પ્રસ્તાવના
નાણાકીય સમાવેશીકરણ આધાર પ્રમાણીકરણ માટે મહત્વપૂર્ણ બાબત સાબિત થાય તેવી અપેક્ષા છે. ભારતીય બેન્કિંગ વ્યવસ્થામાં આધાર અને આધાર પ્રમાણીતતાના સ્વિકારથી દેશના નાણાકીય માળખામાં મોટો બદલાવ આવવાની અપેક્ષા છે.
આને અમલમાં મૂકવા માટે યુઆઇડીએઆઇએ બે મહત્વપૂર્ણ આધાર તૈયાર કરવાના હેતુથી આરબીઆઇ, એનપીસીઆઇ, આઇબીએ અને બેન્કો સહિતના સ્ટેકહોલ્ડર્સ સાથે ભાગીદારી કરી છે:
- આધાર પેમેન્ટ બ્રિજ (એપીબી) – આ એક એવી સિસ્ટમ છે, જે દરેક કલ્યાણકારી યોજનાઓમાં લાભાર્થી રહેવાસીના આધાર ઇનેબલ્ડ બેન્ક એકાઉન્ટ (એઇબીએ)માં ખામી રહિત ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે.
- આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ) – આ એક એવી સુવિધા છે જે આધાર ઓનલાઇન પ્રમાણીતતાનો ઉપયોગ કરે છે. સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને નાણાકીય રીતે પછાત વર્ગો માઇક્રો એટીએમ દ્વારા કોઇપણ સમયે-કોઇપણ સ્થળે એઇબીએનો ઉપયોગ કરી શકે છે
આધાર પેમેન્ટ બ્રિજ
- એપીબી રહેવાસીના આધાર નંબરનો સંગ્રહ છે. તેમના પ્રાથમિક બેન્ક ખાતા નંબરનો ઉપયોગ તમામ સામાજિક સુરક્ષા અને વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી મળવાપાત્ર ચૂકવણી માટે કરવામાં આવે છે.
- મળવાપાત્ર તમામ ચૂકવણી માટે એપીબીએ આધાર નંબરનો ઉપયોગ કરવો જરૂરી છે. આનાથી તમામ બનાવટી અને ભુતિયા ઓળખને સિસ્ટમમાંથી દૂર કરવામાં મદદ મળી રહેશે અને યોગ્ય લાભાર્થી સુધી તમામ લાભો પહોંચે તે સુનિશ્ચિત કરી શકાશે.
- આનાથી વધુ મોટાપ્રમાણમાં લાભો થશે કારણકે સામાજિક સુરક્ષા સંબંધિત વધુ કાર્યક્રમો રોકડ સબસિડીના માળખા તરફ વળી રહ્યાં છે.
એપીબી પ્રક્રિયા માટેના પગલાં
એપીબી મારફતે ચૂકવણી કરવામાં નીચે મૂજબના પગલાઓનો સમાવેશ થાય છેઃ
- સેવા પૂરી પાડતી એજન્સી કે જેમને તેમના લાભાર્થીઓને ચૂકવણી કરવાની (નરેગા મહેનતાણુ, શિષ્યવૃત્તિ વિતરણ, વૃદ્ધોને પેન્શન વગેરે.) હોય છે તેમને આધાર નંબરની વિગતો, કલ્યાણકારી યોજનાનો સંદર્ભ નંબર અને બેન્ક ખાતામાં (સ્પોન્સર બેન્ક કહેવાશે) કેટલી રકમ ચૂકવવાની છે તે સહિત તમામ વિગતો ધરાવતી એપીબી ફાઇલ આપવામાં આવશે.
- સ્પોન્સર બેન્ક એપીબી ફાઇલમાં બેન્ક આઇઆઇએન (એનપીસીઆઇ દ્વારા સહયોગી બેન્કોને આપવામાં આવેલા ઇન્સ્ટિટ્યુટ આઇડેન્ટિફિકેશન નંબર) ઉમેરશે અને તેને એનપીસીઆઇ સર્વરમાં અપલોડ કરશે.
- અપલોડ કરવામાં આવેલી ફાઇલ પર એનપીસીઆઇ પ્રોસેસ કરીને લાભાર્થીની બેન્ક ફાઇલ તૈયાર કરીને સેટલમેન્ટ ફાઇલ બનાવશે.
- સેટલમેન્ટ ફાઇલ આરબીઆઇની સાથે બેન્ક ખાતામાં મોકલવામાં આવશે.
- સેટલમેન્ટ ફાઇલ પર પ્રક્રિયા થઇ ગયા બાદ જે-તે બેન્ક જમા કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે ઇનકમિંગ ફાઇલ ડાઉનલોડ કરી શકશે.
આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ
ડો. સી રંગરાજનની અધ્યક્ષતા હેઠળની કમીટીએ નાણાકીય સમાવેશીકરણ અંગે રજૂ કરેલા અહેવાલમાં બે મહત્વપૂર્ણ અવલોકનો કર્યાં છેઃ:
- જ્યાં ગ્રાહકની હાજરી હોય ત્યાં સુધી પહોંચવા માટે બેન્કોને ટેકનોલોજીથી સજ્જ કરવી જ જોઇએ અને અન્ય માર્ગો અપનાવવા જોઇએ નહીં.
- ટેકનોલોજી દ્વારા વિવિધ બેન્કો દ્વારા અપનાવવામાં આવેલી વિવિધ સિસ્ટમ વચ્ચે આંતરકામગીરી શક્ય બનવી જોઇએ.
આધાર પેમેન્ટ સિસ્ટમ ઉપરોક્ત બંન્ને મુદ્દાઓને ધ્યાનમાં લેવાનો આશય ધરાવે છે.
એઇપીએસ હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને પછાત વર્ગના લોકોને તેમના ગામડામાં બેન્કો દ્વારા તૈયાર કરવામાં આવેલા માઇક્રો એટીમ મારફતે નાણાકીય વ્યવહાર (જમા, ઉધાર, રેમિટન્સ, બેલન્સની જાણકારી વગેરે.) કરવા સક્ષમ બનાવે છે.
એઇપીએસ પ્રક્રિયાના પગલાં
એઇપીએસ દ્વારા કરાતા વ્યવહારમાં મહત્વપૂર્ણ પગલા નીચે મૂજબ છેઃ
- રહેવાસીએ તેનો આધાર નંબર, માગવામાં આવેલા નાણાકીય વ્યવહારનોની વિગતો અને માઇક્રો એટીએમ ડિવાઇસ પર ફિંગર પ્રિન્ટની છબી.
- ડિઝિટલ રીતે કરાયેલી સહી અને એનક્રિપ્ટ માહિતી બેન્ક દ્વારા એનપીસીઆઇ અને ત્યાંથી યુઆઇડીએઆઇને મોકલવામાં આવે છે.
- યુઆઇડીએઆઇ પ્રમાણીતતા માટેની અરજી પર પ્રક્રિયા કરે છે અને હા/ના ના જવાબમાં પરિણામ જણાવે છે.
- જો પ્રમાણીતતાનો જવાબ હા હોય તો બેન્ક જરૂરી પ્રમાણીકરણની પ્રક્રિયા હાથ ધરે છે અને આગળના પગલા માટે માઇક્રો એટીએમમાં સૂચનો દાખલ કરે છે.
વિવિધ હિતધારકોને લાભો
રહેવાસી
- વિવિધ યોજનાઓ માટે એક કરતાં વધુ બેન્ક ખાતાની જરૂરિયાત દૂર કરે છે.
- કોઇપણ મધ્યસ્થી વિના કલ્યાણકારી તમામ યોજનાઓની ચૂકવણી પ્રાપ્ત કરવા માટેની ઝડપી ચેનલ.
- ગ્રામ્ય વિસ્તારોમાં માઇક્રો એટીએમની સુવિધાથી બેન્કમાં જવાનું ટાળી શકાશે અને તેનાથી ખર્ચ પર કાપ પણ મૂકી શકાશે.
- બચત અને ઋણના વ્યવસ્થાપન માટે બેન્કિંગ સિસ્ટમના વધુને વધુ ઉપયોગમાં મદદ મળી રહેશે.
- એઇપીએસના ઓનલાઇન અને આંતરકામગીરી કરી શકાય તેવું માળખું અંદાજિત 100 મિલિયન જેટલાં વંચિત લોકો માટે કોઇપણ સમયે-કોઇપણ સ્થળે બેન્ક ખાતાનો ઉપયોગ કરવા માટે આશિર્વાદરૂપ સાબિત થશે.
- ખાસ કરીને મહિલાઓને સશક્ત કરવામાં મદદ મળી રહેશે.
સરકારી વિભાગો
- આધારનો ઉપયોગ કરવાથી ભુતિયા લાભાર્થીઓને સિસ્ટમમાંથી દૂર કકરી શકાશે અને જરૂરિયાતમંદો પર ધ્યાન આપી શકાશે.
- આધાર નંબર દ્વારા સરકારી ચૂકવણીઓથી નાણાકીય સમાવેશીકરણના પેટા લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદદ મળી રહેશે.
- ચૂકવણીની પ્રક્રિયામાં સમય અને ખર્ચની બચત કરી શકાશે.
- ઇલેક્ટ્રોનિક ઓડિટ ટ્રાયલ કરી શકાશે અને તમામ ચૂકવણી પર સંપૂર્ણ દેખરેખ રાખી શકાશે.
બેન્કો
- બ્રાન્ચ વિનાના બેન્કિંગ મોડલમાં ધિરાણ અને સંચાલકીય જોખમોમાં ઘટાડો કરી શકાશે.
- બેન્કિંગ સુવિધા ન ધરાવતી વસતી સુધી પહોંચવા માટે બેન્કો બીસી પર આધારિત રહી શકશે અને અંતરિયાળ વિસ્તારોમાં બેન્કની બ્રાન્ચ અથવા એટીએમની જરૂરિયાતને દૂર કરી શકાશે.
- ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરવું શક્ય બનશે અને તેનાથી રોકણ વ્યવસ્થાપન ખર્ચ ઘટશે.
- બેન્કો અને બીસી મોડલ માટે માઇક્રો એટીએમ મારફતે વિવિધ નાણાકીય પ્રોડક્ટ્સ આવકનો વધુ એક સ્ત્રોત સાબિત થઇ શકે છે.
આરબીઆઇ
- આધાર નંબર દ્વારા સરકારી ચૂકવણીઓથી નાણાકીય સમાવેશીકરણના પેટા લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદદ મળી રહેશે.
- સુરક્ષિત કાર્યપદ્ધતિ દ્વારા છૂટક ચૂકવણી માટે ઇલેક્ટ્રોનિફિકેશનને પ્રોત્સાહન આપી શકાશે.
એપીબી અને એઇપીએસ માટેની પૂર્વજરૂરિયાતો
- આધાર – કલ્યાણકારી યોજના નંબર મેપિંગ
- કમ્પ્યુટરાઇઝ્ડ ડેટાબેઝમાં આધાર નંબર પ્રાપ્ત કરવો
- એઇબીએ શરૂ કરવું.
સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા