છેલ્લા વીસ વર્ષમાં ભારતે તેના આર્થિક અને વિનિયમનકારી માળખાંનું રૂપાંતર કર્યું છે. આ ગાળામાં નીતિમાં સુધારો થતાં આપણાં બજારોની પરિપકવતા તેમજ નિરામય વિનિયમ વધવા પામ્યાં છે. લાઇસન્સ રદ કરવાં (de-licensing), ઔદ્યોગિક સાહસિકતા, ટેકનોલોજીનો વપરાશ, રાજય અને સ્થાનિક કક્ષાએથી સત્તાનું વિકેન્દ્રીકકરણ પર મૂકાયેલ. ભારના કારણે નિયંત્રિત અને મર્યાદિત ભારતીય સમાજ વધુ ખુલ્લા બજારવાળો અને વધુ અધિકાર સંપન્ન બનેલ છે.
આના કારણે લોકો,સંશાધનો અને સેવાઓનો વધુ સરળતાથી અને અસરકારક રીતે ઉપભોગ કરી શકે છે. આ પ્રયાસ છતાં પણ ભારતના ગ્રામિણ તેમજ અતિ ગરીબ લોકો માટે નાણાંકિય સેવાઓ દુર્લભ જ રહી છે. આજે પણ ગ્રામિણ રહીશોના ૪૦% ભાગના લોકો બેંકમાં ખાતા ધરાવતા નથી. ભારતના પૂર્વીય અને ઉત્તર પૂર્વીયપ્રદેશોમાં તો વસ્તીણના ત્રણ પંચમાંશ ભાગની આ સ્થિતિ છે.
આ સ્થિતી કમજોર બનાવે છે. આર્થિક તક છેવટે તો નાણાકીય ઉપલબ્ધતા સાથે વણાઇ છે.આવી નાણાકીય ઉપલબધ્તા જ ખાસ કરીને ગરીબો માટે મૂલ્યવાન છે. એમાંય જેમની આવક નહિંવત અને અસ્થિર હોય તેવાં જૂથ માટે તે સહાયક છે. તે તેમને બચત કરવાની તેમજ આવકમાં અનિશ્ચિતતા સામે સુરક્ષા કવચ પૂરું પાડીને મૂડીરોકાણની તક પૂરી પાડે છે. આવી બચત બેરોજગારી, અનાવૃષ્ટિર અને પાકની નિષ્ફળતા જેવા ખુવાર કરી નાખે તેવા બનાવો સામે રક્ષણ પૂરું પાડે છે. તેમ છતાં, નાણાકીય સેવાઓની ઉપલબધ્તાના અભાવે ઘણા ભારતીય ગરીબો બચત એકઠી કરવામાં મુશ્કેલી અનુભવે છે.
ભારતમાં નાણાકીય ઉપલબધ્તા્નો અભાવ ઘટાડવા માટે, નિયમનકર્તાઓએ નવીન માર્ગો મારફત નાણાકીય સેવાઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છેજેમાં નો–ફ્રિલ બેંક એકકાઉન્ટ, બેન્કિંગ અને એટીએમ નીતિઓનું ઉદારીકરણ અને ધંધાકીય સંવાદિતતા(બીઝનેસ કોરસ્પોન્ડસ) મારફત શાખા વિનાની બેન્કિંગ સેવાઓ જેમાં સ્વદ-સહાયજૂથો અને કિરાણાસ્ટોર જેવા સ્થાનિક મધ્યસ્થીઓ દ્વારા બેન્કિંગ સેવાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. સંબંધિત પ્રયત્નો્માં પ્રાદેશિક ગ્રામીણ બેન્કો્ માંકોર-બેન્કિંગના પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. દેશમાં ચુકવણી અને પતાવટ માટે રાષ્ટ્રીય માળખું પુરું પાડવા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇંન્ડિયા (એન.પી.સી.આઇ.)ની સ્થાંપના થઇ છે.
કોર બેંકિંગ, એટીએમ અને મોબાઇલ જોડાણ જેવી પ્રૌદ્યોગિકી (ટેકનોલોજી)માં થયેલ પ્રગતિની બેંકિંગસેવાઓ પર પુષ્કમળ અસર થઇ હતી. ખાસ કરીને મોબાઇલ ફોન નાણાકીય સેવાઓભારતભરમાંફેલાવવામાં સારી તકો પૂરી પાડે છે. આ પ્રૌદ્યોગિકી એ બેંકોથી ભૌતિક રીતે તેના ગ્રાહકોની નજીક રહેવાની જરૂરિયાતને ઘટાડી છે.પરિણામ સ્વરૂપે બેન્કો ઇન્ટ્રાનેટ તેમજ મોબાઇલ બેન્કિંગ મારફત સેવાઓ પૂરી પાડી રહી છે. એટીએમ ઉપરાંત આ વિકલ્પોએ દેશભરમાં ઘણા શહેરી બિન-ગરીબ નિવાસીઓને બેંકિંગ સેવા ઉપલબ્ધ બનાવી છે.
ઉપલબધ્તા અને ઓળખના પડકાર હોવાં છતાંસામાન્ય રીતે માઇક્રો ચુકવણી તરીકે ઉલ્લે ખાતી નાની રકમમાં લેવડ-દેવડ કરનાર ગરીબોને બેન્કિંગ સેવા પૂરી પાડવાનું ખર્ચ એ ત્રીજી મર્યાદા છે. કેમકે લેવડ-દેવડનું ખર્ચ સહન ન કરી શકાય તેટલું ઊંચું હોય છે તેથી બેન્કો આવી ચુકવણીઓને અનાકર્ષક ગણે છે.
વિશિષ્ટ ઓળખ નંબર (આધાર)વ્યક્તિઓને તેમની અદ્વિતિય વ્યકિતગત ડેમોગ્રાફિક માહિતી અને બાયોમેટ્રીકસના આધારે અજોડ ઓળખ આપે છે. જેના થકી તે દેશભરમાં જાહેર અને ખાનગી એજન્સીઓ સમક્ષ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની સક્ષમતા પૂરી પાડે છે. આધાર નંબર નાણાકીય સેવાઓની ઉપબ્ધતાની પ્રવર્તમાન મર્યાદાઓ દૂર કરવાની પણ તકો પૂરી પાડશે. ગરીબ નિવાસીઓને તેમની ઓળખ બેન્કો સાથે સહેલાઇથી સ્થાપવામાં આધાર મદદ કરી શકશે. પરિણામે, બેન્કોે તેમની શાખા વગરની બેન્કીંકગ સેવાઓ વધારી શકશે અને ઓછા ખર્ચે વિશાળ વસ્તી સુધી પહોંચી શકશે.
નાણાકીય સેવાઓના પ્રોત્સાહન માટે કાર્યક્ષમ,ન્યુનતમ ખર્ચાળ ચૂકવણીની પધ્ધતિની તાતી જરૂરિયાત છે. આધાર અને સાથેની અધિકૃતતાની વ્ય્વસ્થાતંત્ર તેમજ પ્રૌદ્યોગિકી (ટેકનોલોજી)ની મદદથી માઇક્રો ચુકવણી પધ્ધતિ વિકસાવી શકાશે, આનાથી દરેકને તેમના ઘરથી ટૂંકા અંતરે ઓછા ખર્ચે નાણાકીય સેવાઓ આપી શકાશે.
આધાર સંલગ્ન માઇક્રો ચુકવણી એ આધારનાં ધણાં વિકાસ પ્રયોજનો પૈકીનું એક છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/15/2020