অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઇ-વિઝાની સુવિધા

ઇ-વિઝાની સુવિધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ-વિઝાની જાહેરાત કર્યા બાદ પ્રથમ તબક્કે દેશના ૯ એરપોર્ટથી ગત વર્ષે આ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે બીજા તબક્કામાં અમદાવાદ અને વારાણસી સહિત ૭ એરપોર્ટથી ટૂંક સમયમાં ઇ-વિઝાની સુવિધાની જાહેરાત કરવામાં આવશે તેમ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમદાવાદ એરપોર્ટથી ઇ-વિઝાની સુવિધા શરૂ થતા હાલની શરત પ્રમાણે ચીન સહિતના ૭૬ જેટલા દેશોના પ્રવાસીઓ ઇ-વિઝાની મદદથી પ્રવાસ કરી શકશે. જેથી તેમને વિઝાની લાંબી લચક પ્રક્રિયામાંથી મુક્તિ મળશે અને ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે. ૬ દેશોના પ્રવાસીઓ ઇ-વિઝાની સુવિધા મેળવી શકશે

આ બાબતે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે,પ્રથમ તબક્કાના ૯ એરપોર્ટ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન અમદાવાદ અને લોકસભા ક્ષેત્ર વારાણસી એરપોર્ટ ઉપરાંત જયપુર, અમૃતસર, ગયા, લખનઉ અને ત્રીચી એરપોર્ટ ખાતેથી પણ ઇ-વિઝાની સેવાઓ આપવામાં આવશે. હાલ દિલ્હી, મુંબઇ, ચૈન્નાઇ, બેંગલોર, ગોવા, કોચી, કોલકત્તા, હૈદરાબાદ અને તીરુવનંતપુરમ એરપોર્ટ પર ઇ-વિઝાની સુવિધા વિદેશી પ્રવાસીઓને મળી રહી છે. ગત વર્ષે ઇ-વિઝાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં ૪૦ દેશોના પ્રવાસીઓ માટે આ સુવિધા રાખવામાં આવી હતી. જ્યારે કે ગયા મહિને આ સુવિધા વધુ ૩૬ દેશો માટે જાહેર કરવામાં આવી છે.

ઇ-વિઝા હેઠળ અરજી કરનાર પ્રવાસીને એક ઇ-મેઇલ મોકલવામાં આવે છે, જેની પ્રિન્ટ આઉટના આધારે તે પ્રવાસી દેશમાં ભ્રમણ કરી શકે છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ આ ઓથોરાઇઝેશનની પ્રિન્ટ પ્રવાસીએ ઇમિગ્રેશન અધિકારીઓ સમક્ષ રજૂ કરી તેના પર સ્ટેમ્પ લેવાનો હોય છે. આ હળવી પ્રક્રિયાના લીધે ઇ-વિઝા હેઠળ રજી કરનારા પ્રવાસીઓ પણ વધ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્ષ ૨૦૧૫ના મે મહિનામાં કુલ ૧૫,૬૫૯ પ્રવાસીઓએ ઇ-વિઝાની સેવા લીધી હતી, જ્યારે કે ગત વર્ષે મે મહિનામાં માત્ર ૧૮૩૩ પ્રવાસીઓએ સેવાનો લાભ લીધો હતો. જે દર્શાવે છે કે ઇ-વિઝા અંતર્ગત અરજી કરનારા પ્રવાસીઓમાં એક વર્ષમાં ૭૫૪.૩ ટકા જેટલો જંગી વધારો થયો છે.

સ્ત્રોત: નવગુજરાત સમય  અમદાવાદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate