રંગીન માછલીઓને પ્રજનન ની રીતભાત પ્રમાણે મુખત્વે બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે
આ પ્રકાર ની માછલીઓના ઉછેરમાં કોઈ મોટી સમસ્યા નો સામનો કરવો પડતો નથી કારણકે આ ઈંડાઓની સપેક્ષ માં મોટા હોય છે.તેને ભોજન માટે સુક્ષ્મ સજીવોની પણ આવશ્યકતા હોતી નથી .આ પૂર્ણ રૂપથી પ્રાણી જન્ય પ્લવક જેવા કે ડેફ્નીયા,મોઈના અને બ્રાઈનશ્રીમ્પ આટીમિયા પર આધારિત હોય છે આ પ્રકારની માછલીના ફ્રાયનો ઉછેર મોટા પાયે નર્સરી તળાવમાં કરી શકાય છે.
આટીમીયા સંવર્ધન કેન્દ્રોમાં બધે જ વપરાતો જીવંત ખોરાક છે.જેને બ્રાઇનશ્રીમ્પ કહેવામાં આવે છે કારણ કે તે સુકા અને સંગ્રહિત કરી શકાય તેવા પંદર સ્વરૂપે મળી આવે છે અને તેમાંથી તેનું ઉત્પાદન કરી શકાય છે.આ આટીમીયા વધુ ખારાંશવાળા પાણીમાં બચ્ચા ન આપતા અવિકસિત બચ્ચાને સીસ્ટ સ્વરૂપે બહાર કાઢે છે આ સી સ્ટ ણે ખરા પાણીમાં રાખતા તેની ચયા પચયની ક્રિયા પછી મેળવે છેઅને ૨૪ કલાક માં ૦.૪ મિ.મી.લંબાઈ ના મુકત રીતે તરતા લાર્વા બહાર આવે છે. આટીમીયા માં ઉચ્ચ પોષણ મુલ્ય અને ઉચ્ચ રૂપાંતરણ દર રહેલું છે.
ટયુબિફેક્સ નાના ,લાલ અળસિયા જેવા ૨ સે.મી. લાંબા અને ખાસ કરીને ગટરના પાણીમાં જોવા મળે છે તે કુદરતી સ્ત્રોતો માંથી પકડી શકાય છે અને તેને ૨૪ કલાક વહેતા પાણીમાં રાખ્યા બાદ જ રંગીન માછલીઓને ખોરાક તરીકે આપી શકાય છે. ટયુબિફેક્સ વર્મ ;લાર્વા અવસ્થા એ ઉપયોગી નથી પરંતુ રંગીન માછલી ના પ્રજ્નકો માટે જ યોગ્ય ખોરાક છે.
જીવંત ખોરાકની સાથે સાથે કૃત્રિમ ખોરાક પણ માછલી ના ઉછેરમાં આપવમાં આવે છે જીવંત ખોરાકના અભાવમાં સુકો ખાવાલાયક પદાર્થ પણ આપી શકાય છે. માછલીના નાના બચ્ચાને શરૂઆતમાં મરઘાના ઈંડા ની જર્દી આપવામાં આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે નવી રીતે બનાવેલ ખાવાલાયક પદાર્થ જેમાં ઘઉં નો લોટ,કુશ્કી,માછલી તથા ઝીંગાનું માંસ,કઠોળ નો લોટ વગેરે આપવામાં આવે છે ખરાબ થયેલ ખાધ પદાર્થ ન ખવડાવવો જોઈએ જેથી પાણીને પ્રદુષિત થતું રોકી શકાય.ખોરાકને તરતી પ્લાસ્ટિક ની નાની પ્લેટ કે કપમાં પણ રાખી શકાય છે જેથી જરૂર મુજબનો ખોરાક માછલી લે છે અને પાણીને બગડતું અટકાવી શકાય છે.
જાતિ |
જાતિની ઓળખ |
કદ (સે.મી.) |
બચ્ચા પ્રતિ માદા |
ગપ્પી |
નર:નાના,ચળકતાઅને મળ દવાર મીનપક્ષ ગોનો પોડિયમ માં પરિવર્તિત થયેલું હોય છે માદા:મોટી ,ઝાંખા રંગ ની અને સામાન્ય મળદવાર મીનપક્ષ ધરાવે છે |
૨.૫-૩.૫ |
૨૦-૧૦૦ |
મૈલી |
નર:મીનપક્ષ મોટું અને લહેરાતું માદા:મોટી ,પાતળી |
૭-૮ ૮-૯ |
૩૦-૭૦ |
સ્વોડ ટેઈલ |
નર:પાતળા, ગોનો પોડિયમ ની સાથે અને પુંછ નીચેથી તલવાર આકારની હોય છે માદા:સામાન્ય મળ ધ્વાર મીન પક્ષ |
૬-૭ ૭-૯ |
૨૦-૧૦૦ |
પ્લેટી |
નર:નાના અને ગોનો પોડિયમ ધરાવતા માદા:મોટી અને સામાન્ય મળધ્વાર મીન પક્ષ વાળી |
૩-૪ ૪-૫ |
૧૦-૧૦૦ |
સ્ત્રોત : એપ્રિલ-૨૦૧૫ ,વર્ષ :૬૭, સળંગ અંક : ૮૦૪, કૃષિ ગોવિદ્યા
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020