অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મત્સ્ય ઉછેર સાથે પશુપાલનનું વ્યવસ્થાપન

મત્સ્ય ઉછેર સાથે પશુપાલનનું વ્યવસ્થાપન

તળાવની અંદર થતા કુદરતી ખોરાકના ઉત્પાદન પર માછલીઓની વૃદ્ધિ ( ઉત્પાદન ) આધાર રાખતી હોય છે. આ માટે જૈવિક ખાતરના રૂપમાં છાણ અથવા તબેલાના ધોવાણનો ઉપયોગ કરી માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. માછલીઓનો ઉછેર સમયે ૨ થી ૩ ટન છાણ  / હેક્ટર / વર્ષના પ્રમાણથી તળાવમાં ૧૦ થી ૧૨ મહિનામાં બરાબર રીતે વહેંચીને નાખવાથી જરૂરીયાત હોય છે. આ જરૂરીયાતને તળાવમાં દરરોજ પડે તેવી વ્યવ્સ્થા કરવી જોઈએ. આમ કરવાથી તળાવમાં છાણ નાખવાનો તેમજ લાવવાનો ખર્ચ અને સમય બચત થશે. આ પ્રકારની પ્રણાલીમાં છ પ્રકારની માછલીઓનો ઉછેર કરી શકાય છે જેવી કે રોહું, કાટલા, મ્રીગલ, ગ્રાસકોર્પ, સીલ્વર, કાર્પ અને કોમન કાર્પ તેમજ માછલીઓની સાથે મીઠા પાણીના ઝીંગા ( સ્કેમ્પી )  પણ નાખી શકાય છે. તબેલાના ધોવાણથી તળાવમાં વનસ્પતિજન્ય પ્લાવાકનું ઉત્પાદન થાય છે. જેનાથી ગ્રાસકાર્પ અને સિલ્વર કાર્પનો ખોરાક વધશે જ્યારે રોહું , કાટલા જેવી માછલીઓ પ્રાણીજન્ય પ્લવક  ખાય છે પરંતુ વનસ્પતિજન્ય પ્લાવક ખાનાર માછલીઓનો વૃદ્ધિદર બીજી માછલીઓ કરતા વધુ જોવા મળશે. તળાવના પાણીનો ઉપયોગ તબેલાની સફાય માટે કરવામાં આવે છે. ઢોર, ઢાંખરના સ્વસ્થય માટે સફાઈ ખૂબ જ જરૂરી છે.

માછલી સાથે મરઘા પાલન

ગ્રામ્ય સ્તરે પશુપાલન બાદ મરઘા પાલન સાથે માછલીનો ઉછેરને એક પ્રમુખ સ્થાન આપવામાં આવે છે. હાલ આપના દેશમાં મરધાંની સાથે માછલી ઉછેરની નવી વૈજ્ઞાનિક પદ્ધતિને આપવાની ખેડૂતો જૂની પ્રણાલી કરતા ૨ થી ૩ ગણુ વધુ કમાઇ શકે છે. આ પ્રકારની ખીતિથી ગ્રામ્ય ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે કારણ કે આ પ્રણાલી ખુબ જ સરળ અને આર્થિક દ્રષ્ટિએ લાભદાયક છે. માછલી સાથે મરધાં ઉછેરની સૌથી વધુ મહત્વપર્ણ વાત એ છે કે પ્રતિ વર્ષ ખાતર અને કૃત્રિમ આહાર ખર્ચ કર્યા વગર એક હેક્ટર તળાવમાંથી લગભગ ૪.૫ થી ૫ તન માચાલીનું ઉત્પાદન મેળવી શકાય છે. સાથે પ્રતિ વર્ષ લગભગ ૭૦ હજાર ઈંડા અને ૧૨૦૦ કિલોગ્રામ મારધિનું માંસ વેચીને સારી એવી આવક મેળવી શકાય છે.

માછલી સાથે મરઘા પાલનનું વ્યવસ્થાપન

માછલી સાથે મરધાં ઉછેર માથે ઘર તળાવના જમીનમાં બનાવવા ખુબ જ જરૂરી હોય છે. આ પ્રણાલીમાં મરધાંઓને તેના પાંજરામાં જ રાખવામાં આવે છે. તેને સ્વતંત્ર બહાર છોડવામાં આવતા નથી. મરઘાના પાંજરામાં  (ઘર) રહેલા નકામા પદાર્થ તથા વધેલા ખોરાકને સીધો તળાવની અંદર નાખી દેવામાં આવે છે જેનો માછલીઓ ખોરાક તરીકે ઉપયોગ કરશે. મારધાઓનો અને વધેલો પદાર્થ માછલીઓ કૃત્રિમ ખોરાક તેમજ થતાં પ્લાવકો કુદરતી આહાર તરીકે ઉપયોગમાં લેશે. આથી તળાવમાં માછલીઓને બહારથી અપાતા ખોરાક ( કૃત્રિમ ખોરાક ) તેમજ જૈવિક ખાતર ઉપર લાગતો ખર્ચ ઓછો થશે.

જુદા જુદા સ્થળો પર કરેલ પ્રયોગો પરથી એ જોવા મળ્યું છે કે એક હેક્ટરનાં તળાવના પાળા પર ૫૦૦ થી ૬૦૦ મારધાઓને ઉછેરવા લાભદાયક છે અને આ મરધીઓ દ્રારા છોડવામાં આવેલ મળ અને અખાધ પદાર્થ એક હેકટરમાં ઉછેરાતી માછલી માટે પર્યાપ્ત માત્રામાં હોય છે તેમજ મારધાના મળનાં પ્રયોગથી કોમન કાર્પ, સિલ્વર કાર્પ અને કતાલાનો વૃદ્ધિદર વધારે મળી શકે છે.એવું પણ અનુભવે જાણવા મળ્યું છે કે ઈંડા આપતી એક માદા મરધી પ્રતિવર્ષ એટલો મળ ત્યાગ કરે છે કે, જો તેનો બરાબર ઉપયોગ કરવામાં આવી તો પ્લાવક ખાતી માછલીનું ઉત્પાદન સરેરાશ ૨ કિલોગ્રામ સુધી થાય છે.

મરઘા માંથી મળતો મળ તથા કચરો તળાવમાં નાખતા પહેલા એક ખાડામાં ભેગો કરવો જોઈએ. મારધાના મળમાં ૩ ટકા નાઈટ્રોજન, ૨ ટકા ફોસ્ફરસ અને ૨ ટકા પોટાશ હોય છે. સૂર્યોદય થાય તે પહેલાં આ મળને ખાડામાંથી કાઢી તળાવના પાણીમાં બધી બાજુ છાંટી દેવો જોઈએ. આ પ્રકારની પ્રણાલીમાં બધી બાજુ છાંટી દેવો જોઈએ. આ પ્રકારની પ્રણાલીમાં ૫૦ કિલોગ્રામ મારધાનો મળ પ્રતિદિન તળાવમાં નાખવો જોઈએ. તળાવમાં લીલ ( આલ્ગી ) વધી જાય તો મળની માત્રા એ પ્રમાણે ધટાડી કે વધારી શકાય છે. એવું પણ જોવા મળેલું છે કે ૨૫ થી ૩૦ મરધી પ્રતિ વર્ષ એક ટન મળ ત્યાગ કરે છે. એક હેકટર તળાવમાં માછલી ઉછેર સાથે ૫૦૦ થી ૬૦૦ મરઘીઓનું પાલન, તળાવમાં પુરતું ખાતર તથા માછલીઓનું પાલન, તળાવમાં પુરતું ખાતર તથા માછલીઓ માટે ખોરાક ઉપલબ્ધ કરાવે છે.

માછલી સાથે સુવર( ભૂંડ ) નું પાલન

માછલી સાથે સુવરનો ઉછેર એક નવી પદ્ધતિ છે જે ખાસ કરીને એશિયાના વિવિધ દેશોમાં પ્રચલિત છે. આપના દેશમાં હજુ સુધી માછલી સાથે સુવર પાલનનું મહત્વ  અને તેના ઉપયોગો વિષે ખેડૂતો જાણતા નથી. આ પ્રણાલીમાં માછલી ઉછેરના તળાવના પાળા પર સુવારો માટેના પિંજારા (ધર) બનાવવામાં આવે છે. તેમજ આ સુવરના ધોવાણ તથા વધેલો ખોરાક અને મળમૂત્ર પાઈપ દ્રારા તેની આપમેલે તળાવમાં નિકાસ થાય છે. આને કારણે માછલીઓનો બહારથી આપવામાં આવતું જૈવિક તેમજ રસાયણિક ખાતર અને વધારાનો ખોરાક આપવો પડતો નથી. આપના દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો સુવારનો વધુ પડતો ઉછેર કરે છે. જો તેવા લોકોને સરકારશ્રી દ્રારા આ પ્રણાલી માટે પ્રોત્સાહન આપવામાં આવે તો તેઓની આવકમાં વધારો થશે અને રોજગારી પણ વધશે.

માછલી સાથે સુવર ( ભૂંડ ) નાં ઉછેર થતા લાભો

  • સુવરના ઘરનું ધોવાણ, મળમૂત્રના ઉપયોગથી તળાવમાં કુદરતી ખોરાકનું ઉત્પાદન વધે છે એટલે માછલીના ઉછેરમાં અપાતા ખાતરના ખર્ચ પર બચત થાય છે.
  • કેટલીક માછલીઓ સુવર્ણ મળને સારી રીતે ખાય છે. સુવરના મળમાં ૭૦ ટકા પાચનયુક્ત પદાર્થ હોય છે. આથી સુવારનો મળ ખાવાથી માછલીનો વૃદ્ધિદર વધુ જોવા મળે છે.
  • માછલી સાથે સુવર ને ઉછેરતા માછીઓને બહારથી ખોરાક આપવાનો રહેતો નથી જેથી માછલી ઉછેરના કુલ ખર્ચના લગભગ ૬૦ ટકા બચત જોવા મળે છે.
  • આવી પ્રણાલીમાં સુવરોનું ઘર તળાવના પાળા પર બાંધવામાં આવતું હોય બીજો જમીન ખર્ચ થતો નથી.
  • તળાવના પાણીથી દરરોજ સુવર ઘર તથા સુવરોને સાફ કરવામાં આવે છે.જે સુવ્રોના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

માછલી સાથે સુવારનું વ્યવસ્થાપન

સુવરના ઘરનું તળિયું પાંકુ તેમજ તળાવ બાજુ ઢળેલું બનાવવું જોઈએ.સુવર ઘરની લંબાઈ *પહોળાઈ ૧ મીટર *૧.૫ મીટર પ્રતિ સુવર રાખવી જોઈએ .સુવરનો  વર્ષ દરમિયાન બે ટુકડીઓમાં ઉછેરવા જોઈએ કારણકે પ્રત્યેક સુવર ૬ મહિનાની અંદર વેચવા લાયક થઇ જાય છે . એક હેક્ટરના તળાવ માટે ૩૦ થી ૪૦ સુવરને ઉચેરા જરૂરી છે.પ્રત્યેક સુવર ૬ મહિનામાં લગભગ ૨૫૦ થી ૩૦૦ કિલોગ્રામ મળ ત્યાગ કરે છે એટલે કે પ્રતિવર્ષે ૧૫ થી ૨૦ તાણ મળ મળે છે જે એક હેક્ટર તળાવમાં ઉછેરાતી માછલી માટે પુરતો છે.સુવર્ણ મળમાં ૭૦ ટકા ભેજ,૧.૩ થી ૨ ટકા નાઈટ્રોજન ,૦.૩૬ થી ૦.૩૯ ટકા ફોસ્ફરસ હોય છે.આ પ્રકારની પ્રણાલીમાં એક કિલોગ્રામ માછલીના ઉત્પાદન માટે ૨૭ કિલોગ્રામ સુવરના મળનો ઉપયોગ થાય છે.એક સુવર ૮ મહિનામાં એટલો મળત્યાગ કરે છે કે જેનાથી ૪૦ કિલોગ્રામ માછલીઓનું ઉત્પાદન થઇ શકે છે.

સુવરો ને દિવસમાં બે વાર ખાવાનું આપવું જોઈએ.આ માટે તળાવના પાળા પર ઘાસચારો તેમજ મોટા પાંદડીવાળી શાકભાજીનો ઉછેર કરવો જોઈએ . આ પ્રકારની પ્રણાલીમાં રોહુ ,મ્રિગલ ,ગ્રાસકાર્પ,સિલ્વરકાર્પ અને ઝીંગા પણ નાખી શકાય છે.આ પ્રણાલીમાં પ્રતિ હેકટરે તળાવમાં ૮૦૦૦ થી ૯૦૦૦ ફિંગરલિંગ માછલી નાખવામાં આવે તો તેનું અંદાજીત ઉત્પાદન ૬ થી ૭ ટન થશે તથા ૪ થી ૪.૫ ટન માંસ પ્રાપ્ત થશે.

મત્સ્ય-બતક પાલન વ્યવસાય

મત્સ્ય-બતક પાલન વ્યવસાય ગ્રામ્ય વિસ્તાર માટે વિકસાવેલ એક નફાકારક વ્યવસાય છે જેમાં મત્સ્ય પાલન જોડે બતક ઉછેર કરવમાં આવે છે મત્સ્ય પાલન સાથે બતક ઉછેર કરવામાં મત્સ્ય તેમજ બતક બંને ઉછેર પધ્ધતિઓને અરસપરસ ના ઘણા ફાયદાઓ રહે છે અને પરિણમે નહીંવત સંભાળ અને ઓછા મૂડીરોકાણ માં આ વ્યવસાય ઉત્પાદન ખર્ચ ઘટાડી વધુ વળતર આપે છે.

મત્સ્ય પાલન- બતક્પાલનથી  થતા ફાયદાઓ

  • બતકનું ચરક મત્સ્ય તળાવ માટે જરૂરી ખાતર પૂરું પડે છે એટલે અન્ય કોઈ ખાતરની જરૂરિયાત રહેતી નથી.
  • બટકો ધ્વરા નીચે પડતો ખોરાક તે મત્સ્ય ખોરાક તરીકે વાપરે છે પરિણમે ખોરાકનો બગાડ થતો નથી
  • બતકોના હલનચલન થી મત્સ્ય તળાવના પાણીમાં ઓક્સિજન ભળે જે મત્સ્ય પાલન માટે અતિ ઉપયોગી છે.
  • મત્સ્ય તળાવ માના જીવ જંતુ ,શેવાળ,દેડકાં ના બચ્ચા ,છીપલાં ,નાની માછલીઓ મત્સ્ય પાલન માટે અવરોધરૂપ હોય છે બતકો ના આ બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાથી મત્સ્ય પાલનમાં ફાયદો થાય છે.

બતકપાલનને મત્સ્ય પાલનથી થતા ફાયદાઓ

  • મત્સ્ય પાલન બતકોને સારું વાતાવરણ પૂરું પડે છે.
  • બતક પાલન માટે વધારાની જમીનની જરૂર રહેતી નથી
  • બતક પોતાની મોટાભાગની પોષણની જરૂરિયાતો મત્સ્ય તળાવમાં ના જીવ જંતુ ,શેવાળ ,દેડકાના બચ્ચા,છીપલાં ,નાની માછલીઓમાં મેળવી લે છે આથી ખોરાકી ખર્ચ નો બચાવ થાય છે.

મત્સ્ય પાલન તળાવની તૈયારીઓ

તળાવની પસંદગી ,વનસ્પતિ અને હાનીકારક માછલીનું નિયત્રણ એ મૂદ્દાઓને દયાન માં લીધા પછી તળાવમાં સામાન્ય રીતે હેક્ટર દીઠ એક વર્ષમાં ૨૦૦ થી ૨૫૦ કિલો ચૂનો જમીનનો એસીડીક આંક પ્રમાણે નાખવામાં આવે છે આમાંનો ૧૦૦ થી ૧૫૦ કિલો ચૂનો મત્સ્ય બીજ છોડ્યા પછી હેક્ટર દીઠ ૬૦૦૦ નંગ એડવાન્સ ફિંગરલિંગ નો સંગ્રહ કરવો.સામાની રીતે કટલા.રોહુ ,મ્રિગલ અને પરદેશી કાર્પ માછલીઓનો સંગહ કરવમાં આવે છે

બતક ના ચરક નો ખાતર તરીકે ઉપયોગ

દિવસ દરમિયાન બતક ણે તળાવમાં છોડી દેવા જેથી કરીને તેનું ચરક પાણીમાં છોડશે.રાત્રી દરમિયાન બતક ણે બતક ઘરમાં  રહેવાની ટેવ પડવી.દરરોજ સવારે બતકનું ધોવાણ તળાવમાં જમા દેવું.આશરે ૧૦૦૦ થી ૧૫૦૦૦ કિલો ચરક આ રીતે વર્ષમાં મત્સ્ય તળાવમાં ઉપયોગમાં લઇ શકાય છે.

બતક ની સાચવણી

બતક ની ઈંડા મુકવાની ક્ષમતા ઘણા બધા કારનો ઉપર નિર્ભર રહે છે જે પૈકી બતક ની જાત અને ઓલાદ અગત્યનો ભાગ ભજવે છે. બરાબરની સાચવણી અને માવજત સારા પ્રમાણમાં ઈંડા અને માંસ મેળવવામાં સહાયરૂપ થાય છે.

બતકઘર

બતક ને  રહેવા માટે કોઈ મોટી જગ્યા ની જરૂર હોતી નથી  કારણ કે તે પોતાનો મોટાભાગનો સમય તળાવમાં કાઢે છે.તળાવનું કોઈપણ બિનઉપયોગી ઘર બતક ઘરમાં ફેરવી શકાય છે જેમાં તે રાતવાસો કરી શકે.કોઈપણ પ્રકારના સસ્તા લાકડા અને વાંસનો ઉપયોગ કરી તળાવના પાળા ઉપર ઝુંપડા જેવું બતક ઘર બનાવી શકાય .તેલના ખાલી પીપનો ઉપયોગ કરી પાણીની સપાટી ઉપર તરતું બતક ઘર પણ બનાવી શકાય .બતક ઘરમાં બતકોને  પુરતી જગ્યા મળી રહે તે માટે બતકદીઠ ૦.૩-૦.૫ ચોરસ મીટર જગ્યા પૂરી પાડવી. બતકોના માટે તળાવને ફરતે જાળી મુકવી જે બતકોને બીજા પ્રાણી થી રક્ષણ આપે છે અને બતકોને બહાર જતા અટકાવે છે

બતકની જાતની પસંદગી

બતક ની જાત પસદ કરવામાં ખુબ જ કાળજી રાખવી જરૂરી છે કારક કે બતક ની જતો ખુલ્લાં તળાવમાં રહેવા ટેવાયેલી નથી અને તેમની ઈંડા મુકવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે આપણા વિસ્તારમાં “ખાખી કેમ્પબેલ” મનની જાત વધુ પ્રચલિત છે જે સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે અને એક વર્ષમાં ૨૦૦ થી ૨૫૦ ઈંડા મુકે છે એક હેકટરના તળાવ માટે ૨૦૦ થી ૩૯૯ બતક તળાવ ની ખાતરની જરૂરિયાત પૂરી પાડવા માટે પૂરતા છે.

બતકનો ખોરાક

ખુલ્લા માં રાખવા માં આવતા બતક કુદરતી ખોરાક શોધી લે છે તેટલું એમના વિકાસ માટે પુરતું નથી એટલા માટે તેને જાતે બનાવેલો ખોરાક આપવામાં આવે છે.કોઈ પણ પોલ્ટ્રી નો ખોરાક અને સારી ગુણવત્તાવાળી ચોખાની કુશ્કી ૧:૨ ના પ્રમણમાં બતક ને ખોરાકમાં આપી શકાય .આ બતક દીઠ ૧૦૦ ગ્રામ પ્રતિદિન આપવામાં આવે છે

લણણી

માછલી ના કદને ધ્યાનમાં લઇ છ મહિના ના અંતે લણણી કરવી.લણણી  કાર્ય બાદ ફરીથી એડવાન્સ ફિંગર લિંગ સંગ્રહ કરવા અને એમને બીજા છ મહિનાના અંતે લણણી કરવી.આમ એક વર્ષના અંતે ૬ જાતની મત્સ્ય ઉછેર પધ્ધતિમાં હેક્ટરદીઠ ૩૫૦૦ થી ૪૦૦૦ કિલો મત્સ્ય ઉત્પાદન મળે છે જયારે ૩ જાતની મત્સ્ય ઉછેર પધ્ધતિમાં હેક્ટર દીઠ ૨૦૦૦ થી ૨૬૦૦ કિલો મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય છે. બતકને બે વર્ષના પાલન પછી વેચી દેવા જોઈએ કારણ કે બે વર્ષ ના અંતે તેમની ઈંડા મુકવાની ક્ષમતા ઘટી જાય છે.આમ એક વર્ષના અંતે ૨૦૦ થી ૩૦૦ કિલો બતક નું માંસ મેળવી શકાય છે.

મત્સ્ય ઉછેર સાથે પશુપાલન વ્યવસ્થાપન નું અર્થકરણ(એક હેક્ટર તળાવ માટે)

ક્રમ

વિગત

માછલી –પોલ્ટ્રી

માછલી-બતક

માછલી –ભૂંડ

(ક)

સ્થાયી  ખર્ચ

પ્રાણીઓ માટે શેડ

૪૫,૦૦૦

૩૦,૦૦૦

૪૫,૦૦૦

(ખ)

ચાલુ ખર્ચ

તળાવ ભાડા પટાની કીમત

૨૦,૦૦૦

૨૦,૦૦૦

૨૦,૦૦૦

મત્સ્ય બીજ

૬૦૦૦

૬૦૦૦

૬૦૦૦

બ્લિચિંગ પાઉડર

૫૦૦૦

૫૦૦૦

૫૦૦૦

૬૦૦ લેયર્સ રૂ.૧૫ પ્રતિ ચીક,૬૦૦ ડકલિંગ રૂ.૨૦ પ્રતિ ડકલિંગ,૮૦ પીગલેટ બે ચ્રક માટે  રૂ.૫૦૦ પ્રતિ પીગલેટ

૯૦૦૦

૧૨,૦૦૦

૪૦,૦૦૦

ખોરાક –પક્ષી તથા પ્રાણી

૧,૪૦,૦૦૦

૬૦,૦૦૦

૧,૭૦,૦૦૦

મજુરી(રૂ.૧૨૫ પ્રતિ માનવદિન)

૧,૦૦,૦૦૦

૫૦,૦૦૦

૧,૦૦,૦૦૦

પરચુરણ ખર્ચ

૧૦,૦૦૦

૧૦,૦૦૦

૧૦,૦૦૦

સ્થાયી મૂડીરોકાણ ઘસારા ખર્ચ(૩૩ ટકા વાર્ષિક લેખે)

૧૫,૦૦૦

૧૦,૦૦૦

૧૫,૦૦૦

સ્થાયી ખર્ચ પર વ્યાજ(૧૨ ટકા લેખે પ્રતિ વર્ષે)

૫૪૦૦

૩૬૦૦

૫૪૦૦

૧૦

ચાલુ ખર્ચ પર વ્યાજ(૧૨ ટકા લેખે ૬ મહિના )

૧૭,૪૦૦

૯,૭૮૦

૨૧,૦૬૦

કુલ ચાલુ ખર્ચ

૩,૨૭,૮૦૦

૧,૮૬,૩૮૦

૩,૯૨,૪૬૦

આવક

માછલી વેચાણ (રૂ.૫૫ પ્રતિ કિલો ગ્રામ લેખે ૩ ટનના)

૧,૬૫,૦૦૦

૧,૬૫,૦૦૦

૧,૬૫,૦૦૦

ઈંડા ની આવક (રૂ.૨.૨૫ પ્રતિ ઈંડું)

૧,૮૦,૦૦૦

૯૦,૦૦૦

પ્રાણી માંસ ની આવક(રૂ.૧૦૦,રૂ.૬૦,૮૦ પ્રતિ કિલો ગ્રામ ચીકન ,બતક,ભૂંડ)

૧,૨૦,૦૦૦

૪૮,૦૦૦

૪,૦૦,૦૦૦

કુલ ખર્ચ

૪,૬૫,૦૦૦

૩,૦૩,૦૦૦

૫,૬૫,૦૦૦

ચોખ્ખો નફો(આવક–કુલ ખર્ચ)

૧,૩૭,૨૦૦

૧,૧૬,૧૨૬

૧,૭૨,540

ઉત્પાદન ની વિગત

ક્રમ

વિગત

માછલી –પોલ્ટ્રી

માછલી-બતક

માછલી –ભૂંડ

પ્રાણીઓ

૫૦૦ થી ૬૦૦ મરઘાં

૨૦૦ થી ૩૦૦ બતક

૩૦ થી ૪૦ પીગ

માછલી

૫૦૦૦ થી ૬૦૦૦

૫૦૦૦ થી ૬૦૦૦

૫૦૦૦ થી ૬૦૦૦

માછલી નું ઉત્પાદન

૩ થી ૪

૩ થી ૪

૩થિ

ઈંડાનું ઉત્પાદન

૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦

૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦

-

માંસ

૧૨૦૦

૮૦૦

૫૦૦૦ થી ૬૦૦૦

સ્ત્રોત: માર્ચ-૨૦૧૧, વર્ષ :૬૩, સળંગ અંક : ૭૫૫, કૃષિ ગોવિદ્યા

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate