મધનું નામ સાંભળતાની સાથે જ મોઢામાં ગળપણનો અનુભવ થવા લાગે તે સ્વાભાવિક છે. મધના મહત્વ વિશે વેદોમાં પણ ઉલ્લેખ થયેલો છે. યજ્ઞ કથા વગેરેમાં પણ પંચામૃત બનાવવામાં મધને પ્રાધાન્ય આપવામાં આવે છે. મધ એ આયુર્વેદની ર્દષ્ટિએ આરોગ્ય માટે ખૂબજ ઉપયોગી છે. પરંતું તે જો ચોખ્ખુ હોય તો જ.હવે પ્રશ્ર એ થાય કે ચોખ્ખુ મધ કેવું હોય અને તેનું માપદંડ શું હોઈ શકે? મધમાખીઓની વિવિધ જાતો ધ્વારા મધ ઉત્પન્ન થતું હોય છે અને તે પ્રમાણે મધની ગુણવત્તા હોય છે. મધની ગુણવત્તા માં ઓછા વત્તા પ્રમાણમાં તફાવત હોય છે.પરંતુ જો તે મધમાખી ધ્વારા ઉત્પન્ન થતું હોય તો તે ચોખ્ખુ મધ કહી શકાય. આજકાલ બજારમાં મળતા વિવિધ બ્રાન્ડેડ મધ અથવા તો છુટક વેચાતા મધ ખરેખર મધમાખી ધ્વારા જ ઉત્પન્ન થયેલ છે તે ચકાસણી કરીને જ નકકી થઈ શકે. તેમાં ઘણા લોકો ખાંડની ચાસણી ઉમેરી મધનું વેચાણ કરતા હોય છે.જો તેમાં ખાંડની ચાસણી ઉમેરેલ હોય તો તે મધ આરોગ્યની ર્દષ્ટિએ ફાયદા કારક નથી તેમજ તે ચોખ્ખુ મધ નથી. ચોખ્ખા મધની પરખ સામાન્ય સંજોગોમાં કેવી રીતે કરવી તે જાણકારી ખૂબ જ જરૂરી છે.હાલમાં તેના કોઈ ચોકકસ ધારાધોરણ નથી પરંતુ વિવિધ વિસ્તારો માં બુઝુર્ગોના અનુભવ /કોઠાસુજના આધારે ગ્રામ વિસ્તારોમાં વિવિધ નુસ્કાઓ કરવામાં આવતા હોય છે.તે પરિક્ષણના આધારે સામાન્ય લોકો મધ ચોખ્ખુ છે કે નહી તેનું પરિક્ષણ કરતા હોય છે. જો મધમાં ખાંડનો ઉમેરો ન કરેલ હોય તો તે મધ ઘણા વર્ષો સુધી કોઈ પણ જાતની ખરાબી વગર રાખી શકાય છે. પરંતુ જો તેમાં ખાંડની ચાસણી ઉમેરેલ હોય તો તે મધ લાંબા સમય સુધી રહી શકતું નથી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મધની પરખ માટે અમલ કરવામાં આવતી પધ્ધતિઓ
લેખક : મિનાક્ષી લુણાગરીયા ,ડો. પી. કે. બોરડ, કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ
સ્ત્રોતઃ શીર્ષક:મધમાખી પાલન
પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020