“ ઘરની આજુબાજુ થોડી પણ જમીન ઉપલબ્ધ હોય ત્યારે તેનો સુંદર અને મહત્ત્મ ઉપયોગ થાય તેવી દરેકની ઇચ્છા હોય છે . કોઇ ઘર આંગણે સુંદર બગીચો બનાવવાનું આયોજન કરે છે તો કોઇ રોજબરોજ ની જરુરીયાત સંતોષે તેવા શાકભાજી નું વાવેતર કરે છે. આમ મકાનની આજુબાજુ ફાજલ જમીન , અગાશી , છત કે બાલકનીમાં ફળ , ફૂલ કે શાકભાજીનું વાવેતર કરે / ફૂલછોડ ઉગાડે તેને કિચન ગાર્ડન કહે છે. “
અ.નં |
પાક |
વાવણી સમય |
વાવેતર્ની રીત |
વાવેતર અંતર (સે.મી.) |
1 |
રીંગણી |
ત્રણે ઋતુમાં |
ધરુ કરી ફેરરોપણી |
90* 75,75 * 60 |
2 |
મરચાં |
ચોમાસુ – શિયાળો |
ધરુ કરી ફેરરોપણી |
75 *60 , 60 *60 |
3 |
ટામેટા |
ચોમાસુ – શિયાળો |
ધરુ કરી ફેરરોપણી |
90 * 75 , 75 * 60 , 60 * 45 |
4 |
કોબીજ |
શિયાળો |
ધરુ કરી ફેરરોપણી |
45 * 30 , 30 * 30 |
5 |
ફલાવર |
મોડું ચોમાસુ , શિયાળો |
ધરુ કરી ફેરરોપણી |
45 * 30 , 30 * 30 |
6 |
ડુંગળી |
ચોમાસુ , શિયાળો |
ધરુ કરી ફેરરોપણી |
15 * 10 , 10 *10 |
7 |
બટાટા |
શિયાળો |
કંદ થી |
45 * 15 |
8 |
અળવી |
ચોમાસુ |
કંદ થી |
30 * 30 |
9 |
દૂધી |
ચોમાસુ – ઉનાળો |
બીજ થી |
2મી * 1 મી |
10 |
કાકડી |
ચોમાસુ – શિયાળો |
બીજ થી |
2મી * 1 મી |
11 |
કારેલા |
ચોમાસુ – ઉનાળો |
બીજ થી |
1મી.* 1 મી. |
12 |
પાપડી વાલોર |
મોડું ચોમાસુ |
બીજ થી |
120 * 75 |
13 |
કોળું |
ચોમાસુ |
બીજ થી |
2 મી * 1 મી |
14 |
ગલકાં |
ચોમાસુ – ઉનાળો |
બીજ થી |
1મી.* 1 મી. |
15 |
તુરીયા |
ચોમાસુ – ઉનાળો |
બીજ થી |
1મી . * 1 મી. |
16 |
ગુવાર |
ચોમાસુ – ઉનાળો |
બીજ થી |
60 * 20, 45 * 40 |
17 |
ભીંડા |
ચોમાસુ – ઉનાળો |
બીજ થી |
60 * 20, 45 * 40 |
18 |
ચોળી |
ચોમાસુ – ઉનાળો |
બીજ થી |
60 * 45,60 * 30 |
19 |
પાલક |
ત્રણે ઋતુમાં |
બીજ થી |
પૂંખીને |
20 |
મુળા |
શિયાળો , ઉનાળો |
બીજ થી |
પૂંખીને |
21 |
ગાજર |
શિયાળો |
બીજ થી |
પૂંખીને |
22 |
બીટ |
શિયાળો |
બીજ થી |
પૂંખીને |
23 |
તાંદળજો |
શિયાળો |
બીજ થી |
પૂંખીને |
24 |
મેથી |
શિયાળો |
બીજ થી |
પૂંખીને |
25 |
ધાણા |
શિયાળો |
બીજ થી |
પૂંખીને |
26 |
સુવાની ભાજી |
શિયાળો |
બીજ થી |
પૂંખીને |
27 |
પરવળ |
ચોમાસુ , ઉનાળો |
ટુકડા |
2 * 1 મી |
28 |
ટીંડોળા (ઘીલોડા) |
ચોમાસુ , ઉનાળો |
ટુકડા |
2 * 1 મી |
29 |
લસણ |
શિયાળો |
કળીથી |
15 * 10 |
સામાન્ય રીતે રીંગણી , મરચા , ટામેટા , કોબીજ , ફૂલકોબીજ , તથા ડુંગળી જેવા નાના બીજવાળા શાકભાજીનું ધરુઉછેરીને કચરામાં ફેરરોપણી કરવામાં આવે છે . જેના માટે પ્રથમ શાકભાજીનું સારી સુધારેલ જાતનું બીજ મેળવવું જોઇએ . ધરુ ઉછેર માટે કિચન ગાર્ડનમાં યોગ્ય જગ્યા પસંદ કરીને જરૂરી માપના ગાદી કચરા બનાવી આ કચરાઓમાં કોહવાયેલું છાણિયું ખાતર નાખી જમીનમાં ભેળવવું . ત્યારબાદ કચરામાં 8 થી 10 સે.મી. અંતરે 1.0 થી 2.0 સે.મી. ઊંડાઇની લાઇનો કાઢવી અને તેમાં જે તે શાકભાજીના બીજની વાવણી કરી માટીથી ઢાંકી દેવું અને તુરત જ ઝારાથી કચરામાં પાણી આપ્યા બાદ ડાંગરનું પરાળ ઢાંકવું , ધરૂ 3 થી 4 અઠવાડીયામાં રોપણી લાયક થાય ત્યારે તૈયાર કરેલ કચરાઓમાં ધરુની ફેરરોપણી કરવી .
આ ઉપરાંત બજારમાં મળતા ચા ના પ્લાસ્ટિક કપમાં કે પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં પણ ધરુ ઉછેરી શકાય અથવા તો ઘણી જગ્યાએ વિવિધ શાકભાજીના ધરૂના છોડ મળતા હોય છે તે લાવીને શાકભાજી ઉછેરી શકાય.
શાકભાજીના ઉછેર માટે જમીન ખુબ જ મહત્વની ગણાય છે. ઘરની આજુબાજુની જમીન સારી ન હોય તો બહારથી સારી ફળદ્રુપ માટી લાવી (ઊધઇ તથા નીંદણના બીજથી મુકત ) કચરામાં એક્થી દોઢ ફૂટ ઊંડાઇ સુધી ભરવી . જમીનને કોદાળીથી 20 થી 30 સે.મી. ઊંડી ખોદીને સેન્દ્રિય ખાતરો (સારુ કોહવાયેલ છણિયું ખાતર , દિવેલીનો ખોળ તથા વર્મિકમ્પોસ્ટ )નાખીને કચારા સમલત કરી સરખા કરવા . બહારથી સેન્દ્રિય ખાતરો ખરીદવા ન હોય તો કચરામાં શણનો લીલો પડવાશ કરવા માટે કચરામાં શણના બી પૂંખી પિયત આપી પાક ફૂલ આવવાની શરુઆત થાય કે તુરત જ શણ ને જમીનમાં દાટી દેવું . આમ કરવાથી મહત્તમ માવો અને સેંન્દ્રિય પદાર્થ મળે છે. ત્યારબાદ એક બે અઠવાડીયા પછી જે તે પાકની વાવણી/ રોપણી કરી શકાય છે.
ઘરઆંગણે જગ્યા ન હોય અને ફલેટ માં રહેતાં હોઇએ તો ટેરેસ ગાર્ડન / કૂંડામાં કે ટ્રેમાં શાકભાજીના છોડ ઉછેરીને આંગણવાડીના શાકભાજીનો આનંદ લઇ શકાય છે. જેના માટે ગેલેરીની જગ્યા અથવા ધાબા ઉપરની ખુલ્લી જગ્યા કે જયાં સીધો સૂર્યપ્રકાશ મળતો હોય તેનો ઉપયોગ કરી શકાય છે . મોટા કૂંડામાં રીંગણ , મરચાં , ટામેટા , દૂધી , ગલકાં ,કાકડી જેવા પાકો અને છીછરા કૂંડામાં /ટ્રેમાં મેથી , ધાણા , પાલક જેવા ભાજીપાલાના પાકો સફળતા પૂર્વક લઇ શકાય છે . આ અંગે
વધુ માહિતી / માર્ગદર્શનની જરુરિયાત ઊભી થાય તો કૃષિ વૈજ્ઞાનિક્નો સંપર્ક કરવો . કૂંડામાં અડધી સારી માટી + છાણીયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ અથવા દિવેલી ખોળ અથવા લીમડા ખોળ નું મિશ્ર્ણ બનાવી કૂંડા ભરવા .
શાકભાજીના ધરૂઉછેર માટે બિયારણનો દર વધી જાય તો છોડ પાતળા , ઊંચા તથ નબળા થઇ જાય છે અને ધરુનો કોહવારો આવવાની શકયતા વધી જાય છે . ધરુવાડીયામાં નાના છોડને ઊધઇ , લાલ કીડીઓ , કૃમિ તથા ચૂસિયા પ્રકારની જીવાતોથી ખુબ જ નુકશાન થતુ હોય છે . બીજજન્ય રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા પારાયુકત દવાઓ જેવી કે થાયરમ અથવા સેરેશાન 1 કિ.ગ્રા. બીજ માં 3 ગ્રામ પ્રમાણે બીજ વાવવાના સમયે પટ આપવો અને સુકારા અને કોહવારાના રોગના નિયંત્રણ માટે જૈવિક ફૂગ ટ્રાયકોડર્માનો પણ પટ આપી શકાય અને ટ્રાયકોડર્મા જમીનમાં પણ આપી શકાય . તેમજ રાસાયણિક ખાતરો ઓછા વાપરવા પડે તે માટે પ્રવાહી જૈવિક ખાતરો જેવાકે એઝોટોબેકટર અને ફોસ્ફેટકલ્ચરનો ઉપયોગ પણ કરી શકાય .
આગળ જણાવેલ કોઠાની માહિતી મુજબ જે તે પાકોની ખેતી બીજથી થાય છે તેના બી લાવી ક્યારામાં જણાવેલ અંતર મુજબ લાઇનો કરી વાવવા . કંદથી થતા પાકોના કંદને દવાની માવજત આપી રોપવા અને ધરુ ઉછેરી/મેળવી રોપણી કરવી .
શાકભાજીના પાકોમાં ઉનાળામાં 8 થી 10 દિવસે અને શિયાળામાં 12 થી 15 દિવસના ગાળે પિયત આપવા .
સેંન્દ્રિય ખાતરોનો મહત્ત્મ ઉપયોગ કરેલ હોય તો રાસાયણિક ખાતર વાપરવાની જરુરિયાત ઊભી થાય તો ડીએપી અને યુરિયા ખાતરનો થોડા પ્રમાણમાં ઉપયોગ કરવો .
ઘર આંગણે ઉગાડવામાં આવતા શાકભાજીના પાકોમાં શરુઆત માં જીવાતનો ઉપદ્રવ છોડ ના અમુક ભાગો ( ડૂંખ ,કળી , ફૂલ , ફ્ળ )પર જોવા મળૅતો હોય છે . તેથી શરુઆતમાં આવા ઉપ્દ્રવિત ભાગોને તોડી લઇ તેનો યોગ્ય નિકાલ કરવો . જીવાતની વિવિધ અવસ્થાઓ (ઇડાના સમુહ , મોટી ઇયળો અને કોશેટા ) છોડ પરથી વીણી લઇ તેનો નાશ કરવો . સમયાંતરે છોડની આજુબાજુ જમીનમાં ગોડ કરવાથી અમુક જીવાતની જમીનમાં રહેતી અવસ્થાઓ નાશ કરી શકાય છે . વધારે પડતું પિયત ન આપવું . સેંન્દ્રિય ખાતરો (છણિયું ખાતર , ખોળ , વર્મિકમ્પોસ્ટ ,પ્રેસમડ વગેરે ) અને જૈવિક ખાતરો (બાયોફર્ટિલાઇઝર્સ ) નો બહોળો ઉપયોગ કરવાથી ઉધઇનો ઉપદ્રવ નિવારી શકાય છે . લીમડાનો ખોળ અને મરઘા – બતકાની હગાર્નું ખાતર (પોલ્ટ્રી મેન્યુર ) વાપરવાથી કૃમિ સામે પાકને રક્ષણ પુરુ પાડે છે .
કેટલીક સ્થાનિક વનસ્પતિઓ ( લીમડો , કરંજ , મહૂડો , અરડૂસો , મત્સ્યગંધાતી , પીળી કરેણ , ધતુરો , ફૂદીનો , સીતાફળી , બોગનવેલ ) ના પાનનો અર્ક શાકભાજીના પાકોમાં છાંટવાથી જીવાતો સામે રક્ષણ પૂરુ પાડે છે . આ બધી જ વનસ્પતીઓ પૈકી જીવાત નિયંત્રણ માટે લીમડો ખુબ જ મહત્વનો પૂરવાર થયેલ છે. લીમડાના તાજા પાન ( 10% ) અને લીમડાની મીંજ વસ્તી ઘટાડવામાં અસરકારક માલૂમ પડેલ છે . આવી વનસ્પતિજન્ય બનાવટનો ઉપયોગ કરવાથી તે જીવાતને ઇંડા મુકતી અટકાવે છે અને છંટકાવ કરેલ ભાગ ખાઇ ન શકતા જીવાત ધીરે ધીરે મરણ પામે છે .
આ ઉપરાંત ફેરોમોન ટ્રેપ , પીળા હજારી ગોટાનું વાવેતર , સ્ટ્રીકી ટ્રેપનો ઉપયોગ કરી જીવાતોનું દવાઓ સિવાય નિયંત્રણ કરી શકાય છે . તેમ છતાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જરુરિયાત ઊભી થાય તો આડેધડ ઉપયોગ ન કરતાં નિષ્ણાંત પાસેથી માહિતી મેળવી ઉપયોગ કરવો .
કિચન ગાર્ડનમાં રોગોનું નિયંત્રણ :
શાકભાજી ના ફળો મોટા થઇ ન જાય તે રીતે મધ્યમ સાઇઝ ના નાના ફળો ઉતારવા /ઉપયોગ કરવો .
ઘર ની આજુ બાજુ એકાદ બે છોડ ફળપાકના જેવા કે પપૈયા , કેળ , સરગવો , આમળા , લીંબુ , ફાલસા , જામફળ , સીતાફળ ઘર આંગણે સહેલાઇથી વાવી શકાય છે . ફળોમાંથી ભરપુર પ્રોટીન , ખનીજો અને વિટામીનો મળે છે જે આપણા શરીર માટે ખુબ જ લાભદાયક અને ઉપયોગી છે . ફળપાકના છોડ માટે ઉનાળામાં 2 ફૂટ * 2 ફૂટ *2 ફૂટ નો ખાડો કરી જમીનને તપવા દેવી . ચોમાસામાં છોડ રોપતા પહેલા ખાડાની અડધી માટી તથા તેટલું સેંન્દ્રિય ખાતર ઉમેરી ખાડો પુરી છોડ ની રોપણી કરવી .
શોભાના છોડ : શોભાના છોડ જેવા કે ક્રોટોન , ડ્રેસિના , એરિકાપાન , ડાઇફનબેકીયા , મેરાન્ટા ,ડ્યુરાન્ટા જેવા અને રંગબેરંગી પાનવાળા સુશોભિત રોપા જે ઘરની શોભા વધારે છે અને ગુલાબ , ગલગોટા , બારમાસી , સેવંતી , ગેબી , કેના , ગુલદાઉદી , ગજાનીયા જેવા અનેક ફૂલો ઘરના વાતાવરણ ને મહેંકાવી નાખે છે જે કૂંડામાં સારી રીતે ઉછેરી શકાય છે . કૂંડામાં આગળ જણાવ્યા મુજબ માટી અને સેંન્દ્રિય ખાતરો ભરવા .
ઇન્ડોર ગાર્ડનિંગ : શોભાના છોડ જેવા કે ક્રોટોન , ડ્રેસિના , એરિકાપામ , ડાઇફનબેકીયા ,મેરાન્ટા , ડ્યુરાન્ટા જેવા અને રંગબેરંગી પાનવાળા સુશોભિત રોપા જે ઘરની શોભા વધારે છે અને ગુલાબ , ગલગોટા , બારમાસી , સેવંતી , ગેબી , કેના , ગુલદાઉદી , ગજાનીયા જેવા અનેક ફૂલો ઘરના વાતાવરણ ને મહેંકાવી નાખે છે જે કૂંડામાં સારી રીતે ઉછેરી શકાય છે . કૂંડામાં આગળ જણાવ્યા મુજબ માટી અને સેંન્દ્રિય ખાતરો ભરવા .
ઇન્ડોર ગાર્ડનિંગ : બારી – બારણાની છાજલી વગેરે ઉપર રાખી શકાય છે . દા.ત. પોચ્ર્યુલેકા , વર્બેના , મનીપ્લાન્ટ , એગ્લોનીમા , વિવિધ પામ , ફિલોંન્ડ્રોન , કેકટસ , ઇગ્લીંશ ગુલાબ , ફૂલછોડ વગેરે .
પાયામાં સેંન્દ્રિય ખાતરો આપેલ હોય , જમીન ફળદ્રુપ હોય અને છોડનો વિકાસ સારો હોય તો રાસાયણિક ખાતરો આપવાની જરુરિયાત રહેશે નહી , તેમ છંતા જરુરિયાત જણાય તો યુરિયા , એમોનિયમ સલ્ફેટ , એનપીકે , જેવા ખાતરો માર્ગદર્શન મેળવી આપવા અથવા તો થોડી માત્રા માં જ આપવા .
ઘર આંગણે ઉગાડવામાં આવતા શાકભાજી માટે બજારમાંથી જો છૂટક ખાતર ખરીદવામાં આવે તો ઘણું જ મોઘું પડે તેમજ તેમાંથી જરુરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા ન હોઇ છોડનો વિકાસ બરાબર થતો નથી . આ માટે સેંન્દ્રિય ખાતરનો ઉપયોગ ખુબ જ જરુરી છે . જે આપણે ઘરઆંગણે કમ્પોસ્ટ ખાતર બનાવી આપણી જરુરીયાત પુરી કરી શકીએ .
કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે શાકભાજીના છોડ તથા કચરો , ચાના કૂચા , નીંદામણ નો કચરો , ઝાડના પાન , નકામા કાગળ જેવો કોઇપણ સડી જાય તેવા સેંન્દ્રિય કચરાનો ઉપયોગ કરી કમ્પોસ્ટ ખતર બનાવી શકાય . શણ નો લીલો પડવાશ પણ કરી શકાય .
કાકડી અને દૂધી |
કમળો, કબજીયાત મટાડવામાં અને વાળ માટે લાભદાયી છે |
કારેલા અને ગલકા |
ડાયાબીટીસ , દાઝેલા ઘા રુઝવવામાં ઉપયોગી છે. |
કોબીજ અને બ્રોકોલી |
કેન્સર , કફ ,તાવ સામે પ્રતિકારક કેળવે છે |
ગલકા અને તૂરિયા |
રેચક પ્રકારના હોઇ અપચો દૂર કરે છે . |
કોલીફલાવર |
સ્ક્ર્વી તથા રુધિરાભિસરણ માં ઉપયોગી છે . |
ટામેટા |
લોહીના શુધ્ધિકરણ માં ઉપયોગી છે . |
મૂળા |
લીવર અને ગળાની સમસ્યા હલ કરે છે. |
ગાજર |
આંખોનું તેજ વધારે , મોતીયા સામે રક્ષણ આપે છે. |
જીવંતીકા-ડોડી |
આંખોના દર્દો મટાડે છે . |
મેથી |
અપચો , બરોળ , લીવરના રોગ સામે રક્ષણ આપે છે . |
ડુંગળી |
રુધિરમાં શર્કરાનું પ્ર્માણ ઘટાડે છે . |
લસણ |
રોગ સામે રક્ષણ આપે છે . |
સ્ત્રોત :-ડૉ.આર . આર .આચાર્ય , ડૉ .બી . એચ . પટેલ , ડૉ .વી.આઇ. જોષી મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર,આણંદ કૃષિ યુનિવર્સિટી , આણંદ – 388110
માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11 સળંગ અંક : 815
કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020