મેળવી શકાય છે.

મુખ્ય ફાયદાઓ :

  • ઈલેક્ટ્રીસીટી અથવા ડીઝલ ઐંજીનની જરૂર પડતિ નથી એટલે કે આ પદ્ધતિ માટે ફકત સુર્ય ઉર્જાની જરૂર પડે છે.
  • સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વીજળીની લભ્યતા નથી અથવા તેનો પુરવઠો અનિયમિત કે દિવસના ફફત થોડા કલાક માટે ઉપલબ્ધ હોય ત્યાં વધુ અનુકૂળ છે.
  • તેની જાળવણી માટે કોઈ ખાસ ખર્ચ કરવો પડતો નથી ફકત સોલર પેનલ પર પેડલ ધુળ કચરાને સાફ કરવો પડે છે કે જેથી તેની અસરકારકતા સારી મળી શકે.
  • સામાન્ય રીતે જીવનમાં એક જ વારનો ખર્ચ કરવાનો થાય છે.
  • ઉપયોગ અને સારસંભાળમાં સહેલું છે.
  • પર્યાવરણ મિત્ર છે.
  • ડિઝલ જેવા પ્રણાલીકાગત ઈંધણ ને બચાવ આપે છે.
  • ડિઝલ જેવા પ્રણાલીકાગત ઈંધણ ને બચાવ આપે છે.

ખેતરોમાં પિયતના હેતુથી સોલર ફોટોવોલ્ટિક પમ્પીંગ સીસ્ટમ ગોઠવવા માટે સોલર પેનલ તથા ખાસ પ્રકારે ડિઝાઈન કરી બનાવેલ ડીસી મોનોબ્લોક મોટર સેંટ્રીફ્યગલ પંપસેટની જરૂર રહે છે.

સોલર ફોટોવોલ્ટિક પંપની વિગતો :

  • સોલર ફોટોવોલ્ટિક પેનલ રેટિંગ : ૧૮૦૦ પીક વોટ
  • ડીસી મોટર રેટિંગ : ૨ હો.પા. સરફેસ પંપસેટ
  • ઓપરેટિંગ વોલ્ટેજ :  ૬૦ વો. ડીસી (નોમિનલ)
  • મહતમ સકશન ટોટલ હેડ : ૬ મીટર
  • મહતમ ટોટલ હેડ : ૧૦ મીટર
  • બોરવેલ ડાયામીટર : ૧૦૦ મિ.મી. અથવા વધુ
  • શેડૉ ફ્રી એરિયાની જરૂરીયાત : ૬૦ ચો.મી.
  • ઋતુ પ્રમાણે એંગલોને એડજસ્ટ કરવી તથા દૈનિક ત્રણ વખત સન ટ્રેડિંગ માટે કામગીરી
  • આખો દિવસ પુરતો સુર્યપ્રકાશ મળે તો દૈનિક પાણી ખેંચવુ : ૧,૪૦,૦૦૦ લિટર સુધી
  • જરૂર મુજબના પાણી સંગ્રહ માટે યોગ્ય ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બનાવવી ઈચ્નીય છે.

આર્થિક પાસુ :

સોલર ફોટોવોલ્ટિક સીસ્ટમ વધુ ખર્ચાળ છે. ઉપર દર્શાવેલ ૧૮૦૦ પીકવોટ સીસ્ટમનો અંદાજીત ખર્ચ ૪ લાખ જેટલો છે. ગ્રામ્ય વિસ્તારો માટે ભારત સરકાર ની સહાયની યોજનાનો લાભ લેવામાં આવે તો ખર્ચ ઘટી શકે છે. વધુમાં ઈરેડા (ઈંડિયન રીન્યુએબલ ડેવલપમેંટ એંજન્સી) દ્ધારા ઓછા અને વ્યાજબી દરે (અંદાજે ૫.૫ ટકા) લોન મેળવી શકાય છે. (વ્યાજનો દર ફેરફારને આધિન છે.)

સોલર વોટર પંપના પ્રકારો

અ.નં

પંપના પ્રકાર

૩ એચ.પી.ડી.સી.સરફેસ

૩ એચ.પી.ડી.સી.સબમર્સિબલ

૫ એચ.પી.ડી.સી. સબમર્સિબલ

૩ એચ.પી.ડી.સી.સરફેસ

૫ એચ.પી.ડી.સી.સરફેસ

૩ એચ.પી.ડી.સી. સબમર્સિબલ

૫ એચ.પી.ડી.સી. સબમર્સિબલ

જીજીઆરસી અંતર્ગત સોલર વોટર પંપ સ્કીમના અગત્યના લક્ષણો :

  • મહિલા ખેડુતોને સ્કીમમાં પ્રાધાન્યતા આપવામાં આવશે.
  • સ્કીમ અંતર્ગત લાભાર્થી ખેડુત ઉપર દર્શાવેલ પંપ પૈકી કોઈ પણ પંપની પસંદગી કરી શકાશે.
  • પોતાના ખેતર ઉપર સોલર વોટર પંપ સ્થાપવા માટે ભારત સરકારના ‘ સેંટ્રલ ફાઈનાન્સીયલ આસીસ્ટન્સ’ હેઠળ ડીસી પંપ માટે પ્રતિ હેકટર ૪૦,૫૦૦ /- એ.સી. પંપ પ્રતિ હોર્સ પાવર ૩૨,૪૦૦ /- ની લોન આપવામાં આવશે.
  • સોલર વોટર પંપના ઉપરોક્ત લાભ લેવા માટે ખેડુત પાસે જીજીઆરસી, ગુજરાત રાજ્ય દ્ધારા પ્રમાણીત સુક્ષ્મપિયત યોજના અંતર્ગત ટપક સિંચાઈ લગાવેલ હોવી જોઈએ.
  • સોલર વોટર પંપ સીસ્ટમ અંતર્ગત તેની સ્થાપના વ્યવસ્થાપન, પરિવહન, વિમો, ૫ વર્ષ માટે સાર સંભાળ ખર્ચ અને વેરા સહિતના ખર્ચની રકમ લોન માટે મંજુર કરવામાં આવે છે. આમ કરતી વખતે ખેડૂતે નીચેની માહિતિ આપવી.
  • પાણીનું સ્તર (કુવા / બોરમાં વર્ષ દરમ્યાન રહેતુ સરેરાશ પાણીનું સ્તર - ફુટમાં)
  • પિયત હેઠળ આવરી લેનાર વિસ્તાર (વિઘા / હેક્ટર)
  • પિયત પદ્ધતિ (ટપક / ફુવારા / કયારા પદ્ધતિ)

નોંધ : વધારે માહિતી માટે જીજીઆરસી ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૬૫૨ અથવા ૦૨૬૫-૩૦૦૩૪૭૧ ઉપર સંપર્ક સાધવો.

સોલર પંપ માટેનું પ્રાઈસ લીસ્ટ (રૂપિયા) (વર્ષ : ૨૦૧૫ - ૧૬)

અ.નં

પંપનો પ્રકાર

બનાસકાંઠા અને કચ્છ જીલ્લા માટે

બાકીના ગુજરાત માટે

કુલ ખર્ચ

એનએનઆરઈ (ભારત સરકાર) સબસિડી રકમ

ખેડુતનો ફાળો

કુલ ખર્ચ

એનએનઆરઈ (ભારત સરકાર) સબસિડી રકમ

ખેડુતનો ફાળો

૩ એચ.પી.ડી.સી.સરફેસ

૩૦૩૦૦

૧૨૧૫૦૦

૧૮૧૫૦૦

૩૦૧૦૦૦

૧૨૧૫૦૦

૧૭૯૫૦૦

૩ એચ.પી.ડી.સી.સબમર્સિબલ

૨૮૪૪૪૯

૧૨૧૫૦૦

૧૬૨૯૪૯

૨૮૪૪૪૯

૧૨૧૫૦૦

૧૬૨૯૪૯

૫ એચ.પી.ડી.સી. સબમર્સિબલ

૧૦૧૪૪૯

૨૦૨૫૦૦

૧૯૮૯૪૯

૪૦૦૪૪૯

૨૦૨૫૦૦

૧૯૭૯૪૯

૩ એચ.પી.ડી.સી.સરફેસ

૨૬૯૦૦૦

૯૭૨૦૦

૧૭૧૮૦૦

૨૬૬૦૦૦

૯૭૨૦૦

૧૬૮૮૦૦

૫ એચ.પી.ડી.સી.સરફેસ

-

-

-

૩૪૯૦૦૦

૧૬૨૦૦૦

૧૮૭૦૦૦

૩ એચ.પી.ડી.સી. સબમર્સિબલ

૨૬૫૦૦૦

૯૭૨૦૦

૧૬૭૮૦૦

૨૬૩૦૦૦

૯૬૨૦૦

૧૬૫૮૦૦

૫ એચ.પી.ડી.સી. સબમર્સિબલ

૩૪૩૦૦૦

૧૬૨૦૦૦

૧૮૧૦૦૦

૩૪૬૦૦૦

૧૬૨૦૦૦

૧૮૪૦૦૦

નોંધ : એ.સી. પંપ માટે સબસિડિ : ૩૨૪૦૦ પ્રતિ હો.પા.

ડી.સિ. પંપ માટે સબસિડિ : ૪૦૦૦૦ પ્રતિ હો.પા.

જીજીઆરસી માન્ય સોલર વોટર પંપની યાદી

૩ હો.પા

ડી.સી.

સરફેસ

એન્ડ્રોમેડા એનર્જી

એવીઆઈ એપ્લાયન્સીસ

સહજ સોલર

શાશ્વત ક્લીનટેક

વીરાજી એનર્જી

-

-

સબમર્સીબલ

-

-

-

એ.સી.

સરફેસ

યુરાટોન

સોલાર

-

-

-

સબમર્સીબલ

-

-

-

૫ હો.પા.

ડી.સી.

સરફેસ

-

-

-

સબમર્સીબલ

ડ્યુક પ્લાસ્ટો

સહજ સોલર

શકટી પંપ

શાશ્વત ક્લીનટેક

વીરાજી એનર્જી

એ.સી.

સરફેસ

એવીઆઈ એપ્લાયન્સીસ

યુરાટોન

સોલાર

-

-

-

-

-

સબમર્સીબલ

ડ્યુક પ્લાસ્ટો

ટૉપસન એનર્જી

યુરાટોન

સોલાર

-

-

-

સ્ત્રોત : ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ>

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate