અધિકૃત અને હેતુઓ
યુ.આઇ.ડી.એ.આઇ. આયોજન પંચ હેઠળની સંલગ્ન કચેરી તરીકે ઊભી કરવામાં આવી છે તેની ભૂમિકા ભારતીય નિવાસીઓને વિશિષ્ટ ઓળખ નંબરો આપવા જરૂરી સંસ્થાકીય, ટેકનિકલ અને કાયદેસર આધાર માળખાવિકસાવવા અને અમલ કરવા અંગેની છે. રપ જૂન ર૦૦૯ના રોજ મંત્રીમંડળે યુ.આઇ.ડી.એ.આઇ.ના અધ્યક્ષનું સ્થાન ઊભું કરી મંજૂર કર્યું અને તેના કેબિનેટ મંત્રીના દરજજા અને પ્રથમ અધ્યક્ષ તરીકેના હોદ્દામાં શ્રી નંદન નિલેકણીની નિમણૂંક કરી. શ્રી રામસેવક શર્માને મહાનિયામક તરીકે નીમ્યા
દ્રષ્ટિકોણ
યુનિક આઈડેન્ટી અને કોઈપણ સ્થળે ક્યારેય પણ વ્યક્તિની પ્રમાણભૂતતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે ભારતના નાગરીકોને સશક્ત કરવા.
મુખ્ય મૂલ્યો
- અખંડિતતા અમારા માટે મૂલ્યવાન છે
- અમે સમાવેશક રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ
- અમે સહયોગાત્મક અભિગમ અને મૂલ્યોમાં વિશ્વાસ રાખીએ છીએ
- અમે નાગરીકો અને સેવા પ્રદાતાઓને શ્રેષ્ઠ સેવા પુરી પાડવાનો પ્રયત્ન કરીશું
- અમે સતત શીખવાનો અને ગુણવત્તા સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીશું
- અમારું ચાલકબળ નવીનીકરણ છે અને અમારા ભાગીદારોને નવીનીકરણનું પ્લેટફોર્મ પુરુ પાડીએ છીએ
- અમે પારદર્શિ અને ખુલ્લી સંસ્થામાં વિશ્વાસ રાખીએ છીએ
મિશન સ્ટેટમેન્ટ
- 2015 સુધીમાં 100 કરોડ નાગરીકોને આધાર નંબર આપવાના છે અને એ પણ ચોક્કસ ગુણવત્તાના ધોરણોને સાથે રાખીને આ કાર્ય પૂર્ણ કરવાનું છે
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે ભાગીદારો સાથે જોડાણ જેથી નાગરીકોને તેમની ડિજિટલ ઓળખને અપડેટ અને પ્રમાણભૂત કરવામાં સુવિધા મળી રહે
- નાગરીકોને અસરકારક, કાર્યક્ષમ અને સમાન રીતે આધારની સેવા પુરી પાડી શકાય તે માટે ભાગીદારો અને સેવા પ્રદાતાઓ સાથે જોડાણ
- આધાર લિંક્ડ એપ્લિકેશન્સ વિકસાવવા માટે જાહેર અને ખાનગી એજન્સીઓ માટે પ્લેટફોર્મ પુરુ પાડવું અને નવીનીકરણ માટેનું પ્રોત્સાહન
- ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રાપ્યતા, માપનીયતા અને સ્થિતિસ્થાપકતાની ખાતરી
- યુઆઈડીએઆઈની દ્રષ્ટી અને મૂલ્યોને આગળ વધારવા માટે લાંબા ગાળાની સાતત્યપૂર્ણ સંસ્થાનું નિર્માણ
- યુઆઈડીએઆઈ સંસ્થાને વવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ વૈશ્વિક નિપુણતા ધરાવતી કંપનીઓના સહયોગ માટે સક્ષમ બનાવવી અને મૂલ્યવાન સુક્ષ્મદ્રષ્ટિ પુરી પાડવી.
સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.