অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રમાણીકરણ

ઓપરેશન મોડલ


 

આધાર પ્રમાણિકરણમાંમહત્ત્વના કાર્યવાહક

યુનિકઆઇડેન્‍ટીફિકેશનઓથોરિટી ઓફ ઇન્‍ડિયા(યુ.આઇ.ડી.એ.આઇ.): યુ.આઇ.ડી.એ.આઇ.એ આધાર પ્રમાણીકરણ પદ્ધતિનું સમગ્રતયા નિયમન કરેછે અને તેનું નીરીક્ષણ કરે છે. તે સેંટ્રલઆઇડેન્‍ટીટી ડેટા રિપોઝીટરી(સી.આઇ.ડી.આર) ધરાવે છે અને તેનું નિયમન કરે છે જે બધા આધાર ધારકની અંગત ઓળખની માહિતી (પી.આઇ.ડી.) ધરાવે છે.

પ્રમાણીકરણ સેવા એજન્‍સી (એ.એસ.એ.): એ.એસ.એ.એસી.આઇ.ડી.આર. સાથેલીઝલાઇન જોડાણ ધરાવતી સંસ્‍થા છે. એ.એસ.એ. એક કે વધારે એ.યુ.એ વતી સી.આઇ.ડી.આર.ને પ્રમાણીકરણ મોકલે છે.એ.એસ.એ. યુ.આઇ.ડી.એ.આઇ. સાથે ઔપચારિક કરાર કરે છે.

પ્રમાણીકરણ વાપરનાર એજન્‍સી (એ.યુ.એ): એ.યુ.એ. તેની સેવાઓ મેળવવા માટે આધાર પ્રમાણીકરણનો ઉપયોગકરેછે અને એ.એસ.એ. મારફત સી.આઇ.ડી.આર.નેજોડાય છે. એ.યુ.એ. યુ.આઇ.ડી.એ.આઇ. સાથે ઔપચારિક કરાર કરે છે.

સબ એ.યુ. એ.: આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવાની ઇચ્‍છાધરાવતી સંસ્થાનેતે હાલના એ.યુ.એ. મારફત તેની સેવાઓપ્રાપ્‍ત કરી શકે છે. ઉદાહરણઃ : (i) રાજય/કેન્‍દ્ર શાસિત પ્રદેશનું માહિતી- પ્રૌદ્યોગિકી વિભાગ એ.યુ.એ. બને અને બીજાં વિભાગો આધાર પ્રમાણીકરણ સેવાઓ માટે તેના પેટા-એ.યુ.એ. બની શકશે. (ii) હોટલએસોસીએશનએ.યુ.એ. બને અને બીજી હોટલો આધાર પ્રમાણીકરણ માટે પેટા-એ.યુ.એ. બની સેવાઓ મેળવી શકે. યુ.આઇ.ડી.એ. આઇ.ને. પેટા-એ.યુ.એ. સાથે કોઇ સીધો કરાર સંબંધ હોતો નથી.

પ્રમાણીકરણ ડીવાઇસ: પ્રમાણીકરણ ડિવાઇસ આધાર ધારક પાસેથી અંગત ઓળખ માહિતી (પીઆઇડી) એકઠી કરે છે અને પ્રમાણીકરણની વિગતો મોકલીને તેનું પરિણામ મેળવે છે. ઉદાહરણ જોઇએ તો પી.સી., કિઓસ્‍ક, હાથમાં રખાતાડિવાઇસ વગેરેનો સમાવેશ થાય છે. એ.યુ.એ./પેટા-એ.યુ.એ. આ ડીવાઇસ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

આધાર ધારક: આ એવા અધિકૃત આધાર નંબર ધારક છે કે, જેઓ એ.યુ.એ. દ્વારા આપવામાં આવતી સેવાઓપ્રાપ્‍ત કરવા પોતાની ઓળખનુંપ્રમાણીકરણ કરવા ઇચ્‍છુક છે.

આ કામગીરીમાંચાવીરૂપસ્‍થાન ધરાવતી સંસ્‍થા/એજન્‍સીઓ એકબીજા સાથે અનેક રીતે સંકળાયેલ હોય છે. દાખલા તરીકે એ.યુ.એ. પોતે જ પોતાના એ.એસ.એ. તરીકે કામગીરી કરે છે એ.યુ.એ પોતાની કામગીરીનાઆયોજનનેલક્ષમાં લઇ એક કરતાં વધુ એ.એસ.એ. મારફત આધાર પ્રમાણીકરણ સેવાઓ મેળવી શકે છે. એ.યુ.એ. તેની પોતાની સેવા પૂરી પાડવાની જરૂરિયાત માટે પ્રમાણીકરણ વિનંતીઓ મોકલે છે.

તેવી જ રીતે કોઇ એક પ્રમાણીકરણ ડિવાઇસ દ્વારા બહુવિધએ.યુ.એ.એસ.નીસેવાઓ પૂરી પાડવાનું પણ શકય છે. ઉદાહરણ તરીકે એક પ્રમાણીકરણ ડિવાઇઝના રૂપમાં વ્‍યાજબી ભાવની દુકાન બેંકો સાથે પણ નાણાકીય લેવડ-દેવડ કરે છે.

સમવાય મોડલ

યુ.આઇ.ડી.એ.આઇ. આધાર પ્રમાણીકરણનો પ્રસ્તાાવ મૂકે છે. તેનો ઉપયોગ ફકત વિશિષ્ટ પ્રમાણીકરણ યોજના (સમવાય પ્રમાણીકરણ તરીકે ઓળખાતી) ના એ.યુ.એ.એસ.નાડોમેન/એપ્લીકેશન વિશિષ્ટ સાથે અથવા એકલું ઉપયોગમાં લઇ શકે. દાખલા તરીકે, સમવાય પ્રમાણીકરણમાં, બેન્કેએ.ટી.એમ. કાર્ડ અને પ્રમાણીકરણ માટે આંગળાની છાપનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે. તેમાં એ.ટી.એમ. કાર્ડ બેન્કણની એપ્લીાકેશનની અંદર પ્રમાણીકરણ કરાયેલ છે. જ્યારે આંગળાની છાપ, આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરતા સી.આઇ.ડી.આર.માં માહિતી સાથે પ્રમાણિત કરવામાં આવે છે.

હાલમાં ખૂબ જ અમલી પ્રમાણીકરણની પદ્ધતિને ‘સ્‍થાનિક’(એટલે કે થોડીક સેવાઓને/ પરિસ્થિતિને અથવા વ્‍યક્તિઓને લગતી) તરીકે વર્ણવી શકાય અને તે રદ કરી શકાય છે. (તેમાં પ્રવર્તમાન ઓળખ પરિબળોનેરદ કરી શકાય અને મુદત વિતે પુનઃ આપી શકાય)બીજી બાજુએ, આધાર પ્રમાણીકરણ પદ્ધતિને ‘વૈશ્વિક’ તરીકે વર્ણવી શકાય (તે એ.યુ.એ. અને અન્‍ય સેવાઓમાં લાગુ પડે છે તેના કારણે) અને ફેરફાર ન કરી શકાય (કારણ કે આંગળાની છાપ અને આંખની કીકીના સ્‍કેન સામાન્‍ય રીતે રદ ન કરી શકાય/બદલી ન શકાય જેવાં આધાર ઓળખ પરિબળોને કારણે).

સમવાય પ્રમાણીકરણ મોડલમાં, વૈશ્વિક ફેરફાર ન કરી શકાય તેવું આધાર પ્રમાણીકરણ સહ-અસ્‍તિત્વ ધરાવે છે અને એ.યુ.એ.નાં સ્‍થાનિક ફેરફારક્ષમ પ્રમાણીકરણને મજબૂત બનાવે છે. આવા સમવાય અભિગમના પરિણામે વૈશ્વિક ફેરફાર ન કરી શકાય તેવા મોડલ અથવા ફકત સ્‍થાનિક ફેરફાર રદ કરી શકાય તેવા મોડલ પર જ આધારિત છે તેના કરતાં વધારે વિશ્વસનીય અને વધારે મજબૂત પ્રમાણીકરણ પદ્ધતિ મળે છે.

સમવાય મોડલ એ.યુ.એ.ના પોતાના પ્રમાણીકરણના અસ્‍તિત્‍વ કે ઉપયોગનો આદેશ આપતું નથી. (એ.યુ.એ/ પેટા-એ.યુ.એ. ઇચ્‍છે તો તેઓ તેનાથી ફકત આધાર પ્રમાણીકરણનો જ ઉપયોગ કરી શકે). સમગ્ર પ્રમાણીકરણ પદ્ધતિ વધારે મજબૂત અને વિશ્વસનીય બને તે માટે હાલના પ્રમાણીકરણ સાથે સંયોજનમાં એ.યુ.એ./પેટા-એ.યુ.એ.ને આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરવા પ્રોત્‍સાહન આપવામાં આવે છે.

નેટવર્કના અપવાદ

ઓનલાઇન પ્રમાણીકરણ માટે આવશ્યકપણે નેટવર્કના જોડાણની જરૂરીયાત રહે છે. જોડાણ તૂટક તૂટક હોય અથવા થોડા અંતરે હોય તેવા કેસ માટે, યુ.આઇ.ડી.એ.આઇ. ‘બફર્ડ’ પ્રમાણીકરણ કહેવાતો ઉકેલ સૂચવે છે તેમાં પ્રમાણીકરણની વિનંતી અગાઉ નિયત કરેલો સમય જે હાલ ર૪ કલાક છે. તે ડિવાઇસ પર રાખેલ છે. (બફર્ડ/પ્રક્રિયામાં) તેને ત્‍યારબાદ તેને જોડાણ પુન:પ્રાપ્‍ત થાય/ઉપલબ્‍ધ થાય ત્‍યારે તેને પ્રમાણીકરણ માટે સી.આઇ.ડી.આર.માં મોકલવામાં આવે છે.

પ્રમાણીકરણ ડિવાઇઝ એક સાથે બહુવિધ પ્રમાણીકરણ વિનંતીઓ મોકલે ત્‍યારે તટસ્‍થ રીતે દરેક પ્રમાણીકરણ વિનંતીને આધાર પ્રમાણીકરણ પધ્‍ધતિમાં એક અલગ ટ્રાન્‍ઝેકશન તરીકે લેવામાં આવે છે તદ્ઉપરાંત યુ.આઇ.ડી.એ.આઇ. ઇચ્‍છે છે કે તટસ્‍થતા માત્ર AUA/ASA ના સર્વર પરના થતા પ્રમાણીકરણ ડિવાઈઝના સ્‍તરે જ થવી જોઇએ.

બાયોમેટ્રીક અપવાદ હાથ ધરવા

અન્‍ય ટેકનોલોજીમાં હોય છે તેમ, બાયોમેટ્રિક ટેકનોલોજીમાં પણ તેની પોતાની મર્યાદાઓ છે. તમામ બાયોમેટ્રિક માહિતી ખૂટતી હોય (આંગળાંની છાપ અને આંખની કીકી) તેવી વ્‍યકિતઓ ઘણી ઓછી હશે. તેઓની બાયોમેટ્રિક પ્રમાણીકરણની કોઇ બાબત મેળવી શકાશે નહિ. જેમ કે ઘણી નબળી ગુણવત્તાવાળી આંગળાની છાપ કારણે આધારે પ્રમાણીકરણનો લાભ ન મળેવી શકે તેવા લોકો પણ હશે. આ ઉપરાંત, કાપી/બળી ગયેલી આંગળીઓ, પર્યાવરણની તીવ્ર સ્‍થિતિવગેરે જેવા બાયોમેટ્રિક પ્રમાણીકરણમાં કામચલાઉ સમસ્‍યાવાળા લોકો પણ હશે.

લાભાર્થી નિવાસીઓ કે જેઓ બાયોમેટ્રિક પ્રમાણીકરણના વપરાશ માટે સક્ષમ નથી તેવા કિસ્‍સાઓમાં એ.યુ.એ. દ્વારા ઉપયોગમાં લેવાતા બાયોમેટ્રિકસ પ્રમાણીકરણના વૈકલ્‍પિક ઉપાયો અંગે યુ.આઇ.ડી.એ.આઇ. ભલામણ કરે છે. બાયોમેટ્રિક સોલ્‍યુસનના વિકલ્‍પે ઓપરેટર દ્વારા પ્રમાણીકરણ, વસ્‍તી વિષયક માહિતી/ઓ.ટી.પી. આધારિત પ્રમાણીકરણ જેવા વિવિધ વિકલ્‍પો નો ઉપયોગ કરી શકાય છે.બાયોમેટ્રિક અપવાદો હાથ ધરવામાં સમયવાય મોડલ અપનાવવાનું પણ અપેક્ષિત છે.

સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/25/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate