તેના માટે એક નંબર આપવામાં આવશે. જેને પણ પોતાના મોબાઈલને આધાર સાથે લીંક કરાવવો હોય. તેણે આના પર આધાર નંબર મેસેજ કરવો પડશે.
આધાર નંબર મેસેજ કરતા જ તમેં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપીને પાછો તે જ નંબર પર મોકલવો પડશે.
સરકાર દ્વારા આપેલ નંબર પર ઓટીપી આવતા જ તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક થઇ જશે.
અહી તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે, જો તમારી પાસે બે મોબાઈલ છે જેમાં એક આધાર કાર્ડ સાથે રજીસ્ટર કરાવેલ છે તો ઓટીપી તે જ મોબાઈલ પર આવશે. ઉદાહરણ તરીકે – કોઈ વ્યક્તિ જોડે બે મોબાઈલ છે A અને B, તે વ્યક્તિના આધાર કાર્ડમાં A નંબર રજીસ્ટર કરાવેલ છે અને જો તે Bનંબરને પોતાના આધાર કાર્ડ સાથે લીંક કરાવવા માંગે છે તો તેણે સરકાર દ્વારા આપેલ નંબર પર B માંથી આધાર નંબર મેસેજ કરવો પડશે જેનો ઓટીપી A પર આવશે. ઓટીપી મળતા જ તે B ફોનમાંથી પાછો તે જ નંબર પર ઓટીપી મોકલી દેશે અને તેનો B ફોન આધાર સાથે લીંક થઇ જશે. આ રીતે તમારા ઘરના બધા મોબાઈલ નંબર ઘરે બેઠા આધાર સાથે લિંક થઇ જશે.
અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ મેસેજ સેવા નાં નંબર ટૂંક સમય માં આવી જશે. અને સુપ્રીમ કોર્ટે ખાસ સરકાર અને ટેલીકોમ કંપનીઓ ને કહ્યું છે કે તમે લોકો આધાર સાથે મોબાઈલ લીંક કરાવા માટે ગ્રાહકો ને ડરાવી રહ્યા છો ને મેસેજ પર મેસેજ મોકલો છો જે યોગ્ય નથી. સરકાર તરફ થી કહેવાયું કે એક જ વાર મેસેજ મોકલવા માં આવે છે ત્યારે ખુદ જજે કહ્યું કે મારી પર જ ઘણા મેસેજ આવી ગયા છે.
સ્ત્રોત: ફોરમસ્તી.કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020