ગુલાબ એ ગ્રીક માન્યતા પ્રમાણે પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે. ગુલાબ આજે વિશ્વમાં પ્રથમ નંબરનું લોકપ્રિય ફૂલ છે. સેંકડો વર્ષોના કુદરતી સંકરણ અને મ્યુટેશન દ્વારા આજે ગાઢા ભુરાં અને ગાઢા કાળા રંગ સિવાયના બધા જ રંગોના ગુલાબના ફૂલો જોવા મળે છે. તેના ફૂલનો ઉપયોગ મુખ્યત્વે પૂજા-પાઠ, હાર બનાવવા, શણગાર તથા ફૂલોની હેરો બનાવવા, કલગી/બુકે વગેરે બનાવવા માટે થાય છે. ગુલાબની પાંદડીઓમાંથી ગુલાબ અત્તર, ગુલાબજળ, ગુલકંદ વગેરે બનાવી શકાય છે. શીત કટિબંધમાં ગુલાબ વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને ત્યાં તે સુષુપ્ત અવસ્થામાં આરામ પણ મેળવી શકે છે પરંતુ આ પ્રકારનું હવામાન આપણે ત્યાં મળતું નહીં હોવાથી આપણે ત્યાં તેની છાંટણી કરવી પડે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નવસારી, સુરત અને વલસાડ જિલ્લાઓમાં લગભગ 3૯૭૮ હેકટર જેટલા વિસ્તારમાં દેશી ગુલાબની ખેતી વ્યાપારિક ધોરણે થાય છે, જેનો વાવેતર વિસ્તાર આણંદ જિલ્લાના ફકત કુંજરાવ ગામમાં આશરે ૧૫૦ થી ર00 વિઘા જેટલો થાય છે, જે દેશી ગુલાબનો મુખ્ય પોકેટ વિસ્તાર ગણાય છે. ત્યાંના ખેડૂતો મધ્યરાત્રિએ ચાર્જેબલ બેટરી દ્વારા ગુલાબની ખીલતી કળીઓ ઉતારીને વહેલી સવારે એક જગ્યાએ એકત્ર કરીને સામૂહિક વેચાણ અર્થે ટેમ્પા દ્વારા અમદાવાદ ખાતેના સરદાર માર્કેટ પાસેના ફૂલબજારમાં આખા વર્ષ દરમ્યાન ઓછાવત્તા પ્રમાણમાં વેચાણ અર્થે મોકલે છે અને સારી એવી આવક મેળવે છે.
હવામાન :દેશી ગુલાબના પાકને ઠંડુ અને સુકું હવામાન વધુ માફક આવે છે. તેના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળવો આવશ્યક છે. જો કે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પણ તેનો ઉછેર કરી શકાય છે, પરંતુ આવા વાતાવરણમાં રોગ-જીવાતનું પ્રમાણ સૂકાં વિસ્તાર કરતાં વિશેષ રહે છે. દિવસ દરમ્યાન ૬ થી ૮ કલાક સૂર્યપ્રકાશ મળી રહે તો છોડની વૃધ્ધિ સારી થાય છે. છાંયો તથા ભારે પવન અનુકૂળ આવતાં નથી.
જમીન:ગુલાબના છોડને મોટાભાગે દરેક પ્રકારની જમીન માફક આવે છે પરંતુ ગોરાડું, મધ્યમ કાળી, ફળદ્રુપ અને સારી નિતારશકિત ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. જો જમીન રેતાળ હોય તો જમીનમાં સેન્દ્રિય ખાતરો વધુ પ્રમાણમાં ઉમેરવા. ગુલાબના છોડને ખારાશવાળી જમીન અનુકૂળ આવતી નથી. ભારે કાળી જમીનમાં સેન્દ્રિય ખાતરો ઉમેરીને નિતારશકિત સુધારીને ઉપયોગ થઈ શકે છે.
સ્થળની પસંદગી:ગુલાબની ખેતી માટે જયાં વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવતો હોય તેવી જમીનનું સ્થળ પસંદ કરવું. આ ઉપરાંત વૃક્ષો, વાડ કે દિવાલથી દૂર અને દિવસ દરમ્યાન ઓછામાં ઓછો ૬ કલાક સૂર્યનો તડકો મળી રહે તેવી જમીનનું સ્થળ પસંદ કરવાથી સારી ગુણવત્તાવાળા ફૂલો વધુ પ્રમાણમાં મળી રહે છે. છોડની રોપણી માટે ખાડા તૈયાર કરવા ગુલાબને વધુ સૂર્યપ્રકાશ જરૂરી હોવાથી ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઈએ. દેશી ગુલાબના છોડ રોપવા માટે ઉનાળામાં ૬0 સે.મી. x 50 સે.મી. x 50 સે.મી. માપના ખાડા ખેતરમાં ખોદવા તેમજ તે ખોદેલ ખાડાની માટીને ૧૫ થી ૨૦ દિવસ સુધી સૂર્યના તડકામાં તપવા દેવા. ખોદેલ માટીમાં જૂન-જુલાઈ માસમાં ૮ થી ૧૦ કિ.ગ્રા. સારૂ કોહવાયેલુ છાણીયું ખાતર અથવા ર00 ગ્રામ દિવેલીનો ખોળ ભેળવવો.
પ્રસર્જન: દેશી ગુલાબનું સંવર્ધન કટકા કલમ અને ગુટી કલમથી કરવામાં આવે છે. આ પધ્ધતિ સરળ અને સસ્તી છે.
રોપણી સમય અને રોપણી અંતર:ગુજરાતમાં દેશી ગુલાબની રોપણી માટે જૂન-જુલાઈ માસ વધુ અનુકૂળ છે. ભારે વરસાદ પડી ગયા બાદ છોડની રોપણી કરવી જોઈએ. જો વધુ ભારે વરસાદ ચાલુ રહેતો હોય તો સપ્ટેમ્બર થી નવેમ્બર માસ સુધી રોપણી કરી શકાય છે. પરંતુ ચોમાસામાં કરેલ રોપણીની સરખામણીમાં ફૂલો પ્રથમ વર્ષે ઓછા ઉતરે છે. ગુજરાતમાં દેશી ગુલાબનું વાવેતર ૯0 સે.મી. × ૯૦ સે.મી. અથવા ૧૫૦ .મી. × ૯0 સે.મી.ના અંતરે કરવામાં આવે છે. ગુલાબનું વાવેતર પહોળા અંતરે કરવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી મળતી હોવાથી ફૂલોનું ઉત્પાદન ઓછું મળે છે. છોડની રોપણી માટે અગાઉથી તૈયાર કરેલ ખાડાની મધ્યમાં દેશી ગુલાબની કલમો રોપવી જેના માટે પ્લાસ્ટિક બેગ જેટલી જગ્યાનો ખાડો કરવો અને ત્યારબાદ મૂળને ઈજા ન થાય તે પ્રમાણે કાળજીપૂર્વક પ્લાસ્ટિક બેગ કાપીને માટીનો પિંડ તૂટે નહિ તે પ્રમાણે છોડને ખાડામાં રોપવો અને ખાડામાં માટી નાખીને બરાબર દબાવવી અને તરત જ પાણી આપવું. જરૂરી જણાય તો છોડને ટેકો આપવા જોઈએ.
ખાતર:દેશી ગુલાબના છોડનું વધુ ઉત્પાદન મેળવવા તેમજ સારી ગુણવત્તાવાળા ફૂલો મેળવવા માટે છોડની રોપણી બાદ વર્ષમાં ત્રણ વખત સપ્રમાણ (જૂન, ઓકટોબર અને જાન્યુઆરી)માં ખાતરો આપવા જોઈએ. જેમાં દર વર્ષે છોડ દીઠ 3 થી ૪ કિ.ગ્રા. છાણીયું ખાતર જમીનમાં આપવું. આણંદ ખાતે થયેલ ભલામણ મુજબ ત્રણ વર્ષ કે તેથી વધુ ઉંમરના દેશી લાલ ગુલાબ પાકને છોડ દીઠ ૧ મી.લી. એઝોસ્પિરીલમ તથા ૧ મી.લી. પી.એસ.બી. ર00 મી.લી. પાણીમાં મિશ્રણ કરીને ત્રણ સરખા ભાગે જમીનમાં આપવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે. લીલા પડવાશ તરીકે શણ અથવા ઇક્કડનું વાવેતર કરવું.
છાંટણી:દેશી ગુલાબમાં છાંટણી એક વર્ષ કે વધુ ઉંમરના જૂના છોડની કરવામાં આવે છે. ગુજરાતમાં ઓકટોબર માસનું બીજુ પખવાડીયુ છાંટણી માટે વધુ અનુકૂળ છે. એક વર્ષ જૂની સારી ડાળીઓને ૪ થી ૬ સારી આંખો રાખીને છાંટણી કરવી. સામાન્ય રીતે છાંટણી જમીનની સપાટીથી ૪૫ થી ૬0 સે.મી. ઉંચાઈએ કરવી. છાંટણી કર્યા બાદ ૪૫ થી ૫૦ દિવસે છોડ ઉપર ફૂલ આવવાની શરૂઆત થાય છે. વારંવાર છાંટણી કરવાથી છોડ નબળો પડે છે.
પિયત:દેશી ગુલાબને પાણીની જરૂરિયાત ઋતુ અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. ખેતરમાં નવી રોપેલ કલમછોડને શરૂઆતમાં એક અઠવાડીયા સુધી દરરોજ ભેજ જળવાઈ રહે તેટલું પાણી આપવું. ત્યારબાદ શિયાળામાં ૮ થી ૧0 અને ઉનાળામાં ૪ થી પ દિવસે પિયત આપવું અને ચોમાસામાં જરૂર જણાય તો જ પાણી આપવું. શકય હોય તો ટપક સિંચાઈ પધ્ધતિ (ડ્રિપ ઈરિગેશન)નો ઉપયોગ કરવો જોઈએ.
નિંદામણ અને આંતરખેડ:પિયત આપ્યા બાદ વરાપ થયા પછી જરૂર મુજબ કરબડી અથવા કોદાળી વડે ગોડ કરવો. છોડના થડની વધુ નજીક બહુ ઉડેથી ગોડ કરવો નહીં. ગુલાબમાં નિયમિત છોડના ખામણાંમાં ઉગેલુ નીંદણ તથા નવા પીલા દૂર કરતાં રહેવુ. ગુલાબના પાકમાં નીંદણ નહિવત્ હોય છે જેથી દાતરડી કે ખુરપી વડે ઘાસ કાઢતાં રહેવું.
અન્ય કાળજી:દેશી ગુલાબના પાકમાં ઉનાળાની ઋતુમાં માર્ચ-એપ્રિલ માસમાં ફૂલો ઉતારી લીધા પછી આંબા કે આસોપાલવના સૂકાં પાંદડા અથવા ડાંગરના ફોતરાંનું આચ્છાદન છોડની આજુબાજુ પાથરવાથી ભેજનો સંગ્રહ થાય છે તેમજ નીંદણની વૃધ્ધિ અટકાવી શકાય છે. આણંદ ખાતે થયેલ સંશોધન મુજબ દેશી ગુલાબના પાકમાં ઉનાળાની ઋતુમાં (માર્ચ-મે) ડાંગરના ફોતરાનું આચ્છાદન છોડની આજુબાજુ ૫ સે.મી. જાડાઈનો થર કરવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે. ગુલાબના છોડ ઉપરથી સૂકાયેલ, રોગ કે જીવાતથી નુકશાન પામેલી આડી-અવળી ફેલાતી ડાળીઓ કે નડતરરૂપ ડાળીઓને દૂર કરવી જોઈએ.
પાક સંરક્ષણ:દેશી ગુલાબના છોડ ઉપર મુખ્ય જીવાતોમાં મોલો-મશી, થ્રિપ્સ, તડતડિયાં, ભીંગડાવાળી જીવાત, માઈટસ જેવી ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ખેતરમાં રહેલ વધારાનો કચરો દૂર કરી ખેતર સાફ રાખવું. શેઢા-પાળા ચોખા રાખવા તથા લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. બીવેરિયા ૭૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. રોગોમાં ડાયબેક, છારો, પાન ઉપર ટપકાં પડવાં વગેરે જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા ૨.૫-૩ કિ.ગ્રા. જમીનમાં આપવું. તેમજ વર્ટિસિલિયમ લેકાની ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ભેજ હોય ત્યારે છંટકાવ કરવો.
ફૂલો ઉતારવા ફૂલોની વિણી: સામાન્ય રીતે દેશી ગુલાબના ફૂલોની વીણી હંમેશા વહેલી સવારે સૂર્ય ઉગતા પહેલાં અથવા સાંજના સમયે સાધારણ ખીલેલા અથવા તરત જ ખીલવાની તૈયારીવાળા ફૂલો ઉતારવા જોઈએ અને ફૂલોને ઉતાર્યા બાદ તરત જ વાંસના ટોપલામાં કે ભીના કંતાનમાં કે કપડામાં બાંધી બજારમાં વેચાણ માટે મોકલવા જોઈએ.
ફૂલોનું ઉત્પાદન: દેશી ગુલાબના ૨ થી ૩ વર્ષના છોડનું ફૂલોનું અંદાજીત ઉત્પાદન ૮ થી ૧0 ટન પ્રતિ હેકટર મળે છે.
ફૂલોની વ્યાપારિક ખેતી કરવા ઈચ્છતાં ખેડૂતો માટે સેવંતી અગત્યનું સ્થાન ધરાવે છે, આર્થિક ધોરણે ગુલાબ પછી સેવંતી બીજા ક્રમે આવે છે, સેવંતીને ફૂલોની રાણી કહેવામાં આવે છે. તે વિવિધ પ્રકારના રંગ તથા આકાર ધરાવે છે, સર્વતીની મુખ્ય બે પ્રજાતિઓમાં ક્રિસેથીમમ મોરીફોલીયમ (કાયમી પ્રકારની) અને ક્રિસેન્ચીમમ ઈન્ડિકમ (સીઝનલ પ્રકારની છે. સેવંતીના કૂલો બટન જેટલા કદથી માંડીને મધ્યમ કદના કોલીફલાવરના દડા જેટલા જોવા મળે છે. તેના ફૂલ પૂજામાં, હાર, ગજરા તથા વેણી બનાવવા માટે તેમજ કટફલાવર તરીકે વપરાય છે, ભારતમાં સેવંતીની ખેતી મુખ્યત્વે કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાન વગેરે રાજયોમાં કરવામાં આવે છે. ગુજરાતમાં પણ વલસાડ, વડોદરા, આણંદ તથા ખેડા જિલ્લામાં સેવેતીની ખેતી વેપારી ધોરણે થાય છે.
મોટા ફૂલવાળી જાતો:
નાના કૂલો ધરાવતી જાતો:
રંગ મુજબની જાતો:
ડચ બજાર માટેની રંગ પ્રમાણેની જાતો:
કટફલાવરની જાતો:
હવામાન:સેવંતીના છોડની વૃધ્ધિ માટે પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને મધ્યમ ઉષ્ણતામાન જરૂરી છે. લાંબો દિવસ અને ટૂંકી રાત્રી વાનસ્પતિક વૃદ્ધિ માટે ઉપયોગી છે, જયારે કૂલના વિકાસ માટે ટુંકા દિવસની આવશ્યકતા છે. રાત્રિનું ઉષ્ણતામાન ૧0 થી ૧૨ સે. આદર્શ ગણાય છે. ગુજરાતની આબોહવામાં શિયાળો લાંબો હોય ત્યાં આ ફૂલનો પાક સારી રીતે લઈ શકાય તેમ છે.
જમીન:સેવંતીના પાકને ગોરાડું, મધ્યમ કાળી અને ફળદ્રુપ સારાં નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જમીનનો પી.એચ, ૬,0 થી ૭.0 માફક આવે છે વધુ ઉત્પાદન મેળવવા સેન્દ્રિય ખાતર ઉમેરવું જરૂરી છે.
સવર્ધન
ખાતર: જે જમીનમાં સેવંતીનું વાવેતર કરવું હોય તે જમીનમાં જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૨૦ થી ૨૫ ટન કોહવાયેલું છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી. તથા લીલા પડવાશ તરીકે શણનું વાવેતર સેવંતીના વાવેતર પહેલા ૬૦ દિવસે કરવું. એઝોસ્પિરીલમ અને ફોસફોબેકટર બેકટેરીયા ૨.૫ કિ.ગ્રા./ હેકટર નાખવા. ૫ ટના હેક્ટર વર્મીકમ્પોસ્ટ સેવંતીના વાવેતર સમયે આપવું.
પિયત: ચોમાસામાં વરસાદ ન હોય તો વર્ષાયુ સેવંતીને જરૂર મુજબ પિયત આપવું. શિયાળામાં સેવંતીને ૭ થી ૧૦ દિવસે તથા ઉનાળામાં 3 થી પ દિવસના અંતરે પિયત આપવું. ફૂલકની અવસ્થા પિયત માટે કટોકટીની અવસ્થા ગણી શકાય.
ખુટણ: છોડને વધુ ડાળીઓ તથા સારી ગુણવત્તાવાળા ફૂલો મેળવવા રોપણી બાદ દોઢ માસે અગ્રભાગ ૩ થી ૫ સેમી. કાપવો જેથી વધુ ફૂટ મળશે અને વધારે ફૂલ આવશે. છોડને ટેકો આપવો વર્ષાયુ છોડની વધુ ઉંચાઈવાળી જાતોના છોડને વાંસના કટકાથી ટેકા આપવાથી સારી ગુણવત્તાવાળા ફૂલ મેળવી શકાય. સીઝનલ છોડને ટેકાની જરૂરિયાત રહેતી નથી.
ઇતર કાર્યો:છોડને નીંદણમુકત રાખવો શરૂઆતની અવસ્થામાં કરબડીથી આંતરખેડ કરવી. સીઝનલ છોડને સાધારણ પાળી ચઢાવવી ફૂલ ઉતારવા ફૂલને સંપૂર્ણ ખીલ્યા બાદ સામાન્ય રીતે વહેલી સવારે અથવા સાંજના સમયે ઉતારવા જોઈએ. કટફલાવરની કાપણી કૂલ ખીલતાં પહેલાં કરી વ્યવસ્થિત પેક કરવા. કટફલાવરને કાણાંવાળા બોક્ષમાં જયારે છૂટાં ફૂલ ટોપલીમાં મુકી તેના ઉપર ભીનું કપડું મુકી વેચાણ માટે મોકલવા.
ઉત્પાદન:સીઝનલ સેવતી ૨૨ થી ૨૫ ટન પ્રતિ હેકટરે ફૂલ આપે છે, જયારે અન્ય જાતો ઓછું ઉત્પાદન આપે છે. આવક-અર્ચ ભાવ પ્રતિ કિ.ગ્રા.ના રૂપિયા 10 ગણતાં અંદાજીત એક લાખથી સવા લાખ જેટલી આવક હેકટરે મળી રહે છે. હેકટરે ઉત્પાદન ખર્ચ રૂપિયા 30,000 થી ૩૫,000 હજાર થાય છે. સેવતીના પુષ્પોનું આયુષ્ય લંબાવવા માટે જરૂરી
સૂચનો:
ગેલાર્ડિયા દરેક પ્રકારના વાતાવરણ અને જમીનને અનુકૂળ સરળતાથી ઉગાડી શકાય તેવા સુંદર, સર્વકાલીન અને સુલભ વર્ષાયુ ફૂલછોડ છે. ગેલાર્ડિયાને અંગ્રેજીમાં બ્લેન્કેટ ફલાવર અને ગુજરાતીમાં ગાદલીયા તરીકે ઓળખવામાં આવે છે, ગેલાર્ડિયા એ કંપોઝીટી કૂળનો મધ્યમ ઉંચાઈનો, બારેમાસ સહેલાઈથી વાવી શકાય તેવો છોડ છે. આ છોડના ફૂલ ગલગોટા જેવા આકારના લાંબી દાંડીવાળા સિંગલ કે ડબલ પ્રકારના સેવંતી જેવા મોટા અને આકર્ષક રંગોવાળા હોય છે. ફૂલ પીળા, ભૂખરા, તામ્ર લાલ, કેસરી, મેલા, બદામી કે લાલ બહુરંગી રંગના હોય છે. કેટલાંક લાલ તામ્ર રંગના ફૂલોને સફેદ કે લાલ કિનારી પણ જોવા મળે છે અથવા ઘણી વખત કેસરી લાલ ફૂલોને પીળી કિનારી પણ જોવા મળે છે,
ઉપયોગ: ગેલાર્ડિયાના કૂલછોડ બગીચામાં કયારાઓમાં અને બોર્ડર તરીકે મોટા પાયા ઉપર વાવવામાં આવે છે. ગેલાર્ડિયાના છોડ જયારે પૂરેપૂરા ફૂલોથી ખીલે છે ત્યારે બગીચામાં રંગબેરંગી ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય ઉપસી આવે છે. ગેલાર્ડિયાના ફૂલોનો છૂટાં ફૂલ તરીકે, સુશોભન માટે હાર, વેણી બનાવવામાં તથા પૂજાપાઠમાં તેમજ ફૂલોની શેરોનો ઉપયોગ મંડપ અને સ્ટેજ શણગારવામાં ખૂબજ બહોળા પ્રમાણમાં થાય છે. ગેલાર્ડિયાનો છોડ વિકસિત થતાં જમીન પર પથરાતો હોઈ જે જગ્યાએ પાણીથી ધોવાણ થવાની શકયતા હોય ત્યાં મેલાર્ડિયા પલચેલા જાતની રોપણી કરવાથી જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય છે.
વિવિધ જાતો
આબોહવા:ગેલાડિયા દરેક ઋતુમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે, ગેલાર્ડિયાના છોડ સખત પ્રકારના છે, જે વધુ ગરમી અને પાણીના અછતમાં પણ લાંબો સમય રહી શકે છે. સામાન્ય રીતે ગરમ ભેજવાળું વાતાવરણ વધારે અનુકૂળ આવે છે, તે ઉનાળા અને ચોમાસા દરમ્યાન સરળતાથી ઉગાડી શકાય છે
જમીન:જમીન દરેક પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે પરંતુ ભારે કાળી, ચીકણી અને ઓછી નિતાર શકિતવાળી જમીન કે જયાં પાણીનો ભરાવો થતો હોય તેવી જમીન અનુકૂળ આવતી નથી. સારી નિતાર શકિતવાળી જમીન પસંદ કરવી જોઈએ.
ખાતર: જે જમીનમાં ગેલાડિયાનું વાવેતર કરવું હોય તે જમીનમાં હેકટર દીઠ ૧૫ થી ૨૦ ટન કોહવાયેલું છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી તથા લીલા પડવાશ તરીકે શણનું વાવેતર ગેલાર્ડીયાના વાવેતર પહેલા ૬૦ દિવસે કરવું. એઝોસ્પિરીલમ અને ફોસ્ફોબેકટર બેકટેરીયા ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર નાખવા. ૫ ટન, હેક્ટર વર્મીકમ્પોસ્ટ ગેલાર્ડીયાના વાવેતર સમયે તથા ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને આપવું.
પ્રસર્જન: વર્ષાયું ગેલાર્ડિયાની જાતોનું પ્રસર્જન બીજથી કરવામાં આવે છે, જયારે કાયમી જાતોનું પ્રસર્જન બીજ તથા કટકાથી પણ કરી શકાય છે.
રોપણી: આ પાકની રોપણી કરવાની હોય ત્યારે ખેતરને વ્યવસ્થિત ખેડ કરી જમીન તૈયાર કરી કયારાઓ બનાવી ચાર થી છ અઠવાડિયાની ઉંમરનું ગેલાર્ડિયાનું ધરૂ 30 સે.મી. X 30 સે.મી. અથવા ૪૫ સે.મી. X 30 સે. મી.ના અંતરે ઉનાળુ પાક માટે ફેબ્રુઆરી-માર્ચમાં, ચોમાસુ પાક માટે જૂન-જુલાઈમાં અને શિયાળુ પાક માટે સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં રોપીને ફૂલ મેળવી શકાય છે, ખાસ કરીને ચોમાસામાં જર્યા ભારે વરસાદ હોય ત્યાં આ પાક લેવામાં આવતો નથી કારણ કે ભારે વરસાદના કારણે છોડ જમીન પર ઢળી જાય છે અને ફૂલોની ગુણવત્તા ખરાબ થઈ જાય છે.
અન્ય માવજત: છોડ રોપ્યા બાદ હળવું પાણી આપવું, અન્ય પિયત ઋતુ પ્રમાણે ઉનાળામાં ૫ થી ૭ દિવસે અને શિયાળામાં ૮ થી ૧0 દિવસના અંતરે જમીનના પ્રકારના પ્રમાણે આપવામાં આવે છે. જરૂર જણાય ત્યારે કયારાઓમાંથી નીંદણ દૂર કરવું. છોડના સારા વિકાસ માટે ત્રણ થી ચાર વખત હળવો ગોડ કરવો જોઈએ. છોડના વિકાસ દરમ્યાન મોલો-મશીનો ઉપદ્રવ જણાય તો વનસ્પતિજન્યા સુક્ષ્મ જીવાણું આધરિત દવાનો છંટકાવ કરવો.
રોગ અને જીવાત: આ પાકને ખાસ કોઈ રોગ જીવાત લાગતા નથી. આમ છતાં ઘણીવાર મોલોમશીનો ઉપદ્રવ જણાય ત્યારે લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. બીવેરીયા ૭૫ ગ્રામ ૧૦ લીટરના દ્રાવણનો છંટકાવ કરવો. તઉપરાંત વનસ્પતિજન્ય કિટનાશી ઔષધોમાં સીતાફળ, આંકડો, ધતુરો અને અરડુસી સહિત ઘણી જાતની વનસ્પતિ જીવાતના નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે.
ફૂલ ઉતારવા: છોડની રોપણી બાદ ત્રણ થી સાડા ત્રણ માસ બાદ ફૂલ તૈયાર થાય છે. છૂટાં ફૂલ (લુઝ ફલાવર) તરીકે ઉતારવામાં આવે છે. ફૂલોને દૂરના બજારમાં મોકલવાના હોય તો આગલા દિવસે સાંજે અને નજીકના બજારમાં મોકલવાના હોય તો વહેલી સવારે ઉતારવામાં આવે છે. ઉતારેલ ફૂલોને હળવું પાણી છાંટીને ટોપલામાં વ્યવસ્થિત રીતે ભરીને ઉપર ભીનું કપડું ઢાંકીને બજારમાં મોકલવા.
ઉત્પાદન: સારી માવજત કરેલ ખેતરમાંથી હેકટર દીઠ ૧૬ થી ૧૮ ટન જેટલા ફૂલોનું ઉત્પાદન મળે છે. ગેલાર્ડિયાના ફૂલોનો જથ્થાબંધ ભાવ માંગ પ્રમાણે સામાન્ય રીતે ૧ કિ.ગ્રા.ના પ થી ૭ રૂપિયા જેટલો હોય છે, આમ હેકટરે ૮0,000 થી ૧, ૧0,000 રૂપિયા સુધી આવક મેળવી શકાય છે જયારે હેકટર દીઠ આશરે ર0,000 થી ર૫,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. ચોમાસા કરતાં શિયાળુ ઋતુમાં ઉત્પાદન તેમજ આવક વધુ મળે છે.
મોગરા અને પારસને અંગ્રેજીમાં જાસ્મીન તરીકે ઓળખવામાં આવે છે જો કે જાસ્મીન કુટુંબમાં જુઈ, ચમેલી વગેરે ફૂલોનો પણ સમાવેશ થાય છે. મોગરાનું ફૂલ સફેદ રંગનું અને સુગંધદાર છે, પરંતુ સુશોભનની દ્રષ્ટિએ મોગરાનું સ્થાન આગવું છે. મોગરા અને પારસને ઘરઆંગણે કયારામાં તેમજ કૂંડામાં પણ ઉછેરી શકાય છે. બગીચામાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે. મોગરાના ફૂલ ખાસ કરીને ઉનાળામાં અને પારસના ફૂલ શિયાળામાં આવતાં હોય છે. પારસના ફૂલ મોગરા જેવા જ સફેદ રંગના પરંતુ તેમાં સુગંધ મોગરા કરતાં ઓછી હોય છે. મોગરા અને પારસના ફૂલ હાર બનાવવા માટે, વેણી તથા પૂજા પાઠમાં છૂટાં ફૂલ તરીકે ઉપયોગમાં લેવાય છે. મોગરામાંથી ખૂબજ કિંમતી એવું સુગંધી તેલ (અત્તર) કાઢવામાં આવે છે. જેનો ઉપયોગ પર ફયુમ તેમજ કોમેટિક ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. મોગરાની ખેતી દક્ષિણ ભારતમાં તામિલનાડુ અને કર્ણાટકમાં સારો એવો પ્રમાણમાં કરવામાં આવે છે, જેનો ઉપયોગ ખાસ કરીને સુગંધી તેલ (અત્ત૨) કાઢવામાં થાય છે. ઉત્તર ભારતમાં લખનૌમાં મોગરાની ખેતી કરવામાં આવે છે. તઉપરાંત પૂના તથા નાસિક જેવા વિસ્તારમાં પણ મોગરા વ્યાપારિક રીતે ઉગાડવામાં આવે છે. આપણાં રાજયમાં હાલ વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત અને કચ્છ જિલ્લાઓમાં મોગરાની ખેતી થાય છે, જેનો અંદાજીત વિસ્તાર ૬00 હેકટર અને ફૂલોનું ઉત્પાદન ૩૨00 ટન છે.
આબોહવા: મોગરાને ખાસ કરીને ગરમ અને ભેજવાળુ, જયારે પારસને ઠંડુ અને સૂકું હવામાન વધુ અનુકૂળ આવે છે. આમ છતાં પણ આ છોડ વિવિધ પ્રકારના હવામાનમાં સારી રીતે ઉછેરી શકાય છે પરંતુ વ્યાપારિક રીતે ઉત્પાદન મેળવવા માટે સમઘાત હવામાન ખાસ જરૂરી છે.
જમીન: મોગરાના પાકને ખાસ કરીને પૂરતો પ્રકાશ મળી શકે તેવી સારા નિતારવાળી ખૂબજ ભારે નહીં તેવી જમીન વધુ મા ફંક આવે છે.
રોપણી: જમીનમાં કટકા કલમ, ગુટી કલમ, દાબ કલમ,પીલાથી તૈયાર કરેલ કલમો જૂન-જુલાઈ અથવા સપ્ટેમ્બરઓકટોબર માસમાં રોપવી જોઈએ, મોગરાની રોપણી ૧ મીટર x ૧ મીટરના અંતરે કરવી જોઈએ. જયારે પારસ મોગરોની. રોપણી ૧.૫ મીટર x ૧.૫ મીટરના અંતરે કરવી જોઈએ. જે માટે ખાડા 30 સે.મીx 30 સે.મી. x 30 સે.મી. માપના કરવા જરૂરી છે. દરેક ખાડા દીઠ ૨ થી ૩ કિ.ગ્રા. સારૂ કોહવાયેલ છાણીયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ ૧ કિ.ગ્રા. નાખી વાવેતર કરવું.
પ્રસર્જન : મોગરાનું પ્રસર્જન કટકા કલમ, ગુટી કલમ અથવા દાબ કલમથી થાય છે, જયારે પારસનું પ્રસર્જન મૂળમાંથી ફૂટેલ પીલાઓ દ્વારા અથવા દાબ કલમથી થાય છે,
જાતો: મોગરા અને પારસમાં ખાસ વિશિષ્ટ જાતો નથી, પરંતુ મોગરામાં ફૂલની પાંખડીની સંખ્યા, પાંખડીનો આકાર અને કૂલના કદના આધારે મોગરાને મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે,
ખાતર:મોગરા અને પારસ પાકને દર વર્ષે છોડ દીઠ ૧૦૦ ગ્રામ છાણીયું ખાતર અને ૧૦૦ ગ્રામ મગફળીનો ખોળ આપવો. ઉપરોક્ત ખાતર તથા ખોળ છોડની છટણી કર્યા પછી માટીમાં બરાબર ભેળવીને આપવું. લીલા પડવાશ તરીકે શણ અથવા ઇક્કડનું વાવેતર કરવું. મલ્ચીંગ તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરવો. જેથી જમીનની ફળદ્રુપતા વધશે અને જમીનનું ધોવાણ અટકશે.
પિયત:મોગરાને જમીનની પ્રત તેમજ આબોહવા પ્રમાણે ઉનાળામાં ૫ થી ૬ દિવસે પિયત આપવું અને શિયાળા દરમ્યાન છોડને પિયત બંધ કરી સુષુપ્ત અવસ્થામાં રાખી આરામ આપવો. જયારે પોરસમાં શિયાળામાં ફૂલો આવતાં હોઈ શિયાળામાં ૮ થી ૧0 દિવસે પિયત આપવું જરૂરી છે.
છાંટણી:
મોગરા: મોગરાને મુખ્યત્વે ઉનાળામાં કૂલ વધુ છે, જયારે શિયાળા દરમ્યાન સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેથી ખાસ કરીને ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં છટણી કરવી હિતાવહ છે.પારસ: પારસની છાંટણી ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં કરવી. જૂના છોડને ૩ થી ૫ વર્ષમાં એકવાર નબળી, વેલા જેવી ડાળીઓની લંબાઈનો રા3 જેટલો ભાગ કાપી નાખી ભારે છાંટણી કરવી, જેથી છોડના થડમાંથી નવા જૂસ્સાવાળી ડાળીઓ નીકળે અને કૂલનું વધુ ઉત્પાદન મળે. છોડને છાંટણીના એક માસ અગાઉ પાણી બંધ કરવું જરૂરી છે,
રોગ અને જીવાત: સામાન્ય રીતે મોગરા અને પારસમાં કોઈ ખાસ પ્રકારના રોગ કે જીવાત જોવા મળતાં નથી. પરંતુ મોલો-મશી તેમજ ભિંગડાંવાળી જીવાત જેવા કીટકો કયારેક આબોહવાની વિષમ પરિસ્થિતિમાં જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ખેતરમાં રહેલ વધારાનો કચરો દૂર કરી ખેતર સાફ રાખવું. શેઢા-પાળા ચોખ્ખા રાખવા, તથા લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. મોલો-મશીનો ઉપદ્રવ જણાય ત્યારે બીવેરીયા ૭૫ ગ્રામ/૧૦ લીટરના દ્રાવણનો છંટકાવ કરવો.
ફૂલ ઉતારવા: મોગરા અને પારસની પૂર્ણ વિકાસ પામેલી સફેદ રંગની કળીઓ સાંજના સમયે અથવા વહેલી સવારે ચૂંટવી, ત્યારબાદ તેને વાંસની ટોપલીમાં ભીના કંતાન/કપડામાં નાંખી પેકિંગ કરી વહેલી સવારે બજારમાં મોકલવા. મોગરાનો પાક ઉનાળામાં આવે છે, જયારે પારસનો પાક શિયાળામાં આવે છે. જો આ બંને પાકોનું વાવેતર એક સાથે થોડાં થોડાં વિસ્તારમાં કરવામાં આવે તો ખેડૂતોને આખા વર્ષ સુધી ફૂલોનું ઉત્પાદન મળી રહે તથા બજારમાં વેચાણ માટે મોકલીને સારી એવી આવક મેળવી શકાય છે,
ઉત્પાદન: મોગરા અને પારસમાં વ્યાપારિક ધોરણે ફૂલ ઉત્પાદન ત્રીજા વર્ષથી મળવાનું શરૂ થાય છે જે પાંચમાં વર્ષે મહત્તમ હોય છે, મોગરામાં ૧૦ થી ૧૫ વર્ષ સુધી નફાકારક ઉત્પાદન મેળવી શકાય છે. હેકટરે લગભગ પ000 થી 5000 કિ.ગ્રા ઉત્પાદન મળે છે, જયારે પારસ મોગરાના ફૂલોનું અંદાજીત ઉત્પાદન 3000 થી ૪000 કિ.ગ્રા. જેટલું મળે છે.
સ્પાઈડર લીલીના ફૂલો તેના સફેદ રંગની અને માદક સુગંધને લીધે હાર, વેણી, ગજરાં અને લગ્ન મંડપ તેમજ જાહેર સમારંભોના સ્ટેજના શણગારમાં ખુબજ અગત્યનું સ્થાન ધરાવે છે. લીલી તરીકે ઓળખાતાં ફૂલ વર્ગમાં અનેકવિધ પ્રકારો જોવા મળે છે. તેમાં મોટા ભાગના કંદમૂળ પ્રકારના લીલીએસી કુળ અથવા તેને સંલગ્ન કૂળ જેવા કે એમરેલીડેસી, ઈરીડેસી કુળ ધરાવે છે. આ વર્ગના છોડમાં પર્ણો કંદમાંથી વિકાસ પામી સમાંતર નસોવાળા, લાંબા અને સાંકડા પાનના જથ્થા વચ્ચેથી નીકળતાં દંડ પર ફૂલો આવે છે. ફૂલો વિવિધ આકારના અને સફેદ તેમજ લાલ, ગુલાબી, પીળાં, જાંબલી અને મિશ્ર રંગોવાળા હોય છે. લીલીમાં અન્ય વર્ગોમાં કુટબોલ લીલી, ટાયગર લીલી, ટોર્ચ લીલી, ડે લીલી, ગ્લોરી લીલી, આફ્રિકને લીલી, વોટર લીલી, જેફરન્થસ લીલી જેવી અનેક જાતિઓ અને પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આમાંની મોટા ભાગની લીલીની જાતોના ફુલો કટફલાવર તરીકે અથવા બગીચાની શોભાના છોડ તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્પાઈડર લીલીના કૂલોનો ઉપયોગ હાર બનાવવા તેમજ શણગારમાં વિશેષ થાય છે. ઉનાળામાં બજારમાં બીજા ફૂલો વધુ ન મળતાં હોવાથી તેમજ લગ્નગાળાને કારણે લીલીના ફૂલની માંગ વધુ રહે છે. લીલીના ફૂલની મહેક એક-બે દિવસ ટકતી હોવાથી શણગારમાં વિશેષ ફાયદાકારક રહે છે.
સ્પાઈડર લીલીના ફૂલની પાંદડીઓ કરોળીયાના પગોની જેમ ફેલાયેલ છે તેથી તેને સ્પાઈડર લીલી નામ પાડવામાં આવેલું છે, તેના લીલા રંગના પાન જમીનમાં રોપેલ કંદમાંથી અંગ્રેજી "વી" આકારે કૂટે છે. પુખ્ત વયનાં પાન આશરે 50 થી 80 સે.મી. સુધીની લંબાઈ ધરાવે છે અને ઘેરા લીલા રંગના આશરે 3 સે.મી. પહોળાઈના તલવાર જેવા આકારના હોય છે. પાનના ઝૂમખાના મધ્ય ભાગેથી એક દાંડી નીકળે છે એ દાંડીના ટોચના ભાગે સૌ પ્રથમ બંધ દડો નીકળે છે એ દડો ખુલ્લો થતાં તેમાંથી આશરે ૬ થી ૧૨ ફૂલોની દાંડી અને સફેદ અગ્ર ભાગવાળી કળી નીકળે છે. જે ખીલતા પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે.
સંવર્ધન: આ પાકનું સંવર્ધન ગાંઠોથી થાય છે,
જાતો: સ્પાઈડર લીલીમાં ખેડૂતોના ખેતરે બે જાતો જોવા મળે છે. એક સાંકડા અને એક ઘેરા લીલા રંગના પાનવાળી જાત જે ફકત ચોમાસામાં કૂલ આપે છે, બીજી જાત પહોળા અને આછા લીલા રંગની છે જે બારેમાસ ફૂલો આપે છે. ખેડૂતોએ બારેમાસ ફૂલો આપતી જાતનું જ વાવેતર કરવું જોઈએ.
આબોહવા: લીલીને ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે માફક આવે છે. છતાંય લીલી એ ઠંડાથી ગરમ કોઈપણ પ્રકારના હવામાનમાં થઈ શકે તેવો પાક છે. ઉષ્ણ કટિબંધના સૂકાં, સપાટ વિસ્તારથી ઢોળાવવાળા વિસ્તારોમાં તેમજ સૂર્યપ્રકાશમાં અથવા થોડા છાંયાવાળા ભાગે પણ તેનો ઉછેર શકય બને છે.
જમીન અને જમીનની તૈયારી: લીલીની ખેતી માટે ફળદ્રુપ ગોરાડું તથા મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારે કાળી અને ક્ષારવાળી જમીનમાં પણ ઉછેરી શકાય છે. લીલીમાં કંદથી વાવેતર કરતા પહેલાં જમીનને બરાબર ખેડીને ભરભરી બનાવવી ત્યારબાદ સમતળ કરી સરખા માપના લાંબા કયારાઓ બનાવવા જોઈએ.
રોપણી: સ્પાઈડર લીલીનો પાક બહુવર્ષાયુ છે. એકવાર રોપાણ કર્યા બાદ વારંવાર રોપવાની જરૂર રહેતી નથી આશરે પ થી ૭ વર્ષ સુધી સફળતાપૂર્વક પાક લઈ શકાય છે. સ્પાઈડર લીલીનું વર્ધન તેના કંદની રોપણી કરીને થાય છે. જુના પાકના છોડને જમીનમાંથી ખોદતાં એક છોડમાંથી ૫ થી ૭ જેટલા કંદ મળે છે, જેને એક બીજાથી અલગ કરી પાનનો ભાગ સાફ કરી રોપણી માટે વપરાશમાં લેવા. કંદની રોપણી બે હાર વચ્ચે ૪૫ થી ૬૦ સે.મી. અંતર અને એક હારમાં બે છોડ વચ્ચે ર0 સે.મી.નું અંતર રાખી કરવી જોઈએ. સામાન્ય રીતે ખેડૂતો બે હાર વચ્ચે ૯૦ સે.મી અંતર રાખી રોપણી કરે છે. જેથી આંતરખેડ અને કૂલ ઉતારવાની કામગીરીની અનુકૂળતા રહે, પરંતુ એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી થતા ઉત્પાદન પર અસર થાય છે. આશરે 3 વર્ષ બાદ એક કેદમાંથી નવા ૫ થી ૬ કંદનું સર્જન થતાં સમય જતાં ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે, અમુક ખેડૂતો ડબલ હારની પધ્ધતિથી પણ વાવેતર કરે છે. જેમાં બે હાર વચ્ચે ૬0 સે.મી.નું અંતર રાખે છે,
ખાતર: આ પાક આખા વર્ષ દરમ્યાન વિકાસ પામતો અને એકવાર વાવેતર કર્યા બાદ લાંબો સમય સચવાતો હોઈ પોષકતત્વોની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ 30 ટન સારૂં કોહવાયેલ છાણીયું ખાતર મે-જૂન માસમાં જમીનમાં ભેળવવું. લીલા પડવાશ તરીકે ગુવારનુ વાવેતર કરી ફૂલ અવસ્થા પહેલા જમીનમાં ભેળવી સડવા દેવું. આમ કરવાથી જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થતા પાકની વૃદ્ધિ સારી થાય છે, એઝોસ્પિરીલમ અને ફોસ્ફોબેકટર બેકટેરીયા ૪.૦ કિ.ગ્રા./ હેક્ટર નાખવા. લીલીમાં વાવેતર સમયે ૧૦ ટન, હેક્ટર વર્મીકમ્પોસ્ટ આપવું.
પિયત: કંદના વાવેતર બાદ હળવું પાણી આપવું ત્યારબાદ સ્કુરણ સુધી ખૂબજ મર્યાદિત જથ્થામાં જરૂર પૂરતું જ પિયત આપવું. સંપૂર્ણ કંદનું કુરણ થયા બાદ સતત ભેજ રહે તેમ પિયત પ્રમાણ વધારવું. આખા વર્ષ દરમ્યાન પાક લેવાનો હોઈ ઋતુ પ્રમાણે ૩ થી ૭ દિવસે પિયત આપતા રહેવું. શિયાળાની ઋતુમાં આ પાકને થોડો આરામ આપી શકાય, પરંતુ શિયાળામાં લગ્ન સિઝનમાં માંગ વધવાને કારણે ફૂલોનો પૂરતો ભાવ મળતો હોવાથી ખેડૂત થોડું ઓછું ઉત્પાદન લઈ પોષણક્ષમ ભાવ મેળવતા હોય છે જેથી પિયત આપવું પડે છે. ખેતીકાર્યો છોડનો પૂરતો વિકાસ ન થાય ત્યાં સુધી નિંદામણ કરવાની જરૂર રહે છે. છોડના મૂળ જમીન બહાર દેખાય તો માટી ચઢાવવી, છોડ પરના સૂકાં, પાન, સૂકાં ફૂલ તેમજ નકામી ફૂલદાંડીઓને અવારનવાર કાપતાં રહેવું જરૂરી છે. શિયાળા દરમ્યાન છોડના ઉપરના બધા જ પાન કાપી જમીનમાં ભેળવી દેવા જેથી જમીનમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો થાય છે.
પાક સંરક્ષણ: સામાન્ય રીતે લીલીના પાકમાં ખાસ કોઈ રોગ-જીવાત જોવા મળતાં નથી, એટલે વધારે કાળજી રાખવી પડતી નથી. છતાં પણ આ પાકમાં પાન કોરી ખાનાર અને ફૂલને નુકશાન કરતી ઈયળો અને મોલો-મશી જેવી જીવાતો જોવા મળે છે, પાન કોરી ખાનાર અને ફૂલને નુકશાન કરતી ઈયળોના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ તથા મોલો-મશીના નિયંત્રણ માટે લીમડાના પાનનો અર્ક ૧૦% મુજબ છંટકાવ કરવો. આ પાક કંદમૂળ પ્રકારનો હોઈ થોડા રોગોનો સામનો કરવો પડે છે. જેમાં કંદનો સડો અને ક્યુજેરીયમ જેવા રોગોના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વિરીડી ૨.૫ કિ.ગ્રા.હેક્ટર અને સ્યુડોમોનાસ લુઓરેસન્સ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર આપવું.
ફૂલોની વીણી: સ્પાઈડર લીલીના ફૂલોની કળીને બંધ પરંતુ પૂરેપૂરી પરિપકવ અવસ્થાએ કાપણી કરવી જોઈએ. કળી ચૂંટવાની કામગીરી વહેલી સવારે અથવા સાંજના ઠંડા પહોરે કરવી. ચૂંટેલી કળીઓ પ૦ અથવા ૧00 નંગના માપમાં ઝડીઓ બાંધવી. આ ઝૂડીને ટોપલી, કંતાનની થેલીઓમાં કે પ્લાસ્ટિક બેગમાં પેક કરી બજારમાં રવાના કરવી. ટ્રાન્સપોર્ટમાં ફૂલને નુકસાનથી બચાવવા માટે ઝૂડીને પૂંઠાના ખોખા અથવા પ્લાસ્ટિક થેલીમાં મોકલવાથી બજારભાવ સારા મળે છે.
ઉત્પાદન અને બજારભાવ: ઉનાળુ તેમજ ચોમાસુ ઋતુમાં શિયાળાની ઋતુ કરતાં વધુ ઉત્પાદન મળે છે, તેમ છતાં ઉત્પાદનનો આધાર જમીન, ખાતર, પાણી અને ખેતીકાર્યોની માવજત પર રહે છે. આખા વર્ષનું ઉત્પાદન લક્ષમાં લેતાં હેકટર દીઠ પથી ૬ લાખ ઝૂડીઓ જેટલું ઉત્પાદન મળે છે, તેની પ0 કળીનો ભાવ માંગ અને પૂરવઠાને આધિન રૂપિયા ૨ થી ૪ જેટલો મળે છે.
ગ્લેડિયોલસ ઈરીડેસી કૂળના કંદથી થતો છોડ છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશમાં વાવેતર કરવામાં આવે છે, લાંબી દાંડી, રંગોની વિવિધતા તથા ઘણાં દિવસ સુધી તાજાં રહેતાં કટફલાવર તરીકે ગ્લેડીયોલસના ફૂલ ઘણાં જ પ્રખ્યાત છે. આથી જ હોટલો, ઓફિસો, બંગલાઓ વગેરે રોજીંદા ફૂલદાનીની સજાવટમાં તેમજ પાર્ટીઓમાં ફૂલદાનીની સજાવટ, કલગી તેમજ ગુલદસ્તા તરીકે મોટા પ્રમાણમાં વપરાય છે. સામાન્ય રીતે તેના પાન તલવાર જેવા હોવાથી અંગ્રેજીમાં તેને સ્વોર્ડ લીલી પણ કહે છે. તેના ફૂલ ઘણાં દિવસ સુધી ખીલતાં રહેતાં હોવાથી કટ ફલાવર તેમજ કૂંડાના છોડ, ફૂલની કયારી તથા બોર્ડર તરીકે વાવેતર કરી શકાય છે.
અગત્યની જાતો: ગ્લેડિયોલસની લગભગ ૨૦૦ જાતિઓ છે, ગ્લેડિયોલસમાં મોટા ફૂલોવાળી અને નાનાં ફૂલવાળી એમ બે જાતો જોવા મળે છે. તેની વેપારી ધોરણે વાવેતર કરવામાં આવતી મોટાભાગની જાતો હાઈબ્રીડ છે, જે વિવિધ રંગોમાં જોવા મળે
રંગ પ્રમાણે જતોનું વર્ગીકરણ:
રંગ |
જાતો |
લાલ |
ઓસ્કાર, હન્ટિંગ સોંગ, સાન્સ સોસી, ફાતિમા, રેડીચ, મ્યુઝીક મેન |
ગુલાબી |
અમેરિકન બ્યુટી, ફ્રેન્ડશીપ, રોઝ સુપ્રિમ, રોઝ સ્પાયર, મીસ સાલેમ, પિંક ફોર્મલ, પિંક ચીયર, પિંક પ્રોસ્પેકટર, સ્પીક એન્ડ સ્પાન, સ્પ્રિંગ સોંગ
|
ઓરેન્જ (નારંગી) |
ઓટમ ગ્લો, કોરલ સીઝ, ફીસ્ટા, જીપ્સી ડાન્સર, ઓરેન્જ બ્યુટી |
વાદળી ભૂરો |
એનિવર્સરી, બર્ગન્ડી બ્લ્યુ, ડોન મિસ્ટ, એલિગન્સ પર્પલ જાયન્ટ, પર્પલ મોથ, શાલીમાર, બ્લ્યુ બર્ડ, ચાયના બ્લ્યુ, ટ્રોપિક સી, હર મજેસ્ટ.
|
પીળો |
ઓરોરા, બ્રાઈટ સાઈડ, વીન્કલ ગ્લોરી, ફોલ્ટ સોંગ, ગોલ્ડન હાર્વેસ્ટ, મોર્નિગ સેન, ગોલ્ડન પીચ, રોયલ ગોલ્ડ
|
સફેદ |
કોટન બ્લોઝમ, ડ્રીમ ગ્લે, ઈન્સ્ટર્ન સ્ટાર, સુપર સ્ટાર, સેન્સેરે, વ્હાઈટ ઈન્ચાનટ્રેસ, સ્નો પ્રિન્સેસ, સ્નો ડસ્ટ, સ્નો ડ્રોપ
|
લીલો |
ગ્રીન બે, ગ્રીન બર્ડ, ગ્રીન જાયન્ટ, ગ્રીન વુડ પેકર, ગ્રીન વિલો |
સંવર્ધન:સંવર્ધન કંદ અને કંદિકાઓથી થાય છે. ફકત સંકર જાત બનાવવા બીજનો ઉપયોગ કરવામાં આવે છે. બીજથી થયેલ છોડમાં બે થી ત્રણ ફૂલ આવે છે.
હવામાન: આ પાકને ઠંડી અનુકૂળ હોવાથી શિયાળાની ઋતુ દરમ્યાન સારી ગુણવત્તાવાળા ફૂલો મળી શકે. ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ડિસેમ્બરના પ્રથમ પખવાડીયા સુધી તેનું વાવેતર થઈ શકે છે, જાન્યુઆરી માસ બાદના વાવેતરમાં કૂલ આવતી વખતે ઉનાળો શરૂ થઈ જતાં ફૂલની ગુણવત્તા પર હવામાનની વિપરીત અસર થાય છે.
જમીન અને જમીનની તૈયારી:સારી નિતારશકિત હોય તેવી દરેક પ્રકારની જમીનમાં આ પાક થઈ શકે છે, કેદની રરોપણી કરતાં પહેલાં ઉંડી ખેડ કરી નીંદણ નાશ પામે ત્યાં સુધી જમીન તપવા દેવી. ત્યારબાદ સમાર મારી જમીન ભરભરી અને સમતળ કરવી.
રોપણી પધ્ધતિ: ગ્લેડિયોલસનું વાવેતર કંદથી થાય છે. રોપણી માટે ૪ થી પ સે.મી. વ્યાસના કંદ પસંદ કરવા. વાવેતર પહેલ કંદને ભેજવાળી જગ્યાએ રાખવાથી સ્કૂરણ જલ્દી થાય છે. કંદની ઉપરનું લાલ પડ તોડીને ૨૪ કલાક પાણીમાં બોળ્યા બાદ સાધારણ સ્કૂરણવાળા કંદનો રોપવા માટે ઉપયોગ કરવો. રોપણી બે હાર વચ્ચે 30 થી ૪૫ સે.મી, અને બે છોડ વચ્ચે ૧૫ થી ૨૦ સે.મી. અંતર રાખી ૫ થી ૭ સે.મી. ઉંડાઈએ કરવી.
ખાતર વ્યવસ્થા: .બી.આર.આઈ., લખનૌના સંશોધન મુજબ હેકટર દીઠ ૨૦ ટન છાણીયું ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત અળસિયાનું ખાતર ૫ ટન પ્રતિ હેકટરે આપવું જોઈએ.
પિયત વ્યવસ્થા: રોપણી બાદ સ્કૂરણ સુધી મર્યાદિત પિયત આપવું. આ પાકને ૮ થી ૧૦ દિવસના ગાળે નિયમિત હલકું પાણી આપવું જરૂરી છે, પરંતુ કયારામાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી.
નિંદામણ અને આંતરખેડ: ગ્લેડિયોલસના મૂળ છીછરાં હોવાથી ઉંડી ખેડ કરવી હિતાવહ નથી પણ વખતોવખત નીંદણ કાઢી જમીન નીંદણમુકત રાખવી આવશ્યક છે. આ પાકમાં ભારે ખાતર તથા પિયતની જરૂરિયાત હોવાથી નીંદણનો ભારે ઉગાવો રહે છે. દરેક પિયત બાદ નિંદામણ તથા હાથ કરબડીની હળવી ખેડ કરવાથી જમીન પોચી બને છે અને નીંદણનો નાશ થાય છે,
ખાસ માવજત: ફૂલ આવતાં પહેલાં છોડને માટી ચડાવવી જોઈએ તથા જરૂર જણાય તો છોડને ટેકા પણ આપવા જોઈએ. પાક સંરક્ષણ રોગ સૂકારો: આ રોગ ખૂબ નુકશાનકારક છે. રોગકર્તા ફૂગ મૂળ, કંદ અને પાનના નીચેના ભાગમાં વાહકપેશીની અંદર પ્રવેશી નિવાસ કરે છે. આ પરિસ્થિતીને લીધે છોડના જમીનની નીચેના ભાગમાં સડો પેદા થાય છે, પાન પીળા પડીને નીચે ઢળી પડે છે. ઘણી વખત ફૂલો સાથેની દોડી પણ વિકૃતિ પામે છે. ફૂલની સંખ્યા અને કદમાં પણ ફેરફાર થાય છે.
નિયંત્રણ:
જીવાત: આ પાકમાં થ્રિપ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાત જોવા મળે છે, તેના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનું ૫% (૫oo ગ્રામ ૧૦ લીટર પાણી) દ્રાવણનો છંટકાવ કરવો. આ ઉપરાંત લસણ-મરચાંનાં અર્કના ૧૦% દ્રાવણનો પાન પર છંટકાવ કરવો.
ફૂલો ઉતારવા: ફૂલ દાંડીમાં જયારે નીચેની પ્રથમ કળીઓમાં ફૂલનો રંગ જોવા મળે એટલે કે પ્રથમ ફૂલ ખીલવાની શરૂઆત થાય ત્યારે છોડની નીચેનો ૪ થી ૭ પાન વાળો ભાગ રહેવા દઈ ફૂલદોડી કાપી લેવી અને પાણી ભરેલ ડોલમાં સત્વરે મૂકી દેવી. ફૂલને ઘણાં દિવસ એક જ કૂલદાનીમાં રાખવા હોય ત્યારે પાણીમાં રહેલ દાંડીનો થોડો ભાગ રોજ કાપતાં રહેવું. કંદના વાવણીના અંતર પર ફૂલદાંડીના ઉત્પાદનનો આધાર રહે છે.
ફૂલોનું ઉત્પાદન: ૬૦ હજાર કંદ એકરે રોપ્યા હોય તો એકરે ૭૦ થી ૭૫ હજાર ફૂલદાંડી (સ્પાઈક) મળે છે,
ફૂલ દાંડી કાપી દીધા બાદ છોડના પાન પીળા પડવા માંડે એટલે કે આશરે દોઢ થી બે માસ બાદ કંદ ખોદી લેવા. આ કંદને ૧૫ દિવસ છાંયડામાં સૂકવ્યા બાદ જ તેનું ગ્રેડિંગ કરવું. ગ્લેડિયોલસના કંદની જાળવણી ઘણી જ કાળજી માંગી લે છે. કંદને વ્યવસ્થિત સૂકવ્યા બાદ કાણાં પાડેલ પ્લાસ્ટિક બેગમાં અથવા કંતાનના કોથળામાં ભરી ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો. સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં ૪૦ થી ૭૦ ફેરનહીટ ઉષ્ણતામાન અને ૯૦% ભેજ સાથે ૪ માસ સુધી કંદનો સંગ્રહ કરવો પડે
બજાર વ્યવસ્થા: આ ફૂલો હોટલમાં તથા ઘરોમાં ફૂલની સજાવટ માટે તથા બૂકેમાં વપરાતાં હોય તેનું વેચાણ ફકત મોટા શહેરોમાં થઈ શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ મુંબઈમાં તેનું માર્કેટ મળી રહે છે. આ ફૂલોનો ભાવ એક ડઝનના ૧૨ થી ૪૮ રૂપિયા પ્રમાણે મળી રહે છે.
ગુલછડી એ કંદ વર્ગનો છોડ છે તેના પાન લાંબા, સાંકડા અને ઘાસ જેવા સીધા હોય છે. ફૂલ નલિકા આકારના, સ્નિગ્ધ અને રંગ સફેદ હોય છે. ગુલછડીના કંદની ટોચે પાનના ઝૂમખામાંથી નીકળતી ૮0 થી 100 સે.મી. લાંબી દાંડી પર ૬ થી ૭ દિવસ સુધી એક પછી એક સુગંધયુકત ફૂલો ખીલતાં રહેતાં હોવાથી તે કટફલાવર તરીકે ખૂબ જ પ્રચલિત છે. છૂટ ફૂલો વેણી તથા હાર બનાવવાના ઉપયોગમાં આવે છે. છોડ કૂંડામાં કે બાગમાં કયારા, કિનારે રોપવાથી તેની આહલાદક સુગંધ આપે છે. ફૂલમાંથી નીકળતું સુગંધિત તેલ આંતરરાષ્ટ્રિય બજારમાં ઉંચા ભાવે વેચાય છે.
પ્રસર્જન:ગુલછડીનું પ્રસર્જન કંદથી થાય છે, કયારેક કંદના ભાગથી પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૨.૫ થી ૩ સે.મી. વ્યાસવાળા કંદનો ઉપયોગ રોપણી માટે કરવો જોઈએ./
ગુલછડીના સંશોધનનું કાર્ય લખનૌ તથા બેંગલોર ખાતે કરવામાં આવે છે. એન.બી.આર.આઈ., લખની દ્વારા ૨જતરેખા અને સુવર્ણરેખા એમ બે જાતો બહાર પાડવામાં આવેલ છે. જયારે આઈ.આઈ.એચ.આર., બેંગલોર દ્વારા સિંગલ પ્રકારમાં શૃંગાર અને પ્રજવલ જયારે ડબલ પ્રકારમાં સુવાસિની અને સેમી ડબલ પ્રકારમાં વૈભવ જાત બહાર પાડવામાં આવેલ છે,
આબોહવા:ગુલછડીની ખેતીમાં હવામાન છોડના વિકાસ અને સ્કૂલના ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવે છે. મહત્તમ (૪૦° સે.) અને ન્યુનતમ (૧૦° સે.) તાપમાન કૂલની દાંડીની લંબાઈ, વજન અને ગુણવત્તામાં ઘટાડો કરે છે, યોગ્યત્તમ તાપમાન ર0° થી 30°સે, છે, ગરમ અને ભેજવાળુ હવામાન છોડની વૃધ્ધિ માટે અનુકૂળ છે.
જમીન:આ પાક વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે. પરંતુ સારા નિતારવાળી, વધુ ભેજ સંગ્રાહક શકિતવાળી ગોરાડું કે રેતાળ ગોરાડુ તેમજ વધુ સેન્દ્રિય પદાર્થોવાળી જમીનમાં સારું ઉત્પાદન આપે છે. જમીનનો પી.એચ. આંક ૬.૫ થી ૭.પ હોવો જોઈએ.
જમીનની તૈયારી:ગુલછડીનો પાક બે થી ત્રણ વર્ષ સુધી એક જ જગ્યાએ રહેતો હોવાથી જમીનની તૈયારી ખાસ જરૂરી છે. તે માટે ટ્રેકટરથી ઉંડી ખેડ કરી, નીંદણ નાશ પામે ત્યાં સુધી જમીન તપવા દેવી. ત્યારબાદ સમાર મારી કેંફા ભાંગી ભરભરી જમીન તૈયાર કરવી. સારૂ કોહવાયેલું ગળતિયું ખાતર હેકટરે ર0 થી 30 ટન જમીનમાં રોપણીના એક માસ પહેલાં ભેળવવું ત્યારબાદ પિયત આપી યોગ્ય માપના કયારા બનાવી રોપણી કરવી.
રોપણીની રીત:સારી જાતના કંદ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાના ફૂલ માટે જરૂરી છે. કંદને એક માસનો આરામ આપ્યા બાદ રોપણી કરવાથી વાનસ્પતિક વૃધ્યિ તથા કૂલનું ઉત્પાદન સારૂં મળે છે. કંદને છૂટાં પાડીને રૌપવા આખા જડિયાં રોપવાથી વાનસ્પતિક વૃધ્ધિ વધુ થશે, જયારે ફૂલની દાંડીની ગુણવત્તા ખરાબ થશે. સામાન્ય રીતે ર થી ૩ સે.મી. વ્યાસવાળા કંદ રોપણી માટે પસંદ કરવા જોઈએ, કંદનું વજન 30 થી 50 ગ્રામ હોય તો સારું ઉત્પાદન મળે છે, પરંતુ આવા કંદ મળવા મુશ્કેલ છે, રોપણીની ઉંડાઈ ૪ થી ૭ સે.મી, કંદનું કદ, જમીનનો પ્રકાર અને વિસ્તાર પ્રમાણે રાખવી જોઈએ. સામાન્ય રીતે એપ્રિલ, મે તથા જૂન માસમાં રોપણી કરવી જોઈએ. જયારે દક્ષિણના રાજયોમાં જુલાઈ-ઓગષ્ટનો સમય સારો માલુમ પડયો છે. જો તાપમાન વધુ ઓછું ન હોય તો શિયાળા દરમ્યાન પણ રોપણી કરી શકાય. દર ત્રણ વર્ષે નવેસરથી રોપણી કરવી જરૂરી છે. પાકની જાત, કંદનું કદ, પાકની માવજત અને રોપણીની ગીચતા, ફૂલના ઉતાર અને ગુણવત્તા ઉપર અસર કરે છે. બે હાર વચ્ચે 30 સે.મી. અને બે છોડ વચ્ચે 30 સે.મી. અંતરે રોપણી કરવી જોઈએ. જો પાક એક વર્ષ રાખવાનો હોય તો 30 સે.મી. ૨૦ સે.મી.ના અંતરે પણ રોપણી કરી વધુ ઉત્પાદન મેળવી શકાય, જમીનની તૈયારી વખતે ર0 થી 30 ટન હેકટર છાણીયું ખાતર આપવું જોઈએ.
પિયત:કંદ રોપ્યા બાદ પાણી આપવું, ત્યારબાદ કેદનો ઉગાવો થાય ત્યાં સુધી પિયત આપવું નહિ. વધારે પડતાં ભેજથી કંદ સડી જવાનો ભય રહે છે. પિયતની માત્રા જમીનનો પ્રકાર, છોડની વૃધ્ધિ અને હવામાન પર આધાર રાખે છે. શિયાળામાં ૧૦ થી ૧૫ દિવસે અને ઉનાળામાં ૭ દિવસના અંતરે પાણી આપવું જોઈએ.
નિંદામણ અને આંતરખેડ: ગુલછડીના મૂળ છીછરાં હોવાથી ઉંડી ખેડ કરવી હિતાવહ નથી પણ વખતોવખત નીંદણ કાઢી જમીન નીંદણમુકત રાખવી આવશ્યક છે. ગુલછડીના પાકમાં ભારે ખાતર તથા પિયતની જરૂરિયાત હોવાથી નીંદણનો ભારે ઉગાવો રહે છે, દરેક પિયત બાદ નિંદામણ તથા હાથ કરબડીની હળવી ખેડ કરવાથી જમીન પોચી બને છે અને નીંદણનો નાશ થાય છે.
ફૂલદાંડીની લણણી: ગુલછડીને કટ ફલાવર તરીકે બજારમાં વેચવાની હોય કે તેમાંથી સુગંધિત તેલ કાઢવાનું હોય તેની કાપણી યોગ્ય અવસ્થાએ કરવી જરૂરી છે, કટ ફલાવર માટે ફૂલદાંડી સાથે સૂર્યોદય પહેલાં કરવી જોઈએ. જયારે છૂટાં ફૂલ, હાર બનાવવા કે બીજી રીતે વપરાશ માટે ખીલેલાં કૂલ સવારે તોડવા જોઈએ. સુગંધિત તેલ માટે પણ કાપણી વહેલી સવારે કરવી જોઈએ. મોડી કાપણી કરવાથી તેલના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અર્ધ ખીલેલી કળીઓ કરતાં તાજાં ખીલેલાં ફૂલમાં સુગંધિત તેલનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેલ માટે આખી દાંડી ન કાપતાં માત્ર તાજાં ખીલેલાં ફૂલો જ વહેલી સવારે તોડવા જોઈએ. કટ ફલાવર માટે પહેલી ફૂલની જોડી ખૂલે ત્યારે ધારદાર ચપ્પથી દાંડી કાપી પાણીની ડોલમાં મુકવી જોઈએ. દાંડી પર કૂલ ખીલવવાની શરૂઆત નીચેથી ટોચ તરફ ફૂલ ખીલતાં જાય છે. વર્ગીકરણ અને વેચાણ બજારમાં મોકલતાં પહેલાં કૂલદાંડીનું વર્ગીકરણ કરવું જોઈએ જેથી સારો ભાવ મળી રહે.
કૃલની દાંડીનું ગ્રેડિંગ: દાંડીની લંબાઈ, ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧૨ દાંડી) નીચેના ભાગો ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિસ્યુ પેપર કે પોલીથીલીનમાં વીંટાળવા જોઈએ. કુલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા રોડ ટ્રાન્સપોર્ટ મારફત બજારમાં મોકલી શકાય છે.
ફૂલદાંડીનો સંગ્રહ: કટ ફલાવર તરીકે ફૂલદોડીને ઘરની અંદર સુશોભન માટે, લાંબા સમય રાખવા માટે ફલાવરવાઝમાં ખાંડ (સુક્રોઝ) ૧ થી ૪% નું દ્રાવણમાં રાખવાથી ૧0 થી ૧૨ દિવસ સુધી ટકી શકે છે.
ઉત્પાદન: ફૂલનું ઉત્પાદન પાકની જાતો તથા રોપણી સમયે કંદનું કદ, રોપણીનો સમય તથા રોપણીની ગીચતા અને અન્ય માવજત ઉપર આધાર રાખે છે, રોપાણ પાકમાં સરેરાશ ૪.૮ થી ૯.૬ ટન, જયારે પ્રથમ લામ પાકમાં ૮.૯ થી ૧૨.૧ ટન અને બીજા લામ પાકમાં ૪.૨ થી ૫.૪ ટન પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે, જયારે છૂટાં ફૂલનું ઉત્પાદન રોપાણ પાકમાં ૧૫ થી ૨૦ ટન, પ્રથમ લામ પાકમાં ર0 થી ૨૫ ટન અને બીજા લામ પાકમાં ૭.૫ થી ૧0 ટન મળે છે, એક કંદમાંથી એક જ કૂલદાંડી નીકળે છે, પરંતુ મુખ્ય કંદની આજુબાજુ બાઝતા કંદ જેમ જેમ પરિપકવ થતાં જાય તેમ તેમ તેના પર કૂલદોડી આવતી જાય
કેદની લણણી ગુલછડીના કંદની લણણી પરિપકવ થવાની અવસ્થાએ કરવી જોઈએ. ફૂલ ઉતારવાનું બંધ થાય અને છોડની વૃદ્ધિ અટકી જાય ત્યારે લણણી કરવી. આ સમયે પિયત બંધ કરવું અને પાન જમીનની સપાટીએ કાપી નાંખી કંદ બહાર કોઢવા જોઈએ.
કદનું ઉત્પાદન: કંદનું ઉત્પાદન જાત, કંદની રોપણી વખતનું કદ અને અન્ય માવજત ઉપર રહે છે. સામાન્ય રીતે ત્રણ વર્ષ બાદ ૨૧.3 ટન પ્રતિ હેકટર કંદનું ઉત્પાદન મળે છે.
સંગ્રહ:કંદની આજુ બાજુ વળગેલી માટી દૂર કરી કંદ છૂટાં પાડવા, ઢીલા પાન તથા લાંબા મૂળ કાપી કંદનું જુદાં જુદાં કદ પ્રમાણે વર્ગીકરણ કરવું. કંદને ઠંડા, સૂકાં અને છાંયડાવાળી જગ્યાએ સંગ્રહ કરવો. રોપણી પહેલાં ૪ થી ૬ અઠવાડિયાનો સંગ્રહ કરવો જરૂરી છે,
ફૂલોનો બજારભાવ: ગુલછડીના કૂલ સિંગલ જાતના કટ ફલાવર ૧0 થી ૧૨ કૂલ દાંડીની જૂડી બનાવી બજારમાં મોકલાય છે, કેળના પાનમાં વિંટાળીને મોકલવાથી ભેજ જળવાય છે, એક જૂડીના રૂપિયા ૬ થી ૧૨ સુધી ભાવે મળે છે, ડબલ જાતની કટ ફલાવરનો ભાવ રૂપિયા ૬ થી ૧૮ સુધી મળે છે, ફૂલોને રંગીન કરી (લાલ, પીળા, વાદળી વગેરે) વેચવાથી ભાવ સારો મળે છે, તે માટે ફૂલોને 0.3% ના મીઠાઈ અથવા આઈસક્રીમમાં વપરાતાં રંગના પાઉડરના દ્રાવણમાં ૬ થી ૯ કલાક દોડીને કાપ્યા પછી રાખવાથી રંગીન ફૂલોવાળી દાંડી મળે છે.
ગોલ્ડન રોઝ, સોલિડાગો તરીકે પણ ઓળખાય છે, તે એસ્ટરેસી ફેમિલીમાંથી આવે છે, આ ફૂલ પાક મુળ ઉત્તર અમેરિકામાંથી ઉદભવિત થયેલ છે, આ ફૂલોનો ઉપયોગ, બગીચામાં બોર્ડર બનાવવા માટે, બેડ બનાવવા અથવા રોઝ ગાર્ડનમાં થાય છે, આ ફૂલોનો ઉપયોગ સુશોભન તેમજ કલગી બુક બનાવવા માટે પણ થાય છે. ગોલ્ડન રોડનો છોડ ૨0-30 સે.મી.ની ઉંચાઈ ધરાવે છે તેમજ આછાં લીલાં પાન હોય છે. ગોલ્ડન રોડ પાક ૧00 થી ૧30 દિવસમાં ફૂલો આવવાની શરૂઆત કરે છે, તેને પ૦-૭૫ સે.મી. લાંબા પેનિકલ હોય છે. ગોલ્ડન રોઝ નું પ્રસર્જન ગાંઠ અથવા બીજથી થાય છે.
હવામાન: ગોલ્ડન રોઝને સારી વૃધ્ધિ માટે પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને મધ્ય ઉષ્ણતામાન જરૂરી છે. જેથી ગોલ્ડન રોઝને ખુલ્લી જગ્યામાં વાવવાથી પૂરતાં પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળવાથી વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
જમીન: આ પાકને ગોરાડું, મધ્યમ કાળી અને ફળદ્રુપ સારા નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ચિકણી માટીવાળી કે પાણી ભરાતું હોય તેવી ઓછા નિતારની જમીન અનુકૂળ નથી. જમીનનો પી.એચ. ૬ થી ૭ વધુ માફક આવે છે. વધારે ઉત્પાદન માટે સેન્દ્રિય ખાતર ઉમેરવું હિતાવહ છે.
સવર્ધન:ગોલ્ડન રોઝનું પ્રસર્જન વાનસ્પતિક પદ્ધતિ દ્વારા કરી શકાય છે. જેમાં સામાન્ય રીતે તેનું વર્ધન પીલા અને સ્કૂલ્સથી કરી શકાય. આ પાકના છોડ ઉગાડવા અન્ય કૂલ પાકોની સરખામણીમાં સહેલા છે, જયારે છોડના મૂળ ગંઠાઈ જાય અને ફૂલ આવવાનું ઓછું થાય ત્યારે છોડના ઠુંઠા-મૂળીયા (ટૂલ્સ) જમીનમાંથી ઉખાડી તેનો વાવેતર માટે ઉપયોગ કરી શકાય.
રોપણી અંતર: ગોલ્ડન રોઝની 30 સે.મી. X 30 સે.મી. તથા ૪૫ સે.મી. × ૨૦ સે.મી.ના અંતરે રોપણી કરવી જોઈએ. ગોલ્ડન રોડનું વાવેતર કોઈપણ ઋતુમાં કરી શકાય છે પરંતુ વસંત ઋતુ (ફેબ્રુઆરી-માર્ચ) અને ચોમાસામાં વાવેતર કરવું હિતાવહ છે.
પિયત: એક હળવું પિયત રોપણી કર્યા બાદ તરતજ આપવું જરૂરી છે. શરૂઆતમાં વાવણી થી એક માસ સુધી અઠવાડિયામાં બે વાર પિયત આપવું. ત્યારબાદ ૭ થી ૮ દિવસનાં અંતરે પિયત આપવા જોઈએ તેમજ ઉનાળામાં 3 થી પ દિવસના અંતરે પિયત આપવું જરૂરી છે.
ખાતર: છોડને સારી ગુણવત્તાવાળા ફૂલો આવે તે માટે ૨૦ ટન સારૂ કોહવાયેલ છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર પ્રતિ હેકટર વાવેતર પહેલાં જમીનમાં સારી રીતે ભેળવીને આપવુ. બાયોફર્ટીલાયઝર જેવા કે, એઝોસ્પેિરીલમ અને ફોસ્ફોબેકટર બેકટેરીયા ૧- ૧.૫ લીટર હેકટર નાખવા.
ઇતર કાર્યો: છોડને હાથથી નીંદણમુકત રાખવો અને શરૂઆતની અવસ્થામાં કરબડીથી આંતરખેડ કરવી જોઈએ. શરૂઆતની અવસ્થામાં પાકને નીંદણમુક્ત રાખવાથી મુખ્ય પાક સાથે પોષણ અને પાણી માટે હરીફાઈ કરતા નથી જેથી પાકની વૃધિ અને વિકાસ સારો થવાથી ફૂલોની ગુણવતા સારી મળે છે તેથી બજાર ભાવ અને નફો વધારે મેળવી શકાય છે.
જીવાત: આ પાકને ખાસ કોઈ રોગ-જીવાત લાગતા નથી. આમ છતાં ઘણીવાર મોલો-મશીનો તેમજ અન્ય ચૂસિયાં પ્રકારની જીવાતનો ઉપદ્રવ કયારેક આબોહવાની વિષમ પરિસ્થિતિમાં જોવા મળે, ત્યારે ૫૦૦ ગ્રામ લીંબોળીના અર્કને (૫%) ૧૦ લી. પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો.
કાપણી: પૂષ્પગુચ્છમાં જયારે ૫% જેટલા ફૂલો ખીલે ત્યારે પૂષ્પદંડ વહેલી સવારમાં જમીનથી ૫ થી ૬ સે.મી. રહેવા દઈ સીકેટરની મદદથી કાપી લેવા જોઈએ તેમજ તેમને તરતજ પાણીમાં ડૂબાડી રાખવા જોઈએ. આમ કરવાથી ફૂલોની ગુણવત્તા અથવા તાજગી લાંબો સમય સુધી જળવાય રહે છે જેથી વધારે બજાર ભાવ અને ચોખ્ખો નફો મેળવી શકાય છે. ૧૦ થી ૧૨ પુષ્પ દંડની જુડી બનાવી કાગળ અથવા કેળના પાનમાં વીંટાળી વેચાણ માટે બજારમાં મોકલવા.
ઉત્પાદન: ગોલ્ડન રોઝ પાક પ્રતિ હેકટર ૩ થી ૪ ટન ઉત્પાદન આપે છે.
સ્ત્રોત :પ્રાધ્યાપક અને વડા,બાગાયત વિભાગ, જ. કૃ. યુ, જૂનાગઢ
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/28/2019