પ્રસ્તાવના
જીલ્લા કક્ષાએ પંચાયત શાખાએ ખૂબ જ મહત્વની શાખા ગણાય છે. જીલ્લા પંચાયત હસ્તકની તમામ કામગીરીઓ પંચાયત શાખાના સંકલનથી થાય છે. ટુંકમાં કહીએ તો પંચાયત શાખા સમગ્ર જીલ્લાના વહીવટ ઉપર પકકડ ધરાવે છે. આ ઉપરાંત જીલ્લા હસ્તકના તમામ તાલુકાઓના વહીવટ ઉપર પણ નજર રાખે છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, સભ્યો, સરપંચો વિગેરેની વહીવટી કામગીરી આ શાખા મારફતે થાય છે. સ્ટેમ્પ ડયુટી, પંચાયત ઘર, દબાણ, તાલીમ, ગામ પંચાયતનું વિભાજન, મહેસુલી ગ્રાંટ, સિંચાઇ, નિધિ જેવી ઘણીબી કામગીરીઓ આ શાખા હસ્તક હોય છે. તદઉપરાંત જે કામગીરી અન્ય કોઇ શાખાને ફાળવવામાં આવી ન હોય તેવી કામગીરી પણ આ શાખા સંભાળે છે. આમ સમગ્ર તંત્રને પંચાયત શાખા કાર્યરત રાખે છે.
શાખાની કામગીરી
- ગામ પંચાયતનું વિભાજન તથા સંયોજન
- ગામ પંચાયતની મિલ્કત વહેંચણી
- ગામ પંચાયતોને સુ૫રસીડ કરવા બાબત
- ગામ સભાની કામગીરી
- તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
- ગ્રામ પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
- તાલુકા/જીલ્લા પંચાયત ના સભ્યની ખાલી ૫ડેલ જગ્યાની કામગીરી
- તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું મંજુર કરવા બાબત
- જીલ્લા/તાલુકા પંચાયત ચુંટણીની કામગીરી
- જીલ્લા સમકારી નિધિ બાબત.
- જીલ્લા ગ્રામ ઉતેજન નિધિ બાબત.
- ચાર ખર્ચના દર નકકી કરવા બાબત.
- ગામ પંચાયત દફતર તપાસણી બાબત.
- તીર્થગામની કામગીરી
- ૫દાધિકારીની તાલીમની કામગીરી
- ૫દાધિકારીની તાલીમની કામગીરી
- શ્રેષ્ઠ ગામ પંચાયતની કામગીરી
- ગુ.પં. અધિનિયમ લમસમ ટેક્ષની કામગીરી
- ઓકટ્રોય વળતર ગ્રાંટની ફાળવણી
- વ્યવસાય વેરા ગ્રાંટની ફાળવણી
- ગુજરાત રાજય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા (સુધારા) વિધેયક-૨૦૦૮ હેઠળ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર કરતી સંસ્થાઓ, વ્યકિતઓ પાસેથી વ્યવસાય વેરાની વસુલાતની કામગીરી.
- જીલ્લા પંચાયતની સામાન્ય સભા, કારોબારી સમિતિની સભાની કાર્યસુચિ અને કાર્યવાહી નોંધની કામગીરી.
- તાલુકા પંચાયતની સામાન્ય સભા, કારોબારી સમિતિની સભાની કાર્યવાહી નોંધ અવલોકન કરવાની કામગીરી.
- લોક અરજીઓની તપાસની કામગીરી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.