કપાસ માં મીલીબગ
- ગુજરાત રાજયમાં કપાસનું મોટા પાયે વાવેતર થાય છે. કપાસના પાકમાં છેલ્લાં બે ત્રણ વર્ષ થી મીલીબગ(ચિકટો) જીવાતનો ઉપદ્રવ વધતો જાય છે.
- આ જીવાત કિટક વર્ગના હેમીપ્ટેરા શ્રેણીના સ્યુડોકોકસીડી કુળની છે. આ જીવાત સોપ્રથમવાર કચ્છના વાગડ વિસ્તારમાં સને ૧૯૯૭માં નોંધાયેલ અને ત્યાર બાદ સને ૧૯૯૮-૧૯૯૯ દરમ્યાન સૌરાષ્ટ્રના પોરબંદર તેમજ માણાવદર વિસ્તારમાં દેશી ધૂમડ કપાસમાં નોંધાયેલ હતી.
- ત્યારબાદ બીટી કપાસનું વાવેતર વધતાં આ જીવાતનો ઉપદ્રવ ઉતરોતર વધતો જોવા મળેલ છે, મીલીબગને ખેડૂતો સફેદ ગધીયા સફેદ જીવડા કે બીટી ગધ્ધાથી ઓળખે છે.
મીલીબગ કેવી રિતે ઓળખશો?
- આ જીવાતને હિબીસ્કસ મીલીબગ(ચીકટો) થી ઓળખવામા આવે છે. તે ચૂસિયા પ્રકારની જીવાત છે.
- તેની માદા પાંખ વગરની નાના કદની ૩ થી ૪ મી.મી. લાંબી શરીરે રાખોડી રંગની પોચા શરીરવાળી લંબગોળ આકારની અને થોડી ચપટી હોય છે. તેનું આખું શરીર સફેદ મીણયુકત પદાર્થથી ઢંકાયેલું હોય છે. જયારે નર માદા કરતાં કદમાં નાના રાતા બદામી અને એક જોડી પાંખ હોય છે.
- નરના શરીરના પાછળના ભાગે બે પૂછડી જેવા ભાગ હોય છે. નરની સંખ્યા ખૂબ જ જૂજ હોય છે.
સ્ત્રોત: : આણંદ કૃષિ યુનીવર્સીટી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.