કોમ્બ ફાઉન્ડેશન મશીનથી કોમ્બ ફાઉન્ડેશન શીટ બનાવવામાં આવે છે.
મધપેટીને જમીનથી ઉપર રાખવા માટે આ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવે છે. આને કારણે ઊધઈ, કીડી, મકોડા તથા જમીન ઉપર ફરતા અન્ય જીવજંતુથી મધપેટીને રક્ષણ મળે છે. આ સ્ટેન્ડ લાકડા તથા લોખંડનું હોય છે. આ સ્ટેન્ડના ચાર, પાયાને પ્લાસ્ટિક કે અન્ય કોઈ વાટકીમાં મૂકી તેમાં પાણી ભરીને તેમાં થોડાં ટીપા ઓઈલ ઉમેરવામાં આવે છે જેથી જીવજંતુ પાયા મારફતે ઉપર ચઢતાં અટકાવી શકાય છે.
ફીડર દ્વારા ખાંડની ચાસણી મધમાખીને મળી રહે છે. નાના કાંણાવાળા ડબ્બામાં ચાસણી ભરીને મધપેટી ઉપર ઊંધુ મૂકવામાં આવે છે.
એક સારી જાતનું બ્રશ મધમાખીને મધપૂડામાંથી દૂર કરવા માટે વપરાય છે. ત્યારબાદ આખા મધપૂડાને તેમાંથી મધ કાઢવા માટે લઈ જવાનું હોય છે.
સારા લાકડામાંથી લંબચોરસ બનાવેલી પેટી કે જેમાં લગભગ ૧૦ જેટલી લંબચોરસ લાકડાની ફ્રેમો મૂકવામાં આવે છે. આ ફ્રેમો પર મધમાખીના કામદારો મીણની સીટ બનાવી તેના પર મીણકોઠીઓ તૈયાર કરી તેમાં મધ એકઠું કરે છે. મધપેટીઓને ઉપરા છાપરી ગોઠવીને તેના ઘણી વખત માળ પણ બનાવવામાં આવે છે. મધપેટીના માળમાં સૌથી નીચેના માળમાં રાણી હોય છે કે જેથી તેના ઈંડા, ઈયળો તેમજ કોટા સૌથી નીચેના માળમાં રહે અને શુદ્ધ મધ ઉપરના માળમાંથી મળી રડે છે.
મધપેટીઓનું સંચાલન કરતી વખતે તેનો ઉપયોગ થાય છે.
આ મધપૂડા આધારે મધમાખીઓએ બનાવેલા અસલ મીરાને કોમ્બ ફાઉન્ડેશન મશીનમાં પસાર કરીને તૈયાર કરવામાં આવે છે. નવો મધપૂડો નિર્માણ કરવા માટે લાકડાની ફ્રેમ પર પાતળા તારની મદદથી તેને ચોટાડવામાં આવે છે જેના પર મધમાખીઓ મીરાકોઠીઓ બનાવીને તેમાં મધ નયા પરાગરજ એ કહ્યું કહે છે. આ મધપૂડા. શીટને હૂંફાળા પાણીથી ધોઈને સ્વચ્છ ક્યાં બાદ તેનો ઉપયોગ કરવો જોઈએ.
તેમાં એક મોટા પીપમાં -I મધપૂડાની ફ્રેમને મૂકવા માટે ચાર, છ કે આઠ ફેમ મૂકેવા માટેની - વ્યવસ્થા હોય છે. આ ફેમોન તેમાં ન મૂકી તેને ઝડપથી ફેરવવા માટે એક કેન્ડલ સાયે ગીયરની મદદથી જોડેલું હોય છે. પીપના નીચેના ભાગે એક મોટું કાદાં હોય છે જયાંથી મધ બહાર કાઢી શકાય છે, આ મશીન સ્ટેઈનલેસ સ્ટીલ કે ગેલ્વેનાઈઝ પતરામાંથી બનાવેલું હોય છે.
આ જાળીમાં કપડું તેમજ જાળીનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ મધમેટીનું નિરિશર, સાફસફાઈ અને અન્ય કામગીરી કરતી વખતે ચહેરાને મધમાખીના ડંખથી બચવા માટે થાય છે.
સ્ટેઈનલેસ સ્ટીલ અથવા ગેલ્વેનાઈઝના પતરામાંથી ગોળ ડબ્બા જેવું તેમજ તેના છેડે એક નાળચા જેવો આકારે આવેલ સાધનને ઘુમાડિયું કહે છે. તેનો ઉપયોગ મધમાખીઓને શાંત કરવા માટે તેમાં કંતાનના કપડાનો ધુમાડો કરીને કરવામાં આવે છે.
આ લોખંડ અથવા સ્ટીલના પાતળા સળીયામાંથી બનાવેલી જાળીની ફ્રેમ હોય છે જેમાંથી રા. પસાર થઈ શકતી નથી. તેને સૌથી નીચેની લાકડાની પેટી પર તે મૂકવામાં આવે છે. આ જાળી મૂકવાથી રાણી સૌથી નીચેની લાકડાની પૈટીમાં રહીને ઈંડા મૂકવાનું કાર્ય ત્યાં જ કરે છે.
લોખંડ અથવા સ્ટીલની છરીને ગરમ કરી મધ કાઢતી વખતે બંધ થયેલી મધઠીઓ પર ફેરવીને અધકોઠીઓ ખુલ્લી કરીને મધ કાઢવા માટે તેનો ઉપયોગ થાય છે.
મધમાખી એક જગ્યાએથી ઊડીને આસપાસના ઝાડની ડાળી પર બેસી જાય છે તેને પકડવા માટે કાપડની યેલી હોય છે.
તારની જાળીનું બનેલું નાનું પીંજરું હોય છે તેની ફરતી બાજુ લાકડાની ફ્રેમ આવેલ હોય છે, હાલમાં પ્લાસ્ટિકના આ પ્રકારના પિંજરા માર્કેટમાં ઉપલબ્ધ છે. આમાં રાણી રાખીને રાણી વગરની કોલોનીમાં મૂકતા રાણી. અન્ય મધમાખીની પેટીની માખીઓ સાથે હળીમળી જાય છે.
તે લાકડા અને જાળીનું બનેલું હોય છે. એમાંથી ચાર્જ મધમાખી અંદર બહાર જઈ શકે છે પરંતુ રાણી પસાર થઈ શક્તી નથી. પેટીમાં નવી કોલોની મૂકવામાં આવે ત્યારે ઘણાં ઉપયોગી છે.
સ્ટેન્ડના પાયા આ પ્લેટમાં રાખવામાં આવે છે. પાણી રેડવા થી મંકોડા, કીડી જેવા જંતુઓ મધપેટીમાં જતા નથી.
મધમાખી પરાગટપલીમાં પરાગ લાવે છે. દિવસના બાકીના ભાગની સરખામણીમાં સામાન્ય રીત ચાકરે મધમાખી પરાગ લાવવા માટે સવારે વધારે વખત જાય છે. આ સમયે મધપેટીના પ્રવેશદ્વાર પાસે પોલન ટ્રેપ લગાવવામાં આવે છે. જ્યારે મધમાખી પરાગ લઈને આવે ત્યારે મધમૅટીમાં જવા માટે પોલનટ્રેપમાંથી પસાર થવું પડે છે, પસાર થતી વખતે પરાગટોપલીમાંનો પરાગ એ પોલનટ્રેપની પરાગ ટ્રેપમાં ભેગા થાય છે.
તે કિન્ના અને હાથથી અથવા ઈલેકટ્રીક પાવરથી ચાલતું સાધન છે. શીટને કડક કઠેરા કરવા તેનો ઉપયોગ કરીન શોટની વચ્ચે લૌખંડનો તાર પસાર કરવામાં આવે છે જેનાથી મીરા રીટની મજબૂતાઈમાં વધારો થાય છે.
આ લોખંડ અથવા સ્ટીલમાંથી બનેલું ચપટું સાધન છે જે ૨૩ થી ૨૫ સે.મી. લાંબુ હોય છે. તેનો એક ભાગ ચપટો, પહોળો અને પાતળો હોય છે જયારે બીજા ભાગનો છેડો એક બાજુએ વળેલ હોય છે. તેનો ઉપયોગ પેટીમાં રહેલ ફ્રેમોને સહેલાઈથી અલગ કરવા માટે થાય છે.
મધપેટીઓનું સંચાલન કરતી વખતે તેનો ઉપયોગ થાય છે. સાદ. સફેદ કાપડમાંથી બનેલો એમોન જયારે મધમાખી ઉછેરનું કામ ચાલતું હોય ત્યારે તેને પહેરીન મધમાખીના ડંખથી રક્ષા મેળવી શકાય છે.
આ સાધનનો ઉપયોગ જે તે જગ્યાનું ઉખાતામાન ચકાસવા માટે થાય
કોમ્બ ફાઉન્ડેશન વાયરનો ઉપયોગ મધમાખી દ્વારા રચાયેલ મીન્ના | મધપૂડાને પકડી રાખવામાં મદદ કરે છે.
મધપૂડાના મીરાને નુકસાન કરતા પતંગિયા. ટૂંદાને પકડવા માટે આ ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે.
મધપેટીમાં રહેલ મધમાખી દ્વારા ઉત્પન્ન થયેલ શુદ્ધ મધનો સંગ્રહ કરી વૈચારા કરવા માટે બોટલનો ઉપયોગ થાય છે. જુદી જુદી શમતાની કાચ/પ્લાસ્ટિકની બોટલો કે ડબ્બાનો ઉપયોગ કરવામાં આવે છે.
કૃષિગોવિધા ઓગષ્ટ-ર૦૧૮ વર્ષ : ૩૧ અંક : ૪ સળંગ અંક : ૮૪૪
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020