অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મધમાખી નો જીવન ઈતિહાસ

મધમાખી નો જીવન ઈતિહાસ

મધમાખી એ સંપૂર્ણ કાયાન્તરણ પામતું ત્વકપક્ષ(હાઈમેનોપ્ટેરા) શ્રેણી નું કીટક છે તે સમૂહ જીવી છે. અને તેની  સામાજીક ગૃહ વ્યવ્સ્થા ઘણી સવ્યવસ્થિત ગોઠવાયેલ હોય છે.  મઘપૂડા માં એક રાણી ,થોડી સંખ્યા માં (ર૦૦ – પ૦૦) નર માખી (ડ્રોન) અને હજારો ની સંખ્યા મા ( રપ,૦૦૦–૩૦,૦૦૦ ) કામદાર માખી હોય છે. જાતી મુજબ કામદારો ની સંખ્યા જૂદી જૂદી હોય છે. મઘપૂડા નો ઉપર નો ભાગ મુખ્યત્વે મઘ સંગૃહ કરવા માટે વપરાય છે જયારે નીચેનો ભાગ ઈંંડા મૂકી મઘમાખી ની વંશવૃધ્ધિ કરવા અને બાળ ઉછેર માટે વપરાય છે. જેને બાળઉછેર કોષ્ટિકા કહેવાય છે. મઘપુડા માં હજારો ષષ્ટકોણ આકાર ની કોષ્ટિકા પૂડા ની બંને તરફ હોય છે. આ કોષ્ટિકાઓ, મઘ ભરવાની મીણ કોઠીઓ તરીકે, ઈંડા મૂકવા માટે, ઈંડા નુ સેવન થતા નીકળતી ઈયળો અને તેમાંથી થતા કોશેટા ના રહેવા ના સ્થળ તરીકે તેમ જ પરાગરજ સંગૃહ કરવા માટે વપરાય છે. રાણી  મઘપૂડા ની બઘી મઘમાખીઓ પૈકી એક જ રાણી હોય છે જે કદ માં સેોથી મોટી અને લાંબી પરંતુ ડંખ, પરાગપેટી કે મીણગૃંથી વગર ની હોય છે. રાણી ને એક અંડ નિક્ષ્ેાપક અંગ હોય છે. જે કામદાર માખીઓ માં ડંખ નુ  રૂપ લે છે.  રાણી નૂ કાર્ય માત્ર ઈંડા મુકવાનું જ હોય છે. તે દરરોજ બે થી ૩ હજાર  જેટલા ઈંડા મૂકી શકે છે. રાણી માખી બે થી ૩ વર્ષ સુઘી સારી રીતે કાર્ય કરે છે. અને નવ વર્ષ સુધી જીવે છે. વ્યવસાયલક્ષી મઘુપાલન માં દર વર્ષે જુની રાણી ને નવી રાણી થી બદલવી જોઈએ.  ઈંડા માંથી પુખ્ત રાણી બનતા ૧પ થી ૧૬ દિવસ લાગે છે. કુંવરી બહાર આવ્યા પછી ત્રણ દિવસ માં ઉડવા માટે તે  સક્ષમ બને છે. એક અઠવાડીયા સુધી વૈવાહિક ઉડયન માટે અનુકૂળ રહે છે. શરદ અથવા વસંત ૠતુ ની શરૂઆત માં રાણી, નર ઉત્પન્ન કરે છે. અને પછી રાણી ઉત્પન્ન કરવા માટે ઈંડા મૂકે છે. કુંવરી નીકળે એ પહેલા જુની રાણી લગભગ અડધા કર્મચારી સાથે બહાર નીકળી બીજી જગ્યા શોઘી ત્યાં મઘપૂડો બાંધે છે. જૂના પૂડામાં મુકેલા ઈંડામાંથી કુંવરી નીકળે તે બીજી કુંવરીઓ ને ડંખ મારી કોશેટા અવસ્થામાં જ મારી નાખે છે, જેથી તે રાણી તરીકે એકલી જ રહે છે. રાણી નીકળ્યા બાદ ત્રણ દિવસે તે ઉડવા લાગે છે જેની પાછળ બઘાજ નર પણ ઉડવા લાગે છે અને તે પૈકી એક નર જે બઘી રીતે ચપળ મજબુત અને યોગ્ય હોય તે કુંવરી સાથે હવા માં ઉડતા ઉડતા જ સંભોગ કરે છે. આવી રીતે ઉડવા નું તે બપોરનાં બાર થી ચાર વાગ્યા નાં સુમારે રાખે છે અને સંભોગ પછી પાછા ફર્યા બાદ ૪૮ થી ૭ર કલાક માં ઈંડા મુકવાનુ શરૂ કરે છે નર જયારે છુટો પડે છે ત્યારે તેના જનનાંગ રાણી ના શરીરમાં જ રહી જાય છે અને પછી તે મરણ પામે છે. મઘપૂડા માં રાણી ના પાછા ફર્યા પછી રાણી પોતે અથવા કામદારો, નરના ભરાઈ રહેલા જનનાંગ ને કાઢી નાખે છે. સંભોગ વખતે પ્રાપ્ત કરેલા શુક્રાણુ ઓ રાણી ની શુક્રઘાની માં ભરાઈ રહે છે શુક્રઘાની માંના શુક્રાણુઓ રાણી જીવે ત્યાં સુધી ઈંડા ને ફલીત કરવા માટે વાપરે છે. ફલીત થયેલા ઈંડા માંથી કામદાર માખી પેદા થાય છે. રાણી માટે ની કોષ્ટિકા પ્રમાણ મા ખુબજ મોટી મગફળી ના ડોડવા / ફોફા જેવા કદ અને આકાર ની બાંધવામાં આવે છે. આવી જગ્યા માં રાણી  કોષ્ટિકા ના કદ પમાણે ઈંડા મૂકે છે.  રાણી એક કોષ્ટિકા માં એક જ ઈંડુ મૂકે છે. ઈંડા માથી ત્રણ દિવસ માં ઈયળ નીકળે છે જે લાંબી,પાતળી,પીળાશ પડતા સફેદ રંગ ની હોય છે અને તે કોષ્ટિકા માં હલન ચલન કરે છે. ઈંડા માથી ઉત્પન્ન થયેલ ઈયળ જો પાંચ થી સાત દિવસ રોયલ જેલી અપાય તો રાણી ઉત્પન્ન થાય છે. જે ઈંડા માથી રાણી બનાવવાની હોય તેને પરિચારિકાઓ(નર્સ બી)ત્રણ દિવસ વધારે રોયલ જેલી ખવડાવે છે. બાકી ની ઈયળો ને મઘ અને પરાગ માથી બનાવેલ ખોરાક આપે છે. રાણી ની ઈયળ નો ખોરાક રોયલ જેલી જ છે અને તેને ઈયળ અવસ્થા દરમ્યાન જ આપવામાં આવે છે. કુદરત માં આ ગોઠવણ થયેલ છે. જેમા થોડા અંશે ફેરફાર કરી નવી રાણી ઉત્પન્ન કરવા વસાહત માથી અડઘી ફે્રમો સાથે જૂની રાણી ને બનાવી વસાહત ની સંખ્યા વધારી શકાય છે. નરમાખી  નરમાં આંખો મોટી હોય છે અને ઉપર ની તરફ તે એક બીજા સાથે મળી ગયેલ હોય છે. નર માખી ને પણ ડંખ, પરાગપેટી કે મીણગં્રથી હોતી નથી. તેનું કાર્ય ફકત રાણીને ફલિત કરવાનુ હોય છે. નરમાખી માટેની કોષ્ટિકાઓ કામદાર માખી કરતા થોડી મોટી હોય છે. ઈંડામાથી ર૩–ર૪ દિવસે પુખ્ત નર બને છે. નર કોશેટાવાળી કોષ્ટિકા ઘુંમટ આકારે ઉપસેલા પડથી બંધ કરેલી દેખાય છે. વસાહત મા જયારે નવી રાણી બનાવવા ની હોય તેના થોડા સમય પહેલા નરમાખીઓ ઉત્પન્ન થાય છે. કામદાર કામદાર માખી ફલિત ઈંડામાથી પેદા થાય છે.  કામદાર માખી અપરીપકવ માદા છે તેમ છતા મધમાખી ની વસાહત જો લાંબા સમય સુધી રાણી વગર ની રહે તો તે અફલિત ઈંડા મૂકે છે. જેમાંથી ફકત નર માખી પેદા થાય છે. ફલિત ઈંડામાંથી ઉત્પન્ન થયેલ ઈયળ ને જો શરૂઆત માં ર–૩ દિવસ રોયલ જેલી જ અપાય તો કામદારો બને છે. કામદારો ના કોશેટાને કોષ્ટિકામાં હોય તે, સહેજ બહાર તરી આવે તે રીતે પીળાશ પડતા છીદ્ર યુકત પડથી બંધ કરેલા હોય છે.  કામદાર માખી મધૂુડા ની સાફસફાઈ, ઈયળો ને ખોરાક આપવો, રાણી વગર ની વસાહતમાં રાણી નો ઉછેર કરવો,  વસાહતમા યોગ્ય તાપમાન જાળવવુ ,  વસાહતની ચોકીદારી કરવી, મીણ ઉત્પન્ન કરી મધપુડો બાંધવો,ખોરાક માટે પરાગરજ અને મધુરસ લાવવા અને રોયલ જેલી ઉત્પન્ન કરી રાણી ની ઈયળો ને ખવડાવવી, નવી વસાહતો તેમજ ખોરાક ની શોધ કરવી વગેરે જેવા વસાહતમાં જરૂરી દરેક કાર્યો કરે છે. કોશેટા અવસ્થા પુરી થયા પછી તેમાથી પુખ્ત કામદારો નીકળે છે, જે ત્રણ અઠવાડીયા પછી મધપુડા બહાર નાં કાર્યો જેવા કે મધુરસ અને પરાગ લાવવા, મધપુડા નું રક્ષણ કરવું વગેરે કાર્ય માટે સક્ષમ બને છે. કામદાર માખી પોતાના આત્મ રક્ષણ માટે ફેરોમોન છોડે છે. જેને પારખીને વસાહત માની કામદાર માખી તેના બચાવ કાર્ય માં પહોંચી જાય છે.   કામદારો ના ઉચ્ચ પ્રદેશ ઉપર આવેલી મીણગ્રંથીઓ માંથી અર્ધપ્રવાહી રૂપ માં મીણ ઝરે છે. જયારે મધ ની ૠતુ પૂરબહાર માં ચાલતી હોય ત્યારે કામદારો પૂષ્કળ ખોરાક લે છે અને વધારે પ્રમાણ માં મીણ ઝરે છે જે  મીણપુડો બાંધવા માટે વપરાય છે. ફૂલો નો મધુરસ મધમાખી નો મુખ્ય ખોરાક  છે. જયારે મધુરસ અને પરાગ બન્ને ભેગુ કરી બનાવેલો (બી – બે્રડ )કામદારો અને નર બનવાના હોય તેવી ઈયળ નો ખોરાક છે રોયલ જેલી જે સફેદ રંગ નો ઘણોજ પોષ્ટિક પદાર્થ છે, જેને યુવાન કામદારો રાણી માટે ના કોષમાં મૂકે છે ઈંડા માથી ઈયળો નીકળી ને રોયલ જેલી ખાવાનું શરૂ કરે છે અને ઈયળો ને દરરોજ આજ ખોરાક આપવામાં આવે છે. પહેલા ત્રણ દિવસ દરેક જાત ની ઈયળો ને રોયલ જેલી ખવડાવવા માં આવે છે પરંતુ ત્રીજા દિવસ થી નર ઈયળ ને મધ અને અડધા પચાવેલ પરાગ નો બનાવેલ બી– બે્રડ અને કામદારો ની ઈયળ ને મધ માથી જ બનાવેલો બી– બે્રડ ખવડાવવામાં આવે છે.

 

મધમાખી ની જાતિ

ઈંડા અવસ્થા

ઈયળ અવસ્થા

(દિવસ)

કોશેટા અવસ્થા

(દિવસ)

ઈંડા માથી પુખ્ત મધમાખી બનતા લાગતો કુલ સમય(દિવસ)

રાણી

પ.પ–૬

૭–૮

૧૬

કામદાર

૬–૬.પ

૧૧–૧ર

ર૧

નર

૧૪

ર૪

 

મધમાખી ની જાતિ

આયુષ્ય

વર્ષ

માસ

દિવસ

રાણી

કામદાર

૪૪–પ૪

નર

પ૭

મધમાખી મધપૂડામાં ઠંડી અથવા ગરમી નું યોગ્ય પૂમાણ પણ જાળવી રાખે છે. ઠંડી ના દિવસોમાં એક–બીજી માખી પર ગોઠવાઈ પગ ઘસે છે. પરિણામે ગરમી ઉત્પન્ન થાય છે અને બહાર ના હવામાન કરતા લગભગ ૬.૬ સે. જેટલી વધારે ગરમી મધપુડા માં જાળવી શકે છે. જયારે ગરમી વધારે હોય ત્યારે માખીઓ પાંખો હલાવી પવન નાખે છે. પરિણામે મધપુડા માં બહારનાં હવામાન કરતા ઓછી ગરમી હોય છે.  મધ એ ખરેખર મધમાખીઓએ ફૂલો માથી ભેગો કરેલો મધુરસ નથી પરંતુ કામદારો પોતાની લાળ સાથે મધુરસ ને જઠર માં ભેગો કરી ત્યાર બાદ તેને બહાર કાઢી મીણકોઠીમાં ભરે છે. મધ કોઠી માં ભર્યા પછી તેમાં વધારા નું પાણી પાંખો થી હવા નાખી ઉડાડી મૂકે છે પછી બરાબર મધ જેવું ઘટ પ્રવાહી થાય, ત્યારે પૂડાની કોઠીઓ મીણ થી બંધ કરવમાં આવે છે જે કોષ્ટિકા માં મધ ભરેલું હોય તેનુ મોં, મીણ અને સહેજ પ્રોપોલીશ થી સપાટ રીતે બંધ કરેલું હોય છે જે પડ એક સરખું સપાટ અને પીળાશ પડતું સફેદ દેખાય છે.

મિનાક્ષી લુણાગરીયા ,ડો. પી. કે. બોરડ, કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ

સ્ત્રોતઃ-શીર્ષક: મધમાખી પાલન

પ્રકાશક: વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate