অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચાવીરૂપ મધ્યસ્થીઓ

મર્ચન્ટ બેન્કર્સ

1992ના સેબી (મર્ચન્ટ બેન્કર્સ) રેગ્યુલેશન્સને અનુરૂપ યોગ્ય સેબી રજિસ્ટ્રેશન ધરાવનાર મર્ચન્ટ બેન્કર કોઈ ઈશ્યુમાં બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામગીરી બજાવવા લાયક ગણાય છે.

પ્રિ-ઈશ્યુ એટલે કે ઈશ્યુ પૂર્વેની પ્રક્રિયામાં લીડ મેનેજર (એલએમ) કંપનીની કામકાજ/મેનેજમેન્ટ/બિઝનેસ પ્લાન્સ/કાનૂની પાસાંઓ વગેરેનું ડ્યુ ડિલિજન્સ હાથ ધરે છે. એલએમની બીજી પ્રવૃત્તિઓમાં ઓફર ડોક્યુમેન્ટ્સ, પ્રોસ્પેક્ટ્સ, સ્ટેચ્યુટરી એડવર્ટાઈઝમેન્ટ્સ તથા પ્રોસ્પેક્ટ્સની મુખ્ય વિશેષતાઓનો સમાવેશ કરનારા મેમોરેન્ડમનો મુસદ્દો અને ડિઝાઈન તૈયાર કરવાનો સમાવેશ થાય છે. બીઆરએલએમે સૂચિત નિયમો-શરતોનું પાલન થાય અને પ્રોસ્પેક્ટ્સને અંતિમ ઓપ આપવા તથા આરઓસીમાં તેના ફાઈલિંગ સહિત સ્ટોક એક્સચેન્જો, આરઓસી તથા સેબી સાથે પૂરી કરવાની બધી જ નિયત ઔપચારિકતાઓ પૂરી થાય એની તકેદારી રાખવાની રહે છે. બીજા મધ્યસ્થી એટલે કે રજિસ્ટ્રાર (રજિસ્ટ્રારો), પ્રિન્ટર્સ, એડવર્ટાઈઝિંગ એજન્સી તથા ઓફરના બેન્કર્સની નિમણુક પણ આ ઈશ્યુ પહેલાની પ્રક્રિયાઓમાં સમાવિષ્ટ હોય છે. એલએમ ઈશ્યુ માટે માર્કેટિંગના વિવિધ વ્યૂહો પણ ઘડે છે.

પોસ્ટ-ઈશ્યુ એટલે કે ઈશ્યુ પશ્ચાતની પ્રવૃત્તિઓમાં એસ્ક્રો એકાઉન્ટ્સનું વ્યવસ્થાપન, બિન-સંસ્થાકીય ફાળવણીનો સમન્વય, ફાળવણીની જાણ કરવી તથા બિડર્સને રિફંડ રવાના કરવા વગેરે પ્રવૃત્તિઓ એલએમે કરવાની હોય છે. ઓફર પછીની પ્રવૃત્તિઓમાં આવશ્યક ફોલો-અપ પગલાં ભરવાનાં હોય છે, જેમાં ઈન્સ્ટ્રુમેન્ટ્સના ટ્રેડિંગ અને ડિલિંગ અંતિમ સ્વરૂપ આપવું, સર્ટિફિકેટ્સની રવાનગી અને શેર્સની ડિલિવરી અને ડીમેટ, આ કામ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓ, જેવી કે ઈશ્યુના રજિસ્ટ્રાર, બેન્કર્સ અને રિફંડનું કામકાજ સંભાળતી બેન્કો સાથે સમન્વય સાધવાનો સમાવેશ થાય છે. મર્ચન્ટ બેન્કરે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ બધી એજન્સીઓ તેમનું કામકાજ કુશળતાપૂર્વક કરશે અને તેને પોતાને કંપની સાથેના યોગ્ય કરારો મારફત આ જવાબદારી બજાવવા સમર્થ બનાવશે.

સિન્ડિકેટ મેમ્બર્સ

બુક રનર એવા મધ્યસ્થીઓને નિયુક્ત કરી શકશે, જેઓ બોર્ડમાં રજિસ્ટર્ડ થયેલી હાય અને જેઓ સિન્ડિકેટ મેમ્બર્સ તરીકે ‘અંડરરાઈટર’ તરીકે પ્રવૃત્તિ કરવા મંજૂરીયુક્ત હોય. સિન્ડિકેટ મેમ્બર્સ મુખ્યત્વે બુક બિલ્ડ ઈશ્યુમાં બિડ ફોર્મ્સ ભેગા કરવા માટે નિયુક્ત થયા હોય છે.

રજિસ્ટ્રાર્સ

અયોગ્ય અરજીઓ રદ્દબાતલ કર્યા બાદ રજિસ્ટ્રાર લાયક એલોટીઓની યાદી તૈયાર કરે છે અને એ સુનિશ્ચિત કરે છે કે અરજદારોના ડીમેટ એકાઉન્ટમાં શેર્સ જમા કરવાની કોર્પોરેટ કામગીરી પૂરી થાય અને લાગતાવળગતાઓને રિફંડ ઓર્ડર રવાના થાય. લીડ મેનેજર ફોલો-અપ કામગીરી સુનિશ્ચિત કરવા માટે રજિસ્ટ્રાર સાથે સમન્વય સાધે છે, જેથી અરજીપત્રકને સ્વીકારવાની બેન્ક શાખાઓમાંથી અરજીઓનો પ્રવાહ મળતો રહે, અરજીઓનું પ્રોસેસિંગ થાય અને ફાળવણીનો આધાર નિશ્ચિત થાય ત્યાં સુધીમાં બીજી બાબતો પૂરી થઈ જાય. સિક્યોરિટીઝ સર્ટિફિકેટો અને રિફંડ ઓર્ડરોની રવાનગી પૂરી થાય તથા સિક્યોરિટીઝનું લિસ્ટિંગ થાય.

ઈશ્યુના બેન્કર્સ

નામ સૂચવે છે એ પ્રમાણે ઈશ્યુના મુખ્ય બેન્કર્સ ફંડ ભેગું થાય અને તે એસ્ક્રો એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થઈ જાય એ સુનિશ્ચિત કરવા માટેની બધી જ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. લીડ મેનેજર્સે એ સુનિશ્ચિત કરવાનું રહે છે કે 2009ના સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સમાં દર્શાવ્યા મુજબ તમામ મેન્ડેટરી (ફરજિયાત) કલેક્શન સેન્ટર્સમાં ઈશ્યુના મેનેજર્સની નિમણૂક થાય. એલએમ એવું પણ સુનિશ્ચિત કરે છે કે કલેક્શનના ઝડપી અંદાજો મેળવવા અને સાચા આંકડાઓના આધારે ઈશ્યુ બંધ કરવા વિશે ઈશ્યુઅરને સલાહ આપવા માટે બેન્કરો સાથે ફોલો-અપ કામગીરી હાથ ધરાય.

કેટલાક બેન્કર્સ નવી અસ્બા પ્રક્રિયામાં સામેલ થયા છે.

ઈશ્યુની સ્ટેશનરી છાપનારાઓ

આ એવી પેઢીઓ હોય છે જે ઈશ્યુને લગતી સ્ટેશનરી-ઓફર ડોક્યુમેન્ટ્સ, અબ્રીજ્ડ પ્રોસ્પેક્ટ્સ, અરજીપત્રકો છાપવામાં કુશળતા ધરાવે છે અને આ સ્ટેશનરીને નિર્ધારિત સ્થળોએ રવાના કરે છે.

આઈપીઓમાં ગ્રેડિંગ એજન્સીઝ

રોકાણકાર આઈપીઓ મારફતે ઓફર કરાતી ઈક્વિટીનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે તે માટે તેને વધારાની માહિતી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ તરીકે સેબીએ આઈપીઓ ગ્રેડિંગ ફરજિયાત બનાવ્યું છે. સેબીમાં રજિસ્ટર્ડ થયેલી ક્રેડિટ રેટિંગ એજન્સી આઈપીઓ ગ્રેડિંગ આપતી હોય છે.

સ્ત્રોત: ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate