ગ્રામ્ય તળાવોમાં માછલીના કુદરતી ખોરાકના મુખ્ય જીવોમાં મુખ્યત્વે પ્લવક (પ્લેંકટન) અને પરિફાયટોનનો સમાવેશ થાય છે.
પ્લવક (પ્લેકટન) : તેઓ સ્વતંત્ર રીતે તરતા સુક્ષ્મ પ્રાણીઓ (પ્રાણી જ પ્લવક) અને વાનસ્પતિક જીવો (વાનસ્પતિક પ્લવક) હોય છે જે નબળી ગતિશક્તિ ધરાવે છે અને વહેણ તથા તરંગને લીધે ટકી રહે છે.
પેરિફાયટોન : આ કુદરતી મત્સ્ય ખોરાકના સજીવો દાંડી વગરના જીવોના બનેલા અને તળાવમાં આધાર સાથે જોડાયેલા હોય છે. આથી તેઓ પ્રાણી જપ્લવક, વાનસ્પતિક પ્લવક અને જોડાયેલા ડેટ્રીટસનું મિશ્રણ છે.
જ્યારે વાનસ્પતિક પ્લવક વધારે હોય ત્યારે પાણી ડહોળું લીલું અથવા તખીરિયા રંગનું બને છે. જો તળાવનું પાણી કાદવવાળુ ન હોય તો વધારે પ્રમાણ માટેનું માપ છે. સચ્ચી ડિસ્ક એ પાણીની પારદર્શકતા માપવાનું પ્રમાણભૂત સાધન છે. ડિસ્કનો વ્યાસ ૨૦ સે.મી. હોય છે. અને સામસામાં ભાગમાં નીચે આપેલા ચિત્ર પ્રમાણે કાળા અને સફેદ રંગમાં રંગેલી હોય છે. આ ડિસ્ક લાકડાની પટ્ટી કે દોરડા સાથે જોડેલી હોય છે. જેમાં સેટીમીટરમાં માપ દોરેલું હોયછે. પ્લવકનો જથ્થો માપવા ડિસ્કને સૂર્યની પાછળ પીઠ રાખી પાણીમાં ઉતારવી અને તેને ઉપરથી જોવી જયારે ડિસ્ક દેખાતી બંધ થાય ત્યારે તરત જ સચ્ચી ડિસ્કની ઊંડાઈ નોંધી લેવી.
સચ્ચી ડિસ્કનું માપ |
વ્યવસ્થાપન/નિયંત્રણ |
રપ સે.મી. કરતા ઓછું |
ખાતરની જરૂર નથી, માછલી પર ઓકસિજનની અછતના સંકેતનું બારીકાઈથી નિરક્ષણ કરવું. પાણીનું વહેણ વધારવું જરૂર જણાય તો |
ર૫-૪૦ સે.મી. |
ખાતરની જરૂર નથી નિયમિત માછલીના વર્તનનું નિરીક્ષણ કરવું. |
૪૦-૬૦ સે.મી. |
નિયમિત જરૂર મુજબ ખાતર આપવું |
૬૦ સે.મી. કરતા વધુ |
નિયમિત જરૂર કરતા વધારે માત્રામાં ખાતર આપવું. |
સામાન્ય રીતે કાર્પ ઉછેર તળાવોમાં ઈચ્છિત મત્સ્ય ખોરાક પ્લવક જાળીમાં ૫૦ લિટર પાણી ગાળવાથી પ્રાણી જ પ્લવકનું પ્રમાણ ર સીસી કરતા વધારે હોય છે.
નર્સરી તળાવોની ફળદ્રુતા સુધારવા મુખ્યત્વે કાર્બોદિત છાત અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે.
બચ્ચા સંગ્રહ કર્યાના ૧૦ દિવસ પહેલા :
મરઘાના ચરકના ઉપયોગ વખતે તેની માત્રા ગાયના છાણ કરતાં અડધી રાખવી.
તળાવની માટીમાં પોષક તત્વોની સ્થિતિ પ્રમાણે તેને ઓછું, મધ્યમ અને વધારે ફળદ્રુપ તળાવમાં વર્ગીકૃત કરી શકાય છે.
પરિણામ |
તળાવની ફળદ્રુપતાનો પ્રકાર |
||
ઓછું |
મધ્યમ |
વધારે |
|
હાજર નાઈટ્રોજન(મિ.ગ્રા./૧૦૦ ગ્રા.) |
<૨૫ |
૨૫-૫૦ |
>૨૫ |
હાજર ફોસ્ફરસ (મિ.ગ્રા./૧૦૦ ગ્રા.) |
<૩ |
૩-૬ |
>૧.૫ |
સેન્દ્રિય (ઓર્ગેનિક) કાર્બન(%) |
<૦.૫ |
૦.૫ – ૧.૫ |
>૧.૫ |
પી.એચ. |
<૫.૫ |
૫.૫ – ૬.૫ |
૬.૫-૭.૫ |
જમીનનો પી.એચ |
જમીનની પરિસ્થતિ |
ચૂનાની માત્રા (કિ.ગ્રા./હેકટર) |
||
રેતાળ જમીન |
ચીકણી જમીન |
કલેઈ જમીન |
||
૫.૦-૬.૦ |
માધ્યમ તેજાબી |
૬૦૦ |
૧૨૦૦ |
૧૮૦૦ |
૬.૦-૬.૫ |
જરાક તેજાબી |
૫૦૦ |
૧૦૦૦ |
૧૫૦૦ |
૬.૫-૭.૫ |
તટસ્થની નજીક |
૨૦૦ |
૪૦૦ |
૬૦૦ |
|
પોષક તત્વોની જરૂરિયાત (કિ.ગ્રા./હે./વર્ષ) |
તળાવના પ્રકાર |
||
ઓછુ |
માધ્યમ |
વધારે |
|
ગાયનું છાણ |
૧૦,૦૦૦-૧૨,૦૦૦ |
૮,૦૦૦-૧૦,૦૦૦ |
૫,૦૦૦-૮,૦૦૦ |
ફોસ્ફરસ |
૧૦૦-૧૨૫ |
૭૫-૧૦૦ |
૫૦-૭૫ |
એસ.એસ.પી. |
૬૨૫-૭૮૦ |
૪૭૦-૬૨૫ |
૩૧૩-૪૭૦ |
નાઈટ્રોજન |
૨૦૦-૨૫૦ |
૧૫૦-૨૦૦ |
૧૦૦-૧૫૦ |
યુરિયા |
૪૩૫-૫૪૫ |
૩૨૨-૪૩૫ |
૨૧૮-૩૨૨ |
તળાવમાં ખાતરનો ઉપયોગ સીધેસીધો તળાવની ફળટ્ટુપતા વધારે છે. તળાવની જમીન અને પાણીના આધારે ખાતરનો જથ્થો અને પ્રકાર આપી શકાય છે. કાર્બાદિત છાણ અને રાસાયણિક ખાતરોનો એકસાથે કાળજીપૂર્વક ઉપયોગ સફળ મત્સ્ય ઉછેર કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
તળાવમાં કુદરતી મત્સ્ય ખોરાકનો જથ્થો વધતાં ઉત્પાદનમાં પણ વધારો થાય છે. મત્સ્ય તળાવોમાં યોગ્ય કુશળતાવાળી યોજનાનું વ્યવસ્થાપન, કુદરતી મત્સ્ય ખોરાકના ઉત્પાદનમાં વધારો કરી ગ્રામ્ય ખેડૂતોને બહુ મોંઘા વધારાના ખોરાક પર ઓછો આધાર રાખવામાં મદદ કરે છે. આ કુદરતી મત્સ્ય ખોરાકમાં સમતોલ પ્રમાણમાં ઈચ્છિત સમુદાયના કુદરતી મત્સ્ય ખોરાકનું ઉત્પાદન તળાવની ફળદ્રુપતા પર આધાર રાખે છે. ખાતર અને છાણના વપરાશ દ્વારા પોષક્તત્ત્વોનો ઉમેરો કરી તળાવની ફળદ્રુપતા વધારી શકાય છે.
સ્ત્રોત:
ડો. ચંદ્રકાન્ત મિશ્રા, ડો. સુભાષ સરકાર, ડો. જૈમિન ભટ્ટ,
ક્ષેત્રિય સંશોધન કેન્દ્ર, કેન્દ્રિય મીઠાપાણી જીવપાલન અનુસંધાન સંસ્થાન (સીફા)
(આઈ.સી.એ.આર.), એટીક, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૦૦૧
ફોનઃ (૦૨૬૯ર) ૨૬૯૩૬૯૯૯
કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020