સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હોય છે. જોકે, આધુિનક ઢબે પદ્ધતિસરની ખેતી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. એક વિઘામાં 103 મણ જીઆર13 વેરાઇટીમાં ઓછા ખર્ચે મબલખ પાક મેળવ્યો હતો.
પરંપરાગત ખેતીની જગ્યાએ ડાંગરની પદ્ધતિસરની ખેતી કરવાથી સારા ઉત્પાદન થકી સારી આવક મેળવી આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ખેડૂત ભગવતભાઇ પટેલે પોતાની આગવી સૂઝ અને કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્રના સતત સંપર્કમાં રહીને ઓછા ખર્ચમાં વધુ આવક મેળવીને રાજ્યકક્ષાએ બેસ્ટ ફામર્સના એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. તેઓએ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણાં પૂરી પાડી છે.
અા અંગેની વધુ માહિતી આપતાં બેચરીના ભગવતભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં હું ચીલાચાલુ ખેતી પદ્ધતિથી ખેતી કરતો હતો. મને યોગ્ય વળતર મળતું નોહતું, પરંતુ આણંદમાં આત્મા પ્રોજેક્ટમાં બ્લોક ટેકનોલોજી મેનેજર સુિનલ મહેરિયાનો સંપર્ક કરી જોડાયો હતો. ખેતીમાં કંઇક નવું કરવાની પ્રેરણાં પણ મને ત્યાંથી મળી હતી. ત્યારબાદ ખેતીનાંવિસ્તરણ, ખેતીવિષયક તાલીમ ડાંગર સંશોધન કેન્દ્ર નવાગામ દ્વારા ચાલવવામાં આવે છે. તે એફઆઇજી ગ્રૂપમાં જોડાયો હતો. તેમજ આધુનિક વૈજ્ઞાિનક ખેતી પદ્ધતિથી ખેતીનો પ્રારંભ કર્યો હતો. આ ખેતી પરંપરાગત પ્રકારની ખેતીથી થોડી અલગ છે.’
પોતે અમલમાં મૂકેલી પદ્ધિત વિશે સમજાવતાં તેઓએ કહ્યું હતું કે ‘આ પદ્ધતિમાં પ્રથમ જમીનનું પૃથ્થકરણ કરાવ્યું,વધુ ઉત્પાદન આપતી હાઇબ્રિડબિયારણની જાતોની વાવણી કરી, તેમજબિયારણને વાવતાં પહેલાં બીજને જૈવિક કલ્ચરનો પટ ચઢાવ્યો સાથે સાથે રાસાયણિક ખાતરનો ખેતીમાં વધ પડતો ઉપયોગ ઘટાડીને સેન્દ્રિય ખાતર, વર્મી કંપોસ્ટ જેવા જમીન સુધારક ખાતરોનો વપરાશ કર્યો હતો. જેથી ખેતીના ઉત્પાદનમાં વધારો થયો હતો. તેમજ ખર્ચમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચોમાસું ડાંગર જીએસઆર13 જાતનું વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીને એકવિઘામાં 103 મણ ડાંગરનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. સમગ્ર રાજ્યમાં ડાંગરની ખેતી કરતાં ખેડૂતો આ પ્રમાણે ખેતી કરે તો ચોક્કસ આર્થિક પરિિસ્થતિમાં સુધારો થાય. તેમજ ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે.’
મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અપાશે
બેચરીના ભગવતભાઇ પટેલ જીઆર13 વેરાઇટીમાં એકવિઘામાં 103 મણ ડાંગરનું મબલક ઉત્પાદન મેળવીને રાજ્ય કક્ષાએ બેસ્ટ ફાર્મસનો એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. આગામી 30 એપ્રિલના રોજ લુણાવાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાનો એવાર્ડ, પ્રમાણપત્ર, ટ્રોફી અને સાલથી સન્માન તથા રૂ.50,000નો ચેક આપવામાં આવશે.
સફળ ખેતી માટે સફળ ખેડૂતના પાંચ મંત્ર
સ્ત્રોત: દિવ્ય ભાસ્કર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024