অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મંત્રીઓનું ઉચ્ચાધિકાર જૂથ

મંત્રીઓનું ઉચ્ચાધિકાર જૂથ

તેથી પ્રધાનમંત્રીશ્રીનીમંજૂરીથીમંત્રીઓનુંઉચ્ચાવધિકાર જૂથ બે યોજનાઓ–

  • નાગરિકતા અધિનિયમ, ૧૯પપ હેઠળ રાષ્‍ટ્રીયવસ્‍તીરજિસ્‍ટર અને
  • માહિતી અને ઔદ્યોગિકી વિભાગના વિશિષ્ટ ઓળખ નંબર આપવા માટે પ્રોજેકટ રચવાનું નક્કી કર્યું હતું

મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથને પ્રોજેકટ વહેલા અને અસરકારક રીતે પૂરો કરવા માટે ખાસ સીમાચિહ્ન અને પદ્ધતિની બાબત જોઇ જવા તેમજ તે અંગે આખરી દૃષ્‍ટિ લેવા સત્તા અપાઇ હતી. આ ઉચ્‍ચાધિકાર જૂથ ૦૪ ડિસેમ્‍બર ર૦૦૬ના રોજ રચાયું હતું.

  • મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથની પ્રથમ બેઠક ર૭ નવેમ્‍બર, ર૦૦૭ના રોજ મળી હતી. તેને ઓળખ સંબંધી રહેઠાણની માહિતી ઊભી કરવાની જરૂરિયાતજણાઇ હતી. વ્‍યક્તિગત માહિતી નવેસરથી એકઠી કરવા પર આધારિત છે કે મતદાર યાદી જેહાલની પ્રવર્તમાન માહિતીના આધારે છે તે ધ્‍યાનમાં લીધા સિવાય માહિતી મહત્ત્વની અને ફરજિયાત જરૂરી છે. તેની રચના પછી ચાલુ ધોરણે તેના નિભાવ અને અદ્યતન રાખવાની જવાબદારી સ્‍વીકારે તેવું સંસ્‍થાકીય તંત્ર મુકરર કરવાની જરૂરિયાત છે.
  • મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથની બીજી બેઠક ર૮ જાન્‍યુઆરી ર૦૦૮ના રોજ યોજાઇ હતી. તેણે રાષ્‍ટ્રીય વસ્‍તી રજિસ્‍ટર અને યુ.આઇ.ડી.એ.આઇ. આપવાનો વ્‍યૂહ નક્કી કર્યો. તેણે વધારામાં આયોજન કમિશન હેઠળ,યુ.આઇ.ડી.એ.આઇ.સત્તાતંત્ર સ્‍થાપવાની દરખાસ્‍તને બહાલી અપાઇ હતી.
  • મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથની ત્રીજી બેઠક ૦૭ ઓગસ્‍ટ, ર૦૦૮ના રોજ યોજાઇ હતી. આયોજન કમિશનેમંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથ સમક્ષ યુ.આઇ.ડી.એ.આઇ. રચવાની વિગતવાર દરખાસ્‍ત મૂકી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્‍યું હતું કે યુ.આઇ.ડી.એ.આઇ. સંબંધમાં સભ્‍યોએ ઊભા કરેલા ખાસ મુ્દ્દાઓ(મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથની બેઠકની કાર્યવાહીનું જોડાણ) અંગે સત્તાવાર કક્ષાની સમિતિએ તપાસવાની જરૂર રહેશે. તે બાબત તપાસી, આખરી નિર્ણય લેવામાં સરળતા રહે તે માટે મંત્રીઓના ઉચ્‍ચાધિકાર જૂથને તે અંગે ભલામણ કરવા સચિવોની બેઠક સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
  • સચિવોની સમિતિની ભલામણ પછી મંત્રીઓનાઉચ્‍ચાધિકાર જૂથની ચોથી બેઠક ૦૪ નવેમ્‍બર ર૦૦૮ના રોજ મળી હતી. સચિવોની સમિતિની ભલામણો મંત્રીઓની ઉચ્‍ચાધિકાર સમિતિને રજૂ કરવામાં આવી હતી અને નીચેના નિર્ણયો લેવાયા હતા.

નીચેના નિર્ણયો લેવાયા હતા -

પ્રારંભમાં યુ.આઇ.ડી.એ.આઇ.ને વહીવટી સત્તાતંત્રઅધિસૂચિત કરી તેનામાં વૈધાનિક સત્તા આપવાની બાબત પાછળથી વિચારણામાં લઇ યોગ્‍ય સમયે તે વિચારણામાં લેવામાં આવે

યુ.આઇ.ડી.એ.આઇ. મતદાર યાદી/એપિક માહિતી પરથી પ્રારંભિક માહિતી ઊભી કરવા તેની પ્રવૃત્તિઓ મર્યાદિત કરી શકે. તેમ છતાં, યુ.આઇ.ડી.એ.આઇ. માહિતીનાંતત્ત્વોના ધોરણ નિશ્ચિત કરવા માહિતી ઊભી કરવાનું હાથ ધરે તેવી એજન્‍સીઓને વધારામાં સૂચનાઓ આપી શકે

ડેટાબેઝનું નિર્માણ કેવી રીતે કરવું તે અંગે યુ.આઇ.ડી.એ.આઇ. તેનો પોતાનો નિર્ણય લેશ

યુ.આઇ.ડી.એ.આઇ.ને આયોજન કમિશનમાં પાંચ વર્ષ માટે સ્‍થિત કરવામાં આવશે. ત્‍યારબાદ યુ.આઇ.ડી.એ.આઇ.ને સરકારની અંદર કયાં મૂકવામાં આવશે તે બાબત વિચારાશે

કેન્‍દ્રીય કક્ષાએ, ૧૦ કર્મચારીઓની કોર ટુકડી સાથે. યુ.આઇ.ડી.એ.આઇ.ની રચના કરી અને આયોજન કમિશનને સંપૂર્ણ માળખા સાથે વિગતવાર દરખાસ્‍ત અલગ રીતે મૂકવા આયોજન કમિશનને જણાવ્‍યું. બાકીનો સ્‍ટાફ અને યુ.આઇ.ડી.એ.આઇ.ના સંગઠન વિષયક માળખા સાથેની દરખાસ્‍ત મંત્રી મંડળના સચિવ સમક્ષ ડીઓઇ/સીસીઇએ મારફત રાબેતા મુજબની કાર્યપદ્ધતિ હેઠળ બહાલમેળવતાં પહેલાં વિચારણા માટે રજૂ કરશે

ત્રણ કર્મચારી વર્ગની કોર ટુકડી સાથે કેન્‍દ્રીયયુ.આઇ.ડી.એ.આઇ. સાથે રાજ્ય યુ.આઇ.ડી.એ.આઇ. સત્તાતંત્રની રચનાને મંજૂરી

આ અંગે પ્રારંભના અધિકૃત માળખાનો ઉપયોગ ઉપલબ્ધ કરવા,યુ.આઇ.ડી.એ.આઇ.ને ડીસેમ્બર, ૨૦૦૯ લક્ષ્‍યાંક મુદ્દત આપવામાં આવી હતી

હાલની કાર્યપદ્ધતિ મુજબ ડીઓઇ અને સીસીઇએ મારફત સંપૂર્ણ સંગઠન વિષયક માળખા અને સંપૂર્ણ સ્‍ટાફ માટે મંજૂરી માગતાં પહેલાં, મંત્રીમંડળના સચિવે વિગતવાર સંગઠન વિષયક માળખું, સ્‍ટાફ અને બીજી જરૂરિયાતને આખરીરૂપ આપવા બેઠક બોલાવવી.

પાછળથી, રરમીજાન્‍યુઆરી ર૦૦૯ના રોજ મંત્રીઓનાઉચ્‍ચધિકારજૂથનાનિર્ણયો અનુસાર મંત્રીમંડળના સચિવે શાસન માળખા અંગે માહિતી પ્રૌદ્યોગિકી વિભાગે રજૂ કરેલી દરખાસ્‍તવિચારણામાં લઇને નીચે મુજબ ભલામણ કરી - યુ.આઇ.ડી.એ.આઇ.રચવા માટેનું જાહેરનામું તાત્‍કાલિક બહાર પાડવું.

  1. સત્તાતંત્રના કામનું નિરીક્ષણ કરવા આયોજન કમિશનનાઉપાધ્‍યક્ષનાવડપણા હેઠળ ઉચ્‍ચકક્ષાની સલાહકાર, નિયંત્રણ અને સમીક્ષા સમિતિ રચવી
  2. આયોજન કમિશનનાસભ્‍ય, અથવા આયોજન કમિશનના સચિવને મુખ્ય યુ.આઇ.ડી.એ.આઇ. કમિશનર માટેના સૂચિત કામની દેખરેખ રાખવાનું કામ સોંપવું
  3. તેમાં કોર ટુકડી મૂકવી
મંત્રીઓનાઉચ્ચાધિકાર જૂથની ૦૪ નવેમ્‍બર ર૦૦૮ના રોજ મળેલી ચોથી બેઠક અનુસાર, યુનિકઆઇડેન્ટીફિકેશનઓથોરીટી ઓફ ઇન્ડિયા રચવામાં આવ્‍યું અને આયોજન કમિશને ર૮ જાન્‍યુઆરી ર૦૦૯ના રોજ પ્રારંભમાં ૧૧પ કર્મચારીઓની કોર ટુકડી સાથે આયોજન કમિશનનાઉપક્રમેસંલગ્‍ન્‍ કચેરી તરીકે અધિસૂચિત કરી. યુ.આઇ.ડી.એ.આઇ.નેયુ.આઇ.ડી.એ.આઇ. યોજનાનો અમલ કરવા યોજના અને નીતિઓ નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. તેને યુ.આઇ.ડી.એ.આઇ.ડેટાબેજસ્‍વીકારશે અને તે અંગે કામગીરી કરશે. તેને ચાલુ ધોરણે તેનું અદ્યતન બનાવવા અને નિભાવવા માટે જવાબદાર રહેશે

સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/26/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate