ઈન્કટેક્સ વિભાગે આયકર સેતુ એપનો પ્રારંભ કર્યો છે જેના માધ્યમથી વિભાગ દ્વારા આપવામાં આવનારી વિવિધ મુખ્ય સેવાઓનો સરળતાથી પ્રયોગ કરી શકાશે. આયકર સેતુ એપના માધ્યમથી ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરવામાં મદદ મળવાની સાથે ટેક્સ કેલક્યુલેટ અને આઈટાઆર દાખલ કરવામાં કાર્યને સરળ બનાવવામાં મદદ મળશે. તેના માધ્યમથી ટેક્સની ઓનલાઈન ચુકવણી, પાન, ટીન માટે અરજીની સાથે રિફંડની સ્થિતિ તથા ફરિયાદોનુ રજીસ્ટ્રેશન, કરદાતા સેવા કાર્યાલયોની માહિતિ તથા ટેક્સ વિશે માહિતિ મેળવવામાં મદદ મળશે.
આ એપના ઉપયોગકરતાની સંખ્યા 10 જુલાઈ 2017ના તે સહ્રૂ થવાથી 25 જુલાઈ 2018 સુધી 2,76,000 છે. ગોયલે જણાવ્યુ કે ઈન્કમટેક્સ વિભાગની આ એપના પ્રયોગને પ્રિન્ટ મિડિયામાં પ્રચારના માધ્યમથી તથા વિભાગ દ્વારા વ્યાપાર મેળામાં સ્ટોલ લગાવીને લોકપ્રિય બનાવવામાં આવી રહી છે. એપના માધ્યમથી તમે તમારી નજીક આવેલ ટીઆરપીને શોધી શકો છો અને તેનાથી ટેક્સ સબંધી મુદ્દા પર મદદ લઈ શકો છો. એપ પર તમને ટીઆરપીનો રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર મળશે જેના પર તમે સંપર્ક કરી શકો છો. 11એમબીની આયકર સેતુ એપને એન્ડ્રોઈડના પ્લેસ્ટોરમાં ફ્રી ડાઉઅનલોડ કરી શકાય છે. આ એપને તમે એપલના એપ સ્ટોર પરથી પણ ડાઉઅનલોડ કરી શકો છો. તેમજ +91-7306525252 નંબર પર મિસકોલ કરીને પણ એપ ડાઉનલોડ કરવા માટે રિકવેસ્ટ કરી શકો છો.
નવું ઇ-પહેલ શાબ્દિક અર્થમાં કરદાતા માટે એક પુલ સમાન હશે અને એન્ડ્રોઇડ ફોનમાં ઉપલબ્ધ રહેશે. તે વિવિધ કર સાધનો, ગતિશીલ અપડેટ્સ,લાઇવ ચેટ સુવિધા અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (આઇટીડી) ની અંદર એક જ મોડ્યુલમાં વિવિધ પ્રક્રિયાઓ માટે મહત્વપૂર્ણ લિંક્સને કમ્પાઇલ કરે છે.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માય ટેક્સ એપ પર અત્યારે કામ કરી રહ્યું છે. આ એપ્લિકેશન તમને તમારા બધા જ ડેટા એક્સેસની મંજૂરી આપવાની સાથે ડીપાર્ટમેન્ટ સાથે વાત કરવામાં પણ મદદ કરશે. ટેક્સ ચૂકવવાથી લઈને ડીપાર્ટમેન્ટ પાસેથી તમામ સૂચનાઓ આપ આ એપ્લિકેશન દ્વારા જાણી શકશો. આ એપ્લિકેશન તમામ લોકોને જલદી જ પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે.
આ એપ્લિકેશનમાં કરદાતાની ટેક્સ પ્રોફાઈલ હશે. આ ટેક્સ પ્રોફાઈલમાં પાનનંબર સહિત ટેક્સ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ ઉપ્લબ્ધ હશે. આમાં થર્ડ પાર્ટી દ્વારા કાપવામાં આવેલા ટેક્સની જાણકારી ઉપલબ્ધ હશે. કરદાતા આના દ્વારા ઈનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ પણ આપી શકશો અને ફરિયાદ પણ કરી શકશો. આ એપ્લિકેશન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝની તે કોશિશનો ભાગ છે. જેના દ્વારા ટેક્સ એડમિનિસ્ટ્રેશનને સંપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ વગરનું અને કરદાતાને મદદરૂપ થાય તેવું બનાવવાનું છે.
આ ઓનલાઈન સ્ક્રૂટિની સહિત અન્ય એવી ગતિવિધિઓમાં પણ મદદરૂપ સાબિત થશે કે જેના દ્વારા ટેક્સ અધિકારીઓને ઈમેલ પર ટ્રાંઝેક્શનની વિગત માગવાની આનો ઉત્તર પ્રાપ્ત કરવાની મંજૂરી છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પહેલાં જ એક નવી ટેક્સપેયર સર્વિસ મોડ્યુલ “આયકર સેતુ” રજૂ કરી ચૂક્યું છે. આ મોડ્યુલમાં ડેસ્ટોપ અને મોબાઈલ બંને વર્ઝન હશે. આ એક સામાન્ય એપ્લિકેશન છે જે પેન ટેન અને ટેક્સ સહિત કેટલીય મહત્વની સર્વિસ ઉપ્લબ્ધ કરાવશે. નવી એપ્લિકેશન વધારે પર્સનલાઈઝ હશે જેથી આમાં ઈન્ડિવિઝ્યુઅલ કરદાતાની જરૂરિયાતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવામાં આવશે. જોકે એ સ્પષ્ટ નથી કે આ એપ્લિકેશન તત્કાલ ટેક્સ ફાઈલિંગ ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ હશે કે નહી.
સ્ત્રોત :આયકર સેતુ મોડ્યુલ ફોર ટેક્સ પેયર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020